બિહારના જડાનાબાદમાં આજે સોમવારે એક દર્દનાક દુર્ઘટના સામે આવી છે. શ્રદ્ધાળુઓમાં નાસભાગમાં સાત લોકોના મોત થયા છે. વાણાવર સિદ્ધેશ્વર ધામના ભકતોની ભીડ વચ્ચે આ ઘટના બની હતી. જણાવવામાં આવી રહ્યું છે કે ચોથા સોમવારે જલાભિષેક કરવા માટે મોટી ભીડ એકઠી થઈ હતી. ડઝનબંધ ભક્તો વાણાવર પર્વત પર પાતાળગંગાથી જતી સીડીઓ પર ચઢી અને નીચે ઉતરી રહ્યા હતા. મંદિર પાસેની સીડી પર કાવડીઓ વચ્ચે કોઈ બાબતે ઝઘડો થયો હતો. થોડી જ વારમાં અફડાતફડીનો માહોલ સર્જાયો હતો.
મંદિર પાસે હાજર પોલીસકર્મીઓએ પરિસ્થિતિને કાબૂમાં લેવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ અચાનક નાસભાગ મચી ગઈ હતી. અંધારામાં લોકો એકબીજાને કચડીને અહીં-તહીં દોડવા લાગ્યા. અહીં પોલીસ પરિસ્થિતિને કાબૂમાં લઈ રાકે ત્યાં સુધીમાં છ મહિલાઓ સહિત સાત શ્રદ્ધાળુઓના મોત થયા હતા. સોમવારે સૂર્યોદય પડેલા આ દુર્ઘટના સર્જાઈ હતી જેમાં 10થી વધુ લોકો ઘાયલ થયા હોવાનું જાણવા મળે છે. મંદિર વિસ્તારમાં તૈનાત પોલીસકર્મીઓ અને સ્વયંસેવકોની મદદથી રાહત અને બચાવ કાર્ય ચાલી રહ્યું છે. ઘાયલોને હોસ્પિટલમાં લઈ જવામાં આવી રહ્યા છે.
જહાનાબાદના એસએચઓ દિવાકર કુમાર વિશ્વકર્માએ જણાવ્યું હતું કે જેએફ ડીએમ અને એસપી ઘટનાસ્થળની મુલાકાત લઈ રહ્યા છે અને તેઓ પરિસ્થિતિની સમીક્ષા કરી રહ્યા છે… અમે પરિવારજનો (મૃતકો અને ઘાયલોના)ને મળી રહ્યા છીએ અને તેમની પૂછપરછ કરી રહ્યા છીએ… અમે લોકો (મૃતકો)ની કાળજી લઈ રહ્યા છીએ ઓળખ માટે, આ પછી અમે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલીશું… કુલ 7 લોકોના મોત થયા છે.
મંદિરમાં હાજર ભક્તોએ જણાવ્યું કે, સિદ્ધેશ્વરનાથ મંદિરમાં રવિવાર રાતથી જ ભક્તોની ભીડ જોવા મળી હતી. રાત્રે 1 વાગ્યાની આસપાસ આ નાસભાગ થઈ હતી. મંદિરમાં હાજર તમામ લોકો પોતાનો જીવ બચાવવા માટે દોડવા લાગ્યા, ત્યારબાદ ડઝનબંધ લોકો મંદિર પરિસરમાં પડી ગયા અને ગંભીર રીતે ઘાયલ થયા.
આ પણ વાંચો :-