દિવાળીની ઉજવણી વચ્ચે ઝારખંડમાંથી ચિંતાજનક સમાચાર આવી રહ્યા છે. જેમાં બોકારોમાં માર્ગા પુલ પાસે ફટાકડાની દુકાનોમાં આગ લાગતા ઘટનાસ્થળે અફરા-તફરીનો માહોલ છવાયો છે. ભયાનક આગે વિકરાળરૂપ ધારણ કરતા થોડી જ વારમાં 66 દુકાનો બળીને રાખ થઈ ગઈ હતી. મળતી માહિતી મુજબ, આગની ઘટના બાદ ફાયર બ્રિગેડની ચાર ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી હતી અને ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવી.
ઝારખંડના બોકારો સ્ટીલ સિટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગરગા બ્રિજ પાસે ફટાકડાની દુકાનો બળીને રાખ થઈ ગઈ હતી. આગ એટલી ગંભીર હતી કે થોડી જ વારમાં 66 દુકાનો બળીને રાખ થઈ ગઈ હતી. જિલ્લા પ્રશાસને આ દુકાનદારોને અસ્થાયી ધોરણે ફટાકડાની દુકાનો ખોલવાની પરવાનગી આપી હતી. આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો છે અને મામલાની તપાસ કરવામાં આવી રહી છે. દુકાનદારોએ દાવો કર્યો હતો કે આ ઘટનામાં તેમને મોટું નુકસાન થયું છે. તેમણે વહીવટીતંત્ર પાસેથી નુકસાન માટે વળતરની માંગ કરી હતી. ઘટના બાદ બોકારોના BJP ધારાસભ્ય બિરાંચી નારાયણ ઘટના સ્થળે પહોંચ્યા અને કહ્યું કે, જો જિલ્લા વહીવટીતંત્ર અને ફાયર વિભાગ સક્રિય હોત તો આવી ઘટના ન બની હોત.
દિલ્હીના દ્વારકાના છાવલા વિસ્તારમાં એક વ્યક્તિ બસમાં ફટાકડા લઈ જઈ રહ્યો હતો, ત્યારે તેમાં આગ લાગી અને તે અને તેની બાજુમાં બેઠેલા અન્ય મુસાફર દાઝી ગયા. ઘટનાની માહિતી મળતા પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. અધિકારીએ જણાવ્યું હતું કે, પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું હતું કે તે વ્યક્તિ થોડી માત્રામાં ફટાકડા લઈને જઈ રહ્યો હતો, જેના કારણે બસમાં આગ લાગી હતી, જેના કારણે તેને અને તેની બાજુમાં બેઠેલા સહ-મુસાફરને ઈજા થઈ હતી.
આ પણ વાંચો :-