ઉત્તરકાશી જિલ્લાના ગંગનાણી વિસ્તારમાં આજે સવારે એક મોટો અકસ્માત થયો છે. દહેરાદૂનના સહસ્ત્રધારા હેલિપેડથી ઉડાન ભરેલું હેલિકોપ્ટર ક્રેશ થયું હોવાની માહિતી મળી છે. અકસ્માત સમયે હેલિકોપ્ટરમાં 5થી 6 લોકો સવાર હતા. બચાવ ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ છે.
આજ સવારે ગંગનાણી નજીક એ એરોટ્રાન્સ કંપનીનું હેલિકોપ્ટર દુર્ઘટનાગ્રસ્ત થયું હતું, જ્યારે તે ખરસાલીથી હર્ષિલ તરફ જઈ રહ્યું હતું. શરૂઆતમાં મળેલી જાણકારી મુજબ હેલિકોપ્ટરમાં 7 લોકો સવાર હતા. જેમાંથી 6 લોકોના મૃત્યુ નીપજ્યાં છે અને 1 વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થયો છે.
દુર્ઘટનાગ્રસ્ત હેલિકોપ્ટર વિશે વધુ વિગતો હજુ સામે આવી રહી છે.હેલિકોપ્ટરે દહેરાદૂનના સહસ્ત્રધારા હેલિપેડથી ચાર્ધામ યાત્રા માટે યમુનોત્રી જવાના યાત્રીઓને લઇ ઉડાન ભરેલી. ખરસાલી હેલિપેડ પછી તે ગંગોત્રીના હર્ષિલ હેલિપેડ જવાનું હતું, પરંતુ ગંગનાણી નજીક પહોંચી તદ્દન અચાનક ક્રેશ થઇ ગયું.
ગઢવાલ વિભાગના કમિશ્નર વિજય શંકર પાંડે એ ઘટનાની પુષ્ટિ કરતા જણાવ્યું કે દુર્ઘટનામાં 6 યાત્રીઓના મોત થયા છે અને 1 ગંભીર રીતે ઘાયલ થયો છે. રાહત અને બચાવ ટીમો ઘટનાસ્થળે હાજર છે. ઘાયલ યાત્રીને એરલિફ્ટ કરીને ઐમ્સ હોસ્પિટલ લઈ જવામાં આવ્યો છે.