Sunday, Dec 7, 2025

ગુજરાતના 6 IPS અધિકારીઓને બઢતી, રાજુ ભાર્ગવ-મનોજ શશિધર DGP બન્યા

1 Min Read

ગુજરાત કેડરના સિનિયર IPS અધિકારીઓને રાજ્ય સરકારે બઢતી આપી છે. ગુજરાત ગૃહ વિભાગ દ્વારા સોમવારે 01 ડિસેમ્બરના રોજ નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે. આ પ્રમોશનમાં બે સિનિયર અધિકારીઓને DGP તરીકે બઢતી આપવામાં આવી છે, જ્યારે ચાર અધિકારીઓને DIGમાંથી IG તરીકે પ્રમોશન મળ્યું છે.

જેમાં આઈપીએસ ઓફિસરને ડીજીપી તરીકેનું પ્રમોશન મળ્યું છે. જેમાં 1994 બેચના IPS અધિકારી મનોજ શશીધરને DGP તરીકે પ્રમોશન આપવામાં આવ્યું છે. જેઓ હાલમાં કેન્દ્રીય ડેપ્યુટેશન પર CBIમાં કાર્યરત છે. તેમજ 1995ની બેચના સિનિયર IPS અધિકારી રાજુ ભાર્ગવને પણ DGP તરીકે પ્રમોશન આપવામાં આવ્યું છે.

4 IPS અધિકારીઓને IG તરીકે મળી બઢતી
આ ઉપરાંત 4 IPS અધિકારીઓને DIGમાંથી IG તરીકે પ્રમોશન આપવામાં આવ્યું છે. જેમાં 2007ની બેચના દિવ્યા મિશ્રા, 2007ની બેચના દીપન ભદ્રન, 2007ની બેચના સૌરભ તોલંબિયા અને 2007ની બેચના પરીક્ષિતા રાઠોડને IG તરીકે બઢતી આપવામાં આવી છે. આ પ્રમોશનના રાઉન્ડમાં સમાન બેચના હોવા છતાં મકરંદ ચૌહાણને પ્રમોશન મળ્યું નથી.

Share This Article