Sunday, Sep 14, 2025

ગ્રીસના ક્રીટ દ્વીપ પાસે 6.3 તીવ્રતાનો ભૂકંપ, મિસ્ત્રથી ઈઝરાયલ સુધી અસર

2 Min Read

બુધવારે વહેલી સવારે ગ્રીસના ક્રીટ દ્વીપ પાસે 6.3 રિક્ટર સ્કેલની તીવ્રતાનો ભૂકંપ નોંધાયો હતો. ભૂકંપ એટલો શક્તિશાળી હતો કે તેનું કંપન મિસ્ત્ર, ઇઝરાયલ અને આસપાસના વિસ્તારો સુધી અનુભવાયું. જર્મન રિસર્ચ સેન્ટર ફોર જીયોસાયન્સ મુજબ, આ ભૂકંપ ક્રીટ દ્વીપથી લગભગ 83 કિલોમીટર ઊંડાણે આવ્યો હતો.

ભૂકંપ વખતે સ્થાનિક લોકો ઘરોમાંથી બહાર નીકળી પડ્યા અને ભયનો માહોલ સર્જાયો. જોકે, હાલ સુધીમાં કોઈ જાનહાની કે મોટા નુકસાનીના અહેવાલ નથી મળ્યા. સુરક્ષા દળો અને સ્થાનિક વહીવટીતંત્રએ તુરંત તાકીદની કાર્યવાહી હાથ ધરી છે અને લોકોને અફવાઓથી દૂર રહી સાવચેત રહેવા અપીલ કરી છે.

આ વિસ્તારમાં અગાઉ પણ ભૂકંપના આંચકા નોંધાતા રહ્યાં છે, જેથી ક્રીટ અને આજુબાજુના વિસ્તારો ભૂગર્ભ સ્પંદનો માટે સંવેદનશીલ ગણાતા છે. ભવિષ્યમાં વધુ આંચકા આવતા રહે તેવી શક્યતાને ધ્યાનમાં રાખીને તંત્રએ તાત્કાલિક રાહત ટીમો તૈનાત કરી છે. હજુ પણ સ્થિતિ પર સતર્ક નજર રાખવામાં આવી રહી છે.

કેટલું તીવ્ર, કેટલું જોખમી?

ભૂકંપ કેટલો ખતરનાક છે? તે રિક્ટર સ્કેલ પર માપવામાં આવે છે. ભૂકંપમાં, રિક્ટર સ્કેલનો દરેક સ્કેલ અગાઉના સ્કેલ કરતા ૧૦ ગણો વધુ ખતરનાક હોય છે.

  • ૦ થી ૧.૯ ની તીવ્રતાવાળા ધરતીકંપ માત્ર સિસ્મોગ્રાફ દ્વારા શોધી શકાય છે.
  • જ્યારે ૨ થી ૨.૯ ની તીવ્રતાનો ભૂકંપ આવે છે, ત્યારે થોડું કંપન થાય છે.જ્યારે
  • ૩ થી ૩.૯ની તીવ્રતાનો ભૂકંપ આવે છે ત્યારે એવું લાગે છે કે જાણે કોઈ ટ્રક ત્યાંથી પસાર થઈ ગઈ હોય.
  • ૪ થી ૪.૯ની તીવ્રતાના ભૂકંપમાં વિન્ડો તૂટી શકે છે. દિવાલો પર લટકતી ફ્રેમ્સ પડી શકે છે.
  • ૫ થી ૫.૯ની તીવ્રતાના ભૂકંપમાં ઘરનું ફર્નિચર હલી શકે છે.
  • ૬ થી ૬.૯ ની તીવ્રતાનો ધરતીકંપ ઇમારતોના પાયામાં તિરાડ પડી શકે છે, જેનાથી ઉપરના માળને નુકસાન થાય છે.
  • જ્યારે ૭ થી ૭.૯ની તીવ્રતાનો ભૂકંપ આવે છે ત્યારે ઇમારતો ધરાશાયી થાય છે.
  • ૮ થી ૮.૯ની તીવ્રતાના ભૂકંપમાં ઈમારતો તેમજ મોટા પુલ ધરાશાયી થઈ શકે છે.
  • ૯ કે તેથી વધુ તીવ્રતાનો ધરતીકંપ મોટાપાયે વિનાશનું કારણ બને છે. જો કોઈ ખેતરમાં ઊભું હોય, તો તે પૃથ્વીને ધ્રુજારી જોશે. જો સમુદ્ર નજીક છે, તો સુનામી આવી શકે છે.
Share This Article