રાજસ્થાન-પાક બોર્ડર પર ૫૫ ડિગ્રી તાપમાન, છતાં વીર જવાનો ખડેપગે

Share this story

દિલ્હીના વિવિધ ભાગોમાં કાળઝાળ ગરમી અને લૂના કારણે લોકોની હાલત કફોડી બની છે. શહેરના મુંગેશપુરમાં સૌથી વધુ તાપમાન ૪૮.૩ ડિગ્રી નોંધાયું હતું. ભારત અને પાકિસ્તાનની પશ્ચિમ આંતરરાષ્ટ્રીય સરહદ પર આ દિવસોમાં અત્યંત ગરમી છે. ગરમીનો અહેસાસ એવો થાય છે કે જાણે સૂર્ય આકાશમાંથી આગ વરસાવી રહ્યો હોય. રાજસ્થાનના જેસલમેર નજીક ભારત-પાક બોર્ડર પર તાપમાન ૫૫ ડિગ્રીને પાર કરી ગયું છે. આ કાળઝાળ ગરમીમાં સીમા સુરક્ષા દળના જવાનો અને મહિલા સૈનિકો દેશની સુરક્ષા માટે સરહદો પર દિવસ-રાત ફરજ પર તૈનાત છે.

રાજસ્થાન આ દિવસોમાં તીવ્ર ગરમી છે. આખા રાજ્યમાં અગન જવાળા વરસી રહી છે અને ગરમ લૂની ચપેટમાં લોકો આવી રહ્યા છે. ભારત અને પાકિસ્તાનની પશ્ચિમ સરહદ પર બાળી નાખતી ગરમી પડી રહી છે. રણ પ્રદેશ ગ્નીની નદી બની હોય તેવો માહોલ છે. સરહદ પરનું તાપમાન ૫૫ ડિગ્રી સેલ્સિયસને ઓળંગી ગયું છે અને બીએસએફ પુરુષ અને સ્ત્રી સૈનિકો આ સરહદ પર દેશને સુરક્ષિત રાખવા માટે ફરજ પર છે.

ભારે હીટવેવને કારણે આસામમાં શિક્ષણ વિભાગે પણ તમામ જિલ્લા પ્રશાસનોને શાળાઓના સમયમાં ફેરફાર કરવાના આદેશ આપ્યા છે. શાળાનો સમય સવારનો કરી દેવામાં આવ્યો છે અને બપોરે તેમને રજા આપવા કહેવામાં આવ્યું છે. રાજધાની દિલ્હીમાં પણ ભીષણ ગરમી પડી રહી છે. દિલ્હીમાં તાપમાન ૪૮ ડિગ્રીને પાર જતું રહ્યું છે. પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને દિલ્હીમાં ૪ દિવસ માટે એલર્ટ જારી કરવામાં આવ્યું છે. દિલ્હીના મુંગેશપુરમાં ૪૮.૩, નફઝગઢમાં ૪૮.૧, નરેલામાં ૪૭.૮ ડિગ્રી તાપમાન નોંધાયું હતું.

ભારતીય હવામાન વિભાગ એ દિલ્હી અને રાજસ્થાન સહિત ઘણા રાજ્યોમાં હીટ વેવને લઈને રેડ એલર્ટ જાહેર કર્યું છે અને કહ્યું છે કે આ રાજ્યોમાં હવામાન સામાન્ય રીતે સ્વચ્છ રહેશે. કેટલીક જગ્યાએ ધૂળની ડમરીઓ ઉડવાની સંભાવના છે અને આ દરમિયાન પવનની ઝડપ ૨૦ થી ૩૦ કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે.

આ પણ વાંચો :-