પશ્ચિમ બંગાળમાં એક મોટી ટ્રેન દુર્ઘટના સર્જાઇ છે. જેમાં જલપાઈગુડીમાં મુસાફરોથી ભરેલી કંચનજંગા એક્સપ્રેસ ગુડ્સ ટ્રેન સાથે અથડાઈ હતી. આ ટક્કર એટલી ગંભીર હતી કે કંચનજંગા એક્સપ્રેસના ઘણા ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા. ટ્રેન નંબર ૧૩૧૭૪ કંચનજંગા એક્સપ્રેસ ગુડ્સ ટ્રેન સાથે અથડાઈ હતી. આ પછી કંચનજંગા એક્સપ્રેસના બે ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા. પોલીસના જણાવ્યા અનુસાર આ અકસ્માતમાં ૫ લોકોના મોત થયા છે.
પશ્ચિમ બંગાળના દાર્જિલિંગ જિલ્લામાં સોમવારે સવારે લગભગ ૯ વાગ્યે એક માલગાડીએ કાંચનજંગા એક્સપ્રેસ ટ્રેનને પાછળથી ટક્કર મારી હતી. પશ્ચિમ બંગાળ પોલીસના જણાવ્યા અનુસાર ૫ લોકોના મોત થયા છે જ્યારે ૨૫ થી ૩૦ લોકો ઘાયલ થયા છે. અકસ્માતમાં પેસેન્જર ટ્રેનના ૩ ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા. એકબીજા પર ચઢી ગયા. આ કોચમાંથી એક કોચ ખરાબ રીતે ક્ષતિગ્રસ્ત થયો છે.
પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનર્જીએ કહ્યું છે કે, ડૉક્ટરો અને ડિઝાસ્ટર રિસ્પોન્સ ટીમને ઘટનાસ્થળે મોકલવામાં આવી છે, તેમણે ટ્વિટ કર્યું, “દાર્જિલિંગ જિલ્લાના ફણસીડેવા વિસ્તારમાં એક દુ:ખદ ટ્રેન દુર્ઘટના વિશે જાણીને આઘાત લાગ્યો. વિગતવાર માહિતીની રાહ જોવાઈ રહી છે. કહેવામાં આવી રહ્યું છે કે ડીએમ, એસપી, એમ્બ્યુલન્સ અને ડિઝાસ્ટર ટીમને બચાવ અને તબીબી સહાય માટે સ્થળ પર મોકલવામાં આવી છે.
નોર્થઇસ્ટ ફ્રન્ટિયર રેલ્વેએ આ ઘટના પર એક નિવેદન જાહેર કરીને કહ્યું કે, તેમને ન્યૂ જલપાઈગુડીના રંગપાનીમાં થયેલા અકસ્માતની માહિતી મળી છે. નિવેદન અનુસાર, એક માલગાડી સિયાલદહ જતી DN કાંચનજંગા એક્સપ્રેસ સાથે પાછળથી ટકરાઈ હતી. રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે આ દુર્ઘટના પર ટ્વીટ કર્યું અને લખ્યું, NFR ઝોનમાં એક દુર્ભાગ્યપૂર્ણ અકસ્માત થયો છે. બચાવ કામગીરી યુદ્ધના ધોરણે ચાલુ છે. રેલવે, NDRF અને SDRF સાથે મળીને કામ કરી રહ્યા છે. ઘાયલોને હોસ્પિટલમાં લઈ જવામાં આવી રહ્યા છે. વરિષ્ઠ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા છે.
આ પણ વાંચો :-