Thursday, Oct 23, 2025

લાલ કિલ્લા પરિસરમાં બળજબરીથી ઘૂસવાનો પ્રયાસ કરનારા 5 બાંગ્લાદેશીઓની ધરપકડ

2 Min Read

દેશમાં 15 ઓગસ્ટના રોજ સ્વતંત્રતા દિવસની ઉજવણી માટે દિલ્હીમાં કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી રહી છે. જેમાં સ્વતંત્રતા દિવસની સુરક્ષામાં બેદરકારીના પગલે લાલ કિલ્લામાં તૈનાત સાત પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. લાલ કિલ્લામાં આયોજિત સ્વતંત્રતા દિવસના કાર્યક્રમના પગલે પોલીસ એન સુરક્ષા દળો દ્વારા દરરોજ મોક ડ્રીલ કરવામાં આવી રહી છે. જેમાં પોલીસની એક ટીમે સાદા ડ્રેસમાં બોમ્બ લઈને લાલ કિલ્લામાં દાખલ થઈ હતી. જોકે, ત્યાં ફરજ પર હાજર પોલીસ કર્મીઓ તેની પકડી ના શકયા.

અહેવાલો અનુસાર, લાલ કિલ્લા પરિસરમાં બળજબરીથી પ્રવેશવા કરી રહેલા પાંચેય શખસો બાંગ્લાદેશના છે અને ગેરકાયદે ઇમિગ્રન્ટ છે. પોલીસના જણાવ્યા અનુસાર, આ બધા 20થી 25 વર્ષની વયના છે અને દિલ્હીમાં મજૂરી કામ કરે છે. પોલીસે તેમની પાસેથી બાંગ્લાદેશના કેટલાક દસ્તાવેજો જપ્ત કર્યા છે. હાલમાં તેની પૂછપરછ કરવામાં આવી રહી છે અને તે લાલ કિલ્લા પરિસરમાં કેમ પ્રવેશ કરી રહ્યા હતા અને તેમનો હેતુ શું હતો તે જાણવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

15મી ઓગસ્ટ પહેલા એલર્ટ

15મી ઓગસ્ટને લઈને લાલ કિલ્લા સંકુલમાં સુરક્ષા ખૂબ જ કડક છે. આ માટે અનેક પ્રકારની કવાયત પણ કરવામાં આવી રહી છે. 15મી ઓગસ્ટના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી લાલ કિલ્લાના પ્રાચીર પરથી દેશને સંબોધન કરે છે. જેથી ઓગસ્ટ મહિનો શરૂ થતાં જ અહીં અનેક સ્તરોની સુરક્ષા ગોઠવી દેવામાં આવે છે. જો આ સુરક્ષામાં કોઈ ક્ષતિ જોવા મળે છે, તો જવાબદાર અધિકારીઓ સામે તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે છે. જેથી પોલીસે લાલ કિલ્લામાં પ્રવેશવાનો પ્રયાસ કરી રહેલા આ યુવાનોની તાત્કાલિક ધરપકડ કરી હતી.

Share This Article