તમિલનાડુના કલ્લાકુરિચી જિલ્લામાં કથિત રીતે ગેરકાયદેસર દેશી દારૂ પીવાથી થયેલા મોતને લઈને હંગામો મચી ગયો છે. આ કેસમાં અત્યાર સુધીમાં ૪૭ લોકોના મોત થયા છે. જે લોકો બીમાર પડ્યા છે તેમાંથી ૩૦ની હાલત હજુ પણ ગંભીર છે. આ ઘટના બાદ સ્થાનિક લોકોમાં રોષ તો છે જ પરંતુ રાજકીય વર્તુળોમાં પણ ખળભળાટ મચી ગયો છે. AIADMK કાર્યકર્તાઓએ ચેન્નાઈમાં તમિલનાડુ વિધાનસભાની અંદર અને બહાર આ મુદ્દે વિરોધ કર્યો હતો. વિરોધ કરી રહેલા ધારાસભ્યોને હટાવવા માટે પોલીસે ઘણા પ્રયાસો કરવા પડ્યા હતા.
ઝેરી દારૂના કારણે પુત્ર ગુમાવનાર એક મહિલાએ કહ્યું કે પુત્રને પેટમાં અસહ્ય દુખાવો હતો. તે તેની આંખો પણ બરાબર ખોલી શકતો ન હતો. જ્યારે અમે તેને હોસ્પિટલમાં લઈ ગયા ત્યારે તેને શરૂઆતમાં દાખલ પણ કરવામાં આવ્યો ન હતો. પુત્ર નશામાં હોવાનું કહેવાયું હતું. અને બાદમાં પુત્રએ જીવ ગુમાવ્યો હતો. મહિલાએ વધુમાં કહ્યું કે સરકારે દારૂની દુકાનો બંધ કરવી જોઈએ.
અન્નામલાઈએ શાહને પત્ર લખ્યો, CBI તપાસની માગ કરી કર્ણાટક ભાજપના અધ્યક્ષ કે. અન્નામલાઈ દ્વારા કલ્લાકુરિચી ઘટના પર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને પત્ર લખ્યો હતો. તેમણે આ મામલે સીબીઆઈ તપાસની માંગ કરી છે. આ સાથે જ રાજ્ય સરકારે આ ઘટનાની સીઆઈડી તપાસના આદેશ આપ્યા છે.
આ પણ વાંચો :-