તૂર્કિયેથી મુંબઈની મુસાફરી કરનાર સેંકડો વિમાન મુસાફરોને ગુરૂવારે (12 ડિસેમ્બર) મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. આશરે 400 ઈન્ડિગો મુસાફરો કથિત રીતે ઈસ્તંબુલ એરપોર્ટ પર 24 કલાક સુધી ફસાયેલા રહ્યા હતાં. એક મુસાફરના સવાલના જવાબમાં એરલાઇને કહ્યું કે, સંચાલનના કારણે ઉડાનમાં મોડુ થયું હતું.
અમુક ઇન્ડિગો મુસાફરોએ સોશિયલ મીડિયા પ્લેટફૉર્મ એક્સ અને લિંક્ડઇન પર દાવો કર્યો કે, પહેલાં ફ્લાઇટમાં મોડું થવાની વાત કહેવામાં આવી અને બાદમાં સૂચના મળી કે, તેને રદ કરી દેવામાં આવી છે. મુસાફરોમંથી એક અનુશ્રી ભંસાલીએ કહ્યું કે, ઉડાનમાં બે વાર એક-એક કલાકનું મોડું થયું અને બાદમાં તેને રદ કરી દેવામાં આવી, અંતે 12 કલાક બાદ ફરી નવો સમય સુનિશ્ચિત કરવામાં આવ્યો.
મુસાફર રોહન રાજાએ કહ્યું કે, દિલ્હીથી સવારે 6 વાગ્યે 40 મિનિટ પર ચાલનારી ફ્લાઇટ રદ થયા બાદ, લોકોને ખૂબ જ ઠંડીનો સામનો કરવો પડ્યો. કારણકે, એરલાઇને જે આવાસ તેમને આપ્યા હતા ત્યાં સુધી જવા માટે કોઈ વાહન ઉપલબ્ધ કરવામાં નહતું આવ્યું.
મુંબઈ જવાની રાહ જોઈ રહેલાં પાર્શ્વ મહેતાએ લખ્યું કે, રાત્રે 8 વાગ્યાની ફ્લાઇટને રાત્રે 11 વાગ્યા સુધી ટાળી દીધી હતી અને બાદમાં બીજા દિવસે સવારે 10 વાગ્યા સુધી ટાળી દીધી. આ સિવાય, ઈન્ડિગોની તરફથી ઘોષણા ન કરવા અને તૂર્કિયે એરલાઇન્સ ક્રૂ ની સૂચના મળ્યા બાદ લોકોમાં અવ્યવસ્થા ફેલાઈ ગઈ.
આ પણ વાંચો :-