અમેરિકામાં એક મેડિકલ ટ્રાન્સપોર્ટ વિમાન અચાનક ક્રેશ થયું હતું. હવામાં ઉડતું પ્લેન આગનો ગોળો બની ગયું છે. આ ઘટનામાં 4 લોકો જીવતા સળગી ગયા છે. આ દુર્ઘટના ઉત્તરી એરિઝોનામાં નવાઝો નેશનમાં બની હતી. વિમાનમાં 2 પાયલોટ અને 2 હેલ્થકેર વર્કસ હાજર હતા જેમના મોત થયા છે.
ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશનના અધિકારીઓએ જણાવ્યું હતું કે બીકક્રાફ્ટ 300 બપોરે એરપોર્ટ પર ઉતરાણ કરતી વખતે ક્રેશ થયું હતું. નેશનલ ટ્રાન્સપોર્ટેશન સેફ્ટી બોર્ડ અને FAA તપાસ કરી રહ્યા છે. ક્રેશનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી.
નાવાજો ટ્રાઈબના ચેરમેન બૂ નાયગ્રેને સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું હતું કે અકસ્માત વિશે જાણીને તેમને ખૂબ જ આઘાત લાગ્યો છે. તેમણે કહ્યું, ‘આ એવા લોકો હતા જેમણે બીજાઓને બચાવવા માટે પોતાનું જીવન સમર્પિત કર્યું હતું. આ નુકસાન ખૂબ જ અનુભવાય છે.’ જિલ્લા પોલીસ કમાન્ડર એમ્મેટ યાઝીએ કહ્યું, “તેઓ ત્યાં ઉતરવાનો પ્રયાસ કરી રહ્યા હતા અને કમનસીબે કંઈક ખોટું થયું.”