યુએસના ટેક્સાસ રાજ્યમાં એક ભયંકર માર્ગ અકસ્માત સર્જાયો હતો, જેમાં પાંચ વાહનોને એક બીજા સાથે અથડાયા હતા. આ અકસ્માતમાં ચાર ભારતીયોના મોત થયા હોવાના અહેવાલ છે. મૃતકો એક કારપૂલિંગ એપ દ્વારા એક એસયુવી કારમાં સવાર થયા હતા. તેઓ અરકાનસાસના બેન્ટનવિલે જઈ રહ્યા હતા. અકસ્માતમાં એસયુવી કારમાં આગ લાગી હતી, તેઓ સમયસર બહાર નીકળી શક્યા ન હતા.
આર્યન અને તેનો મિત્ર ફારૂક ડલાસમાં કોઈ સંબંધીને મળીને ઘરે પરત જઈ રહ્યા હતા, લોકેશ તેની પત્નીને મળવા બેન્ટનવિલે જઈ રહ્યા હતા. યુનિવર્સિટી ઓફ ટેક્સાસમાંથી માસ્ટર ડિગ્રી ગ્રેજ્યુએટ દર્શિની તેના કાકાને મળવા જઈ રહી હતી.
દર્શિનીના પિતા X પર પોસ્ટ કરી વિદેશ પ્રધાન એસ જયશંકરને ટેગ કરીને તેમની પુત્રીને શોધવામાં મદદ માંગી હતી. તેમણે લખ્યું કે “@DrSJaishankar સર, મારી પુત્રી દર્શિની વાસુદેવન ભારતીય પાસપોર્ટ નંબર-T6215559 ધરાવે છે તે છેલ્લા 3 વર્ષથી યુએસએમાં છે, 2 વર્ષ MS અભ્યાસ અને પછી 1 વર્ષથી નોકરી કરે છે અને 3150 Avenue of the stars Apt 1110-Frisco,Texas-75034 રહે છે.”
તેમણે લખ્યું કે, “ગઈકાલે સાંજે તે 3 અન્ય લોકો સાથે 3 વાગ્યાની આસપાસ કાર પૂલિંગની મદદથી નીકળી હતી અને સાંજે 4 વાગ્યા સુધી તે મેસેજ કરી રહી હતી અને સાંજે 4 વાગ્યા પછી ફોન પર સંપર્ક થઇ શક્યો નથી અને તેની સાથે મુસાફરી કરી રહેલા અન્ય 3 લોકો સાથે પણ કોઈ સંપર્ક સ્થાપિત થઈ શકાયો ન હતો.”
આ પણ વાંચો :-