Thursday, Oct 30, 2025

અમેરિકાથી દેશનિકાલ કરાયેલા 4 ગુજરાતી અમદાવાદ ઍરપોર્ટ પહોંચ્યા

3 Min Read

અમેરિકાથી દેશનિકાલ કરાયેલા ગેરકાયદે ભારતીય ઇમિગ્રન્ટ્સની ત્રીજી ફ્લાઇટ રવિવારે જ અમૃતસર આવી પહોંચી હતી. જેમાં 112 ભારતીયોને અમેરિકાથી ડિપોર્ટ કરાયા હતા. અમેરિકન ઍરફોર્સનું વિમાન RCH869 મોડી રાત્રે અમૃતસર ,ઍરપોર્ટ પર લેન્ડ થયું. ત્રીજી ફ્લાઇટમાં હરિયાણાના સૌથી વધુ 44, ત્યારબાદ ગુજરાતના 29 અને પંજાબના 31 લોકો સામેલ હતા.

માહિતી અનુસાર ઉત્તર પ્રદેશ, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડના હતા. તેમાંથી 33 ગુજરાતીઓ આજે બે ફ્લાઇટમાં અમદાવાદ આવવાના છે. તેમાંથી 4 તો અમદાવાદ ઍરપોર્ટ પર આવી પહોંચ્યા છે અને બાકીના 29 બપોરની ફ્લાઇટમાં આવશે. અમદાવાદ ઍરપોર્ટ પર પહોંચેલા 4 ગુજરાતીઓના વેરિફિકેશનની પ્રક્રિયા પૂર્ણ કરી દેવામાં આવી છે અને જે ચાર લોકો પરત ફર્યા છે, તેમાં મહેસાણાના બે લોકો એક સુરેન્દ્રનગર અને એક ગાંધીનગરના વ્યક્તિનો સમાવેશ થાય છે.

અમેરિકાથી ત્રીજી ફ્લાઇટમાં ડિપોર્ટ કરાયેલા ગુજરાતીઓની યાદી 

મિહિર ઠાકોરગુજરાત
રાણા ચેતનસિંહ ભરતસિંહગાંધીનગર
પટેલ દીપ ઘનશ્યામભાઈમહેસાણા
લુહાર પૂજા ધવલભાઈજામનગર
રાણા સપનાબહેન ચેતનસિંહગાંધીનગર
પટેલ નીત તુષારભાઈગુજરાત
રાણા દક્ષરાજસિંહ ચેતનસિંહગાંધીનગર
પટેલ ચિરાગકુમાર શૈલેષકુમારમહેસાણા
પ્રજાપતિ અનિલકુમાર ભીખુભાઈવેડા
પટેલ મંજુલાબહેન રાજેશભાઈભરૂચ
પ્રજાપતિ આરવ અનિલકુમારગોઝારિયા
પટેલ હિરલબહેન જયેશકુમારગાંધીનગર
રાણા અક્ષરાજસિંહ ચેતનસિંહરાંધેજા
પ્રજાપતિ દૃષ્ટિ અનિલકુમારગોસાવિરા
પટેલ માહી રાજેશભાઈઅમદાવાદ
પટેલ હારમી રાજેશકુમારઅમદાવાદ
પટેલ હસમુખભાઈ રેવાભાઈગુજરાત
રામી હિતેશભાઈ રમેશભાઈગુજરાત
પટેલ રાજેશ બલદેવભાઈમહેસાણા
પટેલ પ્રાંશ જયેશકુમારગાંધીનગર
પટેલ જયેશકુમાર ભોલાભાઈગાંધીનગર
ચૌધરી સુરેશભાઈ અંશકુમારગુજરાત

માહિતી અનુસાર અમૃતસરથી બે ફ્લાઇટમાં અમેરિકાથી ડિપોર્ટ કરાયેલા 33 ગુજરાતીઓને અમદાવાદ લાવવામાં આવશે. તેમાં પહેલી ફ્લાઇટમાં 4 અને બીજી ફ્લાઇટમાં 29 લોકોને અમદાવાદ લાવવામાં આવવાના છે. ઉલ્લેખનીય છે કે અમેરિકાથી ત્રણ વિમાનોમાં કુલ 74 ગુજરાતીઓને અત્યાર સુધી ડિપોર્ટ કરવામાં આવ્યા છે. જેમાં પહેલી ફ્લાઇટમાં 33, બીજીમાં 8 અને ત્રીજી ફ્લાઇટમાં ફરી 33 લોકોને અમૃતસર ડિપોર્ટ કરાયા હતા.

નોંધનીય છે કે, 15 ફેબ્રુઆરી, શનિવારે પણ 116 ભારતીયોને લઈને અમેરિકન ઍરફોર્સનું બીજું વિમાન મોડી રાત્રે અમૃતસર ઍરપોર્ટ પર લેન્ડ થયું હતું. જેમાં 60થી વધુ પંજાબના અને 30થી વધુ હરિયાણાના હતા. જ્યારે તેમાં 8 લોકો ગુજરાતના હતા અને અન્ય ઉત્તર પ્રદેશ, ગોવા, મહારાષ્ટ્ર, રાજસ્થાન, હિમાચલ પ્રદેશ અને જમ્મુ અને કાશ્મીરના હતા. તેમાં મોટા ભાગના લોકો 18 વર્ષથી લઈને 30 વર્ષની ઉંમર ના હતા.

Share This Article