જાપાન બાદ મ્યાનમારમાં ૪.૩ની તીવ્રતાનો ભૂકંપની આંચકા

Share this story

જાપાન બાદ મ્યાનમારમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા છે. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર ૪.૩ માપવામાં આવી છે. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, મ્યાનમારમાં ૨ જાન્યુઆરીએ ૩:૧૫ મિનિટ ૫૩ સેકન્ડે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. આ ભૂકંપનું કેન્દ્રબિંદુ ૮૫ કિલોમીટર નીચે હતું.

પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયના નેશનલ સિસ્મોલોજી સેન્ટર જાપાનના ભૂકંપને સૌથી શક્તિશાળી પૈકીનો એક ગણાવે છે. ભૂકંપના આંચકાના કારણે શહેરના અનેક માર્ગોમાં તિરાડો પડી અને થાંભલા પણ ઉખડી ગયા હતા. જાપાનમાં છેલ્લા ૨૪ કલાકમાં ૪.૦થી વધુની તીવ્રતાના ૫૬ ભૂકંપ આવ્યા છે. નેશનલ સિસ્મોલોજી સેન્ટરના જણાવ્યા અનુસાર જાપાન અને ભારત ઉપરાંત નાગાલેન્ડમાં પણ ભૂંકપના આંચકો અનુભવાયા હતા. નાગાલેન્ડમાં ૨.૮ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો.

ધરતીની નીચે બે પ્લેટ અથડાવાથી ભૂકંપ આવે છે. સામાન્ય રીતે ધરતીકંપ ત્યારે થાય છે જ્યારે પૃથ્વીની નીચે વર્ષોથી દટાયેલી ઉર્જા બહાર આવવા લાગે છે, આ ક્રમમાં પૃથ્વીની નીચે રહેલા ખડકો એકબીજા સાથે અથડાય છે અને પૃથ્વી ધ્રૂજે છે. જો કે, ઘણા વૈજ્ઞાનિકો ભૂકંપની વધતી ઘટનાઓને ગ્લોબલ વોર્મિંગ સાથે જોડે છે. તેમનું માનવું છે કે પૃથ્વીના વાતાવરણનું તાપમાન સતત વધી રહ્યું છે અને તેના કારણે પૃથ્વીની નીચે રહેલા વાયુઓનું તાપમાન પણ વધી રહ્યું છે અને ભૂકંપ આવી રહ્યા છે. જોકે ભૂકંપ એ કુદરતી ઘટના છે. મતલબ કે આનું કારણ માત્ર ગ્લોબલ વોર્મિંગ ન હોઈ શકે, ઘણી વખત બે ખંડોની પ્લેટો (જે ભૂતકાળમાં એકબીજાથી અલગ થઈ ગઈ હતી)ની અથડામણને કારણે ભૂકંપ આવે છે.