મુંબઈના ઘાટકોપરના લક્ષ્મી નગર વિસ્તારમાં એમિરેટ્સનું એક વિમાન પક્ષિઓના ઝુડથી અથડાઈને ક્ષતિગ્રસ્ત થઈ ગયું છે. એક બાજુ જ્યાં ૩૬ પક્ષીઓના મોત થઈ ગયા ત્યાં જ બીજી બાજુ વિમાનને પણ ભારે નુકસાન પહોંચ્યું છે. વન વિભાગે મૃત ફ્લેમિંગોને પોસ્ટ મોર્ટમ માટે મોકલી આપ્યા છે. આ વિસ્તારમાં વધુ ઘાયલ ફ્લેમિંગોની શોધ ચાલી રહી છે. પક્ષીઓની ટક્કરથી પ્લેનના લેન્ડિંગ પર કોઈ અસર થઈ ન હતી.
મુંબઈ આવી રહેલી અમીરાતની ફ્લાઈટ સાથે અથડાતા ૩૬ ફ્લેમિંગો પક્ષીઓના મોત થયા હતા. આ ઘટના સોમવારે રાત્રે ૯ વાગે ની હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. પક્ષીઓના પ્લેનને અથડાયા બાદ મુંબઈના ઘાટકોપર વિસ્તારમાં ઘણા મૃત ફ્લેમિંગો પક્ષીઓ જોવા મળ્યા હતા. કહેવામાં આવી રહ્યું છે કે આ દુર્ઘટના અમીરાતની ફ્લાઈટ નંબર EK ૫૦૮ સાથે થઈ હતી. આ ટક્કરથી ફ્લાઈટને પણ ઘણું નુકસાન થયું છે. તેમ છતાં, ફ્લાઈટ એરપોર્ટ પર સુરક્ષિત રીતે લેન્ડ કરવામાં સફળ રહી હતી. હાલમાં ફ્લાઇટમાં સવાર તમામ મુસાફરો સુરક્ષિત હોવાનું કહેવાય છે. વન અધિકારીઓ અને પશુ કાર્યકરોએ મૃત ફ્લેમિંગો પક્ષીઓને દૂર કર્યા છે.
પર્યાવરણવિદનું કહેવું છે કે, વિમાન વગેરેમાં પક્ષીઓના ઉડવાનું કારણ શું છે તેની તપાસ કરવામાં આવી રહી છે. નિષ્ણાતો કહે છે કે, અભયારણ્યની આસપાસ નવી વીજ લાઈનો બાંધવાથી પક્ષીઓ માટે દિશાહિનતા થઈ રહી છે. જેને ક્યારેય મંજૂરી આપવી જોઈએ નહીં. અગાઉ અભયારણ્યની અંદર કે આસપાસ વીજ લાઈનો નાખવાની મંજૂરી નહોતી. પરંતુ હવે વાઇલ્ડ લાઇફ બોર્ડે ચૂપચાપ વીજ કંપનીને શરણે કર્યું હતું. આ ઉપરાંત થાણે ક્રીક વન્યજીવ અભયારણ્ય પર બુલડોઝર ચલાવવામાં આવ્યું હતું અને ટાવર ઉભા કરવામાં આવ્યા હતા.
આ પણ વાંચો :-