તિબેટની ધરતી આજે ભયાનક ભૂકંપથી હચમચી ગઈ છે. આ ભૂકંપમાં તિબેટમાં ભારે નુકસાન થયું છે. ન્યૂઝ એજન્સી એએફપીએ ચીની મીડિયા શિન્હુઆને ટાંકીને કહ્યું કે નેપાળની સરહદ નજીક તિબેટમાં આજે 7.1ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. આ ઘટનામાં 32 લોકોનાં મોત થયા છે અને 38 લોકો ઘાયલ થયા છે. આજે સવારે ભારત સુધી ભૂકંપના આંચકા અનુભવાયા હતા. બિહાર, આસામ અને પશ્ચિમ બંગાળ સહિત દેશના ઘણા ભાગોમાં જોરદાર ભૂકંપના આંચકા અનુભવાયા હતા.

ભારતના નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 7.1 હતી. આ ભૂકંપની અસર ભારતના નેપાળ, ભૂટાન, સિક્કિમ અને ઉત્તરાખંડમાં પણ જોવા મળી હતી. હાલમાં ભારતમાં ભૂકંપના કારણે જાનમાલના નુકસાનના કોઈ સમાચાર નથી.
મહારષ્ટ્રના પાલઘરમાં સોમવારે ભૂકંપના આંચકા અનુભવાયા હતા તો ગુજરાતના કચ્છમાં સતત આંચકા અનુભવાતા રહે છે. ડિસેમ્બર મહિનામાં જ 10 કરતા વધારે વાર આંચકા અનુભવાયા હોવાનું સિસ્મોલોજી ડિપાર્ટમેન્ટે નોંધ્યું છે. બિહારના મોતીહારી અને સમસ્તીપુર જિલ્લામાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયાના અહેવાલો છે. લગભગ પાંચ સેકન્ડ માટે ધરતી ધ્રુજી હોવાનું જાણવા મળ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે રિક્ટર સ્કેલ પર 7.1ની તીવ્રતાવાળો ભૂકંપ ઘણો ભયાનક માનવામાં આવે છે અને ઈમારતો પણ હલી જાય તેવી કંપન ધરતીમાં જોવા મળે છે. નેપાળમાં અનુભવાયેલા કંપનનો એક વીડિયો વાયરલ થયો છે. જેમાં પંખો અને ઝુમ્મર હલતા દેખાય છે. આ પ્રાથમિક માહિતી છે, વિશેષ માહિતી માટે અમારી સાથે જોડાયેલા રહો.
નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીના જણાવ્યા અનુસાર, ગત રાત્રે દક્ષિણ ઈરાનમાં ભૂકંપ આવ્યો હતો. આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5.5 માપવામાં આવી હતી. આ ભૂકંપનું કેન્દ્ર પૃથ્વીની નીચે 10 કિલોમીટરની ઊંડાઈએ જોવા મળ્યું હતું. જો કે આ ભૂકંપને કારણે કોઈ જાન-માલના નુકસાનના સમાચાર નથી, પરંતુ ભૂકંપના આંચકાથી લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો.
આ પણ વાંચો :-