મહારાષ્ટ્ર અને ઝારખંડ વિધાનસભા ચૂંટણી માટે આજે મતદાન થઇ રહ્યું છે. મહારાષ્ટ્રની કુલ 288 બેઠક અને ઝારખંડની 38 બેઠકો માટે મતદાન છે. મહારાષ્ટ્રમાં આજે મતદાનની ગતિ સવારથી ધીમી રહી છે. જેમાં સવારે નવ વાગે સુધીમાં માત્ર 6.81 ટકા જેટલું સરેરાશ મતદાન નોંધાયું હતું.

સવારે 11 વાગે સુધીમાં મહારાષ્ટ્રમાં 18.14 ટકા જેટલું સરેરાશ મતદાન નોંધાયું છે. જ્યારે બીજી તરફ ઝારખંડમાં વિધાનસભાની બીજા તબક્કાની ચૂંટણી યોજાઈ રહી છે. જેમાં સવારના 9 વાગ્યા સુધીમાં 12.71 ટકા સરેરાશ મતદાન થયું હતું. તેમજ સવારે 11 વાગે સુધીમાં 31.37 ટકા જેટલું સરેરાશ મતદાન નોંધાયું છે. બપોરના 1 વાગ્યા સુધીમાં મહારાષ્ટ્રમાં 32.18 ટકા, ઝારખંડમાં 47.92 ટકા મતદાન.
મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અને બારામતી વિધાનસભા મતવિસ્તારના એનસીપીના ઉમેદવાર સુપ્રિયા સુલે અને નાના પટોલે પર લાગેલા આરોપો પર અજિત પવારે કહ્યું કે તપાસ થશે અને સત્ય લોકો સામે આવશે. સીએમ પદના ઉમેદવાર અંગે તેમણે કહ્યું કે, “અમે મહાયુતિના તમામ ચૂંટાયેલા ધારાસભ્યો સાથે બેઠક કરીશું અને ત્યારબાદ અમે નક્કી કરીશું કે મુખ્યમંત્રી કોણ હશે.
આ પણ વાંચો :-