દ્વારકાના ઓખા જેટી ખાતે ક્રેન તૂટી પડવાના કારણે દુર્ઘટના સર્જી હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. ક્રેન તૂટી જવાથી ત્યાં કામ કરતાં ત્રણેય શ્રમિકોના મોત નીપજ્યા છે. સમગ્ર ઘટનાની જાણ થતાં જ ઓખા જેટી ઉપર 108, ફાયર વિભાગ, પોલીસ તેમજ કોસ્ટગાર્ડની ટીમ ઘટનાસ્થળે દોડી આવી છે.
ઓખા જેટી પર કામ શરૂ હતું, તે દરમિયાન જ અચાનક ક્રેન તૂટી પડતા આ અકસ્માત સર્જાયો હતો. જેમાંથી બે શ્રમિકો ક્રેન નીચે દટાઈ ગયા હતાં અને એક શ્રમિક દરિયામાં પડી ગયો હતો. ક્રેન નીચે દબાયેલા બંને શ્રમિકોનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું,
ઓખા પેસેન્જર જેટી પાસે ક્રેન નીચે દબાતા મજૂરોના મોત નીપજ્યાં છે જેમાં દુર્ઘટના સર્જાતા 3 લોકો ક્રેન નીચે દબાઈ પાણીમાં પડી ગયા હતા. જે ત્રણ મજૂરોના મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા છે તેમના મૃતદેહોને પોસ્ટ મોર્ટમ માટે લઇ જવાયા છે. આ દુર્ઘટના બાદ ઓખા જેટી પર GMB કોસ્ટ ગાર્ડ, પોલીસ વિભાગ, ફાયર ટીમ તથા 108ની ટીમ ઘટના સ્થળે પહોંચી બચાવ કામગીરી કરી છે.
મૃતક શ્રમિકની ઓળખ જીતેન કરાડી, અરવિંદ કુમાર અને નિશાંત સિંહ તરીકે થઈ છે. હાલ, તંત્ર દ્વારા તમામના મૃતદેહને નજીકની સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ ખાતે મોકલવામાં આવી છે.
આ પણ વાંચો :-