Sunday, Sep 14, 2025

બાંગ્લાદેશમાં શેખ હસીનાના અવમી લી પાર્ટીના ૨૦ નેતાઓની હત્યા

3 Min Read

બાંગ્લાદેશમાં શેખ હસીનાના અવમી લી પાર્ટીના ૨૦ નેતાઓની હત્યા કરવામાં આવી છે, તેમના મૃતદેહ મળી આવ્યા છે, આ નેતાઓના પરિવારજનોને પણ મારી નાખવામાં આવ્યા છે અને તેમના મૃતદેહો મળી આવ્યા છે. અવામિ લીગના નેતાઓ અને તેના પરિવારજનોના ૨૯ મૃતદેહો અત્યાર સુધીમાં મળી આવ્યા છે. દેશભરમાં અવામી લીગના અનેક કાર્યાલય સળગાવી દેવાયા, લૂંટફાટ ચાલુ.

બાંગ્લાદેશ હિન્દુ બૌદ્ધ ઈસાઈ એકતા પરિષદે કહ્યું છે કે સોમવારથી આજ સુધીમાં ૨૦૦ થી ૩૦૦ હિન્દુઓના મકાનો અને દુકાનોમાં તોડફોડ થઈ છે, ૧૫ થી ૨૦ હિન્દુ મંદિરોને નુકસાન પહોંચાડ્યું છે અને સંસ્થાના મહામંત્રી રાણા દાસગુપ્તાના કહેવા પ્રમાણે આ હિંસામાં ૪૦ થી વધુ હિન્દુઓ ઘાયલ થયા છે.

Swadesh News

૨૭ જિલ્લાઓમાં હિન્દુઓ ઉપર હુમલાઓ ચાલુ છે. 

બાંગ્લાદેશના શુભ ખ્યાત ગાયક રાહુલ આનંદનું ઢાકા ખાતેનો દોઢસો વર્ષ જૂનું મકાન લૂંટફાટ પછી સળગાવી દેવાયું છે. શેખ હસીનાની કેબિનેટના પ્રધાનો દેશ છોડી ભાગવા મંડ્યા છે, વિદેશ મંત્રી હસન મહેમુદની ઢાકા એરપોર્ટથી ધરપકડ થઈ છે, તેઓ ભારત આવવા નીકળી રહ્યા હતા, જોકે બળવા પહેલા જ અનેક પ્રધાનો અને નેતાઓ દેશ છોડી નાસી છૂટ્યા હતા. બાંગ્લાદેશની ૧૭ કરોડની વસ્તીમાં ૮% હિન્દુઓ છે. હિન્દુ એસોસિએશન કહ્યું છે કે હિન્દુઓના મકાનો, વ્યવસાયો, દુકાનો અને મંદિરોમાં ચારેકર સતત તોડફોડ થઈ છે.

બાંગ્લાદેશની કેર ટેકર સરકારનું નેતૃત્વ સંભાળનાર નોબેલ વિજેતા મોહમ્મદ યુનસ અત્યારે પેરિસમાં છે અને તેમની સારવાર ચાલુ છે, તેઓ તરત જ બાંગ્લાદેશ પાછા ફરી રહ્યા છે. બાંગ્લાદેશમાં આગ બબુલા બનેલ લોકોના ટોળાઓએ એક સાથે અનેક આવામી લીગના નેતાઓ અને કાર્યકર્તાઓના મકાનો અને દુકાનોમાં તોડફોડ કરી છે સળગાવી દીધા છે. ઢાકામાં બંગ બંધુ એવન્યુમાં હવાની લીગની ઓફિસને નિશાન બનાવાયું છે.

બાંગ્લાદેશની બેન્કો ખુલી ગઈ છે પરંતુ સુરક્ષાની કમીને લીધે સેવાઓ મર્યાદિત ચાલુ થઈ છે. મોટાભાગની બેંક અને એટીએમને લૂંટફાટથી બચાવવા માટે બંધ રાખવામાં આવેલ છે. રોકડ રકમનું ટ્રાન્સપોર્ટેશન પણ કરવામાં આવતું નથી. બેંક કર્મચારીઓ ઓફિસમાં પાછા આવતા ડરી રહ્યા છે. તેર વર્ષ બંધ રહ્યા પછી પ્રતિબંધિત બંગલા દેશ જમાત એ ઈસ્લામી દ્વારા ઢાકામાં તેમનું કેન્દ્રીય કાર્યાલય ફરી ખોલી નાખવામાં આવ્યું છે.

આ પણ વાંચો :-

Share This Article