સૌરાષ્ટ્ર પંથકમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ સાર્વત્રિક ધોધમાર વરસાદ છે. પરંતુ ગઈકાલથી સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ પડી રહ્યો છે. ત્યારે પોરબંદર જિલ્લામાં પણ મેઘરાજાએ તાંડવ કર્યો હોય તેવો નજારો છે. સતત મૂશળધાર વરસાદને કારણે સર્વત્ર પાણી ભરાઈ ગયા છે. પોરબંદરમાં પણ ભારે વરસાદને કારણે સર્વત્ર પાણી ભરાઈ ગયા છે. રોકડિયા હનુમાન મંદિર તરફ જતો રસ્તો પાણીમાં ગરકાવ છે. રોડ પરની સોસાયટીમાં પણ પાણી ભરાઈ ગયા છે. કોલીખડા ગામમાં ૨૦૦ વ્યક્તિઓનું સ્થળાંતર કરાયું છે. પાણીગ્રસ્ત એરિયામાં ફસાયેલા 11 વ્યક્તિઓને રેસકયુ કરીને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા
પોરબંદરના કલેકટર કે.ડી.લાખાણીએ જણાવ્યું હતું કે, ભારે વરસાદની આગાહીના પગલે તંત્ર પહેલેથી જ એલર્ટ હતું અને ગઈ રાતથી વિવિધ ટીમો બનાવીને જ્યાં પાણી ભરાયા હતા, ત્યાં ત્વરિત પગલા લેવામાં આવ્યા હતા.
રાજ્ય સરકારના સંકલનમાં રહીને પોરબંદર જિલ્લામાં ઝીરો કેઝ્યુંઆલિટીના અભિગમ સાથે જિલ્લા પ્રશાસન દ્વારા કામગીરી કરવામાં આવી છે. જિલ્લાના અધિકારીઓ સાથે કલેકટર દ્વારા બેઠક પણ કરવામાં આવી હતી. જેમાં વરસાદી પાણી ગામમાં લોકોના ઘરમાં આવે નહીં અને નીચાણ વાળા વિસ્તારોમાં જરૂર પડે ત્યાં સાવચેતીના પગલા લેવા સૂચના આપવામાં આવી હતી.
ગઈ રાત્રે રાણાવાવમાં માતા પુત્રી ઘરમાં પાણી ફરી વળતા ફસાયા હતા તેમને પણ ટીમોએ બહાર સલામત રીતે લઈ આવી કામગીરી કરી હતી. એ જ રીતે દર્દીને લઈને જતી એમ્બ્યુલન્સ ભારવાડા નજીક રસ્તામાં અચાનક વરસાદી પાણી આવી જતા એમ્બ્યુલન્સ ડૂબે એ પહેલા જ દર્દી અને તેમના સગાને બચાવી લેવાયા હતા. એકંદરે પાણીગ્રસ્ત એરિયામાં ફસાયેલા ૧૧ વ્યક્તિઓને રેસક્યુ કરીને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા.
આ પણ વાંચો :-