Thursday, Oct 30, 2025

જમ્મુ-કાશ્મીર કુલગામ એન્કાઉન્ટરમાં 2 આતંકવાદીઓ ઠાર, 4 જવાનો ધાયલ

2 Min Read

જમ્મુ-કાશ્મીરના કુલગામ જિલ્લામાં શનિવારે સેનાના જવાનો અને આતંકવાદીઓ વચ્ચે અઠડામણ થઈ હતી. આ અઠડામણમાં બે આતંકવાદીઓને ઠાર કરવામાં આવ્યા છે. જોકે, આ અથડામણમાં જમ્મુ-કાશ્મીર પોલીસના એક અધિકારી સહિત પાંચ સુરક્ષા કર્માચારીઓ ઘાયલ થયા છે. અધિકારીઓએ જણાવ્યું કે, સેનાના જવાનો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ કુલગામના આદિગામ વિસ્તારમાં થઈ રહી હતી.

Jammu Kashmir Terror Attack - જમ્મુ કાશ્મીરમાં આતંકવાદીઓને શોધવા માટે ઓપરેશન ચાલુ, રાજૌરી અને પૂંચમાં મોબાઈલ ઈન્ટરનેટ સેવા બંધ | Jammu Kashmir Poonch Rajouri Terrorists ...

પોલીસે જણાવ્યું કે, સુરક્ષા દળોએ દેવસર વિસ્તારના આદિગામ ગામને ઘેરી લીધું હતું અને સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. જિલ્લાના આદિગામ ગામમાં આતંકવાદીઓની હાજરી અંગે ગુપ્ત માહિતી મળી હતી. ત્યારબાદ સેના, પોલીસ અને સીઆરપીએફ સહિતના સુરક્ષા દળોએ વિસ્તારને ઘેરી લીધો અને સર્ચ ઓપરેશન શરૂ કર્યું.

અધિકારીઓએ જણાવ્યું કે, સુરક્ષા દળોએ આતંકવાદીઓને ઘેરી લીધા હતા. જ્યારે આતંકવાદીઓને ખબર પડી કે અમે ચારેય બાજુથી ઘેરાઈ ગયા છીએ તો તેમણે સુરક્ષા દળો પર ફાયરિંગ શરૂ કરી દીધું. ગોળી લાગવાથી સેનાના ચાર જવાનો અને જમ્મુ-કાશ્મીર પોલીસના અધિકારી મુમતાઝ અલી સામાન્ય રૂપે ઘાયલ થયા છે. છુપાયેલા આતંકવાદીઓ ભાગી ન શકે તેના માટે સુરક્ષા દળોએ ભાગવાના તમામ રસ્તા બંધ કરી દીધા છે. પહેલાથી જ વધારાના દળો એન્કાઉન્ટર સ્થળ પર પહોંચી ગયા છે. ઘાયલ સુરક્ષા કર્મચારીઓને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે.

એવું માનવામાં આવી રહ્યું છે કે આ આતંકવાદીઓ કટ્ટર વિદેશી ભાડૂતી છે. છેલ્લા ત્રણ-ચાર મહિના દરમિયાન, આ આતંકવાદીઓએ જમ્મુ ડિવિઝનના ડોડા, કઠુઆ, રાજૌરી, પુંછ અને રિયાસી જિલ્લામાં સેના, સ્થાનિક પોલીસ અને નાગરિકો પર હુમલા કરીને તેમને મોતના ઘાટ ઉતાર્યા છે. પહાડી વિસ્તારોમાં સેના અને અન્ય લોકો પર હુમલો કર્યા બાદ આતંકવાદીઓ આ પહાડી જિલ્લાઓના ગાઢ જંગલો ભાગી જાય છે.

આ પણ વાંચો :-

Share This Article