Friday, Mar 20, 2026

વડોદરા નજીક દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે પર અકસ્માતમાં બે મજૂરના મોત

0 Min Read

દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે પર અકસ્માતમાં 2 મજૂરના મોત થયા છે. પાદરાના સરસવણી ગામ નજીક હાઇવે સમારકામની કામગીરી દરમિયાન કારની અડફેટે બે મજૂરના મોત થયા છે. કુલ 5 મજૂર કામ કરતા હતા, જેમાંથી 3નો આબાદ બચાવ થયો છે. વડોદરાથી ભરૂચ તરફ જતી કારે અચાનક નિયંત્રણ ગુમાવી મજૂરોને અડફેટે લીધા હતા. સમગ્ર મામલે પાદરા પોલીસે ઘટનાની તપાસ શરૂ કરી છે.

મૃતકના નામ

દિલીપ દહિયા
મનોજ કુમાર

Share This Article