વડોદરા શહેરમાં ગાજરાવાડી વિસ્તારમાં 16 વર્ષીય કિશોર પમ્પિંગ સ્ટેશન પાસે ગટરના નાળામાં ખાબકતા મોત નીપજ્યું છે. આ અંગે જાણ થતાં ઘટનાસ્થળે ફાયર વિભાગ, પોલીસના ઉચ્ચ અધિકારીઓ અને એમ્બ્યુલન્સ પહોંચી છે. ફાયર વિભાગે તાત્કાલિક તપાસ હાથ ધરીને કિશોરનો મૃતદેહ બહાર કાઢ્યો છે.
આ દરમિયાન રેસ્ક્યુ ટીમની ગાડી પણ રિવર્સ લેતા બાજુમાં રહેલા ખાડામાં પણ ખાબકી હતી. સદનસીબે ડ્રાઈવરનો આબાદ બચાવ થયો હતો. કિશોર શૌચક્રિયા કરવા આવ્યો હોવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.