છત્તીસગઢના દાંતેવાડા સુરક્ષાદળોએ 16 નક્સલવાદીઓને ઠાર માર્યા છે. આજે શનિવારે ફરી એકવાર દાંતેવાડા સરહદ પર ઉપમપલ્લી કેરલાપાલ વિસ્તારના જંગલોમાં સુરક્ષાદળો સાથે અથડામણમાં નક્સલીઓ સાથેની અથડામણમાં 15 નક્સલીઓના મોત થયા છે. સુરક્ષા દળોનું કહેવું છે કે તેમણે હજુ પણ ઘણા નક્સલીઓને ઘેરી લીધા છે અને હજુ પણ એન્કાઉન્ટર ચાલુ છે.
પોલીસના જણાવ્યા અનુસાર આ અથડામણ કેરલાપાલા વિસ્તારના જંગલમાં થઈ હતી. અહીં સુરક્ષાદળોની સંયુક્ત ટીમ નક્સલ વિરોધી અભિયાન પર નીકળી હતી. તેમાં જિલ્લા રિઝર્વ ગાડ અને CRPFના જવાન સામેલ હતા. આ ઓપરેશન શુક્રવારે રાત્રે આ વિસ્તારમાં નકસલીઓની હાજરી હોવાની બાતમી મળ્યા બાદ શરૂ કરવામાં આવ્યું હતું.
છત્તીસગઢના સુકમામાં સુરક્ષા દળો અને નક્સલીઓ વચ્ચે અથડામણના અહેવાલો છે. ગોગુંડા ટેકરી પર ઉપમપલ્લીમાં બંને બાજુથી સતત ગોળીબાર થઈ રહ્યો છે. ડીઆરજી અને સીઆરપીએફના જવાનો નક્સલવાદીઓનો સામનો કરી રહ્યા છે. એવો અંદાજ છે કે 30 થી 40 નક્સલવાદીઓ હોઈ શકે છે. સૈનિકોએ એન્કાઉન્ટરમાં 20 નક્સલીઓના મૃતદેહ બહાર કાઢ્યા છે. આ અથડામણમાં બે સૈનિકોને સામાન્ય ઈજાઓ થઈ છે.
દેશના નક્સલ પ્રભવિત રાજ્યોમાં નક્સલી વિરોધી અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. છત્તીસગઢ અને ઝારખંડમાં નક્સલ વિરોધી અભિયાનમા આઈઇડી વિસ્ફોટો અને શસ્ત્રોની જપ્તીના કિસ્સાઓને ધ્યાનમાં રાખીને સુરક્ષા દળોને એલર્ટ કરવામાં આવ્યા છે. આ અંગે અધિકારીઓએ જણાવ્યું હતું કે આઈઇડી રિકવરી અને વિસ્ફોટોમાં વધારો એવા સમયે થયો છે જ્યારે સુરક્ષા દળોએ માર્ચ 2026 સુધીમાં દેશમાંથી નક્સલ દૂર કરવાના કેન્દ્ર સરકારના લક્ષ્યને પૂર્ણ કરવા માટે કામગીરી શરૂ કરી છે.