છત્તીસગઢમાં સોમવારે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. કવર્ધા જિલ્લામાં બાહપાની વિસ્તાર પાસે એક પીકઅપ વાહન ઊંડી ખીણમાં પલટી જતા ૧૫ લોકોના કમકમાટીભર્યા મોત નિપજ્યા છે. જયારે ૧૦થી વધુ લોકો ઘાયલ થયા છે.
તમામ લોકો પીકઅપમાં મુસાફરી કરી રહ્યા હતા. આ તમામ લોકો બાહપાણી વિસ્તારમાં તેંદુના પાન તોડીને પરત ફરી રહ્યા હતા. દરમિયાન અચાનક પીકઅપ કાબુ બહાર જઈને ખાડામાં પલટી ગઈ હતી. અકસ્માત બાદ સ્થળ પર હોબાળો મચી ગયો હતો. આ ઘટનામાં ૧૭ લોકોના મોત થયા છે, જ્યારે ૧૦ લોકો ઘાયલ થયા છે. મૃતકોમાં ૧૪ મહિલાઓનો સમાવેશ થાય છે, જ્યારે એક પુરૂષનું મોત થયું છે. તમામ મૃતકો સેમરાહ ગામના રહેવાસી છે.
નાયબ મુખ્યમંત્રી વિજય શર્માએ કવર્ધામાં પીકઅપ વાહન પલટી જવાથી ૧૫ લોકોના મોતના સમાચાર પર શોક વ્યક્ત કર્યો છે. દુર્ઘટનાની માહિતી મળતા જ નાયબ મુખ્યમંત્રી વિજય શર્મા ઘટનાસ્થળે રવાના થઈ ગયા હતા. ડેપ્યુટી સીએમ વિજય શર્માએ પોતાના એક્સ હેન્ડલ પર લખ્યું છે કે ‘કવર્ધામાં મજૂરોથી ભરેલ પીકઅપ વાહન પલટી જવાથી ૧૫ લોકોના મોતના સમાચાર અત્યંત દુઃખદાયક છે. મારી સંવેદના એ તમામ પરિવારો સાથે છે જેમણે આ અકસ્માતમાં પોતાના પ્રિયજનોને ગુમાવ્યા છે. આ સાથે જ હું તમામ ઘાયલોના ઝડપથી સ્વસ્થ થવાની કામના કરું છું. રાજ્ય સરકારની દેખરેખ હેઠળ, સ્થાનિક વહીવટીતંત્ર પીડિતો અને તેમના પરિવારોને શક્ય તમામ સહાય પૂરી પાડવામાં રોકાયેલ છે.
આ પણ વાંચો :-