સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ફરી એકવાર ચર્ચામાં છે. આ વખતે આ યુનિવર્સિટી માસ્ટર ઓફ આર્ટ્સ ઈકોનોમિક્સ, એક્સટર્નલ પરીક્ષાના નિરાશાજનક પરિણામને કારણે વિવાદમાં આવી છે. જ્યારે M.A.ની ઇકોનોમિક્સની એક્સટર્નલ પરીક્ષા આપનાર ૧૪૧ વિદ્યાર્થીઓનું પરિણામ આવ્યું ત્યારે દરેકને આશ્ચર્ય થયું હતું, કારણ કે ૧૪૧ વિદ્યાર્થીઓમાંથી માત્ર એક જ વિદ્યાર્થી પાસ થયો હતો.
![]()
યુનિવર્સિટીની પરીક્ષામાં ૧૪૧માંથી ૧૪૦ વિદ્યાર્થીઓ નાપાસ થતાં અનેક સવાલો ઉભા થાય છે. આટલા વિદ્યાર્થીઓના નાપાસ થવાનું કારણ શું? શું પ્રશ્નો બહુ અઘરા હતા? શું મૂલ્યાંકન પ્રક્રિયામાં કોઈ ભૂલ થઈ છે? શું કોઈ ગેરરીતિ થઈ છે? આ તમામ પ્રશ્નોના જવાબ યુનિવર્સિટીએ આપવા પડશે અને વિદ્યાર્થીઓને સંતોષકારક જવાબો આપવા પડશે. ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને તે માટે યુનિવર્સિટી તેની પરીક્ષા પદ્ધતિમાં સુધારો કરે તે પણ જરૂરી છે.
વિદ્યાર્થીઓનો દાવો સિલેબ્સ બહારના પ્રશ્નો પુછાયા
આટલી ઓછી સંખ્યામાં વિદ્યાર્થીઓને પાસ કરવાનું કારણ શું? શું પેપર ચકાસણીમાં કોઈ ભૂલ થઈ કે પછી પરીક્ષાના પેપરો અઘરા રહ્યા. આ તમામ સવાલો યુનિવર્સિટીના પરિણામોને લઈને ઉઠી રહ્યા છે. તો બીજી તરફ વિદ્યાર્થીઓ એ પણ આરોપ લગાવી રહ્યા છે કે પેપરમાં ઘણા પ્રશ્નો સિલેબ્સ બહારથી પુછવામાં આવ્યા હતા જેથી તેમને મુશ્કેલી પડી હતી.
આ પણ વાંચો :-