બિહારમાં ચાલી રહેલા વિધાનસભા સત્રમાં નીતિશ કુમારની સરકાર એક મોટું પગલું ભર્યું છે. જેમાં બિહાર સરકાર રાજ્યમાં પેપર લીક અને હેરાફેરી વિરુદ્ધ બિલ પસાર કરી દેવામાં આવ્યું છે. આ બિલ આજે જ વિધાનસભામાં રજૂ કરવામાં આવ્યું હતું. જેમાં પેપર લીક કે હેરાફેરીમાં સંડોવાયેલા ગુનેગારો સામે કડક કાયદાકીય કાર્યવાહીની જોગવાઈ પણ કરવામાં આવી છે.
પેપર લીક અને હેરાફેરીને રોકવા માટે નીતિશ કુમારની સરકારે આજે વિધાનસભામાં બિહાર પબ્લિક એક્ઝામિનેશન (પ્રિવેન્શન ઓફ અનફેર મીન્સ) બિલ 2024 રજૂ કર્યું હતું. આ બિલમાં એવી જોગવાઈ છે કે પેપર લીક કે તેનાથી સંબંધિત કોઈપણ પ્રવૃત્તિમાં સામેલ લોકોને આ કાયદા હેઠળ દોષિત ગણવામાં આવશે. તેમજ ગુનેગારોને 10 વર્ષ સુધીની જેલ અને 1 કરોડ રૂપિયાનો દંડ થશે. આ કાયદા હેઠળના તમામ ગુનાઓ કોગ્નિઝેબલ અને બિનજામીનપાત્ર હશે.
વિપક્ષના ધારાસભ્યોએ ગૃહમાં અનામતના સમર્થનમાં પ્લેકાર્ડ લહેરાવવાનું શરૂ કર્યું. સ્પીકર નંદકિશોર યાદવે બધાને વેલ છોડી દેવાની અપીલ કરી, પરંતુ વિપક્ષના નેતાઓએ મુખ્યમંત્રી વિરુદ્ધ સૂત્રોચ્ચાર શરૂ કરી દીધા હતા. જવાબમાં સીએમ નીતીશે વિપક્ષી નેતાઓને કહ્યું, તમારા બધાનું હાય હાય. ચૂપચાપ બેસી જાઓ.
વિપક્ષની માગ છે કે 75 ટકા અનામતને 9મી અનુસૂચિમાં સામેલ કરવામાં આવે. તે જ સમયે, વિપક્ષના વિરોધ પર મંત્રી વિજય ચૌધરીએ કહ્યું કે અમે કેન્દ્રને તેની ભલામણ કરી છે. મામલો કોર્ટમાં છે. આજે પણ વિપક્ષના નેતા તેજસ્વી યાદવ અને આરજેડીના નેતા તેજ પ્રતાપ યાદવ ગૃહમાં આવ્યા ન હતા.
આ પણ વાંચો :-