મિઝોરમમાં ભારે વરસાદના કારણે પથ્થરની ખાણ ધસી પડતા ૧૦ લોકોના મોત

Share this story

મિઝોરમની રાજધાની આઈઝોલમાં એક મોટી દુર્ઘટના બની છે. અહીં ભારે વરસાદને કારણે એક પથ્થરની ખાણ ધસી ગઈ છે. આ ગંભીર દુર્ઘટનામાં ૧૦ લોકોએ જીવ ગુમાવ્યા છે. જ્યારે અનેક લોકો દટાયાની આશંકા લગાવાઈ રહી છે. હાલ પોલીસકર્મીઓ બચાવ કાર્યમાં લાગેલા છે. ભારે વરસાદને કારણે નદીઓના સ્તરમાં પણ વધારો થયો છે. નદી કિનારે રહેતા લોકોને ઘર છોડીને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે.

Imageમિઝોરમના આઈઝોલ જિલ્લામાં ભારે વરસાદના પગલે એક પથ્થરની ખાણનો કાટમાળ ધસી ગયો છે. જેના નીચે દટાઈ જવાથી ઓછામાં ઓછા ૧૦ લોકોના મોત થયા છે. આ આંકડો પણ વધી શકે છે. મળતી માહિતી મુજબ હજુ પણ ઘણા લોકો કાટમાળ નીચે ફસાયેલા હોવાની આશંકા છે. હાલ રાહત અને બચાવ કાર્ય શરૂ કરવામાં આવ્યું હતું. જો કે ભારે વરસાદ અને ભૂસ્ખલનને કારણે રાહત કાર્યમાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

તીવ્ર ચક્રવાતી તોફાન રેમાલ રવિવારે રાત્રે પશ્ચિમ બંગાળ અને બાંગ્લાદેશના દરિયાકાંઠે ત્રાટક્યું હતું. ચક્રવાત રેમાલેને કારણે મકાનોને નુકસાન પહોંચ્યું છે અને ઘણા વૃક્ષો તેમજ થાંભલા ઉખડી ગયા. ચક્રવાત આવે તે પહેલા પશ્ચિમ બંગાળના સંવેદનશીલ વિસ્તારોમાંથી એક લાખથી વધુ લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. હવામાન કચેરીએ આગામી થોડા દિવસોમાં આસામ અને અન્ય ઉત્તર-પૂર્વીય રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી જારી કરી છે.

આ પણ વાંચો :-