છત્તીસગઢના સુકમા જિલ્લાના ભેજજી પોલીસ સ્ટેશન વિસ્તારમાં સુરક્ષા દળો અને નક્સલવાદીઓ વચ્ચે અથડામણ થઈ છે. આ અથડામણમાં 10 નક્સલવાદીઓ માર્યા ગયા હોવાની માહિતી મળી છે. સુરક્ષા દળોએ ઘટનાસ્થળેથી ત્રણ ઓટોમેટિક રાઈફલ્સ અને અન્ય હથિયારો જપ્ત કર્યા છે. IG બસ્તર પી સુંદરરાજે કહ્યું કે, છત્તીસગઢના દક્ષિણી સુકમામાં DRG સાથેની અથડામણમાં 10 નક્સલીઓ માર્યા ગયા હતા.

આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર કોન્ટાના ભેજી વિસ્તારમાં નક્સલવાદીઓ અને સુરક્ષાદળો વચ્ચે અથડામણ ચાલી રહી છે. આ નક્સલવાદીઓ ઓરિસ્સા થઈને છત્તીસગઢ પહોંચ્યા હતા. 3 ઓટોમેટિક હથિયારો સાથે, એન્કાઉન્ટર સ્થળ પરથી ઘણા વધુ હથિયારો પણ મળી આવ્યા છે. આ ઉપરાંત મોટી સંખ્યામાં નક્સલવાદીઓનો સામાન પણ મળી આવ્યો છે. બસ્તરના પોલીસ મહાનિરીક્ષક પી સુંદરરાજે જણાવ્યું કે સુકમા જિલ્લાના દક્ષિણ ભાગમાં ડિસ્ટ્રિક્ટ રિઝર્વ ગાર્ડ (DRG) અને માઓવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર ચાલી રહ્યું છે.
આ ઓપરેશન વિશે માહિતી આપતા સુરક્ષા દળોએ જણાવ્યું કે શુક્રવારે સવારે લગભગ 9 વાગ્યે સુકમાના ભંડારપાદર ગામના જંગલ વિસ્તારમાં દક્ષિણ બસ્તર ડીવીસીના માઓવાદીઓ સાથે અથડામણ થઈ હતી. એન્કાઉન્ટર પછી સર્ચ ઓપરેશનમાં CPI કેડરના 10 નક્સલવાદીઓના મૃતદેહ મળી આવ્યા છે.
આ એન્કાઉન્ટર કોરાજુગુડા, દંતેસપુરમ, નાગારામ, ભંડારપદરના જંગલ-પહાડોમાં થયું હતું. સૈનિકો આ વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચલાવી રહ્યા હતા. સર્ચ ઓપરેશન દરમિયાન નક્સલીઓએ જવાનો પર હુમલો કર્યો હતો. જવાનોએ પણ જવાબી કાર્યવાહી કરી હતી. બંને તરફથી લાંબા સમય સુધી ગોળીબાર થતો રહ્યો. બસ્તરના IG પી સુંદરરાજે આ અથડામણની પુષ્ટિ કરી છે.
આ પણ વાંચો :-