Friday, Oct 24, 2025

લોરેન્સના ભાઇ અનમોલ બિશ્નોઈ પર 10 લાખનું ઇનામ જાહેર

2 Min Read

નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA)એ ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈની ગેંગ પર પકડ વધુ મજબૂત કરી છે. NIAએ લોરેન્સનો ભાઈ અનમોલ બિશ્નોઈ પર 10 લાખ રૂપિયાનું ઈનામ જાહેર કર્યું છે. અનમોલ ઉર્ફે ભાનુ પર સિદ્ધુ મુસેવાલાની હત્યાનો પણ આરોપી છે. વર્ષ 2023માં તપાસ એજન્સીએ તેની સામે ચાર્જશીટ દાખલ કરી હતી. અહેવાલો અનુસાર તે નકલી પાસપોર્ટ પર ભારતથી ભાગી ગયો હતો.

તમને જણાવી દઈએ કે આ પહેલા મુંબઈ પોલીસે 14 એપ્રિલે સલમાન ખાનના ઘરની બહાર ફાયરિંગના મામલે લુકઆઉટ સર્ક્યુલર પણ બહાર પાડ્યો હતો. તેણે સોશિયલ મીડિયા પર ફાયરિંગની ઘટનાની જવાબદારી લીધી હતી. તપાસમાં સામે આવ્યું છે કે બાબા સિદ્દીકીની હત્યાનો શૂટર પણ સ્નેપચેટ દ્વારા તેના સંપર્કમાં હતો.

તમને જણાવી દઈએ કે આની સાથે અનમોલ બિશ્નોઈ ઉર્ફે ભાનુ પણ પ્રખ્યાત પંજાબી સિંગર સિદ્ધુ મૂઝવાલા મર્ડર કેસમાં આરોપી છે. તપાસ એજન્સીઓએ આ વર્ષે તેની સામે ચાર્જશીટ દાખલ કરી હતી. મળતી માહિતી મુજબ અનમોલ બિશ્નોઈ સતત લોકેશન બદલતા રહે છે. ગયા વર્ષે તે કેન્યામાં જોવા મળ્યો હતો જ્યારે આ વર્ષે તે કેનેડામાં જોવા મળ્યો હતો. અનમોલ બિશ્નોઈ સામે અત્યાર સુધીમાં 18 કેસ નોંધાયા છે. તેણે જોધપુર જેલમાં તેની સજા ભોગવી છે અને તેને 7 ઓક્ટોબરે જ કોર્ટમાંથી જામીન મળ્યા છે.

અનમોલ બિશ્નોઈ ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈનો ભાઈ છે. જે તેની ગેરહાજરીમાં લોરેન્સની ગેંગ ચલાવી રહ્યો છે. લોરેન્સ બિશ્નોઈ હાલ ગુજરાતની સાબરમતી જેલમાં બંધ છે. અનમોલ બિશ્નોઈ અનેક ગુનાહિત પ્રવૃતિઓમાં સામેલ છે. તેનું નામ છેડતીના કેસમાં પણ સામે આવ્યું છે. તે અવારનવાર સેલિબ્રિટીઓને ધાકધમકી આપીને પૈસા પડાવી લે છે. એવું માનવામાં આવે છે કે તેણે ફિલ્મ અભિનેતા સલમાન ખાન વિરુદ્ધ કાવતરું ઘડ્યું હતું.

આ પણ વાંચો :-

Share This Article