Thursday, Oct 23, 2025

પાકિસ્તાની એર સ્ટ્રાઈકમાં ત્રણ અફઘાન ક્રિકેટર સહિત 10 મોત

3 Min Read

પાકિસ્તાને અફઘાનિસ્તાન પર ટીટીપી જેવા આતંકવાદી સંગઠનોને પોતાની ધરતી પર આશ્રય આપવાનો આરોપ લગાવ્યો છે. જોકે, અફઘાનિસ્તાને આ વાતનો ઇનકાર કર્યો છે, જેના કારણે બંને દેશો વચ્ચે સરહદ પર તણાવ વધી ગયો છે. પાકિસ્તાને ગઈકાલે મોડી રાત્રે અફઘાન સરહદની અંદર હવાઈ હુમલો પણ કર્યો હતો, જેમાં ત્રણ ક્રિકેટરો સહિત 10 લોકો માર્યા ગયા હતા અને એક ડઝન અન્ય ઘાયલ થયા હતા. મેચ પૂરી થયા પછી જ્યારે આ બધા ખેલાડીઓ પોતાના ઘરે જવા માટે તૈયાર હતા, ત્યારે પાકિસ્તાને તેમના પર બોમ્બ ફેક્યા.

અફઘાનિસ્તાન અને પાકિસ્તાન 48 કલાકનો યુદ્ધવિરામ જાળવવા સંમત થયા હતા, પરંતુ અફઘાનિસ્તાનનો દાવો છે કે પાકિસ્તાને ઉશ્કેરણી વિના હુમલા ફરી શરૂ કર્યા છે. અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડે તેના ક્રિકેટરોના મોતની પુષ્ટિ કરી છે અને આગામી મહિને પાકિસ્તાન સાથે રમાનારી ત્રિ-રાષ્ટ્રીય ટી૨૦ આંતરરાષ્ટ્રીય શ્રેણીમાંથી પણ ખસી ગયો છે.

પાકિસ્તાન સાથે રમાનારી ત્રિ-રાષ્ટ્રીય ટી20 આંતરરાષ્ટ્રીય શ્રેણીમાં રમવાનો ઇનકાર કર્યો છે. અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડે જાહેરાત કરી છે કે ટુર્નામેન્ટ માટે હાજર રહેલા તેના ત્રણ ક્રિકેટરો પાકિસ્તાની હવાઈ હુમલામાં માર્યા ગયા હતા. બોર્ડે આગામી મહિને પાકિસ્તાન સાથે રમાનારી ત્રિ-રાષ્ટ્રીય ટી૨૦ આંતરરાષ્ટ્રીય શ્રેણીમાંથી પણ ખસી જવાનો નિર્ણય લીધો છે. તેણે આ હુમલાની પણ નિદા કરી છે, જેના પરિણામે નિર્દોષ લોકો માર્યા ગયા હતા.

પાકિસ્તાની હવાઈ હુમલામાં ત્રણ અફઘાન ક્રિકેટરો માર્યા ગયા છે. અફઘાનિસ્તાનના પક્તિકા પ્રાંતમાં પાકિસ્તાની હવાઈ હુમલામાં ત્રણ સ્થાનિક અફઘાન ક્લબ ક્રિકેટરો માર્યા ગયા છે. પ્રાંતીય રાજધાની શરણામાં એક સ્થાનિક ટુર્નામેન્ટમાંથી ક્રિકેટરો ઉર્જુન જિલ્લામાં પરત ફરી રહ્યા હતા ત્યારે આ ઘટના બની. અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડે આ નુકસાન પર ઊંડો દુઃખ વ્યક્ત કર્યો છે અને મૃતકોને અફઘાન ક્રિકેટના ગ્રાઉન્ડરુટ હીરો ગણાવ્યા છે. અફઘાન સ્ટાર ખેલાડીઓએ આ હુમલાની સખત નિદા કરી છે.

અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડ (ACB) એ શનિવારે પક્તિકા પ્રાંતમાં પાકિસ્તાની હવાઈ હુમલામાં ત્રણ અફઘાન ક્રિકેટરોના મોત પર ઊંડો દુ:ખ વ્યક્ત કર્યો છે અને પાકિસ્તાન સાથેની આગામી 20 ત્રિકોણીય શ્રેણીમાંથી ખસી જવાની જાહેરાત કરી છે. ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટમાં, અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડ (ACB) એ કહ્યું. આજે સાંજે પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલા કાયર હુમલામાં નિશાન બનાવવામાં આવેલા પક્તિકા પ્રાંતના ઉર્ગુન જિલ્લાના બહાદુર ક્રિકેટરોની દુ:ખદ શહાદત પર અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડ ઊંડો દુ:ખ વ્યકત કરે છે.

એક વરિષ્ઠ પાકિસ્તાની સુરક્ષા અધિકારીએ જણાવ્યું કે હવાઈ હુમલા અફધાન ક્ષેત્રમાં કરવામાં આવ્યા હતા, જેમાં તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન સાથે જોડાયેલા હાફિઝ ગુલ બહાદુર જૂથને નિશાન બનાવવામાં આવ્યું હતું. તેમણે એવો પણ દાવો કર્યો કે આ જૂથ ઉત્તર વઝીરિસ્તાનમાં એક લશ્કરી છાવણી પર આત્મઘાતી હુમલો અને ગોળીબારમાં સામેલ હતું. જેમાં સાત પાકિસ્તાની અર્ધલશ્કરી દળોના જવાનો માર્યા ગયા હતા.

Share This Article