છત્તીસગઢના બેમેતરા જિલ્લામાં આવેલી ગનપાઉડરની ફેક્ટરીમાં મોટો વિસ્ફોટ થયો છે. વિસ્ફોટમાં ૧૦ થી ૧૨ લોકોનાં મોત અને ઘણા ઘાયલ થયાના અહેવાલ છે. કહેવામાં આવી રહ્યું છે કે કાટમાળ નીચે ઘણા લોકો દટાયા હોવાની શક્યતા છે. આ ઘટના બરલા બ્લોકના બોરસી ગામમાં સ્થિત સ્પેશિયલ બ્લાસ્ટ લિમિટેડ ગનપાઉડર ફેક્ટરીમાં બની હતી. ફેક્ટરીમાં ૮૦૦ થી વધુ લોકો કામ કરે છે.
વિસ્ફોટમાં ૧૦-૧૨ લોકો માર્યા ગયા હોવાના અહેવાલ છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ઘણા લોકોના મૃતદેહ ટુકડાઓમાં વહેંચાયેલા હતા. કોઈના હાથ કપાઈ ગયા, કોઈના શરીરના ટુકડા થઈ ગયા. આસપાસમાં માનવ અંગો ફેલાયેલા હોવાનું સ્થાનિક લોકોએ જણાવ્યું હતું. માહિતી અનુસાર દારૂગોળાની ફેક્ટરીમાં બ્લાસ્ટ બાદ અનેક લોકો કાટમાળ નીચે પણ દટાઈ ગયેલા હોવાનું મનાય છે. આ ઘટના બેરલા બ્લોકના બોરસીમાં બની હોવાના અહેવાલ છે.
ગનપાઉડર ફેક્ટરીમાં બ્લાસ્ટ થતાં વિસ્તારમાં ભયનો માહોલ છે. જિલ્લા પ્રશાસનની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. આ સાથે ફાયર બ્રિગેડ અને એમ્બ્યુલન્સની ટીમોને ઘટનાસ્થળે મોકલવામાં આવી છે. મળતી માહિતી મુજબ બ્લાસ્ટ પાછળનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. જણાવવામાં આવી રહ્યું છે કે વિસ્ફોટ એટલો જોરદાર હતો કે સેંકડો ફૂટ ઉપર વીજળીના વાયરો તેનાથી પ્રભાવિત થયા હતા.
આ પણ વાંચો :-