જમ્મુ-કાશ્મીર અને લદ્દાખમાં ૫.૫ તીવ્રતાના ભૂકંપના આંચકા

Share this story

સોમવારે જમ્મુ-કાશ્મીર અને લદ્દાખમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા ૫.૫ માપવામાં આવી છે. આ ભૂકંપ જમીનથી ૧૦ કિલોમીટર નીચે આવ્યો હતો. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, ભૂકંપનું કેન્દ્ર કારગીલમાં ૧૦ કિલોમીટર ભૂગર્ભમાં હતું. તેના આંચકા કાશ્મીરમાં પણ અનુભવાયા હતા. આ પછી આફ્ટરશોક પણ અનુભવાયા હતા. લદ્દાખમાં તીવ્રતા ૩.૮ માપવામાં આવી હતી.

ભૂકંપનું કેન્દ્રબિંદુ લદ્દાખનો કારગિલ પ્રદેશ હોવાનું કહેવાય છે. બપોરે ૩:૪૮ વાગ્યે ધરતી ધ્રૂજી ઉઠી હતી. લોકોએ જણાવ્યું કે તેઓને બે વાર ભૂકંપના આંચકા અનુભવાયા હતા. બીજો આંચકો પહેલા કરતા ઓછી તીવ્રતાનો હતો. ઘણી જગ્યાએ લોકો, ભૂકંપના આંચકાને કારણે ઘર અને ઓફિસમાંથી બહાર દોડી આવ્યા હતા. ઘણા લોકોએ તરત જ તેમના સગાસંબંધીઓને ફોન કરીને ભૂકંપના આંચકા અનુભવયાની માહિતી શેર કરી હતી.