HomeGujaratવડોદરા શહેર AAP પ્રમુખ અશોક ઓઝા સહિત 4 સામે દુષ્કર્મની ફરિયાદ

વડોદરા શહેર AAP પ્રમુખ અશોક ઓઝા સહિત 4 સામે દુષ્કર્મની ફરિયાદ

Date:

Related stories

જે ચા વગર સવાર અધૂરી લાગે છે, તે ભારત કેવી રીતે પહોંચી? સુરતનું પણ છે મોટુ કનેક્શન

સવારની પહેલી ચુસ્કીથી લઈને ઓફિસના ચા-બ્રેક સુધી… ભારતમાં ચા...

રવિવારે સૂર્યદેવની કૃપા કોના પર? 12 રાશિઓ માટે આજનો દિવસ કેવો રહેશે?

૨૦ સપ્ટેમ્બર ૨૦૨૬, રવિવાર માટેનું ૧૨ રાશીઓનું સચોટ રાશીફળ...

સુરતના શ્યામ સંગીની માર્કેટ આગકાંડમાં 1000થી વધુ CCTV તપાસ્યા બાદ મોટો ખુલાસો!

સુરતના સારોલીની શ્યામ સંગીની માર્કેટમાં લાગેલી આગના કેસમાં તપાસ...

ક્રિકેટ ફેન્સ માટે મોટું સરપ્રાઇઝ! રોહિત શર્મા હવે ટીવી પર જોવા મળશે આ નવા રોલમાં

ક્રિકેટના મેદાન પર પોતાની આક્રમક બેટિંગથી ભલભલા બોલરોના છક્કા...
spot_img

વડોદરામાંથી રાજકારણને શરમસાર કરતી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. વડોદરા આમ આદમી પાર્ટી (AAP) ના પ્રમુખ અશોક ઓઝા સામે હવસખોરી, બ્લેકમેલિંગ અને ધાકધમકી આપવાનો અત્યંત ગંભીર ગુનો નોંધાયો છે. પીડિતાની ફરિયાદના આધારે વડોદરા પોલીસે ત્વરિત એક્શન લેતા ‘આપ’ પ્રમુખ અશોક ઓઝાની વિધિવત ધરપકડ કરી લીધી છે. આ હાઈપ્રોફાઈલ કેસમાં માત્ર અશોક ઓઝા જ નહીં, પરંતુ ગુનામાં સાથ આપનાર તેમના આખા પરિવાર સામે પણ પોલીસે કાનૂની સકંજો કસ્યો છે.

પીડિતા દ્વારા પોલીસ સમક્ષ કરવામાં આવેલા આક્ષેપો અત્યંત ગંભીર છે. ફરિયાદ અનુસાર, અશોક ઓઝાએ પીડિતાને સારી નોકરી અને આમ આદમી પાર્ટીમાં મોટો રાજકીય હોદ્દો આપવાની લાલચ આપીને તેની મરજી વિરુદ્ધ વારંવાર દુષ્કર્મ આચર્યું હતું. આટલું જ નહીં, આરોપીએ પીડિતાનો નગ્ન વીડિયો ઉતારી લીધો હતો અને તે વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ કરવાની ધમકી આપીને સતત બ્લેકમેલિંગ કરતો હતો. આ શરમજનક કૃત્યમાં અશોક ઓઝાના પુત્ર આનંદ ઓઝા સામે પણ પીડિતા પર દુષ્કર્મ ગુજારવાનો અલગથી ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

લંપટલીલામાં અશોક ઓઝાની પત્ની અને પુત્રી પણ સામેલ હોવાનો આરોપ
આ કેસનો સૌથી ચોંકાવનારો વળાંક એ છે કે આ આખી લંપટલીલામાં અશોક ઓઝાની પત્ની અને પુત્રી પણ સામેલ હતા. પીડિતાનો આરોપ છે કે અશોક ઓઝાની પત્ની અને દીકરી પણ તેના પર સતત દબાણ લાવતી હતી આખરે પીડિતાએ હિંમત ભેગી કરીને વડોદરા પોલીસના દ્વાર ખખડાવ્યા હતા. પોલીસે અશોક ઓઝા, તેમના પુત્ર આનંદ ઓઝા, પત્ની અને પુત્રી સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. રાજકીય નેતાના આખા પરિવાર સામે આવા ગંભીર ગુના નોંધાતા વડોદરા સહિત સમગ્ર રાજ્યના રાજકારણમાં ભારે ખળભળાટ મચી ગયો છે.

Subscribe

Latest stories