HomeNationalઅમેરિકાના વિદેશ મંત્રી માર્કો રુબિયો કોલકાતા પહોંચ્યા, વેપાર અને ઉર્જા સુરક્ષા સહિતના...

અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રુબિયો કોલકાતા પહોંચ્યા, વેપાર અને ઉર્જા સુરક્ષા સહિતના મુખ્ય મુદ્દાઓ પર વાટાઘાટો કરશે

Date:

Related stories

સપ્તાહના અંતે કોનું ભાગ્ય ખૂલશે? ૨૭ સપ્ટેમ્બરનું મેષથી મીન સુધીનું રાશિફળ વાંચો

૨૭ સપ્ટેમ્બર ૨૦૨૬, રવિવાર માટે ૧૨ રાશીઓનું સચોટ રાશીફળ...

એશિયન ગેમ્સમાં ભારતનો દબદબો, કબડ્ડીમાં પુરુષ ટીમે જીત્યું ગોલ્ડ મેડલ

એશિયન ગેમ્સમાં ભારતીય કબડ્ડી ટીમે શાનદાર પ્રદર્શન કરતાં દેશના...

2027 વર્લ્ડ કપ જ બનશે વિરાટનો અંતિમ મહાસંગ્રામ? સામે આવી મોટી વાત

ભારતીય ક્રિકેટના ચાહકો માટે એક મોટા સમાચાર આવી રહ્યા...

બાપ્પાની વિદાય વચ્ચે તેલંગાણામાં માતમ! ગણેશ વિસર્જન દરમિયાન આટલા લોકોના મોત અને આટલા લોકો ઈજાગ્રસ્ત

તેલંગાણામાં ગણેશોત્સવની ભક્તિ અને વિસર્જનના ઉત્સવ વચ્ચે અનેક પરિવારો...
spot_img

અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રૂબિયો તેમની પ્રથમ ભારત મુલાકાતે પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતા પહોંચી ગયા છે. ચાર દિવસની આ મહત્વપૂર્ણ મુલાકાતને ભારત-અમેરિકા સંબંધોની દૃષ્ટિએ અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. કોલકાતામાં રૂબિયોના સ્વાગત અને સુરક્ષાને લઈને વિશેષ વ્યવસ્થાઓ કરવામાં આવી છે. તેમની મુલાકાતને ધ્યાનમાં રાખીને શહેરના અનેક મહત્વપૂર્ણ વિસ્તારોમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે. માર્કો રૂબિયો કોલકાતા પ્રવાસ બાદ આજે નવી દિલ્હી પણ જશે અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરશે.

કોલકાતામાં મધર ટેરેસાને અર્પી શ્રદ્ધાંજલિ
માર્કો રૂબિયોની આ મુલાકાતની શરૂઆત કોલકાતાથી થઈ હતી, જ્યાં તેઓ મધર ટેરેસા હાઉસ ઓફ ધ મિશનરીઝ ઓફ ચેરિટી પહોંચ્યા હતા. અહીં તેમણે મધર ટેરેસાને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. તેમની મુલાકાતને ધ્યાનમાં રાખીને કોલકાતામાં કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. સાથે જ વિક્ટોરિયા મેમોરિયલ આસપાસ પણ ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. રૂબિયો સાથે અમેરિકાના રાજદૂત સર્જિયો ગોર પણ હાજર છે.

વેપાર, ટેકનોલોજી અને સંરક્ષણ મુદ્દે PM મોદી સાથે થશે ચર્ચા
ઉલ્લેખનીય છે કે અમેરિકાના વિદેશ મંત્રી તરીકે માર્કો રૂબિયોની આ પ્રથમ ભારત મુલાકાત છે. આ પ્રવાસ દરમિયાન ભારત અને અમેરિકા વચ્ચે અનેક મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા થઈ શકે છે. પ્રધાનમંત્રી મોદી સાથેની મુલાકાત દરમિયાન વેપાર, સંરક્ષણ સહયોગ, ટેકનોલોજી અને QUAD જેવા મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા થવાની સંભાવના છે. માર્કો રૂબિયો આજે જ પીએમ મોદી સાથે મુલાકાત માટે નવી દિલ્હી પહોંચશે.

ભારત અને અમેરિકાના સંબંધો થઈ રહ્યા છે વધુ મજબૂત
ગત કેટલાક વર્ષોમાં ભારત અને અમેરિકા વચ્ચેના સંબંધો સતત મજબૂત બનતા ગયા છે. સેમીકન્ડક્ટર, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, સંરક્ષણ સહયોગ અને ઇન્ડો-પેસિફિક વ્યૂહરચના જેવા ક્ષેત્રોમાં બંને દેશો ઝડપથી ભાગીદારી વધારી રહ્યા છે. આવી સ્થિતિમાં માર્કો રૂબિયોની આ મુલાકાત ભવિષ્યમાં ભારત-અમેરિકા સંબંધોને નવી દિશા આપી શકે છે.

Subscribe

Latest stories