HomeSurat Cityસુરતઃ હીરા ઉદ્યોગની મંદીએ વધુ એક રત્નકલાકારનો લીધો ભોગ

સુરતઃ હીરા ઉદ્યોગની મંદીએ વધુ એક રત્નકલાકારનો લીધો ભોગ

Date:

Related stories

૧૫ દિવસની મહેનત અને ૫૦,૦૦૦ સિક્કાઓથી કેવી રીતે તૈયાર થઈ આ ગણેશજીની પ્રતિમા?

શું તમે ક્યારેય 50,000 અસલી સિક્કાઓથી બનેલી ભગવાન ગણેશજીની...

ગરબા રમવા પાર્ટનર પણ હવે ભાડે? સોશિયલ મીડિયાની આ ઓફર પાછળ શું છે મોટો ખેલ?

નવરાત્રીના પવિત્ર અને ઉત્સાહભર્યા માહોલ વચ્ચે સોશિયલ મીડિયા પર...

સ્મૃતિ મંધાનાએ આટલા આંતરરાષ્ટ્રીય રન સાથે રચ્યો ઈતિહાસ!

એશિયન ગેમ્સ 2026ની ગોલ્ડ મેડલ મેચમાં ભારતીય મહિલા ટીમની...

સાંજે આટલા વાગ્યા સુધીમાં આ વિસ્તારોમાં ધમાકો કરશે મેઘરાજ!

ગુજરાતમાંથી ચોમાસું વિદાય લઈ રહ્યું છે, છતાં મેઘરાજાએ હજુ...

હવે મોંઘા રિચાર્જથી છુટકારો: TRAIના નવા નિયમથી મોબાઇલ યુઝર્સને થશે આ ફાયદો!

શું તમે પણ ડેટા ધરાવતા મોંઘા રિચાર્જ પ્લાનથી કંટાળી...
spot_img

કામરેજના શેખપુર ગામે હિરામાં મંડીને કારણે 40 વર્ષીય રત્નકલાકારે આર્થિક સંકડામણમાં ઘરના લોનના હપ્તા ભરવામાં મુશ્કેલી પડતાં રસોડામાં પંખાની હૂક સાથે સાડી બાંધી ગળે ફાંસો ખાઈ લીધો હતો.

પ્રાપ્ત માહિતી અનુસાર, હાલ સુરતના કામરેજના શેખપુર ગામે આવેલા હરિદર્શન સોસાયટીમાં રહેતા અને મૂળ અમરેલી જિલ્લાનાં સતરાવા ગામના રહેવાસી 40 વર્ષીય મનસુખભાઈ ખોડાભાઈ સૌદરવા હીરા મજૂરી કરી પોતાનાં પરિવારનું ગુજરાન ચલાવતા હતા. ત્યારે હીરામાં મંદી હોવાનાં કારણે તેઓ આર્થિક સંકડામણમાં આવી ગયા હતા. જેથી તેઓ સતત તણાવમાં રહેવા લાગ્યા હતા. આખરે ગત તારીખ 1/4/2025ના રોજ તેઓએ ગળે ફાંસો ખાઇ પોતાનું જીવન ટુંકાવી લીધું હતું.

યુવકે આપઘાત કરતાં પહેલાં બનાવેલો વીડિયો સામે આવ્યો આજરોજ (3 એપ્રિલે) રત્નકલાકાર યુવકે આપઘાત કરતાં પહેલાં બનાવેલો વીડિયો સામે આવ્યો છે, જેમાં તે હીરામાં આવેલી મંદીથી કંટાળી આપઘાત કરતો હોવાનું જણાવી રહ્યો છે. સાથે જ દુ:ખભર્યા સ્વરે મારાં બાળબચ્ચાંનું ધ્યાન રાખજો એમ પણ કહી રહ્યો છે. આ સમગ્ર બનાવની જાણ કામરેજ પોલીસને કરવામાં આવતાં ઘટનાસ્થળે દોડી આવેલી પોલીસે હાલ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.

Subscribe

Latest stories