NEET પેપર લીકમાં NTAને સુપ્રીમ કોર્ટની નોટિસ, ૮ જુલાઈએ સુનાવણી

Share this story

NEET પરીક્ષાને લઈને વિદ્યાર્થીઓમાં વધી રહેલા રોષ વચ્ચે આજે શુક્રવારે પણ સુપ્રીમ કોર્ટમાં આ કેસની સુનાવણી હાથ ધરવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટે હાલમાં CBI તપાસની માંગ કરતી અરજી પર કોઈ આદેશ આપવાનો ઈન્કાર કર્યો છે. સર્વોચ્ચ અદાલતે આ સંદર્ભમાં નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA)ને નોટિસ પાઠવીને બે અઠવાડિયામાં જવાબ આપવા જણાવ્યું છે. હવે NEET પરીક્ષા સંબંધિત તમામ અરજીઓની સુનાવણી ૮ જુલાઈએ થશે. તે જ સમયે, સુપ્રીમ કોર્ટે NEET કાઉન્સેલિંગ પર પ્રતિબંધ મૂકવાનો પણ ઇનકાર કરી દીધો છે.

NEET UG 2024 Supreme Court Updatesહિતેન સિંહ કશ્યપે આ મામલે સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન અને બિહાર સરકાર પાસેથી બે અઠવાડિયામાં જવાબ માગ્યો છે. તેમાં કહેવામાં આવ્યું છે કે અન્ય પેન્ડિંગ PILડ પર ૮ જુલાઈએ વિચારણા કરવામાં આવશે, જ્યારે સર્વોચ્ચ અદાલત ઉનાળાની રજાઓ પછી ફરી કામકાજ શરૂ કરશે. કેન્દ્ર અને નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ ગુરુવારે સુપ્રીમ કોર્ટને જણાવ્યું હતું કે, તેઓએ MBBS અને અન્ય આવા અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે પરીક્ષા આપતાર ૧૫૬૩ ઉમેદવારોને આપવામાં આવેલા માર્ક્સ રદ કર્યા છે.

કેન્દ્રએ કહ્યું હતું કે, તેમની પાસે સમયની ખોટ માટે તેમને આપવામાં આવેલા વળતર માર્કસની પુનઃ પરીક્ષા કરવાનો અથવા પાછો ખેંચવાનો વિકલ્પ હશે. નોટિસમાં કહેવામાં આવ્યું છે કે, NEETના પરિણામમાં ગ્રેસ માર્ક્સ મેળવતાર ૧૫૬૩ ઉમેદવારોની ફરીથી પરીક્ષા ૨૩ જૂને લેવામાં આવશે. ૫ મેના રોજ ૪૭૫૦ કેન્દ્ર પર પરીક્ષા લેવામાં આવી હતી અને તેમાં લગભગ ૨૪ લાખ ઉમેદવારોએ હાજરી આપી હતી. પરિણામ ૧૪ જૂને જાહેર થવાની ધારણા હતી, પરંતુ ૪ જૂને જાહેર કરવામાં આવી હતી, કારણ કે ઉત્તરપત્રોનું મૂલ્યાંકન પહેલેથી જ પૂર્ણ થઈ ગયું

બિહાર જેવા રાજ્યોમાં આ પ્રતિષ્ઠિત પરીક્ષામાં પ્રશ્નપત્ર લીક અને અન્ય ગેરરીતિના આક્ષેપો થયા છે. આ આરોપોને કારણે અનેક શહેરોમાં વિરોધ થયો હતો અને હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં સાત કેસ દાખલ કરવામાં આવ્યા હતા. NTA દ્વારા દેશભરની સરકારી અને ખાનગી સંસ્થાઓમાં MBBS, BDS, આયુષ અને અન્ય સંબંધિત અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે NEET-UG પરીક્ષા લેવામાં આવે છે.

આ પણ વાંચો :-