HomeNationalરાહુલ ગાંધીને અમિત શાહ માનહાનિ કેસમાં મોટી રાહત, સુલતાનપુર કોર્ટે કર્યા નિર્દોષ...

રાહુલ ગાંધીને અમિત શાહ માનહાનિ કેસમાં મોટી રાહત, સુલતાનપુર કોર્ટે કર્યા નિર્દોષ જાહેર

Date:

Related stories

રશિયામાં સૈન્ય વિમાન ભયાનક રીતે ક્રેશ, 19 લોકોનાં મોત; ટેકનિકલ ખામી હોવાની આશંકા

સાઇબેરિયા: રશિયાના સાઇબેરિયા વિસ્તારમાં એક ભયાનક વિમાન દુર્ઘટના સર્જાઈ...

IPLમાંથી ધોનીની વિદાય! હવે ખેલાડી નહીં, CSKના મેન્ટર તરીકે સંભાળશે નવી જવાબદારી

ભારતીય ક્રિકેટના દિગ્ગજ ખેલાડી મહેન્દ્ર સિંહ ધોનીના IPL કરિયરને...

ઉત્તરાખંડમાં ભયાનક બસ દુર્ઘટના: પુલ પરથી 100 મીટર ઊંડી ખીણમાં ખાબકી બસ, 10નાં મોત અને 26 ઘાયલ

ઋષિકેશ-બદ્રીનાથ હાઇવે પર ગૂલર બજાર નજીક વહેલી સવારે અકસ્માત;...
spot_img

સુલતાનપુર કોર્ટનો મોટો નિર્ણય: 2018માં કરેલી કથિત વાંધાજનક ટિપ્પણી મામલે રાહુલ ગાંધી આરોપોમાંથી મુક્ત, કોંગ્રેસ કાર્યકરોએ ફટાકડા ફોડી અને મીઠાઈ વહેંચી ઉજવણી કરી.

ઉત્તર પ્રદેશના સુલતાનપુર સ્થિત કોર્ટે કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ વિરુદ્ધ કથિત વાંધાજનક ટિપ્પણીના મામલે મોટી રાહત આપી છે. કોર્ટે સોમવારે સવારે 2018ના માનહાનિ કેસમાં રાહુલ ગાંધીને નિર્દોષ જાહેર કર્યા છે.

આ મામલો વર્ષ 2018નો છે, જ્યારે કર્ણાટકમાં ચૂંટણી પ્રચાર દરમિયાન રાહુલ ગાંધીએ તત્કાલીન ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ અંગે ટિપ્પણી કરી હતી. ફરિયાદીના જણાવ્યા અનુસાર, આ ટિપ્પણી વાંધાજનક અને અપમાનજનક હતી.

આ નિવેદનને લઈને ભાજપના નેતા વિજય મિશ્રાએ ઓગસ્ટ 2018માં સુલતાનપુરમાં રાહુલ ગાંધી વિરુદ્ધ માનહાનિનો કેસ દાખલ કર્યો હતો. આ કેસની સુનાવણી દરમિયાન હાજર રહેવા માટે રાહુલ ગાંધીને ચાર વખત સુલતાનપુર કોર્ટમાં આવવું પડ્યું હતું.

રાહુલ ગાંધીને રાહત મળતાં કોંગ્રેસમાં ઉજવણી

સુલતાનપુર કોર્ટના નિર્ણય બાદ સ્થાનિક કોંગ્રેસ કાર્યકરોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. રાહુલ ગાંધીને માનહાનિ કેસમાંથી નિર્દોષ જાહેર કરવામાં આવતાં કાર્યકરોએ ફટાકડા ફોડ્યા હતા અને એકબીજાને મીઠાઈ વહેંચીને ઉજવણી કરી હતી.

રાહુલ ગાંધી મીડિયાને મળ્યા વિના રવાના

કોર્ટમાંથી રાહત મળ્યા બાદ રાહુલ ગાંધી ત્યાંથી રવાના થઈ ગયા હતા. તેમણે આ દરમિયાન મીડિયા સાથે કોઈ વાતચીત કરી નહોતી.

રાહુલ ગાંધી લખનઉ એરપોર્ટથી સુલતાનપુર જઈ રહ્યા હતા ત્યારે પૂર્વાંચલ એક્સપ્રેસવે પર તેમના કાફલાનાં વાહનો એકબીજા સાથે અથડાયાં હોવાની પણ માહિતી સામે આવી હતી. આ ઘટનામાં કેટલાક લોકોને સામાન્ય ઈજાઓ થઈ હતી.

Subscribe

Latest stories