ભારતીય સેનામાં જવાનોની ભરતી માટે લાગુ કરવામાં આવેલી અગ્નિવીર યોજના બાબતે સતત વિરોધ થઇ રહ્યો છે. લોકસભાની ચૂંટણી દરમિયાન પણ વિપક્ષે આ મુદ્દો ઉઠાવ્યો હતો, કોંગ્રેસે પોતાના ચૂંટણી ઢંઢેરામાં વચન આપ્યું હતું કે INDIA ગઠબંધન સત્તા પર આવશે તો આ યોજના રદ કરવામાં આવશે. જોકે INDIA ગઠબંધન સત્તા ના મેળવી શક્યું. NDA ગઠબંધનની નવી સરકાર રચાયા બાદ એવા અહેવાલો છે કે અગ્નિપથ યોજનામાં ફેરફારો કરવામાં આવી શકે છે.

લોકસભાની ચૂંટણીમાં અગ્નિવીરની ભરતીનો મુદ્દો ઘણો ઉઠાવવામાં આવ્યો હતો. શાસક ગઠબંધનના કેટલાક ઘટકોએ પણ અગ્નિપથ યોજનામાં ફેરફારની હિમાયત કરી હતી. આ પછી, નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી સરકારે આ યોજનાની સમીક્ષા કરવાનો નિર્ણય લીધો હતો. નવી સરકારના ૧૦૦ દિવસના એજન્ડામાં યોજનાની સમીક્ષા પણ સામેલ હતી. સચિવોની પેનલ એક પ્રેઝન્ટેશન તૈયાર કરશે જે ઇટાલીથી પરત ફર્યા બાદ પ્રધાનમંત્રી સમક્ષ મૂકવામાં આવશે. પ્રધાનમંત્રી તમામ હિતધારકો સાથે વાત કર્યા બાદ નિર્ણય લેશે.
અધિકારીએ કહ્યું કે તેનો ઉદ્દેશ્ય પરસ્પર સંબંધોને વધારવાનો અને સ્પર્ધા કરવાને બદલે એકબીજાને સાથે લઈ જવાની ઈચ્છા વધારવાનો છે. અધિકારીએ કહ્યું છે કે સંગઠનનું મોટું હિત એ છે કે સારા ભાઈચારો અને રેજિમેન્ટની ભાવના ધરાવતા સૈનિકોએ સાથે મળીને લડવું જોઈએ. જ્યારે અગ્નિપથ યોજનાની જાહેરાત કરવામાં આવી ત્યારે સૈનિકો માટે તાલીમનો સમયગાળો ૩૭ થી ૪૨ અઠવાડિયાનો હતો. સેનાને મળેલા આંતરિક પ્રતિસાદમાં જાણવા મળ્યું છે કે તાલીમનો સમયગાળો ઘટાડીને ૨૪ અઠવાડિયા કરવાનો સૈનિકો પર નકારાત્મક અસર પડી રહી છે.
અગ્નિપથ યોજના જૂન ૨૦૨૨માં શરૂ કરવામાં આવી હતી. કોવિડ-૧૯ના કારણે સૈન્યમાં ભરતી બે વર્ષ માટે બંધ કરવામાં આવી હતી, ત્યારબાદ આ યોજના શરૂ થઈ હતી. આ અંતર્ગત યુવાનોને તાલીમ બાદ ચાર વર્ષ સુધી સેનામાં સામેલ કરવામાં આવે છે. આ સમયગાળા દરમિયાન, તેમને દર મહિને ૩૦,૦૦૦ રૂપિયાનો પ્રારંભિક પગાર મળે છે, જે ચોથા વર્ષ સુધીમાં વધીને ૪૦,૦૦૦ રૂપિયા પ્રતિ મહિના થઈ જાય છે. ચાર વર્ષ પછી, અગ્નિવીરને ‘સેના નિધિ પેકેજ’ તરીકે ૧૨ લાખ રૂપિયા મળે છે. દળો તેમની જરૂરિયાત મુજબ ૨૫% અગ્નિવીરને પણ જાળવી શકે છે.
આ પણ વાંચો :-


ખાંડુને બુધવાર ૧૨ જૂને ઇટાનગરમાં યોજાયેલી બેઠકમાં બીજેપી વિધાયક દળના નેતા તરીકે ચૂંટવામાં આવ્યા હતા. આ બેઠકમાં ભાજપના કેન્દ્રીય નિરીક્ષકો રવિશંકર પ્રસાદ અને તરુણ ચુગે હાજરી આપી હતી. આ પછી
બોર્ડર ૨ના આ વીડિયોમાં કોઈ વિઝ્યૂઅલ નથી, બેકગ્રાઉન્ડમાંથી માત્ર સની દેઓલનો અવાજ આવી રહ્યો છે. વીડિયોમાં તે કહી રહ્યો છે, ‘
૧૨ જૂને મળેલી બેઠકમાં વિદ્યાર્થીઓના ડરને દૂર કરવા માટે કેટલાક નિર્ણયો લેવામાં આવ્યા છે. જેને પગલે ૨૩ જૂને ૧૫૬૩ વિદ્યાર્થીઓ માટે ફરીથી પરીક્ષા લેવામાં આવશે અને પરિણામ ૩૦ જૂન પહેલા આવશે, એટલે કે માત્ર
કુવૈતના સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જારી કરાયેલા નિવેદન અનુસાર, તમામ ઘાયલ લોકોને, જેમાંથી કેટલાકની હાલત ગંભીર છે, તેમને સારવાર માટે નજીકની ઘણી હોસ્પિટલોમાં લઈ જવામાં આવ્યા છે. મંત્રાલયે જણાવ્યું હતું કે,
બજરંગ દળના પ્રમુખ કમલેશ ક્યાડાએ કહ્યું કે, જમ્મુ કાશ્મીરની અંદર શ્રદ્ધાળુઓની બસ પર થયેલા હુમલાના વિરોધ કરવામાં આવ્યો છે. સાથે જ સુરત પાલિકાની હદ્દમાં આવતાં પૌરાણિક 

