ઉત્તર પ્રદેશના ઝોનપુરમાં STFએ એનકાઉન્ટરમાં ૧ લાખ રૂપિયાના ઈનામી બદમાશને ઠાર મરાયો છે. STF અને SOGના સંયુક્ત ઓપરેશનમાં જાણીતા બદમાશ સુમિત ઉર્ફ મોનૂ ચવન્ની માર્યો ગયો છે. ચવન્ની પર ઝોનપુર, ગાઝીપુર, બલિયા, મઉ સહિત બિહારામાં પણ કુલ ૨૩ કેસ નોંધાયેલા હતા. તેના પર હત્યાના પણ ઘણા આરોપ હતા. બદમાશ પાસેથી AK-૪૭ રાઈફલ અને ૯mm પિસ્ટલ મળી આવી છે. મળતી માહિતી મુજબ, બદલાપુરની પીલી નદી પાસે જ્યારે STFએ બદમાશ ચવન્નીને રોકવાનો પ્રયાસ કર્યો તો તેણે પોલીસની ટીમ પર ફાયરિંગ શરૂ કરી દીધી.

STFના જવાનોએ આત્મસુરક્ષામાં જવાબી ફાયરિંગ કરી, ત્યારબાદ તેને ગોળી લાગી ગઈ. ત્યારબાદ ચવન્નીને લઈને પોલીસ હૉસ્પિટલ પહોંચી, જ્યાં તેને મૃત જાહેર કરી દેવામાં આવ્યો. મીડિયા રિપોર્ટ મુજબ, મોનૂ ચવન્ની પૈસા લઈને હત્યા કરવા સિવાય બિહારના ચર્ચિત માફિયા શાહબુદ્દીન અને અન્ય ગેંગ માટે કામ કરી ચૂક્યો હતો.
મળતી માહિતી અનુસાર મોનૂ ચવન્ની પૈસા લઇને હત્યા કરવા સિવાય બિહારના ચર્ચિત માફિયા શહાબુદ્દીન અને અન્ય ગ્રુપ માટે પણ કામ કરી ચુક્યો હતો. રિપોર્ટ અનુસાર ૧ લાખનો ઈનામી બદમાશ ૨ ડઝનથી વધુ ઘટનાઓમાં સામેલ હતો અને તેનો ગુનાહિત ઇતિહાસ હતો. મોનૂ ચવન્ની મઉનો રહેવાસી હતો. આ એનકાઉન્ટરને STF અધિકારી DK શાહી અને તેમની ટીમે અંજામ આપ્યું છે. જો કે, આ દરમિયાન ચવન્નીના ૨ સાથી ઘટનાસ્થળ પરથી ભાગવામાં સફળ રહ્યા. તેમની શોધખોળ માટે આસપાસના પોલીસ સ્ટેશન વિસ્તારોમાં સર્ચ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે.
આ પણ વાંચો :-

એન્ટી કરપ્શન બ્યુરોના રાજકોટ અને સુરેન્દ્રનગરની ટીમોના ૨૦ અધિકારીઓ, કર્મચારીઓનો કાફલો રાતે અગિયારેક વાગ્યે મનસુખ ડી. સાગઠીયાને સાથે રાખી તેની ટ્વીન ટાવરના નવમા માળે આવેલી ૯૦૧ નંબરની ઓફિસે પહોંચ્યો હતો. એસીબીએ અગાઉ તપાસ શરૂ કરી એ પહેલા જ આ
મેષઃ


અમર ઉજાલાના અહેવાલ પ્રમાણે એક
ઇસ્કોન બ્રિજ પર એક વર્ષ પહેલાં થયેલા અકસ્માતમાં જેગુઆર કાર હતી, તે સમયે કારમાં સ્પીડ અને ફીચર્સ વિશે અનેક વાતો ઉભી થઇ હતી, ત્યારબાદ હવે ફરીથી હાઈ સિક્યુરિટી અને સેફ્ટી ધરાવતાં કારના અકસ્માત થયા પણ આ વખતે એરબેગ ખુલી ગઈ, પણ જે મજબૂત ગણાય છે, તેવી થાર વચ્ચેથી વળીને કોકડું થઈ ગઈ હતી, જ્યારે ફોર્ચ્યુનરની પણ એવી જ હાલત છે. બંને કારના અકસ્માતમાં ત્રણના મોત થયા છે. બંને હાઇ ફીચર અને સેફ્ટી કારની એર બેગ ખુલી પણ કોઈ બચી શક્યા નહીં.