Home Blog Page 727

NEET વિવાદમાં CBIની એક્શન, હજારીબાગમાંથી એક પત્રકારની ધરપકડ

0

NEET UG પેપર લીક મામલે કાર્યવાહી કરતા CBIની ટીમે એક પત્રકારની પણ ધરપકડ કરી છે. હજારીબાગથી પત્રકાર જમાલુદ્દીનની ધરપકડ કરવામાં આવી છે. NEET પેપર લીક મામલે CBIની આ ૫મી ધરપકડ છે. આ પહેલા CBIએ ઓએસિસ સ્કૂલ હજારીબાગના પ્રિન્સિપાલ એહસાન ઉલ હક, વાઈસ પ્રિન્સિપાલ ઈમ્તિયાઝ આલમ, મનીષ અને આશુતોષની ધરપકડ કરી હતી. પત્રકાર જમાલુદ્દીનકથિત રીતે ડો. હક અને આલમની મદદ કરી રહ્યો હતો.

આ મામલે તપાસ દરમિયાન CBIની ટીમે પ્રિન્સિપાલ એહસાન ઉલ હક સાથે બે પત્રકારોનું કનેક્શન પણ ટ્રેક કર્યું હતું. એક પત્રકાર જમાલુદ્દીનની ધરપકડ કરી લેવામાં આવી છે. સૂત્રો પાસેથી મળેલી માહિતી પ્રમાણે ધરપકડ કરવામાં આવેલ પત્રકાર ઝારખંડના એક હિન્દી દૈનિક અખબાર સાથે સંકળાયેલો છે. સૂત્રોએ જણાવ્યું કે NEET પેપર લીક મામલે કેટલાક બીજા લોકોની પૂછપરછ કરવામાં આવી રહી છે અને ધરપકડ થવાની સંભાવના છે.

NEET પેપર લીક કેસની તપાસ સંભાળ્યા બાદ CBIએ ઝડપી કાર્યવાહી કરી છે. બિહારના ઇકોનોમિક ઓફેન્સીસ યુનિટની તેની તપાસમાં જે પેપર લીકને હજારીબાગની ઓએસિસ સ્કૂલ સાથે જોડે છે તે અંતર્ગત કાર્યવાહી કરતાં CBI સંજીવ મુખિયા ગેંગની સમગ્ર યોજનાનો પર્દાફાશ કરવામાં વ્યસ્ત છે.

CBI પહેલાથી જ સંજીવ મુખિયાના બે સ્પેશિયલ મેમ્બર ચિન્ટુ અને મુકેશને રિમાન્ડ પર લઈને પૂછપરછ કરી રહી છે. CBIને શંકા છે કે હજારીબાગની ઓએસિસ સ્કૂલમાંથી જ NEETનું પેપર લીક થયું હતું અને એહસાન-ઉલ-હક અને ઈમ્તિયાઝ આલમની તેમાં ભૂમિકા હતી. લીક થયા બાદ NEET પરીક્ષાનું પેપર માફિયા સંજીવ મુખિયા સુધી પહોંચ્યું હતું.

આ પણ વાંચો :-

આ વ્યક્તિએ ગાય આધારિત ઉત્પાદનોથી યુવા ઉદ્યમીઓ માટે બન્યા પ્રેરણાસ્ત્રોત

0

જીવનના દરેક ક્ષેત્રમાં સાહસની સાથે પ્રયોગશીલતા વધુ સફળતા આપે છે. ખેતી સાથે પશુપાલન અને ગૌ સંવર્ધન પણ એમાંથી બાકાત નથી. ખેતી-પશુપાલન સાથે સંકળાયેલ વ્યવસાયોમાં નવા પ્રયોગો કરનાર અવશ્ય સફળતા મેળવે છે. આવા જ એક ગૌપ્રેમી ઉદ્યોગ સાહસિક અંકુરભાઈ ધોળકીયાએ ગૌસંવર્ધન સાથે ગૌ જતનનું કાર્ય કરી આત્મનિર્ભર બનવા સાથે ગાય આધારિત ઉત્પાદનોથી યુવા ઉદ્યમીઓ માટે બન્યા પ્રેરણાસ્ત્રોત બન્યા છે.

અંકુરભાઈએ ‘સમર્પણ હર્બ્સ લાઈફ’ સંસ્થા સ્થાપી છે, જેના નેજા હેઠળ ૨૫૦થી વધુ ગાયની ગૌ શાળા ચલાવે છે. તેઓ ગાયના દૂધ, છાણ અને ગૌમૂત્ર માંથી વિવિધ મૂલ્યવર્ધક અને ગુણવત્તાયુક્ત પેદાશ બનાવીને વેચાણ કરી વર્ષે દહાડે લાખ્ખો રૂપિયાની કમાણી કરે છે. શુદ્ધ અને સાત્વિક ગૌ પેદાશોના મૂલ્યવર્ધનની દિશામાં તેઓ ઝડપભેર આગળ વધી રહ્યા છે. તેમના ઉત્પાદનો ભારત સહિત અન્ય ૧૭ દેશોમાં ઈન્ટરનેટના માધ્યથી વેચાય છે. તેઓ ગાય-બુલના છાણ અને ગૌમૂત્રના અર્ક ઉપર સંશોધન કરીને માનવ બીમારીમાં ઉપયોગી થાય એવી આયુર્વેદિક પ્રોડક્ટ્સ બનાવી રહ્યા છે. જેના બીમારીઓમાં સારા પરિણામો જોવા મળ્યા છે.

તેમણે જણાવ્યું કે, ગૌ આધારિત ખેતી દ્વારા ખેડૂતો ઓછા પૈસામાં વધુ પાક લઈ સમૃધ્ધિના માર્ગ તરફ જઈ રહ્યા છે એમ જણાવતા તેમણે ઉમેર્યું કે, ખેતી સાથે પશુપાલન શ્રેષ્ઠ છે, ગાયનું દૂધ અમૃત્ત સમાન છે. ભારતની ગીર ગાયનું ગૌમૂત્ર હોટ કોમોડિટી ગણાય છે. ગાયના દૂધ, છાણ અને ગૌમૂત્ર માંથી મૂલ્યવર્ધન ઉત્પાદન બનાવીને વેચાણ કરીને જે આવક મળે તેમાંથી સ્વનિર્ભર ગૌ-શાળા બને તેવો અમારો ઉદ્દેશ છે.

અંકુરભાઈએ ઉમેર્યું કે, ગૌમૂત્ર ઉપર અનેક પ્રયોગો-રિસર્ચ કર્યા છે. જેમાં સુંદર પરિણામ મળ્યા અને ગૌમૂત્રમાં કેટલાય એલિમેન્ટ્સ મળ્યા ને તેના ઉપર પ્રક્રિયા કરીને ડિહાઈડ્રેટ કર્યા બાદ તેને આઈસોલેટ ફોર્મમાં કન્વર્ટ કરીને તેનો પાઉડર બનાવી જેનો ઉપયોગ વિવિધ પેદાશોમાં કરીએ છીએ. સામાન્ય રીતે વ્યકિતઓ સ્વસ્થ રહેવા માટે રોજિંદા જીવનમાં વ્યક્તિઓ વિટામિન્સ, આર્યન, કેલ્સિયમ, પ્રોટીન્સ સહિતના મિનરલ્સ લેતા હોય છે. તેમજ ડાયાબિટીસ, બ્લડ પ્રેસર, કેન્સર, કિડનીની બિમારી, ડાયાલિસિસ કરાવતા દર્દીઓ, થાઈરોઈડ, અસ્થમાથી પિડીત દર્દીઓ ગૌ ઉત્પાદનોમાંથી બનાવેલ દવાઓ લેવા પ્રેરિત કર્યા તેના ઉત્સાહજનક પરિણામ મળ્યા છે.

તેમણે કહ્યું કે, ગાયના ગૌ મૂત્ર સાથે નંદી મૂત્ર (બુલ યુરિન) ઉપર વધુ રિસર્ચ કર્યું તો ગાયના યુરિન (ગૌમૂત્ર)માં ૧.૨૩ mg ગોલ્ડ હોવાનું જાણવા મળ્યું ત્યારે નંદીના યુરિનમાં ૨૧.૦૬ mg ગોલ્ડ જોવા મળ્યું જે ૨૦ ગણું વધારે છે. એટલે કે, જે લોકોને ફર્ટિલિટીનો પ્રોબ્લેમ છે, સંતાન પ્રાપ્તિમાં મુશ્કેલી થતી હોય તેવા ઘણા કિસ્સા સાંભળ્યા હતા. સુરતના આવા જ કિસ્સામાં ૭-૮ વર્ષથી પિડીત હતા તેવા ૧૪ પ્રેગ્નસી કન્ફર્મ કરી છે. બીજુ કેન્સરના દર્દીઓમાં ગૌ-કીમા બનાવી છે.

આ પણ વાંચો :-

મુંબઈ-નાગપુર એક્સપ્રેસ વે પર અકસ્માત, ૬ લોકોના મોત, ચાર ઈજાગ્રસ્ત

0

મુંબઈથી લગભગ ૪૦૦ કિલોમીટર દૂર જાલના જિલ્લામાં એક મોટો માર્ગ અકસ્માત થયો છે. ગઈકાલે રાત્રે મુંબઈ-નાગપુર એક્સપ્રેસ વે પર બે કાર વચ્ચેની ભયાનક અથડામણમાં ઓછામાં ઓછા છ લોકોના મોત થયા હતા અને પાંચ ઘાયલ થયા હતા. મૃત્યુઆંક વધી શકે છે. આ અકસ્માત રાત્રે ૧૧ વાગ્યાની આસપાસ થયો હતો જ્યારે એક સ્વિફ્ટ ડિઝાયર કાર ફ્યુઅલ ભર્યા બાદ રોંગ સાઈડથી હાઈવે પર ઘૂસી ગઈ હતી અને નાગપુરથી મુંબઈ જઈ રહેલી અર્ટિગા સાથે અથડાઈ હતી.

six-died-and-four-were-injured-in-a-road-accident-on-the-mumbai-nagpur-expressway-354391

બંને વાહનો વચ્ચે ટક્કર એટલી જોરદાર હતી કે અર્ટીગા હવામાં ઉછળીને હાઈવે પરના બેરિકેડ પર પડી હતી અને તેમાં બેઠેલા લોકો કારમાંથી કૂદીને રોડ પર પડી ગયા હતા. બીજી કારનો બુકડો બોલી ગયો હતો. છ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા અને તેમના મૃતદેડ હાઈવે પર પડેલા જોવા મળ્યા હતા.

પોલીસે જણાવ્યું હતું કે રાત્રે લગભગ ૧૧ વાગ્યાના અરસામાં સ્વીફ્ટ ડીઝાયર કાર MH.૧૨.MF.૧૮૫૬ ડીઝલ ભરીને વિરુદ્ધ દિશામાં જઈ રહી હતી, ત્યારે નાગપુરથી મુંબઈ જઈ રહેલી Irtica કાર MH.૪૭.BP.૫૪૭૮ને જોરદાર ટક્કર મારી હતી. આ અકસ્માત જાલના વિસ્તારમાં સમૃદ્ધિ હાઇવે પર કડવાંચી ગામ પાસે થયો હતો. ઘટનાની જાણ થતાં જ સમૃદ્ધિ હાઈવે પોલીસ અને તાલુકા જાલના પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને ક્રેઈનની મદદથી બંને કારને બહાર કાઢીને રસ્તો ટ્રાફિક માટે ખુલ્લો કરાવ્યો હતો.

આ પણ વાંચો :-

મહારાષ્ટ્રમાં બાળકના પગની જગ્યાએ કરી પ્રાઈવેટ પાર્ટની સર્જરી, જાણો શું છે સમગ્ર મામલો

0

મહારાષ્ટ્રના થાણે જિલ્લાના શાહપુરમાં ૯ વર્ષના છોકરાના માતા-પિતાએ આક્ષેપ કર્યો છે કે સ્થાનિક જિલ્લા હોસ્પિટલના ડૉક્ટરોએ પગની સર્જરી કરવાને બદલે તેમના પુત્રના પ્રાઈવેટ પાર્ટની સર્જરી કરી દીધી છે. તેમણે હોસ્પિટલ અને સ્થાનિક શાહપુર પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં કહેવામાં આવ્યું છે કે ડૉક્ટરોને એક જ દિવસે એક સરખી ઉંમરના ત્રણ દર્દીઓનું એક જ દિવસે ઓપરેશન કરવાનું હતું, જેના કારણે તેમણે આવડી મોટી ભૂલ કરી છે. જો કે, ડૉક્ટરોએ દાવો કર્યો હતો કે પગની સર્જરીની સાથે પ્રાઈવેટ પાર્ટની સર્જરી કરવી પણ જરુરી હતી કેમ કે બાળકને ફીમોસિસ હતો. માતા-પિતાની ફરિયાદ બાદ થાણે સિવિલ હોસ્પિટલના સિવિલ સર્જને તપાસ શરૂ કરી છે. આ પરિવાર શાહપુરના સરવલી ગામમાં રહે છે. બાળકના પિતા મજૂરી કરીને ઘર ચલાવે છે, જ્યારે માતા ઘરકામ કરે છે.

Dr.Smit Mehta | Bhavnagarસગીરના માતા-પિતાએ જણાવ્યું હતું કે, ‘ગયા મહિને છોકરાને તેના મિત્રો સાથે રમતી વખતે પગમાં ઈજા થઈ હતી. તેમને ૧૫ જૂને શાહપુરની સબ-ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો અને તેની સારવાર ચાલી રહી હતી. ડોકટરોએ તેના પગને બદલે પ્રાઈવેટ પાર્ટની સર્જરી કરી નાખી છે. બાદમાં તેની ભૂલનો અહેસાસ થતાં ઇજાગ્રસ્ત પગની પણ સર્જરી કરી હતી.

જિલ્લા સિવિલ સર્જન ડો. કૈલાશ પવારે કહ્યું કે, આરોગ્ય અધિકારી આરોપોની તપાસ કરશે. હોસ્પિટલના મેડિકલ ઓફિસર ગજેન્દ્ર પવારે જણાવ્યું હતું કે, પગમાં ઈજા ઉપરાંત છોકરાને ફીમોસિસની સમસ્યા પણ હતી. ‘અમારે બે ઓપરેશન કરવાના હતા.’ બીજા ઓપરેશન અંગે માતા-પિતાને જાણ કરવા અંગે તેમણે જણાવ્યું હતું કે, ડોક્ટર કદાચ તેમને કહેવાનું ભૂલી ગયા હશે અથવા દર્દીના અન્ય સગાઓને જણાવ્યું હશે. ડોક્ટરોએ જે કર્યું તે યોગ્ય હતું અને તેમાં કંઈ ખોટું નથી. પરંતુ માતા-પિતાએ તબીબો દ્વારા આપવામાં આવેલ ખુલાસો સ્વીકારવાનો ઈનકાર કર્યો હતો.

આ પણ વાંચો :-

UGC-NET સહિત ૩ પરીક્ષાઓની નવી તારીખો જાહેર, કોમ્પ્યુટર બેસ્ડ લેવાશે એક્ઝામ

0

પેપર લીકને કારણે UGC NET પરીક્ષા રદ કર્યા બાદ NTAએ પરીક્ષાની નવી તારીખ જાહેર કરી છે. યુજીસી નેટ પરીક્ષા હવે ૨૧મી ઓગસ્ટથી ૪ મી સપ્ટેમ્બર ૨૦૨૪ દરમિયાન લેવામાં આવશે. UGC NET પરીક્ષા હવે પેન પેપર (ઓફલાઇન) મોડને બદલે કોમ્પ્યુટર આધારિત ટેસ્ટ મોડમાં લેવામાં આવશે. NTAના નવા પરીક્ષા કેલેન્ડર મુજબ, જોઈન્ટ CSIR UGC પરીક્ષા હવે ૨૫ જુલાઈથી ૨૭ જુલાઈ, ૨૦૨૪ દરમિયાન કોમ્પ્યુટર આધારિત ટેસ્ટ મોડમાં લેવામાં આવશે. NCETની પરીક્ષા ૧૦ જુલાઈએ કોમ્પ્યુટર આધારિત ટેસ્ટ મોડમાં લેવામાં આવશે. NTA એ કહ્યું છે કે ઓલ ઈન્ડિયા આયુષ પોસ્ટ ગ્રેજ્યુએટ એન્ટ્રન્સ ટેસ્ટ (AIAPGET) ૨૦૨૪ ફક્ત ૬ જુલાઈની અગાઉની નિર્ધારિત તારીખે લેવામાં આવશે.New dates announced for UGC-NET 2024, was cancelled day after exam was held - India Today

અગાઉ, NET પરીક્ષા ૧૮ જૂને બે શિફ્ટમાં લેવામાં આવી હતી. પરંતુ બીજા જ દિવસે તે રદ્દ કરવામાં આવી હતી. એવું કહેવામાં આવ્યું હતું કે ગૃહ મંત્રાલયને પરીક્ષામાં કેટલીક ગેરરીતિઓ વિશે સંકેતો મળ્યા હતા, જેના પછી શિક્ષણ મંત્રાલયે તરત જ પરીક્ષા રદ કરવાની જાહેરાત કરી હતી. ૧૮ જૂને યોજાયેલી પરીક્ષામાં ૯ લાખથી વધુ ઉમેદવારોએ હાજરી આપી હતી.

NTAની નેશનલ કોમન એન્ટ્રન્સ ટેસ્ટ (NCET) પરીક્ષા અગાઉ ૧૨ જૂનના રોજ યોજાવાની હતી પરંતુ NTAએ ટેકનિકલ મુશ્કેલીઓને કારણે તેને મોકૂફ રાખી હતી. ચાર વર્ષના B.Ed કોર્સમાં એડમિશન માટે આ પ્રવેશ પરીક્ષા યોજવામાં આવે છે. CSIR UGC NET પરીક્ષા ૨૦૨૪-૨૫ જૂનથી ૨૫ જૂન, ૨૦૨૪ દરમિયાન યોજાવાની હતી, પરંતુ NTA એ દ્વારા તેને પણ મોકૂફ રાખવામાં આવી હતી. આ પરીક્ષા જુનિયર રિસર્ચ ફેલોશિપ અને આસિસ્ટન્ટ પ્રોફેસર અને વિજ્ઞાનના અભ્યાસક્રમોમાં પીએચડીમાં પ્રવેશ માટે યોગ્યતા નક્કી કરવા માટે લેવામાં આવે છે.New dates announced for UGC-NET 2024, was cancelled day after exam was held - India Today

શિક્ષણ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું કે, જ્યારે એ સ્પષ્ટ થયું કે UGC-NET જેવું પેપર ડાર્કનેટ પર ઉપલબ્ધ છે, એટલે અમે તરત જ પરીક્ષા રદ કરવાનો નિર્ણય લીધો હતો. અન્યથા વિદ્યાર્થીઓમાં ખોટો સંદેશ જાય છે. અમે જવાબદારી લઈએ છીએ અને સિસ્ટમમાં સુધારો થવો જ જોઈએ. તદુપરાંત, સીબીઆઈ તપાસ પછી, તે બહાર આવ્યું હતું કે પરીક્ષાના બે દિવસ પહેલા, ૧૬ જૂનના રોજ ડાર્કનેટ અને અન્ય એન્ક્રિપ્ટેડ સોશિયલ મીડિયા ચેનલો પર પેપર લીક થયું હતું, અને તે ૫ લાખથી વધુ રૂપિયામાં વેચાયું હતું.

આ પણ વાંચો :-

લદ્દાખમાં સેના અભ્યાસ દરમિયાન દુર્ઘટના, JCO સહિત ૫ જવાન શહીદ

0

કેન્દ્રશાસિત પ્રદેશ લદાખથી એક મોટી દુર્ઘટનાના સમાચાર સામે આવી રહ્યા છે. સૈન્યના અધિકારીઓના જણાવ્યાનુસાર જવાનો લદાખના દૌલત બેગ ઓલ્ડી વિસ્તારમાં ટેન્ક દ્વારા નદી પાર કરવાનો અભ્યાસ કરી રહ્યા હતા. આ દરમિયાન અચાનક જળસ્તર વધી જતાં ટેન્ક નદીમાં ડૂબી ગઈ હતી. આ ઘટનામાં પાંચ જવાન શહીદ થઇ ગયાના અહેવાલ છે.

Ladakh Tank Accident

દૌલત બેગ ઓલ્ડીમાં ટેન્ક અભ્યાસ ચાલી રહ્યો હતો અને અહીં સેનાની ઘણી ટેન્કો હાજર હતી. આ સમય દરમિયાન, વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC) પાસે T-૭૨ ટેન્ક દ્વારા નદી કેવી રીતે પાર કરવી તેની પ્રેક્ટિસ ચાલી રહી હતી. આ દરમિયાન જ્યારે એક ટેન્કે નદીને પાર કરવાનો પ્રયાસ કર્યો, ત્યારે અચાનકથી નદીનનો પ્રવાહ વધી ગયો અને ટેન્ક પાણીમાં તણાઈ ગઈ.

સેનાના અધિકારીઓએ જણાવ્યું કે દુર્ઘટના સમયે ટેન્કમાં સેનાના પાંચ જવાન હાજર હતા. જેમાં એક JCO અને ચાર સૈનિકોનો સમાવેશ થાય છે. એક જવાનને શોધી કાઢવામાં આવ્યો છે, જ્યારે બાકીના ચારની શોધ ચાલુ છે. દુર્ઘટનામાં શહીદ થયેલા જવાનોના નામ આરઆઈએસ એમ.આર કે રેડ્ડી, ડીએફઆર ભૂપેન્દ્ર નેગી, એલડી અકદુમ તૈયબ, હવાલદાર એ ખાન (૬૨૫૫ એફડી વર્કશોપ), સીએફએન નાગરાજ પી (એલઆરડબ્લ્યુ) છે.

આ પણ વાંચો :-

૨૯ જૂન, ૨૦૨૪/ શનિવારના દિવસે આ રાશિ જાતકો માટે પરિવારમાં સ્નેહ વધે, નવા વાહનની ખરીદી શક્ય બને, જાણો આજનું રાશિ ભવિષ્ય

  1. મેષઃ

નીતિ અનુસાર કામ કરવાની ઇચ્છા પ્રબળ બનશે. ઉદારતાની ભાવના રહેશે. નાણાંકીય બાબતોમાં લાભ મેળવી શકાશે. સરકારને લગતા તથા ન્યાયક્ષેત્ર સંબંધિત કાર્યોમાં સાવધાની રાખવી હિતાવહ.

વૃષભઃ

મોજ શોખમાં રસ વધે. ગુસ્સા પર કાબુ રાખવો જરૂરી. ખોટા રોકાણથી નાણાં ફસાઇ જવાની શક્યતા છે. સંતાન સંબંધીચિંતા રહે. સાસરાપક્ષથી લાભ. આરોગ્ય સારૂ. નોકરી-ધંધામાં રાહત.

મિથુનઃ

દિવસ દરમ્યાન આનંદનો અનુભવ થાય. આદ્યાત્મિક બાબતોમાં અભિરૂચિ વધે. નોકરી-ધંધામાં પ્રગતિ થવાથી આવકમાં વધારો આવતો જણાય. કરેલા રોકાણોનું સારૂફળ મળતું જણાય. ભાગ્યનો સાથ મળતો જણાય.

કર્કઃ

આનંદ-ઉત્સાહ ભર્યો દિવસ. જમીન-મકાનની દલાલી રાજકીય કાર્યોમાં સફળતા મળતી જણાય. દામ્પત્ય સુખમાં વધારો. અપરિણિતને જીવનસાથી મળવાની શક્યતા. સ્વાસ્થ્ય સારૂં રહેશે.

સિંહઃ

આત્મવિશ્વાસમાં વધારો થાય. નાણાંકીય વ્યવહારોમાં સફળતા મળે. પરિવારમાં આનંદ-ઉત્સાહ જળવાય. સંતાનોની ચિંતા રહે. જળથી થતા રોગોની કાળજી રાખવી જરૂરી. નોકરીમાં બઢતીના યોગ બને છે.

કન્યાઃ

ભાગ્ય બળવાન બનતું જણાય. સાહિત્યના ક્ષેત્રમાં રસ વધે. આવકમાં વધારો થતો જણાય. હાડકા સંબંધી તકલીફો અનુભવાય. સંતાનથી પ્રેમ મળે. દામ્પત્ય જીવનમાં સ્નેહ વધે. ધંધામાં નવી તક મળતી જણાય.

તુલાઃ

સંઘર્ષ પછી સફળતા મળતી જણાય. નાના ભાઇ બહેન સાથે વાદ-વિવાદ ટાળવા. પરિવારમાં અસંતોષની ભાવના વધે. અગત્યના કાર્ય મુલતવી રાખવા. ભાગ્યવૃધ્ધિ થતી જણાય.

વૃશ્ચિકઃ

નાના ભાઇ બહેન તરફથી ચિંતા રહે.એમની તબિયતની કાળજી રાખવી જરૂરી. કાર્યક્ષેત્રે સફળતા મળે. સ્થાવર-જંગમ મિલકતોથી લાભ. સંતાન તરફથી આનંદ. આરોગ્ય બળવાન.

ધનઃ

હૃદયમાં અજંપો રહે. માનસિક ઉચાટ ઉપર કાબુ રાખવો. આવકમાં વધારો થતો જણાય. માતૃપક્ષ તરફથી સારા સમાચાર મળે. આરોગ્ય સારૂં રહે. સામાન્ય શરદી-કફની શક્યતા છે.

મકરઃ

દિવસ દરમ્યાન ઉદાસીનતા અનુભવાય. આવક-જાવક સરભર થતા જણાય. પરિવારમાં સ્નેહ વધે. સ્ત્રી વર્ગ તરફથી લાભ. માથાનો દુઃખાવો રહે. ભાગ્ય વૃધ્ધિ થતી જણાય. નોકરી-ધંધામાં પ્રગતિ.

કુંભઃ

આત્મવિશ્વાસમાં વધારો થતો જણાય. આવકમાં વૃધ્ધિ થાય. ફસાયેલા નાણાં છુટા થાય. રોકાણોથી લાભ મેળવવો શક્ય બને. સંતાન સંબંધી ચિંતા રહે. દેવું કરવાથી દૂર રહેવું. ખર્ચનું પ્રમાણ વધે.

 

મીનઃ

ઘણો લાભ રહે. શુભતત્વનો અહેસાસ થાય. પ્રેમ સંબંધો વધે. આવક વધે. ઝવેરાત-સોનુ-ચાંદી ખરદવાના પ્રસંગો ઉભા થાય. કાર્યમાં સફળતા મળતી જણાય. પગના તળિયામાં દુઃખાવો જણાય.

બીલીમોરા વખારીયા બંદર રોડ વરસાદી ખુલ્લી ગટર નાળા માં પાંચ વર્ષીય બાળકી શાહીન શેખ ગરક થઈ

0

બીલીમોરામાં શુક્રવારે બપોરે વરસેલા માંડ બે ઇંચ વરસાદ વેળા કાળજું કંપાવી દેતી દુર્ઘટના સામે આવી હતી. શહેર નાં વખારીયા બંદર રોડ જીવન જ્યોત એપાર્ટમેન્ટ પાછળ નગરપાલિકા ની ખુલ્લી વરસાદી પાણી નિકાલ ની ગટર માં અકસ્માતે બાળકી શાહીન અજિત શેખ(૫) પડી ગઈ હતી. જે પાણી માં તણાઈ ને ગરનાળા માં ગરક થઈ હતી. જે બાદ લાપતા બની હતી.

દરમિયાન ઘટનાથી અજાણ પિતા મો. અજિત શેખ અને માતા રૂકશાર શેખ પરીવારે પોતાની બાળકી ગુમ થતા શોધખોળ કરી હતી. અને પોલીસ ને પણ જાણ કરી હતી. જે બાદ ગટર નજીક નાં મકાન નાં સીસીટીવી ફૂટેજ ની ચકાસણી કરતા હૈયું હચમચાવતી ઘટના સામે આવી હતી.

શુક્રવાર બપોરે બે કલાકે પાણી માં અકસ્માત એ પડેલી બાળકી નાળા માં ગરક થતી નજરે ચઢી હતી. જેને પગલે ૧૦૦ મીટર દૂર અંબિકા નદી માં મળતા આ નાળા (ગટર) અને નદી નાં પાણી માં તપાસ હાથ ધરી હતી. નવસારી ના. કલેકટર, ગણદેવી મામલતદાર, ચીફ ઓફિસર, પાલિકા ફાયર ફાયટર, તરવૈયા અને સ્થાનિકો શોધખોળ માં જોતરાયા હતા. જોકે મોડી સાંજ સુધી શાહીન નાં કોઈ સગડ મળ્યા ન હતા. અત્રે ઉલ્લેખનીય છેકે દેસરા માર્ગ ઉપર રેલ્વે ડીમોલિશન વેળા વિસ્થાપિત શ્રમજીવી પરિવારો અંબિકા નદી કિનારે વસવાટ કરે છે.

અમરનાથ યાત્રીઓની પ્રથમ બેચ જમ્મુથી રવાના, આવતીકાલે બાબા બર્ફાનીના દર્શન કરશે

0

જમ્મુ-કાશ્મીરમાં સ્થિત બાબા અમરનાથની યાત્રા ૨૯ જૂન શનિવારથી શરૂ થવા જઈ રહી છે. આ માટે જમ્મુથી શ્રદ્ધાળુઓનું પહેલું જૂથ આજે રવાના થયું છે. દર્શન માટે તત્કાલ રજીસ્ટ્રેશનની સુવિધા ૨૬ જૂનથી શરૂ થઈ ગઈ છે. અષાઢ પૂર્ણિમાથી શરૂ થતી બાબા અમરનાથની યાત્રા શ્રાવણ પૂર્ણિમા સુધી ચાલુ રહે છે. આ સમય દરમિયાન લાખો શિવભક્તો બાબાના દરબારમાં પહોંચે છે અને બાબાના ચમત્કારોના સાક્ષી બને છે. દર્શનની નોંધણી માટે શિવભક્તોને આધાર કાર્ડ, પાસપોર્ટ, મતદાર ID અથવા ડ્રાઇવિંગ લાઇસન્સ સહિત પાસપોર્ટ સાઇઝના ફોટાની જરૂર પડે છે.

અમરનાથ ધામ ભગવાન શિવના મુખ્ય તીર્થસ્થળોમાંનું એક છે. અમરનાથમાં મહાદેવનું દુર્લભ અને પ્રાકૃતિક શિવલિંગ જોઈ શકાય છે. ભોલે ભંડારી કેટલા સમયથી અમરનાથની પવિત્ર ગુફામાં બરફના શિવલિંગના રૂપમાં બિરાજમાન છે અને કેટલા સમયથી ભક્તો તેમના દર્શન માટે ત્યાં પહોંચી રહ્યા છે તેનો કોઈ લેખિત ઈતિહાસ નથી. પરંતુ એવું માનવામાં આવે છે કે કોઈ કારણસર આ ગુફા સ્મૃતિમાંથી ગાયબ થઈ ગઈ હતી અને લગભગ દોઢસો વર્ષ પહેલાં તે ફરીથી મળી આવી હતી.

અમરનાથ ગુફામાં બરફની નાની શિવલિંગ જેવી આકૃતિ દેખાય છે, જે સતત ૧૫ દિવસ સુધી દરરોજ થોડી વધે છે. ૧૫ દિવસમાં આ બરફના શિવલિંગની ઊંચાઈ ૨ ગજથી વધુ થઈ જાય છે. ચંદ્રના અસ્ત થવા સાથે શિવલિંગનું કદ પણ ઘટવા લાગે છે અને જેમ ચંદ્ર અદૃશ્ય થાય છે તેમ શિવલિંગ પણ અદૃશ્ય થઈ જાય છે. એવી માન્યતાઓ છે કે ૧૫મી સદીમાં એક મુસ્લિમ ગડરિયા દ્વારા આ ગુફા શોધી કાઢી હતી. એ ભરવાડનું નામ હતું બુટા મલિક. પવિત્ર અમરનાથ ગુફા સુધી પહોંચવાના બે રસ્તા છે. એક માર્ગ પહેલગામથી જાય છે અને બીજો બાલતાલથી સોનમર્ગ થઈને જાય છે.

આ પણ વાંચો :-

સાંસદના બંગલામાં ઘૂસ્યા પાણી! નેતાજીને ખોળામાં ઊંચકી કારમાં બેસાડ્યા

0

દિલ્હી-એનસીઆરના પહેલા વરસાદે જ આફત સર્જી છે. સામાન્ય જનતાની સાથે ‘માનનીય લોકો’ માટે મુશ્કેલી ઉભી થઈ છે. દિલ્હીના સૌથી પોશ વિસ્તારોમાં રહેતા વરિષ્ઠ નેતાઓના ઘરમાં પણ વરસાદના પાણી ઘૂસ્યા છે. આજે જ્યારે સમાજવાદી પાર્ટીના સાંસદ રામ ગોપાલ યાદવના ઘરમાં વરસાદી પાણીથી ભરાઈ ગયા ત્યારે એક એવું દ્રશ્યો જોવા મળ્યું કે તે સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યું છે. સાંસદને પોતાની કારમાં પહોંચવા માટે સ્ટાફની મદદની જરૂર પડી કારણ કે પાણી એટલું હોવાના કારણે તેને ઊંચકીને કાર સુધી લઈ જવામાં આવતો એક વીડિયો સામે આવી રહ્યો છે.

SP MP Ram Gopal Yadav Delhi Rainsશુક્રવારે વહેલી સવારે દિલ્હીમાં વરસાદને કારણે સપા સાંસદ રામ ગોપાલ યાદવના ઘરમાં પાણી ભરાઈ ગયા હતા. સંસદના સત્રને કારણે જ્યારે રામ ગોપાલ સંસદ જવા માટે તેમના ઘરની બહાર નીકળ્યા ત્યારે ઘરની અંદરના ભાગમાં પાણી ભરાઈ જવાથી તેમના સ્ટાફે તેમને હાથોમાં ઊચકીને લઈ ગયા હતા. આ પછી રામ ગોપાલ યાદવ સંસદ માટે રવાના થઈ શકે છે.

આ ઘટના પછી જ્યારે રામ ગોપાલ યાદવને વરસાદના કારણે તેમને પડી રહેલી સમસ્યાઓ વિશે પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું હતું કે, ‘મારે સંસદમાં જવા માટે આ બધું કરવું પડ્યું. મારો સ્ટાફ મને ઉંચકીને મને કાર સુધી લઈ ગયો. નવી દિલ્હી મ્યુનિસિપલ કાઉન્સિલની અવ્યવસ્થા પર સવાલ ઉઠાવતા તેમણે કહ્યું હતું કે, ‘હું ચાર વાગ્યાથી NDMC અધિકારીઓ સાથે વાત કરી રહ્યો છું. જો તમે પંપ લાવીને પાણી કાઢી નાખશો તો જ આ સમસ્યામાંથી રાહત મળશે. આખો બંગલો પાણીથી ભરાઈ ગયો છે. અમે બે દિવસ પહેલા જ ફ્લોરિંગ કરાવ્યું હતું. મને લાખો રૂપિયાનું નુકસાન થયું છે.

આ સમસ્યાનો સામનો કર્યા પછી, રામ ગોપાલ યાદવે કહ્યું હતું કે NDMC આવી પરિસ્થિતિઓ માટે ક્યારેય તૈયાર નથી હોતી. આટલો મોડો વરસાદ પડ્યા બાદ પણ તેઓએ નાળાઓની સફાઈ કરી નથી. તેમણે કહ્યું કે આ વિસ્તારમાં મોટાભાગના મંત્રીઓ, કેન્દ્રીય મંત્રીઓ અને સાંસદોના રહેઠાણ છે. એક ગૃહ રાજ્ય મંત્રી પણ છે જેમના હેઠળ NDMC આવે છે. પરિસ્થિતિ એવી છે કે લોકો માટે બહાર આવવું મુશ્કેલ બની ગયું છે. અમારે બહાર નીકળવા માટે બીજાની મદદ લેવી પડી રહી છે.

આ પણ વાંચો :-