Home Blog Page 714

સુરત એરપોર્ટ બહાર સોનું સ્મગલિંગ કરતી ગેંગ પકડાઇ

સુરત એરપોર્ટ બહાર સોનું સ્મગલિંગ કરતી ગેંગ પકડાઇ છે. SOGએ એક મહિલા સહિત ૪ લોકોને ઝડપી પાડ્યા છે. બેગની અંદર પેસ્ટ બનાવીને સોનું લાવતા હતા. દુબઇથી ફલાઇટમાં સુરત સોનું સપ્લાય કરતા હતા. SOG દ્વારા ૬૦ લાખથી વધુનું ૯૦૦ ગ્રામ સોનું જપ્ત કર્યું છે.

સુરત એરપોર્ટ જ્યારથી ઈન્ટરનેશનલ બન્યું છે. ત્યારથી જાણે સ્મલરો માટે આસાન રસ્તો બની ગયો હોય તેવું લાગી રહ્યું છે. હીરા અને સોનાની થતી દાણચોરીના અવનવા કિમીયા સ્મલરો દ્વારા લગાવવામાં આવતાં હોવાનું સામે આવ્યું છે. ત્યારે દુબઈથી સોનાની પેસ્ટ બનાવીને થતી દાણચોરીનો વધુ કેસ ઝડપાયો છે. જેમાં સ્મલરો દ્વારા ગોલ્ડની પેસ્ટ આ વખતે ગુદામાર્ગમાં નહીં પરંતુ સૂટકેસના નીચેના ભાગે લેયર બનાવી દેવામાં આવ્યું હતું. જેથી કોઈનું ધ્યાન ન જાય.

SOG દ્વારા એરપોર્ટની બહારથી જ ગોલ્ડ સ્મલીંગ કરતીં ગેંગને ઝડપી લેવામાં આવી હતી. તેની પાસેથી એક કાળા કલરની સૂટકેસ જપ્ત કરવામાં આવી હતી. આ સૂટકેસના એક એક લેયરને તિક્ષ્ણ હથિયારથી કાપવામાં આવ્યાં હતાં. જેમાંથી ગોલ્ડ પેસ્ટનો ૯૦૦ ગ્રામ જેટલો જથ્થો કબ્જે કરવામાં આવ્યો હતો. સાથે જ ચાર જેટલા આરોપીઓને ઝડપી લેવામાં આવ્યાં હતાં. આ આરોપીઓ પાસેથી ૬૦ લાખનું સોનું જપ્ત કરીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવીછે.

આ પણ વાંચો :-

હરિયાણામાં ગંભીર માર્ગ અકસ્માત, બસ પલટી જતાં ૪૦ બાળકો ગંભીર ઇજાગ્રસ્ત

0

હરિયાણાના પંચકુલામાં ૪૦ બાળકોથી ભરેલી સ્કૂલ બસ પલટી જવાના સમાચાર સામે આવ્યા છે. આ અકસ્માત પિંજોર પાસે થયો જ્યાં હરિયાણા રોડવેઝની બસ પલટી ગઈ. ઘણા બાળકો ઘાયલ થયા હોવાની માહિતી મળી રહી છે. ઘાયલોને પિંજોર હોસ્પિટલ અને પંચકુલાની સેક્ટર-૬ સિવિલ હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા છે. ગંભીર હાલતને જોતા મહિલાને પીજીઆઈ ચંદીગઢ રીફર કરવામાં આવી છે. અકસ્માતનું કારણ હાલમાં બસના ચાલકની ઓવરસ્પીડ હોવાનું કહેવાય છે. બસમાં મુસાફરોની વધુ સંખ્યા એટલે કે ઓવરલોડ અને રોડની ખરાબ હાલત પણ અકસ્માત માટે વધારાના કારણો હોવાનું કહેવાય છે. આ અકસ્માત પિંજોરના નૌલતા ગામ પાસે થયો હતો. હાલ ઘાયલોની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.

એક અહેવાલ મુજબ આ અકસ્માત પિંજોરના નૌલતા ગામ પાસે થયો હતો. જણાવવામાં આવી રહ્યું છે કે બસ વધુ પડતી ઝડપથી ચાલી રહી હોવાથી, આ દુર્ઘટના સર્જાઈ હતી. આ ઉપરાંત બસમાં ક્ષમતા કતા ઘણા વધારે મુસાફરોની અને રોડની ખરાબ હાલત પણ અકસ્માતનું કારણ હોઈ શકે છે.

દરમિયાન, પંચકુલાના કાલકા વિધાનસભા ક્ષેત્રના કોંગ્રેસના વિધાનસભ્ય પ્રદીપ ચૌધરીએ જણાવ્યું હતું કે તપાસ શરૂ કરવામાં આવી છે. અકસ્માત બાદ હરિયાણા રોડવેઝની મિની બસનો ડ્રાઈવર ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો છે, જ્યારે કંડક્ટરને ઈજાઓ થવાને કારણે પંચકુલાના સેક્ટર ૬ સ્થિત સિવિલ હોસ્પિટલમાં દાખલ છે.

આ પણ વાંચો :-

એક્ઝિટ પોલના પરિણામો પછી ફ્રાન્સમાં અફરાતફરી, દેખાવકારોએ મચાવ્યો ઉત્પાત

0

ઈરાન અને બ્રિટનમાં ચૂંટણી બાદ સરકાર બદલાઈ છે. હવે ફ્રાન્સમાં પણ આજે સંસદીય ચૂંટણી માટે બીજા તબક્કાનું મતદાન શરૂ થઈ ગયું છે. દેશની અત્યંત જમણેરી પાર્ટી ‘નેશનલ રેલી‘ ચૂંટણીમાં અત્યાર સુધીની સૌથી મોટી લીડ જાળવી રહી છે. ફ્રાન્સની સંસદનો કાર્યકાળ ૨૦૨૭ માં સમાપ્ત થવાનો હતો, પરંતુ યુરોપિયન યુનિયનમાં મોટી હારને કારણે, રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોને સંસદને અકાળે ભંગ કરી દીધી. અગાઉ ૩૦ જૂનના રોજ પ્રથમ તબક્કાની ચૂંટણી યોજાઈ હતી, જેમાં મરીન લે પેનની આગેવાની હેઠળની રાષ્ટ્રીય રેલીએ આગેવાની લીધી હતી.

Shock France election exit poll sparks fiery chaos as left-wing coalition ruin Le Pen's hopes and Macron's PM resigns | The Irish Sun

નોંધનીય છે કે ફ્રાન્સની સંસદનો કાર્યકાળ ૨૦૨૭માં સમાપ્ત થવાનો હતો, પરંતુ ૯ જૂને યુરોપિયન યુનિયનમાં તેમની પાર્ટી રેનેસાંની મોટી હાર બાદ પ્રમુખ મેક્રોને સંસદને સમય પહેલા ભંગ કરીને મોટું જોખમ ઉઠાવ્યું છે. મરીન લે પેનની નેશનલ રેલીને ૩૦ જૂને ચૂંટણીના પ્રથમ રાઉન્ડમાં અત્યાર સુધીની સૌથી મોટી સફળતા મળી હતી. તેમની પાર્ટીને સૌથી વધુ ૩૫.૧૫ ટકા વોટ મળ્યા, જ્યારે ડાબેરી ન્યૂ પોપ્યુલર ફ્રન્ટ ગઠબંધન ૨૭.૯૯ ટકા વોટ સાથે બીજા ક્રમે છે. મેક્રોનની પુનરુજ્જીવન પાર્ટી માત્ર ૨૦.૭૬ ટકા મત મેળવી શકી હતી. બીજા રાઉન્ડ માટે માત્ર તે જ ઉમેદવારો મેદાનમાં છે જેમને પ્રથમ તબક્કામાં ૧૨.૫ ટકાથી વધુ મત મળ્યા છે.

દેશમાં ફાટી નીકળેલી હિંસાના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. વીડિયોમાં, માસ્ક પહેરેલા વિરોધીઓ રસ્તાઓ પર દોડતા, આગ લગાવતા, શહેરમાં અરાજકતા અને અશાંતિ ફેલાવતા જોઈ શકાય છે. આ લોકોને વિખેરવા માટે મોટી સંખ્યામાં પોલીસ પણ તૈનાત કરાઈ છે. એક મીડિયા રિપોર્ટ અનુસાર, ચૂંટણી પરિણામોમાં ફ્રાન્સની રાજનીતિમાં નોંધપાત્ર ફેરફાર જોવા મળ્યો. જ્યારે ડાબેરી ગઠબંધન બહુમતીનો દાવો કરવા તૈયાર થયું છે. જેના કારણે પેરિસમાં ઉજવણી અને હિંસાનું મિશ્ર વાતાવરણ જોવા મળ્યું હતું.

એક્ઝિટ પોલમાં ડાબેરી ગઠબંધનને બહુમતી મળતી દેખાતા મેક્રોનની પાર્ટીની ચિંતા વધી ગઇ છે. આ દરમિયાન પેરિસના માર્ગો પર જોરદાર હોબાળો મચી ગયો છે અને દેખાવકારો તથા પોલીસ વચ્ચે ભીષણ અથડામણની સ્થિતિ સર્જાઈ છે. રવિવારે સાંજે આ મામલે માર્ગો પર આગચંપીના દૃશ્યો પણ જોવા મળ્યા હતા. એક્ઝિટ પોલમાં અનપેક્ષિત રીતે ડાબેરી ગઠબંધનને સૌથી વધુ સીટો મળતી બતાવવામાં આવી છે. જ્યારે મેક્રોનની પાર્ટી બીજા ક્રમે રહી છે.

આ પણ વાંચો :-

જાપાનમાં ભૂકંપના આંચકા, રિક્ટર સ્કેલ પર ૬.૩ની તીવ્રતા

જાપાનના પશ્ચિમી ઓગાસાવારા ટાપુઓમાં ૬.૩ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. સ્થાનિક હવામાન એજન્સીએ આ માહિતી આપી છે. ભૂકંપનું કેન્દ્ર ૨૭.૧ ડિગ્રી ઉત્તર અક્ષાંશ અને ૧૩૯.૦ ડિગ્રી પૂર્વ રેખાંશ પર, પશ્ચિમી ઓગાસાવારા ટાપુઓથી ૫૩૦ કિલોમીટરની ઊંડાઈએ સ્થિત હતું.

6.3 magnitude earthquake shakes Japan

ગયા રવિવારે ૪ દેશોમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. હવાઈ, તુર્કી, ચિલી અને ઈન્ડોનેશિયામાં ૫ થી ૩ની તીવ્રતાના આંચકા અનુભવાયા હતા. લગભગ બે અઠવાડિયા પહેલા, પેરુમાં સૌથી મજબૂત ભૂકંપ આવ્યો હતો, જેની તીવ્રતા રિક્ટર સ્કેલ પર ૭.૨ હતી. જેમાં એક વ્યક્તિનું મોત થયું હતું અને ઘણા ઘાયલ થયા હતા.

કેટલું તીવ્ર, કેટલું જોખમી?

  • ભૂકંપ કેટલો ખતરનાક છે? તે રિક્ટર સ્કેલ પર માપવામાં આવે છે. ભૂકંપમાં, રિક્ટર સ્કેલનો દરેક સ્કેલ અગાઉના સ્કેલ કરતા ૧૦ ગણો વધુ ખતરનાક હોય છે.
  • ૦ થી ૧.૯ ની તીવ્રતાવાળા ધરતીકંપ માત્ર સિસ્મોગ્રાફ દ્વારા શોધી શકાય છે.
  • જ્યારે ૨ થી ૨.૯ ની તીવ્રતાનો ભૂકંપ આવે છે, ત્યારે થોડું કંપન થાય છે.
  • જ્યારે૩ થી ૩.૯ની તીવ્રતાનો ભૂકંપ આવે છે ત્યારે એવું લાગે છે કે જાણે કોઈ ટ્રક ત્યાંથી પસાર થઈ ગઈ હોય.
  • ૪ થી ૪.૯ની તીવ્રતાના ભૂકંપમાં વિન્ડો તૂટી શકે છે. દિવાલો પર લટકતી ફ્રેમ્સ પડી શકે છે.
  • ૫ થી ૫.૯ની તીવ્રતાના ભૂકંપમાં ઘરનું ફર્નિચર હલી શકે છે.
  • ૬ થી ૬.૯ ની તીવ્રતાનો ધરતીકંપ ઇમારતોના પાયામાં તિરાડ પડી શકે છે, જેનાથી ઉપરના માળને નુકસાન થાય છે.
  • જ્યારે ૭ થી ૭.૯ની તીવ્રતાનો ભૂકંપ આવે છે ત્યારે ઇમારતો ધરાશાયી થાય છે.
  • ૮ થી ૮.૯ની તીવ્રતાના ભૂકંપમાં ઈમારતો તેમજ મોટા પુલ ધરાશાયી થઈ શકે છે.
  • ૯ કે તેથી વધુ તીવ્રતાનો ધરતીકંપ મોટાપાયે વિનાશનું કારણ બને છે. જો કોઈ ખેતરમાં ઊભું હોય, તો તે પૃથ્વીને ધ્રુજારી જોશે. જો સમુદ્ર નજીક છે, તો સુનામી આવી શકે છે.

આ પણ વાંચો :-

૦૮ જુલાઈ, ૨૦૨૪/ પ્રેમસંબંધોમાં તકલીફ, જૂની વસ્તુ વેચી નવું લેવાના યોગ, સોમવાર આ રાશિના જાતકો પડશે સહકારની જરૂર, જુઓ આજનું રાશિ ભવિષ્ય

મેષ

દિવસ દરમ્યાન નવી શક્તિનો સંચય થતો જણાય. પરિવારના તમામ સભ્યો સાથે આનંદ-ઉત્સાહ વધતો જણાય. જુના રોકાણથી લાભ મળતો જણાય. પરંતુ નવા રોકાણો મુલતવી રાખવા. માતાની તબિયત બગડતી જણાય.

વૃષભ

પરિવારમાં વિખવાદ થવાની શક્યતા છે. કરેલા કાર્યની સફળતામાં મુશ્કેલી રહે. જમણા હાથની કાળજી રાખવી. આજે આપને ભાગ્યનો સાથ મળતો નથી. મિત્રો સાથેના સંબંધો ન બગડે એનું ખાસ ધ્યાન રાખવું.

મિથુન

દિવસ દરમ્યાન આવકનું પ્રમાણ ઘટતું જણાય. નાના ભાઇ બહેનોની તબિયતની કાળજી રાખવી જરૂરી.જમણી આંખમાં ઇજાથી સાચવવું. સંતાન સુખ સારૂ મળશે. સંતાન મોજશોખમાં પૈસા વાપરશે. નવા નાણાંકીય રોકાણો લાભદાયક પુરવાર થાય.

કર્ક

અભ્યાસ, ગ્રહણશક્તિ વધે. બીજાની નકલ કરવાની ઇચ્છા થાય. વ્યસનથી દૂર રહેવું. ધનનો બગાડ ટાળવો. યાર્નને લગતાં, ટ્રાવેલીંગ, દલાલ, પ્રાણીઓ-પશુઓને લગતા ધંધાવાળાને ફાયદો. જીવનસાથી ની તબિયત બગડતી જણાય.

સિંહ

રોગ પ્રતિકાર શક્તિ નબળી પડતી જણાય. શરદી-ખાંસીનો ઉપદ્રવ વધે. ડિપ્રેશનના શિકારન બનાય એનું ધ્યાન રાખવું. આકસ્મિક ધન‌હાનિ ના યોગ બને છે. દામ્પત્ય જીવનમાં ઉગ્રતા રહે. નોકરી-ધંધામાં પ્રગતિ.

કન્યા

ખોટી સોબતને કારણે પસ્તાવાનો વખત આવે. સંતાનો તરફથી ચિંતા રહે. વિદ્યાર્થીવર્ગને માનસિક ટેન્શન રહે. આવક ઘટતી જણાય. માતાની તબિયત સાચવવી. અગત્યના નાણાંકીય કાર્યો મુલતવી રાખવા.

તુલા

વિચારવાયુનું પ્રમાણ વધે. વિલંબે કાર્યસફળતા સિધ્ધ થતી જણાય. પરિવારના સભ્યોની ચિંતા રહે. ધંધાકીય બાબતો અંગે ચિંતા વધે. ખોટા નિર્ણય લેવાઇ જાય. પ્રતિષ્‍ઠાને હાનિ પહોંચતી જણાય.

વૃશ્ચિક

આવક ઓછી થતી જણાય. પરિવારમાં મનદુઃખ થવાના યોગ બને છે. જો જમીન-મકાનમાં રોકાણ કર્યું હોય તો તેમાંથી ફાયદો મેળવી શકાય. નસીબનો સાથ મળતો નથી. ધાર્મિક બાબતોમાં રસ વધતો જણાય.

ધન

આજે આપને માટે સૌથી અગત્યની બાબત આપનું આરોગ્ય છે. આજે સંભાળજો. શરદી-ખાંસી તાવથી અવશ્ય સાચવશો. માનસિક હાલત બગડતી જણાય. પાણીથી દૂર રહેવું.આજનો દિવસ ઘરમાં જ રહેવાની સલાહ છે.

મકર

આજે આપે પત્નિની તબિયતનું ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે. શક્ય હોય ત્યાં સુધી પત્નિએ બહાર નીકળવાનું ટાળવું. થોડી માનસિક અશાંતિ રહેશે. આપનું આરોગ્ય જળવાશે. નોકરી-ધંધા માટે સારો દિવસ છે.

કુંભ

મક્કમ મનોબળના દર્શન થશે. તકલીફનો હિંમતથી સામનો કરી શકાશે. આરોગ્યની કાળજી રાખવી જરૂરી બને છે. તાવ-શરદી-ખાંસી સતાવશે. જમણા પગનો દુઃખાવો સંભવી શકે. આર્થિક બાબતો માટે શુભ-સ્ત્રી વર્ગથી લાભ.

મીન

આજે સંતાનના પ્રશ્નો સતાવશે.સંતાનની તબિયતની સાવચેતી રાખવી. પેટના રોગોથી સાચવવું. મિત્રોથી લાભ. આવક અંગે સંતોષ જળવાશે. નોકરી-ધંધામાં સફળતા મળતી જણાશે. બેંક, એકસપોર્ટ-ઇમ્પોર્ટના ધંધામાં પ્રગતિ.

બજેટ સત્રની જાહેરાત: ૨૩ જુલાઇએ બજેટ રજૂ કરશે નાણાંમંત્રી સીતારમણ

0

દેશમાં ૧૮મી લોકસભાની રચના બાદ હવે મોદી સરકાર તેના ત્રીજા કાર્યકાળનું પ્રથમ બજેટ રજૂ કરવા જઈ રહી છે. કેન્દ્રીય બજેટ ૨૦૨૪ની તારીખો પણ જાહેર કરવામાં આવી છે. નાણામંત્રી નિર્મલા સીતારમણ ૨૩ જુલાઈએ સંસદમાં બજેટ રજૂ કરશે. વાસ્તવમાં, ૧૮મી લોકસભાનું પ્રથમ સત્ર સમાપ્ત થઈ ગયું છે. જેમાં નવા ચૂંટાયેલા સાંસદોની શપથવિધિ યોજાઈ હતી અને લોકસભા અને રાજ્યસભાની સંયુક્ત બેઠક યોજાઈ હતી, જેને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સંબોધિત કરી હતી. હવે તમામની નજર બજેટ સત્ર પર છે. સંસદનું સત્ર ૨૨ જુલાઈથી ૧૨ ઓગસ્ટ સુધી ચાલશે.

Budget 2021: Full Text of Finance Minister Nirmala Sitharaman's First Paperless Budget Speech | India.com

સંસદીય કાર્યમંત્રી કિરેન રિજિજુએ પોતાના X હેન્ડલ પર આ અંગેની જાણકારી આપતા પોસ્ટ કરી છે. તેમણે પોસ્ટમાં લખ્યું કે, ભારત સરકારના પ્રસ્તાવ પર ભારતના માનનિય રાષ્ટ્રપતિએ બજેટ સત્ર, ૨૦૨૪ માટે સંસદના બંને ગૃહોને ૨૨ જુલાઇથી ૧૨ ઓગસ્ટ સુધી બોલાવવાના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. કેન્દ્રિય બજેટ ૨૩ જૂલાઇના રોજ લોકસભામાં રજૂ કરવામાં આવશે.

નાણાંમંત્રી નિર્મલા સીતારમણે ફેબ્રુઆરીમાં વચગાળાનું બજેટ રજૂ કર્યું હતું, કારણ કે, તે સામાન્ય ચૂંટણીનું વર્ષ હતું. તેણી સળંગ સાતમું બજેટ રજૂ કરશે, જેથી તે આવું કરનાર ઇતિહાસમાં પ્રથમ નાણાંમંત્રી બનશે. નાણાંપ્રધાન નિર્મલા સીતારમણ મોરારજી દેસાઈના અગાઉના રેકોર્ડને પાછળ છોડી દેશે.

કેન્દ્રિય બજેટ૨૦૨૪ની તારીખો જાહેર થવાની સાથે અટકળો ચાલી રહી છે કે, નાણા મંત્રી મોદી સરકાર ૩.૦ અંતર્ગત કરદાતાઓ માટે અમુક લાભોની જાહેરાત કરી શકે છે. એક મીડિયા એજન્સીએ બે સરકારી અધિકારીઓનો હવાલો આપી જણાવ્યું છે કે, કેન્દ્ર સરકાર કેન્દ્રિય બજેટમાં ગ્રામીણ આવાસ માટે રાજ્યની સબ્સિડી વધારવા અંગે વિચારી રહી છે. જેમાં પાછલા વર્ષની તુલનામાં ૫૦ ટકા સુધીની વૃદ્ધિ થવાની શક્યતા છે. જે વધીને ૬.૫ બિલિયન (અબજ) અમેરિકી ડોલરથી વધુ થવાની શક્યતા છે.

આ પણ વાંચો :-

સુરતના સચિન GIDCમાં ૬ માળની બિલ્ડિંગ ધરાશાયી, ૧૫ લોકો ઈજાગ્રસ્ત

સુરતના સચિન વિસ્તારની GIDCમાં ૬ માળની બિલ્ડિંગ ધરાશાયી થઈ હોવાની ઘટના બની છે. બિલ્ડિંગ ધરાશાયી થતા ૧૫ લોકોને ઈજા થઈ છે. કેટલાક લોકોને નાની મોટી ઈજા થઈ છે. ઘટનાની જાણ થતા તાત્કાલિક ફાયર અને પોલીસ ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. જો કે બિલ્ડિંગનો કાટમાળ ખસેડવાની શરૂઆત કરવામાં આવી છે.

સુરતના સચિન GIDCમાં 6 માળની બિલ્ડિંગ ધરાશાયી, 15 લોકો ઈજાગ્રસ્ત, 5 લોકો ફસાયાની આશંકા | 6 storey building collapse in surat many people injured

સુરતના સચિન વિસ્તારની GIDCમાં ૬ માળની બિલ્ડિંગ ધરાશાયી થઈ હોવાની ઘટના બની છે. બિલ્ડિંગ ધરાશાયી થતા ૧૫ લોકોને ઈજા થઈ છે.  કેટલાક લોકોને નાની મોટી ઈજા થઈ છે. ઘટનાની જાણ થતા તાત્કાલિક ફાયર અને પોલીસ ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. જો કે બિલ્ડિંગનો કાટમાળ ખસેડવાની શરૂઆત કરવામાં આવી છે.બિલ્ડિંગમાં ૧૫ જેટલા લોકો રહેતા હોવાની પ્રાથમિક માહિતી મળી છે. જે બિલ્ડિંગ ધરાશાયી થઈ છે તે જર્જરીત હોવાની પણ વાત સામે આવી છે. હાલ પોલીસ ઘટનાસ્થળેથી લોકોને દૂર કરાવી રહી છે.

આ પણ વાંચો :-

સુરતમાં આવતી કાલે જગન્નાથ રથયાત્રાને લઈ ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત કરવામાં આવ્યો

સુરત શહેરમાં વિવિધ સ્થળોએ ભગવાન જગન્નાથજીની રથયાત્રા યોજાશે જેમાં ૦૭ રથયાત્રા, ૦૪ શોભાયાત્રા તેમજ એક મહાપ્રસાદીનુ આયોજન કરાશે. આ સંદર્ભે પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલોતે કહ્યું કે, શહેરમાં તા.૭મીએ રથયાત્રાના આયોજન અંતર્ગત કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે એ માટે પૂરતો પોલીસ બંદોબસ્ત કરવામાં આવ્યો છે.

Surat News: Police Commissioner Anupam Singh Gehlot conducted a flag march before Ram Navami | Sandesh

આધુનિક સુવિધાયુક્ત ૬૦૦ બોડીવોર્ન કેમેરા, ૮૭૦ જેટલા CCTV કેમેરા સાથે ડ્રોન દ્વારા સર્વેલન્સ કરવામાં આવશે. બંદોબસ્તની તૈયારીના ભાગરૂપે પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારીની સુચના મુજબ કોમ્બીંગ તેમજ હોટલ ગેસ્ટ હાઉસ ચેકીંગ સાથે ગુનાહિત પ્રવૃતિમાં સંડોવાયેલા વ્યક્તિઓ ઉપર વોચ રાખવામાં આવી રહી છે. કોઇ અનિચ્છનીય બનાવ ન બને પુરતી તકેદારી રખાઈ રહી છે.

રથયાત્રામાં સુરત શહેર પોલીસ દ્વારા ૩ જે.સી.પી, ૮ ડી.સી.પી., ૨૦ એ.સી.પી., ૪૧ પી.આઈ., ૧૫૦ પીએસઆઇ અને ૪૦૦૦ હજારથી વધુ પોલીસ જવાન ખડેપગે બંદોબસ્તમાં જોડાશે. સંયુક્ત પોલીસ કમિશનર, ડી.સી.પી., એ.સી.પી., પો.ઇન્સ. દ્વારા અલગ અલગ સ્તરે શાંતિ સમિતિની બેઠક કરવામાં આવી છે. રથયાત્રા આયોજકો, ફ્રેન્ડ ઓફ પોલીસ તેમજ ધર્મગુરૂઓ સાથે રથયાત્રાના આયોજનનું સંકલન કરાયું છે, જેમાં તેમનો ઉમદા સહકાર મળ્યો છે. રૂટ ડાયવર્ઝન તેમજ ભારે વાહન પ્રતિબંધ માટે ટ્રાફિકનુ જાહેરનામુ, હથિયારબંધી, ધ્વનિ પ્રદુષણના જાહેનામા બહાર પાડવામાં આવ્યા હોવાનું પોલીસ કમિશનરએ ઉમેર્યું હતું.

આ પણ વાંચો :-

કુલગામમાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ, એક જવાન શહીદ

0

જમ્મુ કાશ્મીરના કુલગામમાં આતંકવાદીઓ સાથે અથડામણમાં એક જવાન શહીદ થઈ ગયો છે. કુલગામના મુદરગામ વિસ્તારમાં ચાલી રહેલા એન્કાઉન્ટરમાં પહેલા જવાન ઘાયલ થઈ ગયો હતો, ત્યારબાદ તેમને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો જ્યાં તેમનું મૃત્યુ થઈ ગયું છે. આ વિસ્તારમાં હજું પણ ઓપરેશન ચાલુ છે. વિસ્તારમાં ત્રણથી ચાર આતંકવાદીઓ છુપાયા હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. ભારતીય સેનાના જવાનો સતત આતંકવાદીઓની તલાશ કરી રહ્યા છે.

Two terrorists killed in encounter in J-K's Kulgam

કુલગામના મોદરગામ વિસ્તારમાં સંયુક્ત દળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ થઈ હતી. કુલગામ વિસ્તારમાં આતંકવાદીઓની હાજરી અંગે ગુપ્તચર માહિતી મળી હતી. આ પછી સુરક્ષાદળોએ વિસ્તારમાં સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. આ દરમિયાન સેનાના જવાનો અને આતંકીઓ વચ્ચે અથડામણ શરૂ થઈ હતી.

અધિકારીઓએ જણાવ્યું હતું કે શનિવારે જમ્મુ અને કાશ્મીરના કઠુઆ અને ઉધમપુર જિલ્લામાં અલગ-અલગ માર્ગ અકસ્માતોમાં એક સહાયક સબ-ઇન્સ્પેક્ટર સહિત બે બોર્ડર સિક્યુરિટી ફોર્સ સૈનિકો શહીદ થયા હતા. વાહન રસ્તા પરથી લપસીને કઠુઆ જિલ્લાના રાજબાગ પાસે ઉઝ નહેરમાં પડી ગયું. આ અકસ્માતમાં હિમાચલ પ્રદેશના રહેવાસી એએસઆઈ પરશોતમ સિંહ શહીદ થયા હતા, જ્યારે તેમના બે સાથીદારોનો આબાદ બચાવ થયો હતો.જસરોટાથી રાજબાગ જતી વખતે પરશોતમ સિંહ કાર ચલાવી રહ્યા હતા ત્યારે તેમણે વાહન પરનો કાબૂ ગુમાવ્યો હતો.

જમ્મુ-કાશ્મીરમાં ગત મહિને અનેક મોટા આતંકવાદી હુમલા થયા હતા. રિયાસી, કઠુઆ અને ડોડામાં થયેલા આતંકવાદી હુમલામાં અનેક લોકોના મૃત્યુ થયા હતા. ૯ જૂનના રોજ રિયાસી હુમલામાં ૯ શ્રદ્ધાળુઓના મોત થયા હતા જ્યારે ૭ સુરક્ષાકર્મીઓ પણ ઘાયલ થયા હતા. આ હુમલામાં CRPFનો એક જવાન પણ શહીદ થઈ ગયો હતો. બીજી તરફ કઠુઆમાં સુરક્ષા દળોએ બે આતંકવાદીઓને ઠાર કર્યા હતા.

આ પણ વાંચો :-

મેડિકલ કોલેજની ફી વધારાનો સામે AAP દ્વારા વિરોધ પ્રદર્શન

ગુજરાતની સામાન્ય જનતાની સ્વાસ્થ્ય ક્ષેત્રે સેવા કરવાના હેતુ તબીબી કોલેજો ખોલવામાં આવેલી છે. પરંતુ તાજેતરમાં ગુજરાત મેડિકલ એડયુકેશન અને રિસર્ચ સોસાયટી (G.M.E.R.S) તરફથી એક પરિપત્ર મારફતે શૈક્ષણિક વર્ષ ૨૦૨૪-૨૫ માટે તબીબી સ્નાતકના અભ્યાસક્રમમાં સરકારી – સેલ્ફ ફાયનાન્સ/મેનેજમેંટ ક્વોટા માટે વાર્ષિક ફીના ધોરણમાં લગભગ ૫૫% થી માંડીને ૮૦ ટકા જેટલો ન પોષાય તેવો ફી વધારો કરવામાં આવ્યો છે. જેના વિરોધમાં આમ આદમી પાર્ટી સુરતના નેતાઓ દ્વારા વિરોધ પ્રદર્શન યોજીને કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

જનરલ ક્વોટા માટે વાર્ષિક ફી રૂપિયા ૫.૫૦ લાખ અને મેનેજમેંટ ક્વોટા માટે ફી ૧૩ લામ જાહેર કરવામાં આવી છે. આ વાર્ષિક ફી ગત વર્ષેમાં જોઈએ તો આ (મેનેજમેંટ ક્વોટા) લેવામાં આવતી હતી. જે આ વર્ષથી લાગુ કરેલ ફી ડબલ કરતા બમણી કરવામાં આવી છે. લાગુ કરેલ ફી વધારાથી જનરલ ક્વોટામાં પ્રવેશ પામનાર વિદ્યાર્થી પોતાની M.B.B.Sની ડિગ્રી ૨૧ લાખ થી મેળવતો હતી તે આ વર્ષથી વધીને  મેનેજમેટ ક્વોટામાં ૪૦.૫૦ લાખમાં મેળવતો થશે.

અંદાજે બે લાખ બાળકોના શિક્ષણની જવાબદારી જેમના માથે છે એવા શાસનાધિકારીની કાયમી નિમણુંક કરવામાં આવે. વિમલ દેસાઈને હટાવ્યા એ વાતને પણ એક વર્ષ વીતી ગયું છે. અત્યારે ૩૨ શાળાઓ એવી છે જેના બાળકો મકાનના અભાવે અન્ય શાળાના મકાનમાં અભ્યાસ કરે છે. આ ૩૨ શાળાના બાળકોને એમના મકાનો તાત્કાલિક બાંધી આપવામાં આવે.

વરસાદને કારણે તમામ શાળાઓમાં ગંદકી વધી છે, આ પરિસ્થિતિમાં ૧૦૦૦ થી ૩૫૦૦ રૂપિયામાં આખી શાળા કેવી રીતે સાફ થાય ? શાળા-સફાઈની ગ્રાંટમાં તાત્કાલિક વધારો કરવામાં આવે. શિક્ષણમંત્રીના વિસ્તારમાં આવેલી ઉમરા શાળામાં વરસાદી પાણી ભરાય છે, શિક્ષણમંત્રીના વિસ્તારમાં આવેલી કુંભારીયા શાળા જર્જરિત છે, શિક્ષણમંત્રીના વિસ્તારમાં આવેલી ખડસદ શાળા એક જ ઓરડામાં અને કાયમી શિક્ષક વગર ચાલે છે.

આ પણ વાંચો :-