Home Blog Page 699

બનાસકાંઠામાં વધું એક હેડ કોન્સ્ટેબલ લાંચ લેતા રંગેહાથ ઝડપાયા

0

બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારમાં આવેલા સુઈગામ પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલે ફરિયાદીના વેવાઈ સામે પોલીસ સ્ટેશનમાં થયેલી અરજીમાં સમાધાન કરાવવા પેટે ₹8,000 ની લાંચ માગતા ઝડપાઈ ગયો હતો.

આ અંગેની હકીકત એવી છે કે, સુઈગામ પોલીસ સ્ટેશનમાં એક ગૃહસ્થના વેવાઈ પર અરજી થઈ હતી. જેની તપાસ સુઈગામ પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ તલોજકુમાર વિહાભાઈ વેણ કરી રહ્યા હતા. જેમાં અરજીમાં સમાધાન કરાવી તેનો નિકાલ કરાવવા પેટે તેમણે રૂપિયા 8,000 ની લાંચ ની માગણી કરી હતી. આ અંગે ગૃહસ્થે એસીબીમાં ફરિયાદ નોંધાવી હતી. જેના પગલે એસીબીના અધિકારીઓએ ગ્રામ્ય વિસ્તારમાં જે પ્રકારનો પહેરવેશ લોકો પહેરે છે, તેવો ગામઠી વેશ ધારણ કરીને બેણપ ગામમાં લાંચના છટકાનું આયોજન કર્યું હતું. જેમાં હેડ કોન્સ્ટેબલ તલોજકુમાર વેણ ₹8,000 ની લાંચ લેતા આબાદ રીતે પકડાઈ ગયો હતો.

એસીબીએ રૂ. 8,000 લાંચ ની રકમ જપ્ત કરીને આરોપી તલોજકુમારને ડિટેઇન કર્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલાક સમયથી બનાસકાંઠા જિલ્લાની વિવિધ કચેરીઓમાં ભ્રષ્ટાચારને લઈને અનેક ફરિયાદો ઉઠી રહી છે, ત્યારે લાંચિયા અધિકારીઓ એક પછી એક હવે પકડાઈ રહ્યા છે. જેને લઈને જિલ્લામાં આ બાબત ચર્ચાસ્પદ બનવા પામી છે.

આ પણ વાંચો :-

શ્રીલંકામાં રાષ્ટ્રપતિ પદની ચૂંટણી આ તારીખે યોજાશે

0

શ્રીલંકામાં રાષ્ટ્રપતિની ચૂંટણી ૨૧ સપ્ટેમ્બરે યોજાશે. ચૂંટણી પંચે શુક્રવારે તારીખની જાહેરાત કરી હતી. આ જાહેરાતથી મહિનાઓથી ચાલી રહેલી વર્તમાન વડા પ્રધાન રાનિલ વિક્રમસિંધેની મુદ્દત વધારવા માટે ચૂંટણી મોકૂફ રાખવામાં આવશે એ અટકળોનો અંત આવ્યો હતો. શુક્રવારે જારી કરવામાં આવેલા સરકારી ગેઝેટ નંબર ૨૩૯૪/૫૧માં કહેવામાં આવ્યું છે કે બંધારણના અનુચ્છેદ ૩૧(૩) અનુસાર ચૂંટણી ૨૧ સપ્ટેમ્બરે થશે, જ્યારે નામાંકન ૧૫ ઓગસ્ટે સ્વીકારવામાં આવશે.

શ્રીલંકાને 20 જુલાઈએ નવા રાષ્ટ્રપતિ મળશે, 1978 પછી પહેલીવાર જનતા નહી પણ સંસદ પસંદ કરશે દેશના પ્રથમ નાગરિક - Gujarati News | Sri Lanka will get a new president on July 20,

ચૂંટણીની ઘોષણાથી ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષેનો બાકીનો કાર્યકાળ સમાપ્ત થઇ જશે, જેમની ૨૦૨૨ના મધ્યમાં એક લોકપ્રિય જાહેર બળવામાં હકાલપટ્ટી કરવામાં આવી હતી. નવેમ્બર ૨૦૧૯માં જ્યારે છેલ્લી રાષ્ટ્રપતિની ચૂંટણી યોજાઇ હતી ત્યારે રાજપક્ષેએ લગભગ ૭ મિલિયન મતો સાથે વિક્રમી જીત મેળવી હતી.

ત્યારબાદ વિક્રમસિંધે ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ(આઇએમએફ) પાસેથી બેલ-આઉટ સુવિધાનો લાભ ઉઠાવીને નાદાર અર્થતંત્રને પુનર્જીવિત કરવાનું મુશ્કેલ કાર્ય હાથ ધર્યું હતું. ભારતે ૨૦૨૨ના પ્રથમ ત્રિમાસિકગાળામાં શ્રીલંકાને ૪ અબજ અમેરિકન ડોલરની સહાય કરી હતી. જેનાથી ચૂકવણીના સંતુલન સંકટ દરમિયાન ખાદ્યપદાર્થો અને જરૂરી વસ્તુઓની આયાત માટે ચૂકવણી કરવામાં આવી હતી. વિક્રમસિંધ પ્રમુખ તરીકે તેમની વાપસી માટે તેઓ ચૂંટણી લડે તેવી અપેક્ષા છે.

આ પણ વાંચો :-

પીએમ મોદી જશે યુક્રેન, શું ભારત યુદ્ધ ખતમ કરવા માટે મધ્યસ્થી બનશે?

0

પીએમ મોદીની રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ શરૂ થયા બાદ યુક્રેનની આ પ્રથમ મુલાકાત હશે. સૂત્રોના જણાવ્યા અનુસાર પીએમ મોદીની આ મુલાકાત યુક્રેનના સ્વતંત્રતા દિવસની આસપાસ થશે. યુક્રેનમાં 24 ઓગસ્ટે સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવે છે.

ફેબ્રુઆરી 2022 થી રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે, આ યુદ્ધ હવે 882 દિવસથી વધુ સમયથી ચાલી રહ્યુ છે. આ યુદ્ધમાં અત્યાર સુધીમાં હજારો લોકો માર્યા ગયા છે અને ઘણા ઘાયલ થયા છે. રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધ બાદ પીએમ મોદીની યુક્રેનની આ પ્રથમ મુલાકાત હશે. આ પહેલા પીએમ મોદી 8-9 જુલાઈના રોજ રશિયા ગયા હતા અને ત્યાં રાષ્ટ્રપતિ પુતિનને મળ્યા હતા.

રશિયાના પ્રવાસ દરમિયાન પીએમ મોદીએ પુતિન સાથે શાંતિની વાત કરી હતી. હવે પીએમ મોદી આવતા મહિને યુક્રેન જશે અને રાષ્ટ્રપતિ ઝેલેન્સકીને મળશે. માનવામાં આવે છે કે પીએમ મોદીની આ મુલાકાત બાદ બંને દેશો રશિયા અને યુક્રેન વચ્ચે શાંતિ સમજૂતી પર સહમતિ બની શકે છે. જો કે પીએમ મોદી પહેલા જ યુદ્ધ રોકવાનું સમર્થન કરી ચૂક્યા છે. પીએમ મોદીએ જુલાઈમાં રશિયાની મુલાકાત લીધી હતી, ત્યારબાદ હવે તેઓ ઓગસ્ટમાં યુક્રેનની મુલાકાત લેશે અને શક્ય છે કે આ પ્રવાસના આવતા મહિને પીએમ મોદી ઓક્ટોબરમાં ફરી એકવાર રશિયાની મુલાકાત લે.

આ વર્ષે માર્ચમાં રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કી સાથે ફોન કૉલમાં, પીએમ મોદીએ ભારત-યુક્રેન ભાગીદારીને મજબૂત કરવાના માર્ગો પર ચર્ચા કરી હતી. આ સમય દરમિયાન, તેમણે સંઘર્ષના ઉકેલ માટે વાતચીત અને કૂટનીતિનો માર્ગ અપનાવવા સૂચન કર્યું હતું અને જણાવ્યું હતું કે ભારત શાંતિપૂર્ણ ઉકેલને સમર્થન આપવા માટે તેની ક્ષમતામાં બધું કરવાનું ચાલુ રાખશે. યુદ્ધ શરૂ થયું ત્યારથી ભારતનું માનવું છે કે તેને માત્ર વાતચીત અને કૂટનીતિથી જ ઉકેલી શકાય છે.

આ પણ વાંચો :-

અમેરિકામાં મોટી વિમાન દુર્ઘટનામાં અનેક લોકોના મોત, જંગલમાં ભીષણ આગ

અમેરિકામાં પણ એક મોટી વિમાન દુર્ઘટનાના સમાચાર સામે આવી રહ્યા છે. આ પ્લેન દુર્ઘટનાના પગલે જંગલમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. જો કે હજુ સુધી મૃત્યુનો ચોક્કસ આંકડો જાણી શકાયો નથી. આ અકસ્માત અમેરિકાના વ્યોમિંગ રાજ્યમાં થયો છે જ્યાં એક પ્લેન ક્રેશ થયું છે. જંગલમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. જેના પરિણામે તેમાં સવાર ઘણા લોકોના મોત થયા હતા. અધિકારીઓએ શુક્રવારે આ જાણકારી આપી. આ પહેલા નેપાળમાં હાલમાં જ રનવે પર એક મોટી પ્લેન ક્રેશ થઈ હતી. જેમાં 18 લોકોના મોત થયા હતા.

So far 30 thousand people have left their homes, the situation is not under control in 31 places | કેનેડાના આલ્બર્ટામાં જંગલમાં આગ: અત્યાર સુધીમાં 30 હજાર લોકોએ પોતાનું ઘર છોડ્યું, 31

કેમ્પબેલ કાઉન્ટીના અધિકારીઓએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટમાં જણાવ્યું હતું કે આ દુર્ઘટના બપોરે 1 વાગ્યાની આસપાસ થઈ હતી કારણ કે વિમાન વ્યોમિંગની સરહદ નજીક આવેલા જીલેટ શહેરની ઉપરથી ઉડી રહ્યું હતું. તેમણે કહ્યું કે અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકોની સંખ્યા હજુ સ્પષ્ટ નથી. કેમ્પબેલ કાઉન્ટીના અંડરશેરીફ ક્વેન્ટિન રેનોલ્ડ્સે જણાવ્યું હતું કે ક્રેશ થતાં પહેલાં પાઇલટે એક ઇમરજન્સી સંદેશ મોકલ્યો હતો જે દર્શાવે છે કે પ્લેનમાં કંઈક ખોટું છે.

રેનોન્ડ્સે જણાવ્યું હતું કે આ વિસ્તારના લોકોએ ફોન કર્યો હતો અને સંભવિત ક્રેશ સાઇટની નજીક ધુમાડો નીકળતો જોઈને જાણ કરી હતી. અધિકારીઓના જણાવ્યા અનુસાર, પ્લેન ક્રેશ થવાથી જીલેટની આસપાસના જંગલોમાં ભારે આગ લાગી હતી. તેમણે કહ્યું કે એરક્રાફ્ટની મદદથી વિસ્તારમાં પાણીનો છંટકાવ કરીને આગને કાબૂમાં લેવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. સ્થાનિક અધિકારીઓએ જણાવ્યું કે નેશનલ ટ્રાન્સપોર્ટેશન સેફ્ટી બોર્ડે દુર્ઘટનાની તપાસ માટે એક ટીમ ઘટનાસ્થળે મોકલી છે.

આ પણ વાંચો :-

કુપવાડામાં સુરક્ષા દળો અને આતંકીઓ વચ્ચે અથડામણ, એક સૈનિક શહીદ, એક આતંકી ઠાર

0

જમ્મુ કાશ્મીરના કુપાવડા જિલ્લાના ત્રેહગામ વિસ્તારમાં ફરી એકવાર સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ થઈ છે. મળતી માહિતી મુજબ, આ અથડામણમાં પાંચ જવાનો ઘાયલ થયા છે. જેમાંથી બેની હાલત નાજુક છે. જ્યારે જવાનોએ એક આતંકીને ઠાર માર્યો છે. અધિકારીઓએ જણાવ્યું કે, આજે શનિવારે સવારે જમ્મુ-કાશ્મીરના કુપવાડાના માછિલ સેક્ટરમાં નિયંત્રણ રેખા નજીકના જંગલ વિસ્તારમાં આતંકવાદીઓ સાથે અથડામણ થઈ હતી.

Representative image in Terrorist Attack in Jammu and Kashmir

અહેવાલ અનુસાર,ભારતીય સેના દ્વારા કુપવાડા સેક્ટરના કુમકડી વિસ્તારમાં પાકિસ્તાન આર્મીની બોર્ડર ઍક્શન ટીમ(BAT) દ્વારા કરવામાં આવેલા હુમલાને નિષ્ફળ બનાવવામાં આવ્યો હતો. પાકિસ્તાની SSG સહિત 3-4 આતંકીઓએ BAT ઑપરેશન માટે એલઓસી પર ઘૂસવાનો પ્રયાસ કર્યો હતો. ભારતીય સેનાએ તેમના પર ગોળીબાર કર્યો હતો. આ કાર્યવાહી દરમ્યાન એક આતંકવાદી ઠાર થયો હતો. જ્યારે એક જવાન શહીદ અને ચાર ઘાયલ થયા છે, જેમાંથી એક જવાનની સ્થિતિ ગંભીર છે.

મહત્ત્વપૂર્ણ છે કે, જમ્મુ ક્ષેત્રમાં ફરી એકવાર આતંકી હુમલામાં વધારો જોવા મળી રહ્યો છે. જો કે છેલ્લા કેટલાક મહિનાઓથી આ વિસ્તારમાં શાંતિનો માહોલ હતો, પરંતુ હવે ફરી એકવાર અહીં આતંકી ઘટનાઓ વધી છે. તાજેતરમાં જ આતંકવાદીઓએ યાત્રાળુઓની બસ પર હુમલો કર્યો હતો. આ હુમલામાં 9 લોકોના મૃત્યુ થયા હતા, જ્યારે 40 લોકો ઘાયલ થયા હતા. વધુમાં, ઓક્ટોબર 2021માં પૂંછ અને રાજૌરીના જોડિયા સરહદી જિલ્લાઓમાંથી આતંકવાદી પ્રવૃત્તિઓ ફરી ઉભી થઈ છે. રિયાસી, કઠુઆ અને ડોડામાં પણ આતંકવાદી ઘટનાઓ વધી છે. 2021થી જમ્મુ ક્ષેત્રમાં આતંકવાદી ઘટનાઓમાં 50થી વધુ સુરક્ષા કર્મચારીઓ (મોટાભાગે આર્મીના) સહિત 70 થી વધુ લોકો માર્યા ગયા છે.

આ પણ વાંચો :-

૨૭ જુલાઈ, ૨૦૨૪ / શનિવારના દિવસે આ રાશિના જાતકોને કામકાજમાં મળશે સફળતા, ધંધામાં ઉભી થશે નવી તકો, જુઓ રાશિ ભવિષ્ય

મેષઃ

આવકમાં વધારો થતો જણાય. આર્થિક પાસુ મજબૂત બને. પરિવારમાં પરસ્પર પ્રેમની ભાવના પેદા થાય. કાર્યક્ષેત્રે સફળતાનો અનુભવ કરી શકો. નવા રોકાણોથી લાભ શક્ય બને. આરોગ્ય જળવાય. ધાર્મિક ભાવના વધે.

વૃષભઃ

માનસિક અસ્વસ્થતાનો અનુભવ થાય. ખર્ચના પ્રમાણમાં આવકનું પ્રમાણ ઘટે. પરિવારમાં આનંદનું વાતાવરણ રહે. કાર્યક્ષેત્રે સાનુકુળતા. માતા સાથે મતભેદની શક્યતા. અપચન, પેટની તકલીફ રહે.

મિથુનઃ

મનોબળ મજબૂત બને. કરેલા કાર્ય સફળ થતા જણાય. આર્થિક બાબતોનું આયોજન સુંદર રીતે કરી શકાય. યશ-પ્રતિષ્‍ઠા વધે. સ્ત્રીવર્ગથી ફાયદો મળે. જીવનસાથી સાથે મતભેદ ટાળવા. સ્વાસ્થ્ય સારૂં રહેશે.

કર્કઃ

દિવસ દરમ્યાન આનંદનો અનુભવ થાય. આવક વધતાં બેંક બેલેન્સ વધે. પરિવારમાં સુખ શાંતિ વર્તાય. શેરબજારથી લાભ. માતૃપક્ષ તરફથી સારા સમાચાર પ્રાપ્‍ત થાય. ગળાના રોગોથી સાચવવું. નોકરી-ધંધામાં પ્રગતિ.

સિંહઃ

માનસિક શાંતિ રહેશે. નાણાંકીય વ્યવહારોમાં લાભ. આવક વધે. પરિવારમાં મોજશોખમાં ખર્ચ રહે. સ્થાવર-જંગમ મિલકતના વ્યવહારોમાં લાભ. માતા-પિતાના આરોગ્યનું ધ્યાન રાખવું. સંતાન સુખ સારૂ.

કન્યાઃ

વાણી દ્વારા કાર્યમાં સફળતા મળતી જણાય. આવક વધતી જણાય. માતા સાથે મતભેદની શક્યતા તથા માતાની તબિયત સાચવવી. મિત્રોથી સાચવવું. મિત્રોની સલાહ ઉપર આંધળો ભરોસો ન કરવો.

તુલાઃ

આનંદ ઉત્સાહ વધતો જણાય. આર્થિક બાબતોમાં સફળતા મળે. પરિવારમાં અસંતોષ વધે. તથા ધાર્યા પ્રમાણેના કાર્ય કરવામાં અસમર્થતા પેદા થાય. નવા રોકાણો ટાળવા. સરકારી કામકાજમાં સાવધાની રાખવી જરૂરી.

વૃશ્ચિકઃ

મોજશોખનું પ્રમાણ વધશે. આથી વ્યસનમાં ન પડાય એનું ધ્યાન રાખવું. આવકનું સ્તર સામાન્ય રહેતું જણાય. કાર્યમાં સફળતા મળતી અનુભવાય. આરોગ્ય સાચવવું. ચામડીના રોગોનો ઉપદ્રવ થાય.

ધનઃ

દિવસ દરમ્યાન આવક જળવાય. કાર્યક્ષેત્રે સફળતા મળતી જણાય. પરિવારમાં ગુસ્સો ટાળી, શાંતિથી કામ લેવું. રોકાણો ક્ષેત્રે જૈસેથે ની સ્થિતિ સર્જાય. દામ્પત્ય જીવનમાં ગુસ્સા ભર્યું વાતાવરણ રહે.

મકરઃ

માનસિક સ્વસ્થતા જળવાશે. નાણાંની આવક રહેશે. પરંતુ બગાડ અટકાવવો. ભાઇ બહેન સાથે વિખવાદ થવાના યોગ છે. વાહન સુખ મળશે. નવી મિલકત કે વાહનની ખરીદી શક્ય બને. સંતાનની પ્રગતિથી હર્ષ.

કુંભઃ

જો ગુસ્સા ઉપર કાબુ રાખી શકો, તો આત્મવિશ્વાસમાં વધારાને કારણે અગત્યના કાર્યો કરી શકાય. આર્થિક બાબતો અંગે શુભફળ મળે. પરિવારમાં અત્યંત પ્રસન્નતાનો અનુભવ કરી શકશો. આરોગ્ય સાચવવું.

મીનઃ

ઉદારતા તથા અન્યને મદદ કરી શકવાને કારણે મનમાં શાંતિ રહે તથા યશ-પ્રતિષ્‍ઠા વધે. આવકમાં વૃધ્ધિ આવતી અનુભવી શકાય. સ્ત્રીવર્ગથી લાભ. નોકરીયાતને શાંતિ તથા ધંધાર્થીને અસંતોષ રહે. પિતાની તબિયત સાચવવી.

જર્મન રેલવે કંપની 30 હજાર કર્મચારીઓને છૂટા કરશે, જાણો આ છે કારણ ?

જર્મન રેલ્વે કંપનીએ કર્મચારીઓની છટણીની જાહેરાત કરી છે. Deutsche Bahn નામની કંપનીએ 30 હજાર કર્મચારીઓની છટણીની જાહેરાત કરી છે. કંપની દ્વારા કરાયેલી જાહેરાત બાદ કર્મચારીઓનું ટેન્શન વધી ગયું છે. તેઓને હવે નવી નોકરી શોધવાની ચિંતા છે. જર્મન કંપની દ્વારા લેવામાં આવેલા નિર્ણયથી કર્મચારીઓમાં નિરાશા જોવા મળી રહી છે. જર્મન રેલવેની દિગ્ગજ કંપની Deutsche BahnS અચાનક 30 હજાર કર્મચારીઓની છટણી કરવાનો નિર્ણય લીધો તેની પાછળનું કારણ એવું કહેવાય છે કે નાણાકીય કટોકટી વચ્ચે, કંપનીએ રેલવેની કામગીરીને સુવ્યવસ્થિત કરવા અને કુલ ખર્ચ ઘટાડવા માટે આકરા નિર્ણયો લેવા પડ્યા છે. કંપની માટે ખર્ચ ઘટાડવા માટે આ એકમાત્ર વિકલ્પ બચ્યો છે.

Deutsche Bahn with a record loss of almost 6 billion euros in 2020 -  Railway Supply

સૂત્રોના જણાવ્યા અનુસાર, કંપનીને પ્રથમ છ મહિનામાં 1.2 અબજ ડોલરનું નુકસાન થયું છે. આ નુકસાનની ભરપાઈ કરવા માટે કંપનીએ ખર્ચ ઘટાડવાનો નિર્ણય લેવો પડ્યો છે, જેના કારણે પહેલો ભોગ કંપનીના કર્મચારીઓનો લેવાઇ રહ્યો છે. કંપનીએ ખર્ચ ઘટાડવાના ભાગરૂપે 30 હજાર કર્મચારીઓને છૂટા કરવાનો નિર્ણય લીધો છે. આ પહેલા પણ ઘણી વખત કંપનીઓ પોતાની ખોટમાંથી બહાર આવવા માટે કર્મચારીઓને છટણી કરવાની રીત અપનાવી ચુકી છે.

જર્મન રેલ્વે કંપનીમાંથી નોકરીમાંથી કાઢી મૂક્યા બાદ આટલી મોટી સંખ્યામાં કર્મચારીઓ જશે ક્યાં ? એ મોટો સવાલ છે કારણ કે આ બધા કર્મચારીઓ માટે તરત જ નોકરી મેળવવી એટલી સરળ નહીં હોય. તાજેતરમાં Dyson, Tesla, Paytm, Google જેવી ઘણી મોટી કંપનીઓએ પણ મોટી સંખ્યામાં કર્મચારીઓની છટણી કરી છે. આ કંપનીઓએ આવો નિર્ણય લેવા પાછળનું કારણ નુકસાન માટે વળતર પણ ગણાવ્યું હતું.

જર્મન સરકારે ગયા વર્ષે જર્મનીની ટિકિટ રજૂ કરી હતી જેમાં તમામ પ્રાદેશિક અને સ્થાનિક ટ્રેનોમાં દર મહિને માત્ર 49 યુરોમાં મુસાફરી કરવાની છૂટ હતી આના કારણે મુસાફરોની સંખ્યામાં ભારે વધારો થયો હતો અને કંપનીની સમસ્યાઓમાં પણ વધારો થયો હતો. આ ઉપરાંત ખરાબ હવામાનના કારણે જાન્યુઆરીથી જુના સમયગાળામાં રેલવેની સેવા ખોરવાઇ ગઇ હતી. ત્યાર બાદ કામદારોની હડતાલને કારણે પણ રેલ્વે ટ્રાફિક ઘણા દિવસો સુધી ખોરવાઈ ગયો હતો ,જેને કારણે કંપનીને અંદાજે 300 મિલિયન યુરોનું નુકસાન થયું હતું

આ પણ વાંચો :-

અગ્નિવીરો માટે સરકારની મોટી જાહેરાત, ITBPમાં પણ મળશે અનામતનો લાભ

0

નિવૃત્ત અગ્નિવીરોના ભવિષ્ય માટે કેન્દ્ર સરકારે એક પછી એક જાહેરાતો કરવાની શરૂઆત કરી દીધી છે. હવે આઈટીબીપીમાં ભરતી દરમિયાન નિવૃત્ત અગ્નિવીરોને છૂટ અપાશે. આ એલાન આજે ગૃહ મંત્રાલય તરફથી કરવામાં આવ્યું હતું. અગાઉ ગૃહ મંત્રાલયે જાણકારી આપી હતી કે પૂર્વ અગ્નિવીરોને BSF, CISF, CRPF, SSB અને RPF ની નોકરીમાં 10 ટકા અનામત આપવામાં આવશે. સાથે જ તેમની વયજૂથમાં પણ છૂટ અપાશે.

સૈન્યમાં અગ્નિપથ સ્કીમ ચાર વર્ષ માટે 'અગ્નિવીર'ની ભરતી થશે | The Agneepath scheme in the army will recruit 'Agniveer' for four years

ગૃહ મંત્રાલયના એક ટ્વિટમાં ITBP ના ડીજી રાહુલ રસગોત્રાએ કહ્યું કે ભૂતપૂર્વ અગ્નિવીરોને ITBP માં ભરતી કરવાની સંપૂર્ણ તૈયારી કરી લેવામાં આવી છે. અગ્નિવીરો તરીકે દળને વેલ ટ્રેઈન્ડ જવાનો મળશે. જે સૈન્ય માટે ઉપયોગી સાબિત થશે. આ જ કારણે આઈટીબીપીમાં ભરતી દરમિયાન અગ્નિવીરોને વય અને શારીરિક કસોટીની પરીક્ષામાં છૂટ અપાશે.

આ પણ વાંચો :-

ઉપરવાસમાં પડી રહેલા ભારે બારસાદને પગલે નવસારીની પુર્ણા નદી ગાંડીતુર બની

0

નવસારી જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસથી પડેલા ભારે વરસાદથી અસરગ્રસ્ત વિસ્તારોમાં ‘ઝીરો કેઝ્યુલિટી‘ના એપ્રોચ સાથે જિલ્લા પ્રશાસન દ્વારા રાહત-બચાવની કામગીરી કરવામાં આવી રહી છે. નવસારી જિલ્લાની પૂર્ણા નદી ભયજનક સપાટી પર વહી રહી છે ત્યારે તેની આજુબાજુના વિસ્તારમાં રહેતા લોકોને પણ એલર્ટ કરવામાં આવ્યા છે.

નવસારી – વિજલપોર નગરપાલિકા દ્વારા નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોને માઈક દ્વારા એનાઉન્સમેન્ટ કરીને એલર્ટ કરવામાં આવ્યા હતા. આ સાથે જ જિલ્લામાં કોઝ વે પર પાણી ફરી વળ્યા ત્યાં પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. નવસારીથી સૂપા તરફ જતા પુલ પરથી પૂર્ણા નદીનું પાણી પસાર થતું હોય તાત્કાલિક પુલ બંધ કરી પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે, સાથે જ જરૂર જણાય ત્યાં ST વિભાગ સાથે સંકલન કરી GSRTC બસોને ડાઇવર્ટ કરવાની વ્યવસ્થા કરવામાં આવી છે.

  • નવસારી જિલ્લા પ્રશાસન દ્વારા ભારે વરસાદથી અસરગ્રસ્ત વિસ્તારોમાં ‘ઝીરો કેઝ્યુલિટી‘ના એપ્રોચ સાથે કામગીરી
  • પૂર્ણા નદી ભયજનક સપાટી પર પહોંચતા નીચાણવાળા વિસ્તારમાં રહેલા લોકોને એલર્ટ કરાયા
  • નવસારી – વિજલપોર નગરપાલિકા દ્વારા લોકોને માઈક દ્વારા એનાઉન્સમેન્ટ કરીને એલર્ટ કરાયા
  • જિલ્લામાં કોઝ વે પર પાણી ફરી વળ્યા ત્યાં પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો
  • નવસારીથી સૂપા તરફ જતા પુલ પરથી પૂર્ણા નદીનું પાણી ફરી વળતા પુલ બંધ કરી પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો

વલસાડ, નવસારી, સુરત, ડાંગ, તાપી, ભરૂચ અને નર્મદા જિલ્લાઓમાં આગામી બેથી ત્રણ દિવસ સુધી ભારે તો કોઈ સ્થળોએ અતિભારે વરસાદ થવાની શક્યતા દેખાઈ રહી છે. હાલ સતત પડી રહેલા વરસાદને કારણે દક્ષિણ ગુજરાતની ઘણી નદીઓમાં પૂરની સ્થિતિ છે અને લોકોનાં ઘરોમાં પાણી ભરાઈ ગયાં છે.

આ પણ વાંચો :-

શેરબજારમાં તેજી પરત ફરી, સેન્સેક્સ 1200 પોઈન્ટ ઉછળ્યો, મૂડી 6 લાખ કરોડ વધી

0

ભારતીય શેરબજાર સળંગ પાંચ ટ્રેડિંગ સેશનમાં ઘટ્યા બાદ આજે સુધારા તરફી ટ્રેડ થઈ રહ્યા છે. સેન્સેક્સ છેલ્લા પાંચ દિવસમાં 1304.38 પોઈન્ટ તૂટ્યા બાદ આજે મોર્નિંગ સેશનમાં 600થી વધુ પોઈન્ટના ઉછાળા સાથે ટ્રેડ થઈ રહ્યો હતો. નિફ્ટી પણ 24500નું લેવલ વટાવી 24634.35 થયો હતો. બાદમાં બપોરના ટ્રેડિંગ સેશનમાં સેન્સેક્સ 1249.09 પોઈન્ટ ઉછળ્યો હતો. 2.14 વાગ્યે 1146 પોઈન્ટ ઉછાળે 81 હજારનું લેવલ ક્રોસ કરી ટ્રેડ થઈ રહ્યો હતો. નિફ્ટી પણ 24818.15ની ઈન્ટ્રા ડે હાઈ સપાટી બનાવી સર્વોચ્ચ ટોચ નજીક પહોંચ્યો હતો. 2.15 વાગ્યે નિફ્ટી 387.90 પોઈન્ટ ઉછળી 24794 પર ટ્રેડ થઈ રહ્યો હતો.

Share Market History: बरगद का पेड़... 1 रुपये एंट्री फीस, 5 लोगों ने मिलकर कैसे की थी BSE की शुरुआत? दिलचस्प है कहानी - History of Bombay Stock Exchange BSE know how

શેરબજારમાં સાર્વત્રિક તેજીના માહોલ વચ્ચે રોકાણકારોની મૂડી 6.73 લાખ કરોડ વધી છે. બીએસઈ ખાતે 299 શેર્સ વર્ષની ટોચે અને 418 શેર્સમાં અપર સર્કિટ વાગી હતી. એલેમ્બિક લિ., અશોક લેલેન્ડ, આઈશર મોટર્સ, ક્રોમ્પટન, એમરલેન્ડ, એરિસ ફાર્મા, ફોર્ટિસ, એમએમટીસી સહિતના શેર્સ વર્ષની ટોચે પહોંચ્યા હતા.

વેલ્યુએશનની વાત કરીએ તો લાર્જકેપ્સ ખૂબ મૂલ્યવાન છે અને લાંબા ગાળાના રોકાણકારો તેમાં રોકાણ કરી રહ્યા છે. જોકે આ વિસંગતતાનો લાભ ઉઠાવીને વિદેશી ફંડો ફરીથી વેચવાલી કરતા બની ગયા છે. સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોની જંગી ખરીદી દ્વારા ફોરેન પોર્ટફોલિયો ઇન્વેસ્ટર્સના સેલિંગ મેળ ખાતી હોવા છતાં આગળ જતાં લાર્જકેપ્સ પર વધુ દબાણ લાવી શકે છે.

આ પણ વાંચો :-