Home Blog Page 699

સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો, જાણો લેટેસ્ટ ભાવ

0

છેલ્લા પાંચ ટ્રેડિંગ સેશનમાં સોના અને ચાંદીના ભાવમાં તીવ્ર ઘટાડો જોવા મળ્યો છે. છેલ્લા કેટલાક દિવસોથી સોનાની કિંમતમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. ઈન્ડિયન બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશનના જણાવ્યા અનુસાર 18 જુલાઈથી 24 જુલાઈ સુધી સોનાની કિંમત 4,828 રૂપિયા પ્રતિ 10 ગ્રામ ઘટી છે. આ કિંમત 24 કેરેટ સોનાની છે. એ જ રીતે 18 જુલાઈના રોજ ચાંદીની કિંમત 91,555 રૂપિયા પ્રતિ કિલોગ્રામ હતી, જે 24 જુલાઈના રોજ 84,862 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર પહોંચી ગઈ હતી. આ રીતે ચાંદીના ભાવમાં પણ છેલ્લા પાંચ દિવસમાં 6,693 રૂપિયા પ્રતિ કિલોગ્રામનો ઘટાડો થયો છે.

સોનું રૂ.63,500 અને ચાંદી રૂ.76,500ની નવી ટોચે

નિષ્ણાતોના મતે, સોના અને ચાંદીના ભાવમાં તાજેતરના તીવ્ર ઘટાડાનું મુખ્ય કારણ 23 જુલાઈએ રજૂ કરવામાં આવેલા કેન્દ્રીય બજેટ 2024માં કિંમતી ધાતુઓ પરની કસ્ટમ ડ્યુટીમાં ઘટાડો કરવાની જાહેરાત છે. ઓલ બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશનના અધ્યક્ષ યોગેશ સિંઘલનું કહેવું છે કે સોનાના ભાવમાં આગામી સમયમાં પણ નરમ વલણ અપનાવવામાં આવશે. જો વિશ્વમાં ચાલી રહેલ તણાવ વધુ ઘટશે તો સોનાના ભાવ વધુ નીચે આવશે. આવી સ્થિતિમાં રોકાણકારોએ ખરીદી કરવી જોઈએ કે નહીં તે અંગે સિંઘલે કહ્યું કે અત્યારે ખરીદી કરવાનો સમય છે.

24મી જુલાઈના રોજ કિંમત

24 કેરેટ સોનાની કિંમત – ₹69,151 પ્રતિ 10 ગ્રામ
22 કેરેટ સોનાની કિંમત – ₹63,342 પ્રતિ 10 ગ્રામ
ચાંદીની કિંમત – ₹84,862 પ્રતિ કિલો

18 જુલાઈના રોજ કિંમત

24 કેરેટ સોનાની કિંમત – ₹73,979 પ્રતિ 10 ગ્રામ
22 કેરેટ સોનાની કિંમત – ₹67,765 પ્રતિ 10 ગ્રામ
ચાંદીની કિંમત – ₹91,555 પ્રતિ કિલો

આ પણ વાંચો :-

દિલ્હીના ઠગે અમેરિકન મહિલાને 4,00,000 ડોલરમાં છેતરી

0

અમેરિકાની લિઝા રોથ નામની મહિલા સાથે દિલ્હીનો 33 વર્ષીય ઠગ લક્ષ્ય વિજ ગેમ રમી ગયો છે. ચોથી જુલાઈ 2023ના રોજ અમેરિકામાં રહેતી લિઝા રોથની વાત વ્યક્તિ સાથે થઈ હતી. તે વ્યક્તિએ પોતાની ઓળખ માઈક્રોસોફ્ટના એજન્ટ તરીકે આપી હતી. તેણે લિઝાને કહ્યું કે એક ક્રિપ્ટોકરન્સી વોલેટમાં તમે ચાર લાખ ડોલર જમા કરાવી દો. આ એક ઈન્વેસ્ટમેન્ટ છે તેમાં તમને બહુ રિટર્ન મળશે.

delhi man

હકીકતમાં, 4 જુલાઈ, 2023ના રોજ, CBIએ એક અમેરિકન મહિલા સાથે ચાર લાખ US ડોલરની છેતરપિંડીનો કેસ નોંધ્યો હતો. આરોપ એવો હતો કે, કોઈએ માઈક્રોસોફ્ટના એજન્ટ હોવાનો દાવો કરીને લિસા રોથ નામની મહિલાને ફોન કર્યો અને તેને ક્રિપ્ટોકરન્સી વોલેટમાં 4 લાખ US ડોલર ટ્રાન્સફર કરાવી લીધા.

CBIની FIR પ્રમાણે લિઝા રોથના લેપટોપને હેક કરવામાં આવ્યું હતું અને તેની સ્ક્રીન પર એક ફોન નંબર આવ્યો હતો. લિઝાએ સામેથી ફોન લગાવ્યો ત્યારે વ્યક્તિએ કહ્યું કે હું માઈક્રોસોફ્ટનો એજન્ટ છું. તેણે તેને ચાર લાખ ડોલર ટ્રાન્સફર કરવા કહ્યું હતું. અમુક દિવસ પછી લિઝાએ પોતાનું ક્રિપ્ટો એકાઉન્ટ જોયું તો તે ખાલી હતું અને તેણે આ અંગે અમેરિકન પોલીસમાં ફરિયાદ કરી. આ કેસના મૂળ ભારત સુધી પહોંચતા હતા તેથી કેસની વિગત ભારતને સોંપવામાં આવી અને આખો મામલો સીબીઆઈના હાથમાં આવ્યો.

આ પણ વાંચો :-

૨૫ જુલાઈ, ૨૦૨૪/ આ રાશિ માટે ગુરુવારના દિવસે પરિવારમાં આનંદ, કાર્યક્ષેત્રે સફળતા મળતી જણાય વિદ્યાર્થી મિત્રો માટે શુભ, જાણો આજનું રાશિ ભવિષ્ય

મેષઃ

આજે દિવસ દરમ્યાન માનસિક સ્વસ્થતા જળવાશે. આવકની પરિસ્થિતિ સુધરતી જણાશે. પરિવારમાં પણ આત્મીયતા વધે. કાર્ય સફળતા મળતી જણાય. પત્નિ સાથે પ્રેમપૂર્ણ વ્યવહાર રહેશે. ધંધામાં પ્રગતિ થતી જણાય.

વૃષભઃ

આજનો દિવસ સંતોષથી પસાર કરવો. આવકમાં ઘટાડો થતો જણાય. આરોગ્ય કથળતું જણાય. પાણીથી થતા રોગોથી સાચવવું. ભાગ્યનો સાથ મળતો જણાય. ધંધાકીય સફળતા મળતી જણાય. જુના મિત્રોની મુલાકાત શક્ય બને.

મિથુનઃ

આજે પણ આર્થિક ઉપાર્જન વધતું જણાય. પરિવારમાં આનંદ ઉત્સાહનું વાતાવરણ રહે. રોકાણોનું વળતર મળતું જણાય. સંતાનની પ્રગતિ થતી જણાય.નવું જાણવાનો યોગ બને છે. ભાગ્યનો સાથ મળે. સ્વાસ્થ્ય જળવાય.

કર્કઃ

આર્થિક દ્રષ્ટિ એ દિવસ સારો છે. લક્ષ્મીની કૃપા અનુભવાય. પરિવારના સભ્યો સાથે આનંદ-ઉત્સાહ રહે. નવા રોકાણો ફાયદાકારક પુરવાર થાય. જુના રોકાણોથી લાભ મળતો જણાય. આરોગ્યનું ધ્યાન રાખવું જરૂરી છે.

સિંહઃ

સ્વભાવમાં ઉગ્રતા રહે. આર્થિક લાભ મળતો જણાય. પરિવારના તમામ સભ્યોની પ્રગતિથી આનંદ થાય. યોગ્ય કાર્ય કરવાની વ્યવસ્થા સરળ બને. કાર્ય સફળતા અનુભવાય. તબિયત સંબંધી થોડી ચિંતા રહે.

કન્યાઃ

આવકમાં વધારો થતાં મન પ્રફુલ્લીત રહે. ભાઇ-બહેનોની પ્રગતિથી આનંદ. કાર્યક્ષેત્રે સફળતા કરતી વખતે સાવચેતી રાખવી જરૂરી. સરકારી લખાણપત્ર કરતી વખતે સાવચેતી રાખવી જરૂરી. આરોગ્ય જળવાશે. ધંધાકીયક્ષેત્રે સફળતા.

તુલાઃ

પરોપકાર, હિંમત, ગૂઢ માનસ તથા છટાદાર વાણી રહે. અણુ-ઉર્જા સંશોધન, ઇલેકટ્રોનિક્સ, બુકસેલરના ધંધામાં વધારે પ્રગતિ થાય. માતા તથા પત્નિ સાથે મતભેદ થવાની શક્યતા છે. આજે ભાગ્યનો સાથ મળતો નથી આથી મહેનત વધારે કરવી પડશે.

વૃશ્ચિકઃ

આવકમાં ઘટાડો થતો જણાય. અગત્યના રોકાણો ટાળવા. સંઘર્ષ બાદ થોડી સફળતા મળતી જણાય. આરોગ્યની કાળજી રાખવી જરૂરી છે. સ્નાયુનો દુઃખાવો રહે. જીવનસાથી સાથે ઉગ્રતા વાદ-વિવાદ ટાળવાની સલાહ છે.

ધનઃ

ધંધામાં સફળતા મળતી જણાય. નવો ધંધો શરૂ કરી શકાય. આર્થિક રીતે આવક વધતાં માનસિક અશાંતિ ઓછી થતી જણાય. મિત્રો તરફથી લાભ મળે. આરોગ્ય સાચવવું. શરદી-કફનો ઉપદ્રવ રહે. જુની ઓળખાણ તાજી થતી જણાય.

મકરઃ

આર્થિક પાસુ મજબુત થતુ જણાય. કાર્યક્ષેત્રે સફળતા હાંસલ થાય. પરિવારમાં આનંદનું વાતાવરણ પેદા થતું જણાય. નવા રોકાણો ફળદાયી નીવડવાની શક્યતાઓ છે. માતૃ પક્ષ તરફથી આનંદના સમાચાર મળે. ધંધાકીયક્ષેત્રે પ્રગતિનો અનુભવ થાય.

કુંભઃ

ભાગ્ય બળવાન બને છે. ભાગ્યના જોરે આવક મેળવી શકાય. પરિણામે દિવસ દરમ્યાન પ્રસન્નતા રહે. કરેલા કાર્યમાં સફળતા મળતી જણાય. પરિવારમાં પ્રેમ જળવાય. યાત્રા-પ્રવાસના યોગ બને છે. નોકરી-ધંધામાં લાભ મળતો જણાય.

મીનઃ

આજે આવક ઘટતી જણાય. માનસિક પરિતાપ-ચિંતા સતાવે. પરિવારના સભ્યો વચ્ચે ગુસ્સાનું પ્રમાણ વધતું જણાય. નોકરીમાં ચિંતા તથા ધંધામાં પણ ચિંતાનું વાતાવરણ રહે. આરોગ્ય જાળવવું. માથાનો દુઃખાવો રહે. આંખની કાળજી રાખવી.

બોરસદમાં ૪ કલાકમાં ૧૩ ઈંચ વરસાદ, અંબાલાલ પટેલની આગાહી

0

બોરસદમાં સવારથી જ વરસતા વરસાદે પાણી પાણી કર્યું છે. બોરસદમાં ચાર કલાકમાં ૧૩ ઈંચ વરસાદ ખાબક્યો છે. ૨૦ જેટલી સોસાયટીઓ બહાર ઘૂંટણસમા પાણી ભરાયા હતા. બોરસદમાં ભારે વરસાદના કારણે જનજીવન અસરગ્રસ્ત થયું હતું. બોરસદના તોરણાઓ માતા રોડ ઉપર આવેલી ૨૦ જેટલી સોસાયટીઓ ની બહાર ઘુટણ સમા પાણી ભરાઈ જતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે. તંત્ર દ્વારા કોઈપણ જાતની કામગીરી ન કરવાને કારણે લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

વડોદરા શહેરમાં આજે સવારથી વરસી રહેલા અનરાધાર વરસાદના કારણે શહેરની શાળાઓ અને કોલેજો વહેલી છોડી દેવામાં આવી હતી. જોકે વરસાદના કારણે રસ્તા પર ઠેર-ઠેર પાણી ભરાયા હોવાના કારણે શાળાઓમાં ભારે અફરા-તફરીનો માહોલ જોવા મળ્યો હતો. કારણ કે સ્કૂલોમાં વાલીઓ અને સ્કૂલ વર્ધીના વાહનોને પહોંચવામાં પણ તકલીફ પડી હતી.

શહેરમાં કેટલીક જગ્યાએ સ્કૂલ વર્ધીના વાહનો રસ્તામાં જ બંધ પડતા બાળકો અટવાઈ ગયા હતા. શહેરમાં તમામ વિસ્તારોમાં પાણી ભરાયા હોવાથી સ્કૂલોમાં પણ ચિંતાનો માહોલ જોવા મળ્યો હતો. શાળા સંચાલકોએ વાલીઓને ફોન કરી કરીને કે વોટ્સએપ ગ્રુપમાં મેસેજ મૂકીને તેમના બાળકોને લઈ જવા માટે અપીલ કરી હતી. માત્ર બે કે ત્રણ ઇંચ વરસાદમાં પણ સ્ટેશનનું ગરનાળુ ભરાઈ જતા વાહનોની અવરજવર માટે બંધ કરી દેવામાં આવ્યું છે. શહેરને પૂર્વ તેમજ પશ્ચિમ વિસ્તારને જોડતું આ ગરનાળુ બંધ થવાથી અનેક વાહનચાલકો અટવાઈ ગયા હતા.

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ગુજરાતમાં વરસાદને લઇને મોટી આગાહી કરી છે. તેમને આગાહી કરતાં જણાવ્યુ કે, કચ્છના અખાત, મધ્યપ્રદેશ અને રાજસ્થાન તરફથી સિસ્ટમની અસરો દેખાઈ શકે છે, હજુ ત્રણ સિસ્ટમ ઉત્તર ગુજરાતમાં વરસાદ લાવી શકે છે. વરસાદી ધરી ઉત્તરીય-પૂર્વિય તરફ જવાના કારણે ઉત્તર ગુજરાતમાં વરસાદ ઓછો છે. બંગાળના ઉપસાગરનું વહન સક્રિય થઇ રહ્યું નથી. હિંદ મહાસાગર તરફ થોડો વાદળોનો જમાવડો થયો છે. પેસિફિક મહાસગર પર વાદળો હાલમાં નહીવત છે, ઉત્તર ઓસ્ટ્રેલિયા તરફના વાદળો પણ નહીવત દેખાઇ રહ્યાં છે. વાયુ મંડળમાં એટમૉસ્ટફિયરિક વેવ નબળી દિશામાં છે.

આ પણ વાંચો :-

નીતિશ કુમાર ફરી પોતાનું ભાન ભૂલ્યા, વિધાનસભામાં મહિલા ધારાસભ્યો પર ગુસ્સે થયા

0

બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે આજે ફરી એકવાર વિધાનસભામાં પોતાનો પિત્તો ગુમાવી દીધો હતો. ચોમાસુ સત્રના ત્રીજા દિવસે મુખ્યમંત્રી નીતિશ કુમાર ગૃહમાં જાતિ આધારિત વસતી ગણતરી અંગે સ્પષ્ટતા આપી રહ્યા હતા. આ દરમિયાન વિપક્ષના ધારાસભ્યોએ હંગામો કર્યો હતો. ત્યારબાદ સીએમ નીતિશ કુમાર ગુસ્સે થઈ ગયા હતા. આ દરમિયાન તેમણે ગૃહમાં RJDના મહિલા ધારાસભ્ય રેખા દેવી પર ગુસ્સે થઈ ગયા હતા અને તેમણે તેમને કહ્યું કે, ‘અરે મહિલા છો, તમને કંઈ ખબર નથી’. નીતિશ કુમારના આ નિવેદન પર ગૃહમાં હોબાળો મચી ગયો હતો. જોકે, આ પહેલી વખત નથી કે, મહિલાઓને લઈને નીતિશ કુમારની જીભ લપસી ગઈ હોય.

पॉपुलेशन कंट्रोल पर विधानसभा में नीतीश कुमार ने दिया अजीबो-गरीब बयान, विपक्ष ने मचाया बवाल, कहा- बिगड़ गया है दिमाग | VIDEO

આ પછી પણ જ્યારે આરજેડીના ધારાસભ્યો હંગામો કરતા રહ્યા ત્યારે નીતિશ કુમારે કહ્યું કે શું થયું. સાંભળશો નહીં. અમે તો સંભળાવીશું. નીતિશ કુમારે કહ્યું હતું કે અમે તો બધા માટે નક્કી કરી લીધું છે કે તેમને આરક્ષણ મળે. અમે આરક્ષણની સીમાને વધારીને 50થી 75 કરી દીધી છે.

આરજેડી સહિત વિપક્ષી પાર્ટીઓએ તેમના નિવેદનને મહિલાઓનું અપમાન ગણાવ્યું છે. રેખા દેવીએ કહ્યું હબતું કે તેઓ આપણા બધાના મુખ્યમંત્રી છે, પરંતુ તેમની બોલવાની પોતાની રીત હોવી જોઈએ. તમે સ્ત્રીની વાત કરો છો. રેખા દેવીએ કહ્યું, ‘મહિલા સાથે વાત કરવાની એક રીત હોય છે, પરંતુ મુખ્યમંત્રી એ રસ્તો ભૂલી ગયા છે. સ્ત્રી શું છે, છેવટે તે કંઈ નથી. પૃથ્વી માતા કોણ છે? સ્ત્રીને કહો કે તે કંઈપણ જાણતી નથી. સ્ત્રી કેવી રીતે આવી? દરેક ઘરમાં માતા, બહેન અને પુત્રી હોય છે. રેખા દેવીએ નીતિશ કુમાર પાસે માફીની માગ કરી હતી.

ફેબ્રુઆરી 2024માં નીતિશ કુમાર મહાગઠબંધનથી અલગ થઈને NDAમાં સામેલ થઈ ગયા હતા. ત્યારબાદ વિધાનસભાના સત્રમાં RJDના ધારાસભ્યો નીતિશ કુમાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરવા લાગ્યા હતા. આ સૂત્રોચ્ચારથી નારાજ થઈને નીતિશ કુમારે પોતાના વિરુદ્ધ જ મુર્દાબાદના નારા લગાવ્યા હતા.

આ પણ વાંચો :-

બિહારમાં પેપર લીક મામલે 10 વર્ષની સજા, 1 કરોડનો દંડ, વિધાનસભામાં બિલ પાસ

0

બિહારમાં ચાલી રહેલા વિધાનસભા સત્રમાં નીતિશ કુમારની સરકાર એક મોટું પગલું ભર્યું છે. જેમાં બિહાર સરકાર રાજ્યમાં પેપર લીક અને હેરાફેરી વિરુદ્ધ બિલ પસાર કરી દેવામાં આવ્યું છે. આ બિલ આજે જ વિધાનસભામાં રજૂ કરવામાં આવ્યું હતું. જેમાં પેપર લીક કે હેરાફેરીમાં સંડોવાયેલા ગુનેગારો સામે કડક કાયદાકીય કાર્યવાહીની જોગવાઈ પણ કરવામાં આવી છે.

Did Nitish Kumar use derogatory language in assembly to explain birth control? - The Week

પેપર લીક અને હેરાફેરીને રોકવા માટે નીતિશ કુમારની સરકારે આજે વિધાનસભામાં બિહાર પબ્લિક એક્ઝામિનેશન (પ્રિવેન્શન ઓફ અનફેર મીન્સ) બિલ 2024 રજૂ કર્યું હતું. આ બિલમાં એવી જોગવાઈ છે કે પેપર લીક કે તેનાથી સંબંધિત કોઈપણ પ્રવૃત્તિમાં સામેલ લોકોને આ કાયદા હેઠળ દોષિત ગણવામાં આવશે. તેમજ ગુનેગારોને 10 વર્ષ સુધીની જેલ અને 1 કરોડ રૂપિયાનો દંડ થશે. આ કાયદા હેઠળના તમામ ગુનાઓ કોગ્નિઝેબલ અને બિનજામીનપાત્ર હશે.

વિપક્ષના ધારાસભ્યોએ ગૃહમાં અનામતના સમર્થનમાં પ્લેકાર્ડ લહેરાવવાનું શરૂ કર્યું. સ્પીકર નંદકિશોર યાદવે બધાને વેલ છોડી દેવાની અપીલ કરી, પરંતુ વિપક્ષના નેતાઓએ મુખ્યમંત્રી વિરુદ્ધ સૂત્રોચ્ચાર શરૂ કરી દીધા હતા. જવાબમાં સીએમ નીતીશે વિપક્ષી નેતાઓને કહ્યું, તમારા બધાનું હાય હાય. ચૂપચાપ બેસી જાઓ.

વિપક્ષની માગ છે કે 75 ટકા અનામતને 9મી અનુસૂચિમાં સામેલ કરવામાં આવે. તે જ સમયે, વિપક્ષના વિરોધ પર મંત્રી વિજય ચૌધરીએ કહ્યું કે અમે કેન્દ્રને તેની ભલામણ કરી છે. મામલો કોર્ટમાં છે. આજે પણ વિપક્ષના નેતા તેજસ્વી યાદવ અને આરજેડીના નેતા તેજ પ્રતાપ યાદવ ગૃહમાં આવ્યા ન હતા.

આ પણ વાંચો :-

સુરત શહેરમાં ખાડી પૂરનો ખતરો, હજારો ઘરોમાં ઘુસ્યા પાણી

ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. જો કે સુરત શહેર સહિત ઉપરવાસમાં સતત ૪ દિવસથી વરસાદ ખાબકી રહ્યો છે. જેના પગલે લિંબાયત મીઠી ખાડી વિસ્તારમાં કફોડી સ્થિતિ જોવા મળી છે. કમરૂનગર બેઠી કોલોની સહિત ૧૦૦૦ થી વધુ ઘરોમાં પાણી ઘુસ્યા છે. પાણીમાં ફસાયેલા લોકોને NDRFની ટીમ દ્વારા રેસ્ક્યૂ કરવામાં આવી રહ્યાં છે.

સુરતના અનેક વિસ્તારોમાં કેડસમા પાણી ભરાતા લોકોને ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. શહેરમાંથી પસાર થતી ખાડીઓ ભયજનક સપાટીએ છે. ખાડીનું લેવલ વધી જતા ગટરનું પાણી બેક મારી રહ્યાં છે.

હવે અમદાવાદીઓએ સાચવવું પડશે! આજે ક્યાં પડી શકે છે ભારે વરસાદ? – News18 ગુજરાતી

સુરત પાલિકાના આઈસીસી ખાતે બનાવેલા કંટ્રોલરૂમ પરથી પાલિકા કમિશ્નર સહિતના અધિકારીઓ નજર રાખતા હતા. આઈસીસીસી પરથી રાઉન્ડ ધ ક્લોક મોનીટરીંગ થઈ રહ્યું છે. દરમિયાન આજે વહેલી સવારથી જ પાલિકા કમિશનર શાલિની અગ્રવાલ અને અન્ય અધિકારીઓ ખાડી કિનારા વિસ્તારની મુલાકાતે જઈને ખાડીની સ્થિતિનો તાગ મેળવ્યો હતો. આ ઉપરાંત ત્યાં પાણીનો ભરાવો થયો છે તે વિસ્તારની મુલાકાત લીધી હતી.

સુરતમાં ખાડીનું લેવલ વધતા યોગી ચોક વિસ્તારમાં પાણી ભરાયા છે. તેમજ મહાવીર ચોકથી કિરણ ચોક રોડ પર જળબંબાકારની સ્થિતિ છે. આસપાસની દુકાનોમાં ખાડીના પાણી ધુસ્યા છે. રોડ પર કેડસમા પાણી ભરાતા વાહનચાલકોને હાલાકી થઈ છે. પાણી ભરાતા અનેક વાહનો બંધ પડ્યા છે. ભારે વરસાદને પગલે સુરતમાં જન જીવન ખોરવાયું છે.

આ પણ વાંચો :-

દક્ષિણ ગુજરાતમાં ૧૦ ઇંચ સુધી વરસાદ તુટી પડશે, અંબાલાલ પટેલની આગાહી

0

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે. કચ્છનાં અખાત, મધ્ય પ્રદેશ અને રાજસ્થાન તરફથી સિસ્ટમની અસરો દેખાઈ શકે છે. ત્રણ સિસ્ટમ ઉત્તર ગુજરાતમાં વરસાદ લાવી શકે છે. વરસાદી ધરી ઉત્તરીય પૂર્વીય તરફ જવાનાં કારણે ઉત્તર ગુજરાતમાં વરસાદ ઓછો પડશે.

Ambalal Patel predicted big rain • ShareChat Photos and Videos

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી. વરસાદી ધરી ઉત્તરીય પૂર્વિય તરફ જવાના કારણે ઉત્તર ગુજરાત માં વરસાદ ઓછો. બંગાળના ઉપસાગરનું વહન સક્રિય નથી થઈ રહ્યું. હિંદ મહાસાગર તરફ થોડો વાદળોનો જમાવડો. પેસિફિક મહાસગર પર વાદળો નહીવત. ઉત્તર ઓસ્ટ્રેલિયા તરફ વાદળો નહીવત. વાયુ મંડળમાં એટમોસ્ટફિયરિક વેવ નબળી. બંગાળ ના ઉપસાગર માં કૈંક અંશે સિસ્ટમ બની રહી છે. ૨૬ અને ૩૦ જૂલાઈ સીસ્ટમ બનશે. ઉત્તર ગુજરાતમાં ત્રણ સિસ્ટમ તરફથી અસર થતા વરસાદ લાવી શકે .

૨૬ જૂલાઈ થી ઉત્તર ગુજરાતમાં વરસાદનું જોર વધી શકે . ૭મી ઓગસ્ટે બનનારી સિસ્ટમ ગુજરાતમાં વરસાદ લાવશે. પશ્ચિમ સૌરાષ્ટ્ર માં લો પ્રેશરના કારણે ભારે વરસાદ લાવી શકે. જૂનાગઢ, અમરેલી ના ભાગો માત્ર વરસાદ થઈ શકે. બોટાદ, સાવરકુંડલા ના ભાગોમાં હળવો મધ્યમ વરસાદ આવી શકે. દક્ષિણ ગુજરાત માં ભારે થી અતિભારે વરસાદ થતા પૂર ની સ્થિતિ બની શકે. પંચમહાલના ભાગોમાં ભારે વરસાદ થઈ શકે. ભરૂચ વડોદરા માં ભારે વરસાદ થઈ શકે. અમદાવાદ ગાંધીનગરમાત્ર વરસાદ થઈ શકે. સાબરકાંઠા અને બનાસકાંઠા માં વરસાદ આવી શકે. ઉત્તર ગુજરાત અને કચ્છમાં વરસાદ આવી શકે.

બંગાળનાં ઉપસાગરમાં કંઈક અંશે સિસ્ટમ બની રહી છે. ૨૬ અને ૩૦ જુલાઈએ સિસ્ટમ બનશે. જે ઉત્તર ગુજરાતમાં ત્રણ સિસ્ટમ તરફથી અસર થતા વરસાદ લાવી શકે છે. ૨૬ જુલાઈથી ઉત્તર ગુજરાતમાં વરસાદનું જોર વધી શકે છે. ૭ મી ઓગસ્ટે બનનારી સિસ્ટમ ગુજરાતમાં વરસાદ લાવશે.

આ પણ વાંચો :-

દક્ષિણ ઇથોપિયામાં અતિભારે વરસાદને લીધે થયેલાં ભૂસ્ખલનમાં 160 લોકોનાં મોત

0

આફ્રિકાના પૂર્વ ઉત્તર ભાગમાં આવેલા ઇથોપિયાને છેલ્લા કેટલાએ દિવસોથી ભારેથી અતિભારે વરસાદ ઘમરોળી રહ્યો છે. પરિણામે ઘણે ઠેકાણે ભૂસ્ખલનો થઇ રહ્યાં છે. આ પૈકી દક્ષિણ ઇથોપિયામાં આવેલા કેન્ચોશાયા ગોઝડી જિલ્લામાં અતિભારે વરસાદને લીધે થયેલાં ભૂસ્ખલનમાં 160 લોકો દટાઈ ગયા હોવાનું જાણવા મળ્યું છે. દટાઈ ગયેલાઓમાં મોટા ભાગે નાનાં બાળકો અને સગર્ભા મહિલાઓ હોવાનું સ્થાનિક વહીવટદારે જણાવ્યું હતું.

કેદારનાથથી આવ્યા માઠા સમાચાર, પદયાત્રાના માર્ગ પર ભૂસ્ખલન થતા 3ના મોત, અનેક ઘાયલ - મુંબઈ સમાચાર

સોમવારથી હાથ ધરાયેલી બચાવ કામગીરી સમયે મૃત્યુઆંક ૫૫નો નોંધાયો હતો. પરંતુ બચાવકાર્ય આગળ વધતું ગયું તેમ આંક વધતો ગયો. મંગળવારે મૃત્યુઆંક વધીને 160 પહોંચ્યો છે તેમ ગોફી ઝોનના સંચાર વિભાગના વડા કાસાહજી અબાપીનેરે જણાવ્યું હતું. જો કે બચાવ કામગીરી દરમિયાન પાંચ વ્યક્તિઓને કાદવમાંથી બહાર કાઢી બચાવી લેવામાં આવી હતી.

આ અધિકારીએ વધુમાં કહ્યું હતું કે ભારે વરસાદને લીધે, ભૂસ્ખલનો થવાં સામાન્ય છે. પરંતુ આ ભૂસ્ખલન તો અતિભારે હતું તેમાં બાળકો, તેમનાં માતા-પિતાના મૃતદેહોને વળગી રડી રહ્યાં હતાં. તે જોઇને હૃદય દ્રવી જાય તે સહજ છે.

આ પણ વાંચો :-

ગુજરાતમાં ૨૪ કલાકમાં 172 તાલુકામાં વરસાદ, જાણો હવામાન વિભાગે શું કહ્યું

0

ભરૂચમાં ધોધમાર વરસાદથી જળબંબાકારની સ્થિતિ છે. સ્ટેશન રોડ વિસ્તારની ઇન્દિરાનગર ઝુંપડપટ્ટી પાણીમાં ગરકાવ થઇ છે. નીચાણવાળા વિસ્તારમાં આવેલ ખાડીના મકાનોમાં પાણી ઘુસ્યા છે. લોકોને સલામતીના ભાગરૂપે ઊંચાણવાળા સ્થળે ખસેડાયા છે. જિલ્લા કલેકટરે વિસ્તારમાં ફાયરબ્રિગેડની ટીમ તૈનાત કરી છે. લોકોના ઘરો પાણીમાં ડૂબી જતા ઘરવખરીને ભારે નુકસાન થયુ છે. શહેરમાં સવારે 4 વાગ્યાથી સતત વરસાદ વરસી રહ્યો છે.

જૂનાગઢમાં જળબંબાકાર : 3 કલાકમાં 16 ઈંચ વરસાદ . Latest News In Gujarati PANCHMAHAL SAMACHAR

નવસારી સહિત ઉપરવાસમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. ભારે વરસાદથી નદીઓની જળ સપાટીમાં સતત વધારો થયો છે. નવસારી જિલ્લાની અંબિકા, કાવેરી, પૂર્ણા નદીની સપાટી વધી છે. કાવેરી નદી 17 ફૂટની સપાટી પર વહેતી થઈ છે. ભયજનક સપાટી 19 ફૂટ વટાવવાથી કાવેરી નદી માત્ર 2 ફૂટ દૂર છે. પૂર્ણા નદી ભયજનક સપાટી 23 ફૂટ વટાવવાથી માત્ર 5 ફૂટ દૂર છે. 17 ફૂટની સપાટી પર પૂર્ણા નદી વહી રહી છે.

ગુજરાતમાં 172 તાલુકામાં વરસાદ વરસ્યો. દ્વારકામાં સૌથી વધુ સાડા 6 ઈંચ વરસાદ વરસ્યો છે. તો કચ્છમાં સાડા પાંચ ઈંચ સુધીના વરસાદથી પાણી ભરાયા છે. 30 તાલુકામાં 2 ઈંચથી વધુ વરસાદ ખાબક્યો છે. દ્વારકાના ખંભાળિયાના રાજરા રોડ પર જર્જરિત મકાન ધરાશાયી થતા 2નાં મોત થયા છે. બચાવ કામગીરીમાં NDRFની મદદ લેવાઇ છે. દક્ષિણ ગુજરાતમાં મેધરાજાએ તોફાની બેટિંગ કરી છે. સુરતમાં 3 સ્થળોએથી 95 લોકોનું રેસક્યું કરવામાં આવ્યુ છે. તો ભારે વરસાદની આશંકાએ આજે વલસાડની શૈક્ષણિક સંસ્થાઓમાં રજા જાહેર કરવામાં આવી છે. રાજ્યમાં હજુ એક અઠવાડિયું ગાજવીજ સાથે વરસાદની આગાહી છે. અનેક જિલ્લાઓમાં વરસાદનું રેડ એલર્ટ છે. નવા કરમાળખામાં 3 લાખની આવક પર કોઇ કર નહીં, પણ જૂના કરમાળખામાં ફેરફાર નહીં. PMએ સમાજને સશક્ત કરનારુ બજેટ ગણાવ્યું .

આ પણ વાંચો :-