Home Blog Page 692

મધ્યપ્રદેશમાં કમકમાટીભરી દુર્ઘટના, કૂવામાં પડી ગયેલો હથોડો કાઢવા જતાં ૪ લોકોના

0

મધ્‍યપ્રદેશના છત્તરપુરમાં ગઇકાલે એક દુઃખદ અકસ્‍માત સર્જાયો હતો. અહીં કૂવામાં પડેલા હથોડાને બહાર કાઢવાના પ્રયાસમાં ચાર લોકોએ જીવ ગુમાવ્‍યા હતા. આ ઘટના છત્તરપુર જિલ્લાના ગઢીમલહરા પોલીસ સ્‍ટેશન વિસ્‍તારના કુર્રાહા ગામમાં બની હતી.

મધ્યપ્રદેશમાં કમકમાટીભરી દુર્ઘટના, કૂવામાં પડી ગયેલો હથોડો કાઢવા જતાં 4 લોકોના મૃત્યુથી ખળભળાટ | Tragedy in Madhya Pradesh 4 killed in stampede while removing hammer that ...

કુર્રાહા ગામના ગુરાર વિસ્‍તારના એક ઘરમાં બનેલા સાંકડા કૂવામાં હથોડો પડી ગયો હતો. ઘરનો માલિક તેને બહાર કાઢવા માટે કૂવામાં ઉતરી ગયો હતો. પરંતુ ઘણાં સમય બાદ પણ બહાર આવ્‍યો ન હતો. આ પછી પરિવારનો બીજો સભ્‍ય પણ કૂવામાં નીચે ઉતર્યો હતો. નીચે ગયા પછી તે પણ ચૂપ થઈ ગયો હતો. લાંબા સમય સુધી નીચેથી કંઈ પણ ચહલપહલ ન થતાં વિસ્‍તારના વધુ બે લોકો કૂવામાં ઉતરી ગયા હતા.

કૂવાની બહાર ઊભેલા લોકોએ અંદર ઉતરેલા વ્‍યક્‍તિઓને બૂમો પાડી પરંતુ અંદરથી કોઈ જવાબ આવ્‍યો નહીં જેથી લોકોમાં ખળભળાટ મચી ગયો હતો. આ ઘટનાની જાણકારી ગઢીમલહરા પોલીસ સ્‍ટેશનને આપવામાં આવી હતી. પોલીસે તાત્‍કાલિક ઘટના સ્‍થળે પહોંચીને બચાવ કામગીરી શરુ કરી હતી. ચાર લોકોને એમ્‍બ્‍યુલન્‍સની મદદથી બહાર કાઢીને જિલ્લા હૉસ્‍પિટલમાં ખસેડવામાં આવ્‍યા હતા. પરંતુ હૉસ્‍પિટલમાં સારવાર દરમિયાન તમામના મોત થયા હતા. મળતકોની ઓળખ મુન્ના કુશવાહા, શેખ અલ્‍તાફ, શેખ અસલમ, શેખ બશીર તરીકે થઈ છે.

આ પણ વાંચો :-

બોક્સર ઈમાને ખલીફ પછી વધુ એક વિવાદાસ્પદ બોક્સરે જીત સાથે શરૂઆત કરી

0

અલ્જીરિયાની બોક્સર ઈમાને ખલીફની યોગ્યતા બાબતે પેરિસ ઓલિમ્પિક વિવાદમાં છે. ઈમાને ખલીફે 66 કિ.ગ્રા. વર્ગમાં ઈટાલીની એન્જેલા કેરિનીસામે 46 સેકંડમાં મેળવેલી જીત બાદ જેન્ડર એલેજીબીલીટી અંગે ચર્ચા શરુ થઇ છે. ઇટાલીની કેરિનીએ કહ્યું હતું કે ખલીફના મુક્કા જોરદાર હતા, મને લાગતું હતું કે હું ઈજાગ્રસ્ત થઇ જઈશ. ખલીફનો એક મુક્કો કારિનીને તેના નાક પર વાગ્યો અને તે પીડાથી ચીસ પાડી ઉઠી. બાદમાં, ખલીફ પર પુરુષ રંગસૂત્રો સાથેની ખેલાડી હોવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો.

લિન યુ-ટીંગ, ઈમાને ખેલીફ: સ્ત્રી કે પુરુષ? ઓલિમ્પિકમાં ટ્રાન્સજેન્ડર ખેલાડીને લઈને થયેલા હોબાળા વચ્ચે વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો ...

ગત વર્ષે બીક્સિંગ વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ખલીફ ઉપરાંત અન્ય એક ખેલાડીને બહાર કરવામાં આવી હતી, તાઈવાનની લિન યુ-ટિંગ પર આવા જ આરોપ લાગ્યા હતા. હવે લિન યુએ પેરિસ ઓલમ્પિકમાં તેની શરૂઆતની મેચમાં મહિલાઓની 57 કિગ્રા વર્ગમાં ઉઝબેકિસ્તાનની સિટોરા તુર્દીબેકોવાને પણ હરાવી હતી. જો કે આ દરમિયાન લિન યુ ટીંગ મહિલા બોક્સરને જોરદાર પંચ મારતી જોવા મળી હતી. જીત બાદ લિને મીડિયા સાથે વાત કરવાનું ટાળ્યું હતું.

મહિલાઓની 66 કિગ્રા વર્ગમાં રાઉન્ડ ઓફ 16ની મેચ એન્જેલા અને ઈમાન વચ્ચે હતી. એન્જેલા રિંગમાં પ્રવેશી અને ઈમાનના પ્રથમ મુક્કાથી તેના માથાના સેફ્ટી ગિયરની સાંકળ તોડી નાખી. બીજા મુક્કામાં તેના નાકમાંથી લોહી નીકળવા લાગ્યું. આ પછી એન્જેલા રિંગની બહાર થઈ ગઈ હતી. આખી મેચ માત્ર 46 સેકન્ડ ચાલી હતી.

એન્જેલાએ કહ્યું- મેં ક્યારેય આવો મુક્કો નથી લીધો. મારું હૃદય તૂટી ગયું. હું એક બોક્સર છું, મેં મારા પિતાના સન્માન માટે રિંગમાં પ્રવેશ કર્યો હતો, પરંતુ મારા સ્વાસ્થ્યની સુરક્ષા માટે મેં મેચમાંથી ખસી જવું જરૂરી માન્યું હતું. આ મેચ સાચી હતી કે ખોટી તે નક્કી કરવાનું કામ મારું નથી. મેં હમણાં જ મારું કામ કર્યું, મેં રિંગમાં પ્રવેશ કર્યો, પરંતુ મારા નાકમાં એટલી પીડા હતી કે મેં દૂર જવાનું નક્કી કર્યું. આટલો અનુભવ હોવા છતાં હું કહું છું કે મારા જીવનમાં આટલો જોરદાર મુક્કો ક્યારેય લાગ્યો નથી.

આ પણ વાંચો :-

હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદથી તબાહી, 6 લોકોના મોત, 53 લાપતા

0

હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદે તબાહી મચાવી છે. રાજ્યના અનેક જિલ્લાઓમાં વાદળ ફાટવાના કારણે 8 લોકોના મોત થયા છે. 50 થી વધુ લોકો ગુમ છે. હવામાન વિભાગે રાજ્યના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે. જેને લઈને સ્થાનિક વહીવટીતંત્ર સતર્ક થઈ ગયું છે. ભારે વરસાદ બાદ ઊંચાઈવાળા વિસ્તારોમાં ભૂસ્ખલનની ઘટનાઓ વધી છે. બધી પહાડી નદીઓ તોફાની બની છે. પ્રવાસીઓને ભારે વરસાદમાં બહાર ન જવાની સલાહ આપવામાં આવી છે.

હિમાચલમાં ભારે વરસાદથી તબાહી, 3 જગ્યાએ ફાટ્યા વાદળ- 50થી વધુ લોકો લાપતા, 2ના મોત

હિમાચલ પ્રદેશના મહેસૂલ અને આપત્તિ વ્યવસ્થાપનના વિશેષ સચિવ ધૂની ચંદ રાણાએ જણાવ્યું હતું કે પાણીના જોરદાર પ્રવાહને કારણે બિયાસ નદી પાસેના એક ગામમાં નવ લોકો ફસાયા હતા. જેમને NDRF અને ફાયર બ્રિગેડની ટીમે બચાવી લીધા હતા. હિમાચલમાં આપત્તિમાં 65 મકાનોને નુકસાન થયું છે. જ્યારે 23 પશુઓએ પણ જીવ ગુમાવ્યા હતા. NDRFના 70 જવાનો રામપુરમાં સર્ચ ઓપરેશન ચલાવી રહ્યા છે. તેના ITBP અને SDRFના જવાનો પણ ઓપરેશનમાં રોકાયેલા છે.

વિશેષ સચિવ ધૂની ચંદે કહ્યું કે મલાનામાં પણ 20 થી 25 લોકો ફસાયા હોવાની માહિતી છે. આમાં કેટલાક પ્રવાસીઓ પણ સામેલ છે. જો કે હવે તે સંપૂર્ણપણે સુરક્ષિત છે અને તેમની સાથે ખાદ્યપદાર્થો પણ ઉપલબ્ધ છે. તેમને પણ શનિવારે સુરક્ષિત બહાર કાઢવામાં આવશે.

હવામાન વિભાગે શુક્રવારે હિમાચલ પ્રદેશના દસ જિલ્લાઓમાં 6 ઓગસ્ટ સુધી ભારે વરસાદ, ગાજવીજ અને વીજળી માટે ‘યલો’ ચેતવણી જારી કરી છે. વિભાગે સંવેદનશીલ વિસ્તારોમાં ભૂસ્ખલન અને અચાનક પૂરની શક્યતાઓ, નીચાણવાળા વિસ્તારોમાં ભારે પવન અને પાણી ભરાવાને કારણે બગીચાઓ અને ઉભા પાક અને મકાનોને નુકસાન થવાની ચેતવણી પણ આપી છે.

આ પણ વાંચો :-

ઓલિમ્પિકમાં મેડલની હેટ્રિક મેળવતા ચૂકી મનુ ભાકર, જાણો આ છે કારણ ?

0

ભારતીય શૂટર મનુ ભાકરે તેની છેલ્લી મેચ પેરિસ ઓલિમ્પિક 2024માં 25 મીટર પિસ્તોલ ઈવેન્ટમાં રમી હતી. અગાઉ તેણે 10 મીટર એર પિસ્તોલ ઈવેન્ટ અને 10 મીટર એર પિસ્તોલ મિક્સ્ડ ટીમ ઈવેન્ટમાં ભાગ લીધો હતો. આ બંને ઈવેન્ટમાં તેણે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. મનુ ભાકર 25 મીટર પિસ્તોલ ઈવેન્ટમાં પોતાની શાનદાર લય જાળવી શકી ન હતી. આ ઈવેન્ટમાં તે ચોથા ક્રમે રહી હતી.

મનુ ભાકર આજે ભારત માટે જીતી શકે છે ગોલ્ડ મેડલ - manu bhaker in gold race in 10m air pistol 2024 olympics final today timing – News18 ગુજરાતી

મળતી માહિતી મુજબ ભારતની સ્ટાર શૂટર મનુ ભાકર ત્રીજો મેડલ ચુકી ગઈ છે. તે મહિલાઓની 25 મીટર પિસ્તોલ સ્પર્ધામાં ચોથા સ્થાને રહી હતી. આ સ્પર્ધામાં કુલ 10 શ્રેણીના શોટ ચલાવવાના હતા. એક સિરીઝમાં કુલ પાંચ શોટ હતા. ત્રણ શ્રેણી પછી એલિમિનેશનનો રાઉન્ડ શરૂ થયો. મનુ 28ના સ્કોર સાથે આઠ શ્રેણી બાદ ચોથા સ્થાને રહી. મતલબ કે મનુના 40માંથી 28 શોટ ગ્રીન થયા. બાકીના લક્ષ્યને હિટ કરી શક્યા નહીં. આઠમી શ્રેણીમાં, તેણી અને હંગેરીની ચોથા ક્રમાંકિત વેરોનિકા મેજર વચ્ચે લડાઈ હતી. આ શ્રેણીમાં મનુ ત્રણ શોટ ચૂકી ગઈ, જ્યારે વેરોનિકા બે શોટ ચૂકી ગઈ અને ત્રણ શોટ ટાર્ગેટ પર આવતા તે મનુથી આગળ નીકળી ગઈ. આ રીતે મનુ મેડલ ચૂકી ગઈ હતી અને વેરોનિકાએ બ્રોન્ઝ કબજે કર્યો હતો.

આ ઇવેન્ટમાં દક્ષિણ કોરિયાની જિન યાંગે ગોલ્ડ જીત્યો હતો જયારે ફ્રાન્સની કેમિલે સિલ્વર મેડલ જીત્યો હતો. 10 સિરીઝ બાદ બંનેનો સ્કોર 37-37 હતો. ત્યારપછી બંને વચ્ચે શૂટઆઉટ થયું, જેમાં જીને ટાર્ગેટ પર ચાર ગોળી ચલાવી, જ્યારે કેમિલની માત્ર એક જ ગોળી નિશાન પર વાગી હતી. આમ જિને ગોલ્ડ મેડલ જીત્યો હતો અને કેમિલના ફાળે સિલ્વર મેડલ આવ્યો હતો.

આ પણ વાંચો :-

સુરતમાં વ્યાજખોરોનો ત્રાસ યથાવત, વ્યાજના બદલામાં લખાવી લેવાતી હતી મિલકત

સુરત શહેર પોલીસે વ્યાજખોરોની જાળમાં ફસાયેલા લોકોની મદદ કરવાની પહેલ કરી છે. અલગ-અલગ પોલીસ સ્ટેશન બાદ હદ વિસ્તારમાં લોકો દરબારના યોજાયા હતા. આ લોક દરબારમાં વ્યાજખોરોના ચક્રવ્યૂહમાં ફસાયેલા લોકોની વેદના પોલીસે સાંભળી હતી અને વ્યાજખોરો સામે કાર્યવાહી કરી હતી. પોલીસની આ કામગીરીને લઈને જે લોકો વ્યાજખોરોના ચુંગાલમાં ફસાયા હતા તેમને મોટી રાહત મળી છે. સાથે જ સુરતના પાંડેસરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનામાં પોલીસે વ્યાજખોરની ધરપકડ કરી છે. તેમજ વ્યાજખોરોના ઘરે દરોડા પાડીને અગત્યના દસ્તાવેજો કબજે કર્યા છે.

શહેરની અલગ-અલગ હોટેલમાં હાઉસ કીપિંગ માટે કોન્ટ્રાક્ટ પર લોકોને નોકરી પર લગાવતો હતો અને ત્યારબાદ આ જ લોકોને વ્યાજે રૂપિયા આપી તેમના પગારમાંથી 10થી 18 ટકા વ્યાજ કાપીને પગાર આપતો હતો. પાંડેસરા પોલીસે કોન્ટ્રાક્ટર દીપક ઢીવરેની ધરપકડ કરી છે.

વ્યાજખોર લાંબા સમયથી કર્મચારીઓનું શોષણ કરતો હતો. ફક્ત એટલું જ નહીં વ્યાજખોર લોકોની ઘરની ફાઈલ પોતાની પાસે રાખતો હતો. વ્યાજખોર વ્યાજે પૈસા આપી લોકોની મિલકત પોતાના નામે લખાવી લેતો હતો. પૈસા આપી દીધા છતાં લોકોને ફાઈલ પરત કરતો ન હતો. પોલીસ ને વ્યાજખોરના ઘરમાંથી ચારથી વધુ ફાઈલો મળી આવી છે. વર્ષ 2008થી લઇ 2024 સુધી વ્યાજખોરે નજીક કિંમતે મકાન પોતાના નામે કરાવી હોવાનો દસ્તાવેજો મળી આવ્યા છે.

​​​​​​​એસીપી ઝેડ.આર દેસાઈએ કહ્યુ કે, આરોપીના ઘરમાંથી ચાર ફાઇલ મળી આવી છે. લોકોએ પૈસા ચૂકવી દીધા હતા તેમ છતાં તેમને મિલકતની ફાઈલ આપી નહોતી. વર્ષ 2008થી લઈ આજ દિન સુધીમાં એવી પણ ફાઈલ મળી આવી છે, જે માટે એને નજીવી રકમમાં મિલકત પોતાના હસ્તે કરી લીધું હોય. વ્યાજે લોકો પૈસા લઈ જાય તેવી સિસ્ટમ તેણે બનાવી હતી. જે લોકો હાઉસકીપિંગ નું કામ કરે છે. તેઓએ જણાવ્યું હતું કે, તેમને નાનકડું પેમેન્ટ આપી વ્યાજના પૈસા પોતાની પાસે રાખી તેમના મજબૂરીના લાભ આરોપી લેતો હતો. આરોપી વિરુદ્ધ ચાર ગુના દાખલ કરવામાં આવેલ છે.

આ પણ વાંચો :-

લેફ્ટનન્ટ VPS કૌશિક બન્યા ભારતીય સેનાના એડજ્યુટન્ટ જનરલ

0

લેફ્ટનન્ટ જનરલ VPS કૌશિકે ભારતીય સેનાના એડજ્યુટન્ટ જનરલનો ચાર્જ સંભાળ્યો છે. શુક્રવારે મહત્ત્વની જવાબદારી સંભાળતા પહેલા, VPS કૌશિક ત્રિશક્તિ કોર્પ્સમાં જનરલ ઓફિસર કમાન્ડિંગ તરીકે ફરજ બજાવતા હતા. એડિશનલ ડિરેક્ટોરેટ જનરલ ઓફ પબ્લિક ઇન્ફોર્મેશનએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું કે, “લેફ્ટનન્ટ જનરલ VPS કૌશિકે આજે ભારતીય સેનાના એડજ્યુટન્ટ જનરલનો ચાર્જ સંભાળ્યો છે. આ મહત્ત્વપૂર્ણ પદ સંભાળતા પહેલા, તેઓ ત્રિશક્તિ કોર્પ્સના જનરલ ઓફિસર કમાન્ડિંગ તરીકે સેવા આપી રહ્યા હતા.

ચાર્જ સંભાળ્યા બાદ તેમણે નેશનલ વોર મેમોરિયલ NWM ખાતે શહીદોને શ્રદ્ધાંજલિ અર્પી અને આર્મી એવિએશનના અધિકારીઓને શ્રદ્ધાંજલિ અર્પી તમામ રેન્કને સમાન ઉત્સાહ સાથે રાષ્ટ્રની સેવા કરવાનું ચાલુ રાખવા માટે પ્રેરણા આપી.

એડજ્યુટન્ટ જનરલ ભારતીય સેનામાં વરિષ્ઠ પોસ્ટ છે. આ પોસ્ટના અધિકારી સેના સાથે જોડાયેલા ઘણા મહત્વપૂર્ણ મુદ્દાઓ પર કામ કરે છે. તેની પાસે અનેક પ્રકારની જવાબદારીઓ છે. એડજ્યુટન્ટ જનરલ સૈનિકોના આયોજન માટે જવાબદાર છે. કોઈપણ વિશેષ કાર્ય માટે એક ટીમ બનાવવી પડે અથવા એકથી વધુ બટાલિયનના સૈનિકોની ટીમ બનાવવી પડે. આવી કામગીરી એડજ્યુટન્ટ જનરલ દ્વારા કરવામાં આવે છે. સેનામાં ભરતી. સૈનિકોને આપવામાં આવતી સુવિધાઓ અને તેમની જવાબદારીઓ નક્કી કરવાની અને સૈનિકોમાં શિસ્ત જાળવવા માટે નીતિઓ બનાવવાની જવાબદારી પણ એડજ્યુટન્ટ જનરલની છે.

કેન્દ્રએ શુક્રવારે બોર્ડર સિક્યોરિટી ફોર્સ (બીએસએફ)ના ડાયરેક્ટર જનરલ (ડીજી) નીતિન અગ્રવાલ અને તેમના ડેપ્યુટી સ્પેશિયલ ડીજી (પશ્ચિમ) વાય બી ખુરાનિયાને તાત્કાલિક અસરથી તેમના મૂળ રાજ્ય કેડરમાં પાછા મોકલ્યા છે. સરકારી આદેશમાં આ માહિતી આપવામાં આવી છે. અગ્રવાલ 1989 બેચના કેરળ કેડરના અધિકારી છે, જ્યારે ખુરાનિયા 1990 બેચના ઓડિશા કેડરના અધિકારી છે. કેબિનેટની નિમણૂક સમિતિ (એસીસી)એ અલગ-અલગ આદેશોમાં જણાવ્યું હતું કે, તેઓને “તાત્કાલિક અસરથી અને વિલંબ કર્યા વિના” પાછા મોકલવામાં આવી રહ્યા છે. BSF, લગભગ 2.65 લાખ કર્મચારીઓ સાથેનું એક સુરક્ષા દળ, પશ્ચિમમાં પાકિસ્તાન અને પૂર્વમાં બાંગ્લાદેશ સાથેની ભારતની સરહદોની સુરક્ષા માટે જવાબદાર છે.

આ પણ વાંચો :-

સુરતમાં લોકદરબારની મળી સફળતા, આધેડને મકાન પાછું મળ્યું

વ્યાજખોરોના દૂષણ સામે સુરત પોલીસ દ્વારા અલગ અલગ પોલીસ મથક હદ વિસ્તારમાં લોક દરબારનું આયોજન કરવામાં આવે છે. સુરતના સરથાણા ખાતે યોજાયેલા લોક દરબારમાં એક દુકાન માલિકની દુકાનનો કબજો અન્ય વ્યક્તિ સોંપતો ન હતો જેથી લોક દરબારમાં દુકાન માલિકે રજૂઆત કરતા સરથાણા પોલીસે તાત્કાલિક જ દુકાનનો કબજો અપાવ્યો હતો.

Athwalines : સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલૌતની અધ્યક્ષતામાં અઠવાલાઈન્સ ખાતે ઝોન-૪ માટે 'વ્યાજખોરો વિરૂદ્ધ અભિયાન' હેઠળ લોકદરબાર યોજાયો

વ્યાજખોરોનો ત્રાસ સતત ને સતત વધી રહ્યો છે તેવામાં વ્યાજના ખપરમાં હોમાયેલા લોકોને ઉગારવા માટે સુરત પોલીસ લોક દરબારનું આયોજન કરે છે. સુરત શહેરના અલગ અલગ પોલીસ મથક હદ વિસ્તારમાં આ લોક દરબારનું આયોજન કરવામાં આવે છે .જે તે પોલીસ મથકમાં લોક દરબાર હોય તે વિસ્તારના લોકો તેમને મૂંઝવતા પ્રશ્ન સીધા જ પોલીસ કમિશનરને કહી શકે તે માટે થઈને આ લોક દરબારનું આયોજન કરવામાં આવે છે.જેના થકી અત્યાર સુધી અનેક લોકોને પોતાની ચીજ વસ્તુઓ પોલીસે પરત અપાવી છે અથવા તો મોટામાં મોટી મુશ્કેલીમાંથી પણ પોલીસે અનેક લોકોને ઉગારીયા છે ત્યારે આવી જ ઘટના સુરતના સરથાણા વિસ્તારમાં યોજાયેલા લોક દરબારમાં જોવા મળી હતી.

અશોકભાઈએ કહ્યુ કે, હું સરથાણા વિસ્તારમાં હેર સલૂન ચલાવુ છું. 8 મહિના પહેલાં તમામ જીવન મૂડી ભેગી કરી એક દુકાન લીધી હતી. જોકે તે દુકાનનો ભાડૂઆત 3 મહિનાના વાયદા બાદ પણ દુકાન ખાલી કરતો ન હતો. આ સાથે ધમકીઓ પણ આપતો હતો. જીવનની મૂડી બધી આમાં જ લગાવી લીધી હતી. જેથી છેલ્લા બે મહિનાથી તો ખાવાનું પણ ભાવતું ન હતું. પોલીસે ત્રણ જ દિવસમાં મારી દુકાન અપાવી છે. એટલે પોલીસ તો અમારા માટે ભગવાન છે.

દુકાન માલિકે સુરત પોલીસ કમિશનરને સમગ્ર વાત જણાવતા અનુપમસિંહ ગેહલોત દ્વારા સરથાણા પોલીસને સમગ્ર મામલો જાણી અને તેનું નિરાકરણ લાવવા માટે આદેશ આપવામાં આવ્યા હતા. જેથી સરથાણા પોલીસ તાત્કાલિક કામગીરીમાં જોડાઈ ગઈ હતી અને ત્રણ જ દિવસમાં આ વ્યક્તિની દુકાન ખાલી કરાવી તેમનો કબજો પરત આપ્યો હતો. દુકાનનો કબજો દુકાન માલિકને મળી જતા તેમને સુરત પોલીસ કમિશનર તેમજ સરથાણા પોલીસ ઇન્સ્પેક્ટરનો આભાર માન્યો હતો.

આ પણ વાંચો :-

ઓલિમ્પિકમાં લક્ષ્યએ રચ્યો ઇતિહાસ, તાઈવાનને હરાવી સેમિફાઈનલમાં કરી એન્ટ્રી

0

ભારતે પેરિસ ઓલિમ્પિક 2024માં શૂટિંગ ઇવેન્ટમાં અત્યાર સુધીમાં તમામ મેડલ જીત્યા છે, ત્યારે બેડમિન્ટનમાં પણ મેડલ જીતવાની આશા છે. મેન્સ સિંગલ્સમાં ભાગ લઈ રહેલા 22 વર્ષીય ભારતીય ખેલાડી લક્ષ્ય સેનની ગ્રુપ સ્ટેજથી લઈને ક્વાર્ટર ફાઈનલ સુધીની અત્યાર સુધીની સફર શાનદાર રહી છે.

I cook and send food for him daily, he sometimes comes for 'champi': Lakshya Sen's mother | Paris Olympics 2024 News - Times of India

હવે બેડમિન્ટન મેન્સ સિંગલ્સની ક્વાર્ટર ફાઇનલમાં ચાઇનીઝ તાઇપેના ખેલાડીને હરાવીને સેમિફાઇનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કર્યું છે. જો કે લક્ષ્ય માટે આ મેચ બિલકુલ આસાન નથી જેમાં હવે તેનો મુકાબલો ટોક્યો ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીતનાર ડેનિશ ખેલાડી વિક્ટર એક્સેલસન સામે થશે. 2 ઓગસ્ટના રોજ ક્વાર્ટર ફાઈનલ મેચમાં ચાઈનીઝ તાઈપેના ચાઉ તિયાન ચેન સામે પ્રથમ સેટ ગુમાવ્યા બાદ લક્ષ્ય સેને આગામી બે સેટમાં શાનદાર વાપસી કરી અને મેચ જીતી લીધી હતી.

બેડમિન્ટનની ક્વાર્ટર ફાઈનલ મેચમાં શટલર લક્ષ્ય સેનનો મુકાબલો ચાઈનીઝ તાઈપેઈના ચાઉ ટિએન ચેન સામે થયો હતો. આ મેચમાં તેણે ચાઈનીઝ તાઈપેઈના ચાઉ ટિએન ચેનને હરાવીને સેમિફાઈનલમાં જગ્યા બનાવી લીધી છે. લક્ષ્યે ચાઈનીઝ તાઈપેઈના ચાઉ ટિએન ચેનને 19-21, 21-15, 21-12થી હરાવ્યો છે. આ સાથે લક્ષ્ય સેન ઓલિમ્પિકમાં બેડમિન્ટન ઈવેન્ટની સેમીફાઈનલમાં પહોંચનાર પ્રથમ ભારતીય પુરૂષ શટલર બની ગયો છે. લક્ષ્યે આ મેચની શરૂઆતમાં લીડ મેળવી હતી, પરંતુ આ પછી ચાઉ ટિએન ચેને વાપસી કરી અને કેટલાક મહત્વપૂર્ણ પોઈન્ટ બનાવ્યા હતા. અંતે લક્ષ્યે પોતાનું સંયમ જાળવી રાખ્યું અને સેટ તેમજ મેચ જીતી લીધી.

લક્ષ્ય સેન પેરિસ ઓલિમ્પિક 2024ની મેન્સ બેડમિન્ટન સિંગલ્સમાં 4 ઓગસ્ટે ભારતીય સમય અનુસાર, બપોરે 12 વાગ્યે તેની સેમિફાઇનલ મેચ રમશે. તેનો મુકાબલો બેડમિન્ટનની દુનિયાના મહાન ખેલાડીઓમાંના એક વિક્ટર એક્સેલસન સાથે થશે, જેણે આ ઓલિમ્પિકમાં ક્વાર્ટર ફાઈનલ સુધીની તમામ મેચો માત્ર 2 સેટમાં પૂરી કરી છે. વિક્ટર એક્સેલસેને ટોક્યોમાં રમાયેલી છેલ્લી ઓલિમ્પિકમાં પણ ગોલ્ડ મેડલ જીત્યો હતો.

આ પણ વાંચો :-

T20 વર્લ્ડ કપ 2007ની ફાઈનલનો હીરો 12 વર્ષ બાદ ધોનીને મળ્યો

0

ભારતે મહેન્દ્ર સિંહ ધોનીની કપ્તાનીમાં 2007માં પ્રથમ વખત 120 વર્લ્ડકપ જીત્યો હતો. ટીમનો આ વિજય ઐતિહાસિક હતો. ભારતે ફાઇનલમાં પાકિસ્તાનને હરાવ્યું હતું. આ જીતનો એક હીરો ફાસ્ટ બોલર જોગીન્દર શર્મા હતો. ધોની હાલમાં જ જોગીન્દરને મળ્યો હતો. પાકિસ્તાન સામે રમાયેલી ફાઇનલ મેચમાં જોગિન્દરે છેલ્લી ઓવર ફેંકી હતી અને 13 રનનો બચાવ કર્યો હતો. જોકે જોગીન્દરની કારકિર્દી લાંબો સમય ટકી ન હતી અને તે ટૂંક સમયમાં જ ટીમની બહાર થઈ ગયો હતો. હાલ જોગીન્દર હરિયાણા પોલીસમાં ડીએસપી છે.

જોગીન્દર શર્માએ 2007 T20 વર્લ્ડ કપમાં ભારતને ચેમ્પિયન બનાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. ધોનીએ ફાઈનલની છેલ્લી ઓવર જોગીન્દર શર્માને આપીને એક દાવ ખેલ્યો હતો અને જોગીન્દર તેની અપેક્ષાઓ પર ખરો ઉતર્યો હતો. માહીએ જોગીન્દરને છેલ્લી ઓવર આપવી એ નિર્ણાયક સાબિત થયું, જોગીન્દર શર્માએ મિસ્બાહ ઉલ હકની વિકેટ લીધી અને ભારતને પ્રથમ T20 વર્લ્ડ કપનો ખિતાબ અપાવ્યો.

T20 વર્લ્ડ કપની ફાઈનલ મેચની વાત કરવામાં આવે તો પાકિસ્તાનને છેલ્લી ઓવરમાં જીતવા માટે 12 રનની જરૂર હતી અને મિસ્બાહ ઉલ હક ક્રિઝ પર હાજર હતો જે શાનદાર ફોર્મમાં દેખાઈ રહ્યો હતો. અનુભવી બોલરને પસંદ કરવાને બદલે ધોનીએ પ્રમાણમાં ઓછો અનુભવ ધરાવતા બોલર જોગીન્દર શર્માને જવાબદારી સોંપી. આ નિર્ણયથી લોકો આશ્ચર્યમાં પડી ગયા, પરંતુ ધોનીની પોતાની વ્યૂહરચના પરનો વિશ્વાસ ક્યારેય ઓછો થયો નહીં.

જોગીન્દરની ઓવરના ચોથા બોલ પર મિસ્બાહે ફાઇન લેગ પર જોખમી સ્કૂપ શોટ રમવાનો પ્રયાસ કર્યો. બોલ હવામાં રહ્યો અને શોર્ટ ફાઈન લેગ પર ઉભેલા શ્રીસંતે ધીરજતાપૂર્વક કેચ ઝડપી લીધો. મિસ્બાહ આઉટ થયો અને ભારતે પહેલો T20 વર્લ્ડ કપ પાંચ રનથી જીતી લીધો.

આ પણ વાંચો :-

સુરતમાં વધુ એક લાંચિયો લપેટાયો, સરકારી કામના કોન્ટ્રાક્ટર પાસેથી લીધા 35 હજાર

સુરતમાં વધુ એક લાંચિયો લપેટાયો છે. સુરત ACBએ વદેશીયા ગ્રામ પંચાયતના વહીવટદારને લાંચ લેતા રંગહાથ ઝડપ્યો છે. વહીવટદાર સંજય પટેલ સરકારી કામો કરતા કોન્ટ્રાક્ટર પાસે કમિશન પેટે 42 હજાર 500ની લાંચ માગી હતી. છેલ્લે બંને પક્ષો વચ્ચે રૂપિયા 35 હજારમાં સમાધાન થયું હતું. જોકે ફરિયાદીએ આ અંગે ACBમાં ફરિયાદ કરી દેતા છટકું ગોઠવાયું અને વહીવટદારને રંગેહાથ લાંચની રકમ સ્વિકારતા ઝડપી લેવાયો હતો.

ફળીગ્રામ પંચાયત કચેરીનાં તલાટીકમ મંત્રી સંજયભાઇ પોપટભાઇ પટેલ, વર્ગ-૩, વહીવટદાર, વદેશીયા ગ્રામ પંચાયતની કચેરીમા ફરજ બજાવે છે. વદેશીયા ગ્રામ પંચાયત હેઠળનાં સરકારી કામો રાખેલ જે કામો પુર્ણ થતાં ફરીયાદીનાં એકાઉન્ટમાં નાણાં જમા થયેલ જેના કમિશન પેટે આ કામનાં આરોપીએ રૂ.42,500/- ની લાંચની માંગણી કરેલ જેમાંથી પ્રથમ રૂ.35,000/- આપવાનું નકકી થયુ હતુ.

લાંચની રકમ ફરીયાદી આપવા માંગતા ન હોય, એ.સી.બી. નો ટોલ ફ્રી નંબર 1064 ઉપર સંપર્ક કરી ફરીયાદ આપી હતી. જે આધારે આજરોજ લાંચના છટકાનું આયોજન કર્યુ હતુ. જે દરમ્યાન આરોપીએ ફરિયાદી સાથે હેતુલક્ષી વાતચિત કરી લાંચની રકમ સ્વિકારી સ્થળ પર પકડાઇ જઇ ગુનો કર્યો હતો.

આ પણ વાંચો :-