Home Blog Page 686

ઈઝરાયેલે ગાઝામાં સ્કૂલ પર કરી એરસ્ટ્રાઇક, 100થી વધુ પેલેસ્ટાઈનના મોત

ઈઝરાયેલ અને પેલેસ્ટાઈન વચ્ચે ચાલી રહેલ યુદ્ધ શાંત થવાના કોઈ સંકેત દેખાઈ રહ્યા નથી. પેલેસ્ટાઈનની સત્તાવાર સમાચાર એજન્સીએ શનિવારે માહિતી આપી છે કે ઈઝરાયેલે ગાઝામાં એક શાળા પર હવાઈ હુમલો કર્યો છે. જેમાં 100 થી વધુ લોકોના મોત થયા છે. આ સાથે ડઝનબંધ લોકો ઘાયલ થયા છે. ઇઝરાયેલી સેનાએ કહ્યું કે તેણે હમાસના કમાન્ડ સેન્ટર પર હુમલો કર્યો છે.

Over 100 Dead In Israeli Attack On Gaza School, Israel Says It Hit Hamas Command Center

ગાઝામાં ઈઝરાયેલ દ્વારા કરવામાં આવેલ આ પહેલો હવાઈ હુમલો નથી પરંતુ તે સતત ચાલુ છે. શનિવારના હુમલામાં 100 થી વધુ પેલેસ્ટિનિયનોના મોતના અહેવાલ છે. પેલેસ્ટાઈનની સ્થાનિક સમાચાર એજન્સીએ રોઈટર્સને જણાવ્યું કે પૂર્વ ગાઝામાં રહેતા વિસ્થાપિત લોકોને નિશાન બનાવવામાં આવ્યા છે.

હમાસ દ્વારા સંચાલિત કાર્યાલય વતી જણાવાયું હતું કે આ હુમલો ત્યારે થયો હતો ત્યારે નાગરિકો ફજર (સવાર) ની નમાઝ પઢી રહ્યા હતા. તે સમયે જ ઈઝરાયલે ક્રૂરતાપૂર્વક વિસ્થાપિત નાગરિકોને નિશાન બનાવ્યા હતા જેના કારણે મોટી સંખ્યામાં નાગરિકોની જાનહાનિ થઈ હતી.

ગાઝામાં તાજેતરના હુમલાની વાત કરીએ તો ઈઝરાયેલે 4 ઓગસ્ટે હુમલો કર્યો હતો. 4 ઓગસ્ટે વિસ્થાપિત લોકો માટે બનાવવામાં આવેલા આશ્રયસ્થાનમાં રહેતા લોકો પર હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં 30 લોકોના મોત થયા હતા. આ પહેલા પણ ગાઝામાં હમાસની શાળાઓ પર ઈઝરાયેલ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચો :-

બાંગ્લાદેશના ચીફ જસ્ટિસે આપ્યું રાજીનામું

બાંગ્લાદેશમાં સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ ઓબેદુલ હસને ન્યાયતંત્રના વડા પદેથી રાજીનામું આપી દીધું છે. પ્રદર્શનકારીઓએ શનિવારે ઢાકામાં સુપ્રીમ કોર્ટનો ઘેરાવ કર્યો હતો. આ પછી, મુખ્ય ન્યાયાધીશ સહિત તમામ ન્યાયાધીશોને બપોરે 1 વાગ્યા સુધીમાં રાજીનામું આપવા માટે કહેવામાં આવ્યું હતું.

ચીફ જસ્ટિસે સુપ્રીમ કોર્ટ સંકુલમાં પત્રકારોને જણાવ્યું હતું કે, તેમણે ઉભરી રહેલી પરિસ્થિતિ વચ્ચે દેશભરની સુપ્રીમ કોર્ટ, હાઈકોર્ટ અને નીચલી અદાલતોના ન્યાયાધીશોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને રાજીનામું આપવાનો નિર્ણય લીધો છે.

સુપ્રીમ કોર્ટના અન્ય ન્યાયાધીશો પણ રાજીનામું આપશે કે કેમ તે અંગે પૂછવામાં આવતા ચીફ જસ્ટિસે કહ્યું કે, આ તેમનો નિર્ણય છે. દેખાવકારોએ ચેતવણી આપી હતી કે જો તેઓ રાજીનામું નહીં આપે તો તેઓ ન્યાયાધીશો અને મુખ્ય ન્યાયાધીશ ઓબેદુલ હસનના નિવાસસ્થાનો પર હુમલો કરશે. શેખ હસીનાએ દેશ છોડ્યા બાદ ત્યાં મુહમ્મદ યુનુસના નેતૃત્વમાં નવી સરકાર બની છે.

ચીફ જસ્ટિસે નવી વચગાળાની સરકાર સાથે ચર્ચા કર્યા વિના જ ફુલ-કોર્ટ બેઠક બોલાવી લીધી હતી, ત્યારબાદ વિદ્યાર્થીઓનો ગુસ્સો ભડક્યો હતો. દેખાવકારોનો આરોપ છે કે, કોર્ટના જજો ષડયંત્રનો ભાગ છે. સ્થિતિને તણાવપૂર્ણ જોતા ફુલ-કોર્ટ બેઠક રદ કરવામાં આવી હતી. પરંતુ વિરોધીઓ સહમત ન થયા અને સુપ્રીમ કોર્ટનો ઘેરામ ચાલુ રાખ્યો. વિદ્યાર્થીઓએ ચીફ જસ્ટિસને પદ છોડવા માટે એક કલાકનો સમય આપ્યો હતો.

આ પણ વાંચો :-

બ્રાઝીલમાં વિમાન દુર્ઘટના, 62 લોકોનાં મોત

બ્રાઝિલથી એક મોટી વિમાન દુર્ઘટનાના સમાચાર સામે આવ્યા છે, જ્યાં એક સ્થાનિક એરલાઇનનું 68 સીટર પ્લેન અચાનક અકસ્માતનો શિકાર બન્યું છે. આ ઘટનાનો એક વીડિયો પણ વાયરલ થઈ રહ્યો છે, જેમાં જોઈ શકાય છે કે એક પ્લેન અચાનક કાબૂ બહાર જઈને નીચે પડી ગયું. અકસ્માત બાદ બચાવ કામગીરી ચાલી હતી. દુર્ઘટનાગ્રસ્ત વિમાન વિશે માહિતી મળી છે કે તેમાં 62 લોકો સવાર હતા, જે તમામના મોત થયા હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે.

બ્રાઝિલ પ્લેન ક્રેશમાં બચ્યો 1 વ્યક્તિનો જીવ, જાણો કેવી રીતે થયો ચમત્કાર! | સંદેશ

પ્‍લેન ક્રેશના કેટલાક વિઝ્‍યુઅલ સોશિયલ મીડિયા પર સામે આવ્‍યા છે. આમાં દુર્ઘટનાની તીવ્રતા સ્‍પષ્ટપણે જોઈ શકાય છે. વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે વિમાન અચાનક હવામાં ફરવા લાગે છે. આ પછી તે સંપૂર્ણપણે કાબૂ બહાર જાય છે અને ઝડપથી જમીન તરફ પડવા લાગે છે. જેના કારણે પ્‍લેન જ્‍યાં પડ્‍યું છે ત્‍યાં અરાજકતા સર્જાય છે. ત્‍યારબાદના વિઝ્‍યુઅલમાં પ્‍લેન પડી રહ્યું છે અને ધુમાડો ઝડપથી વધી રહ્યો છે. અન્‍ય વીડિયોમાં જ્‍વાળાઓ દેખાઈ રહી છે. મુસાફરોનો સામાન અહીં-ત્‍યાં વિખરાયેલો છે અને કેટલાક લોકોના મળતદેહ સળગતા જોવા મળે છે.

મળતી માહિતી મુજબ, દુર્ઘટનાગ્રસ્‍ત એરક્રાફ્‌ટ ATR 72-500 ટ્‍વીન એન્‍જિન ટર્બોપ્રોપ પ્‍લેન હતું. પ્‍લેન માત્ર એક જ મિનિટમાં 17000 ફૂટની ઊંચાઈએથી પડી ગયું હતું. કહેવાય છે કે દુર્ઘટનાના લગભગ દોઢ મિનિટ બાદ પ્‍લેનએ નિયંત્રણ ગુમાવવાનું શરૂ કરી દીધું હતું. સ્‍થાનિક સમય અનુસાર બપોરે 1:21 વાગ્‍યે તે 17 હજાર ફૂટની ઉંચાઈ પર હતું. આગામી દસ સેકન્‍ડમાં તે ૨૫૦ ફૂટ નીચે ઉતરી ગયો. આ પછી, આગામી આઠ સેકન્‍ડમાં તે ફરીથી ૪૦૦ ફૂટ ઉપર ગયો. આઠ સેકન્‍ડ પછી પ્‍લેન ફરીથી ૨૦૦૦ ફૂટ નીચે ઉતર્યું. આ પછી, પછીની એક મિનિટમાં પ્‍લેન 17000 ફૂટ નીચે આવી ગયું અને રમત સમાપ્ત થઈ ગઈ.

આ પણ વાંચો :-

૧૦ ઓગસ્ટ, ૨૦૨૪/ આ રાશિ માટે શનિવારના દિવસે પરિવારમાં સ્નેહ વધે, નવા વાહનની ખરીદી શક્ય બને, જાણો આજનું રાશિ ભવિષ્ય

મેષઃ

સ્વભાવ માં ઉગ્રતા જણાય. આત્મવિશ્ર્વાસ માં વધારો થતો જણાય. આવક નું પ્રમાણ વધતું જણાય. પરિવારમાં પ્રેમ વધે. જુના રોકાણો થી લાભ તથા રોકાણો યોગ્ય રીતે થાય. દામ્પત્ય ક્ષેત્રે આનંદ, નોકરી, ધંધામાં પ્રગતિ.

વૃષભઃ

મોજશોખ વધતાં ખર્ચનું પ્રમાણ પણ વધે. આવકમાં વધારો થતો જણાય. પરિવારમાં આનંદ. સ્થાવર જંગમ મિલકત થી લાભ. દામ્પત્ય જીવનમાં મધુરતા જળવાય. આરોગ્ય સાચવવું. લીવર ની સમસ્યા થી સાચવવું.

‌મિથુનઃ

સ્વભાવ માં વિનોદી વૃત્તિ રહે. આવકનો સ્ત્રોત વધતો જણાય છે. પરિવારના સભ્યો સાથે વાદવિવાદ ટાળવા. નવા નાણાંકીય રોકાણો સારી રીતે કરી શકય. ધંધાકીય રીતે પ્રગતિ જળવાય. જીવનસાથી સાથે મતભેદ ટાળવા.

કર્ક‌ઃ

માનસિક શાંતિ જળવાય. આવક અંગે સામાન્ય દિવસ છે. પરિવાર માં આનંદ, ઉત્સાહ, પ્રેમ જળવાય. માતા-પિતા નો સાથ સહકાર મળતો જણાય. અેમની ચિંતા ઓછી થાય. દામ્પત્ય જીવનમાં આનંદ ભાગ્ય બળવાન.

‌સિંહઃ ‌

તમામ ક્ષેેત્રે આનંદ, ઉત્સાહ નો અનુભવ થાય. આવક વધે. પરિવાર ના સભ્યો ની પ્રગતિ થતી જણાય. રોકાણો નું આયોજન યોગ્ય રીતે થાય. સંતાન સંબંઘી ચિંતા સતાવે. આરોગ્ય જળવાય. સ્ત્રી શણગાર ના ધંધામાં લાભ.

કન્યાઃ

મિત્રો નો સાથ સહકાર મળતો જણાય. લક્ષ્મી ની વખતસર હેરફેર શકય બને. આવક જળવાય. પરિવારમાં ઉગ્રતા ટાળવી. નવા રોકાણો કરતી વખતે સાવચેતી જરૂરી. ઠંડાપીણા, મીનરલ વોટર, ટ્રાવેલીંગ ના ઘંઘામાં લાભ.

તુલાઃ

શરીરમાં આળસ વધે. પરિવારમાં લાગણી શીલતા નું પ્રમાણ વઘરો. નાણાંકીય રોકાણો નું આયોજન સારી રીતે કરી શકય. આરોગ્ય જળવાશે. ભાગ્ય નો સાથ મળતો જણાય. ધાર્મિક યાત્રા પ્રવાસ ના યોગ બને છે.

‌વૃ‌શ્ચિકઃ

આત્મવિશ્ર્વાસ માં વધારો થાય. આવકનું પ્રમાણ ધટે. નાના ભાઇ બહેનો ની તબિયત સાચવવી. કાર્યક્ષેત્રે સફળતા મળતી જણાય. દામ્પત્ય જીવનમાં મધુરતા જળવાય. આરોગ્ય ની કાળજી જરૂર. સફેદ વસ્તુ ના ધંધામાં લાભ.

ધનઃ

માનસિક આનંદ વર્તાય. જીવનની સમસ્યા ઓ વ્યવહારિક રીતે હલ કરી શકશો. કોમ્પયુટર, પેકેજીંગ કોમ્યુનીકેશન ના ધંધામાં લાભ મળશે. સ્થાવર જંગમ મિલકતના ખરીદ વેચાણ શકય બને. ખોટી સોબત થી સાચવવું.

મકરઃ

આધાત્મિકતા વધે. સામજીક કાર્યોમાં રૂચિ વધે. માન સન્માન વધતા જણાય. કાર્યક્ષેત્રે સફળતા હાંસલ કરી શકાય. નાણાંકીય રોકાણો થી ફાયદો મળતો જણાય. સંતાન સુખમાં વૃધ્ધિ થાય. આરોગ્ય સાચવવું. તાવ, શરદી, ખાંસી, માથાનો દુઃખાવો રહે.

કુંભઃ

મનોબળ વધે. નાણાં નો બગાડ અટકાવવો. પરિવારમાં વાદ-વિવાદ ટાળવો. શેર બજારમાં લાભ. સ્ત્રી વર્ગ તરફથી ફાયદો. સંતાનની ચિંતા ઓછી થાય. નવું જાણવા શીખવાનો યોગ બને છે. ધંધામાં સફળતા મળતી જણાય.

મીનઃ

ગુસ્સામાં વધારો થતો જણાય. આવક વધે પરિવારમાં શાંતિ જળવાય. જુના રોકાણો થી લાભ નવા રોકાણો ફાયદા કારક પૂરવાર થાય. માતૃસુખ વધે. ટ્રાવેલીંગ તથા પાણી ને લગતા ધંધામાં લાભ.

ગુજરાતમાં આગામી 5 દિવસ છુટાછવાયા વરસાદની આગાહી

0

ગુજરાતમાં આવનારા દિવસોમાં હવે વરસાદનું જોર ઘટી જશે અને ઘણા વિસ્તારોમાં વરસાદ સાવ બંધ થાય તેવી શક્યતા દેખાઈ રહી છે. દેશમાં જૂનમાં શરૂ થનારું ચોમાસું અડધા કરતાં વધારે પૂરું થઈ ગયું છે અને હવે વરસાદ ગુજરાત પરથી ખસીને ઉત્તર ભારતના વિસ્તારો તરફ જશે અને ત્યાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે.

કાયમી 7 દિવસ વરસાદની રાત - ગુજરાત હવામાન સારા સમાચાર ગુજરાત અને સૌરાષ્ટ્રના અલગ-અલગ સ્થળો માટે વરસાદની આગાહી – News18 ગુજરાતી

ગુજરાતમાં 1 જૂનથી અત્યાર સુધી રાજ્યમાં સરેરાશ કરતાં વધારે વરસાદ થયો છે પરંતુ કેટલાક જિલ્લામાં હજી પણ વરસાદની ઘટ છે. હાલની સ્થિતિ પ્રમાણે બે દિવસ સુધી અડધા ગુજરાતમાં વરસાદનું જોર રહેશે અને અડધા ગુજરાતમાં વરસાદનું જોર ઘટી જશે. બે દિવસ સુધી દક્ષિણ ગુજરાત, પૂર્વ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં હળવાથી મધ્યમ પ્રકારનો વરસાદ થવાની સંભાવના છે. જ્યારે સૌરાષ્ટ્ર અને કચ્છમાં છૂટોછવાયો હળવો વરસાદ થવાની શક્યતા છે.

રવિવારથી ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં વરસાદનું પ્રમાણ ઘટી જશે પરંતુ દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદ ચાલુ રહે તેવી સંભાવના છે. હાલ મૉન્સૂન ટ્રફ ઉત્તરમાં હિમાલયના પહાડોની નજીક છે જેથી ઉત્તર ભારતના વિસ્તારોમાં વધારે વરસાદની શક્યતા છે, પરંતુ મધ્ય ભારત, દક્ષિણ ભારતમાં વરસાદનું જોર ઓછું થઈ જશે.

હાલ બંગાળની ખાડીમાં કોઈ મોટી સિસ્ટમ સર્જાઈ રહી નથી, એટલે કે લૉ-પ્રેશર એરિયા સર્જાય અને તે ગુજરાત તરફ આગળ વધે તેવી સંભાવના નથી. જેથી આગામી એક અઠવાડિયા સુધી રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની કોઈ શક્યતા દેખાતી નથી. ગુજરાતમાં 15 ઑગસ્ટ સુધી ફરીથી વરસાદનું જોર વધે તેવી શક્યતા દેખાતી નથી પરંતુ ઑફ શૉર ટ્રફ રેખા થોડી સક્રિય હોવાને કારણે વલસાડ, નવસારી, સુરત, ડાંગ તથા તાપી જિલ્લામાં છૂટોછવાયો વરસાદ થતો રહે તેવી સંભાવના છે.

જોકે, રાજ્યમાં સાવ જ વરસાદ બંધ થવાની શક્યતા નથી. સૌરાષ્ટ્ર, ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં છૂટોછવાયો વરસાદ ચાલુ રહે તેવી સંભાવના દેખાઈ રહી છે. હાલની સ્થિતિ પ્રમાણે રાજ્યમાં 20 ઑગસ્ટ સુધી નવો રાઉન્ડ શરૂ થવાની શક્યતા ઓછી દેખાઈ રહી છે.

આ પણ વાંચો :-

ઉત્તર પ્રદેશમાં 14 મહિનામાં 10 મહિલાઓની હત્યા કરનાર સિરિયલ કિલર ઝડપાયો

0

ઉત્તર પ્રદેશના બરેલી જિલ્લામાં છેલ્લા 14 મહિનામાં 10 મહિલાઓની હત્યા કરનારો સાયકો કિલર આખરે પોલીસના હાથે ઝડપાઈ ગયો છે. મળતી માહિતી મુજબ, આરોપી સિરિયલ કિલર નવાબગંજ પોલીસ સ્ટેશન વિસ્તારનો હોવાનું કહેવામાં આવી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ પોલીસે ત્રણ શકમંદોના સ્કેચ જાહેર કર્યા હતા. મળતી માહિતી મુજબ, આરોપી તેમાંથી કોઈ એક કહેવામાં આવી રહ્યું હતું.

2023માં શાહી શીશગઢ અને ફતેહગંજ પશ્ચિમ પોલીસ સ્ટેશન વિસ્તારમાં 9 હત્યાઓ થઈ હતી. તે સમયે પોલીસને સિરિયલ કિલરની શંકા હતી. આ પછી, પોલીસે ધરપકડ કરવા માટે ભારે ફોર્સ તૈનાત કરી હતી. જે બાદ હત્યાઓ બંધ થઈ ગઈ. પરંતુ ફરી 2 જુલાઈએ ખેતરમાંથી મહિલાની લાશ મળી આવી હતી. આ હત્યાની પેટર્ન પણ એવી જ હતી, ત્યારપછી ફરી સિરિયલ કિલર તરફ સોય વળી અને લોકોની પૂછપરછ કરીને ત્રણ સ્કેચ તૈયાર કરવામાં આવ્યા.

ગયા વર્ષે શીશગઢ અને શાહી વિસ્તારમાં નદી કિનારાની આસપાસ મહિલાઓની હત્યા કરવામાં આવી હતી. 5 જૂને શાહી ગામની કલાવતી નામની યુવતીની હત્યા કરવામાં આવી હતી, 19 જૂને ધનવતી નામની યુવતીની લાશ શાહી રોડની બાજુમાંથી મળી આવી હતી, 30 જૂને શાહીના આનંદપુરમાંથી પ્રેમવતીની લાશ મળી આવી હતી. 22 જૂને કુસુમાનો મૃતદેહ ખજુરિયા ગામમાંથી મળ્યો હતો, 23 ઓગસ્ટે વીરવતીનો અર્ધ-નગ્ન મૃતદેહ જ્વાલાપુર ગામમાંથી મળ્યો હતો. 31 ઓક્ટોબરે લખીમપુરમાં 60 વર્ષીય મહિલાની હત્યા કરવામાં આવી હતી. 20 નવેમ્બરના રોજ ખરસૈની ગામમાં 60 વર્ષના દુલારોં દેવીની હત્યા કરવામાં આવી હતી. 26 નવેમ્બરના રોજ જગદીશપુરમાં 55 વર્ષની ઉર્મિલાની હત્યા કરવામાં આવી હતી. આ તમામ મહિલાઓની ગળામાં કડક ફાંસો નાખીને હત્યા કરવામાં આવી હતી.

આ પણ વાંચો :-

નીરજ ચોપરાએ પેરિસ ઓલિમ્પિકમાં જીત્યો સિલ્વર મેડલ, દ્રૌપદી મૂર્મૂએ પાઠવ્યા અભિનંદન

0

ભારતના ગોલ્ડન બોય નીરજ ચોપરાએ પેરિસ ઓલિમ્પિક 2024ની ભાલા ફેંક સ્પર્ધામાં સિલ્વર મેડલ જીત્યો છે. નીરજ તેના સુવર્ણ ચંદ્રકનો બચાવ કરી શક્યો ન હતો પરંતુ ચોક્કસપણે તેના દેશ માટે આ ઓલિમ્પિકનો પ્રથમ સિલ્વર મેડલ જીત્યો હતો. બે વખત ગોલ્ડ મેડલ જીતવામાં નિષ્ફળ રહેલા નીરજ ચોપડાને તેના પહેલા થ્રોમાં ફાઉલ થયો હતો. આ પછી તેણે બીજા પ્રયાસમાં 89.45 મીટરનો થ્રો કર્યો. આ તેની કારકિર્દીનો બીજો સર્વશ્રેષ્ઠ થ્રો છે. આ થ્રોથી તેમણે સિલ્વર મેડલ જીત્યો હતો. આ સિવાય તેના બાકીના થ્રો ફાઉલ હતા.

Neeraj Chopra

હાથમાંથી ગોલ્ડ મેડલ સરકી જવાનું દુઃખ વ્યક્ત કરતાંં નીરજે કહ્યું કે, ‘મેં મારું શ્રેષ્ઠ આપ્યું, પરંતુ દરેક ખેલાડીનો દિવસ હોય છે. આજે અરશદનો દિવસ હતો, તો ટોક્યોમાં મારો દિવસ હતો.’ આ સાથે જ નીરજે એક મોટી ભવિષ્યવાણી પણ કરી કે, ભલે હું પેરિસમાં આપણું રાષ્ટ્ર્ગાન ન વગડાવી શક્યો, પણ આ થશે જરૂર. હકીકતમાં જે દેશનો ખેલાડી ગોલ્ડ મેડલ જીતે છે તેનું રાષ્ટ્રગીત વગાડવામાં આવે છે.

નીરજ ચોપરાએ પેરિસ ઓલિમ્પિક 2024માં સિલ્વર મેડલ જીત્યા બાદ આપેલા પોતાના નિવેદનમાં કહ્યું કે, જ્યારે પણ તે થ્રો માટે દોડવાનું શરૂ કરે છે ત્યારે તેનું 60 થી 70 ટકા ધ્યાન ઈજા પર રહેતું હરું. આજે મેડલ ઈવેન્ટમાં મારી રેસ સારી ન હતી અને સ્પીડ પણ થોડી ધીમી હતી. આ સમસ્યા સાથે સંઘર્ષ કરતી વખતે જે બધુ કરવું જોઈએ તેમ હતું તે બધું જ કર્યું છે. મારી પાસે સર્જરી કરાવવાનો સમય નહોતો તેથી હું મારી જાતને સતત આગળ વધારી રહ્યો હતો.

રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મૂએ નીરજ ચોપરાને સિલ્વર મેડલ જીતવા બદલ અભિનંદન પાઠવ્યા છે. રાષ્ટ્રપતિએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું કે, પેરિસ ઓલિમ્પિકમાં ઈતિહાસ રચવા બદલ નીરજ ચોપરાને હાર્દિક અભિનંદન. તે સતત બે ઓલિમ્પિક ગેમ્સમાં ગોલ્ડ અને સિલ્વર મેડલ જીતનાર પ્રથમ ભારતીય એથ્લિટ છે. દેશને તેના પર ગર્વ છે. તેમની સિદ્ધિ આવનારી પેઢીઓને પ્રેરણા આપશે. ભારતને આશા છે કે, નીરજ ચોપરા ભવિષ્યમાં વધુ મેડલ જીતશે.

આ પણ વાંચો :-

સુપ્રીમ કોર્ટના નિર્ણયથી દેશભરના નેતાઓ દિલ્હીમાં PM પાસે દોડી આવ્યા

0

સુપ્રીમ કોર્ટે અનામતમાં પણ અનામત અંગેનો એક આદેશ આપતાં હવે દેશભરના નેતાઓ દોડતાં થઈ ગયા છે. ઉલ્લેખનીય છે કે અનુસૂચિત જાતિ (SC) અને અનુસૂચિત જનજાતિ (ST) ક્વૉટામાં સબ કેટેગરી બનાવવાની તરફેણમાં સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો હતો. હવે આ સૌની વચ્ચે એસસી/એસટી સમુદાયના લોકસભા તથા રાજ્યસભાના સાંસદોનું ટેન્શન વધી ગયું છે અને તેઓ સંસદ ભવનમાં જ પીએમ મોદીને મળવા પહોંચી ગયા હતા.

Image

આ તમામ સાંસદોએ સંયુક્તપણે SC/ST માટે ક્રીમી લેયર પર સુપ્રીમ કોર્ટની ટિપ્પણી અંગે એક અરજી દાખલ કરી અને માંગણી કરી કે આ નિર્ણય આપણા સમાજમાં લાગુ ન થવો જોઈએ. આના પર પીએમ મોદીએ તેમને આશ્વાસન આપ્યું કે તેઓ આ મામલે વિચાર કરશે. એનડીએના સહયોગી એલજેપી (રામ વિલાસ)ના નેતાઓ ચિરાગ પાસવાન અને રામદાસ આઠવલેએ પણ સુપ્રીમ કોર્ટના નિર્ણયનો વિરોધ કર્યો હતો. આ મામલે ચિરાગ પાસવાને કહ્યું કે અમારી લોકજન શક્તિ પાર્ટી (રામ વિલાસ) આ નિર્ણય સામે અપીલ કરશે.

સુપ્રીમ કોર્ટે પોતાના નિર્ણયમાં કહ્યું, કે સુપ્રીમ કોર્ટે 1 ઓગસ્ટના રોજ પોતાના નિર્ણયમાં કહ્યું હતું કે રાજ્યોને અનુસૂચિત જાતિઓમાં પેટા-શ્રેણી બનાવવાનો બંધારણીય અધિકાર છે જેથી જે જાતિઓ સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત છે તેમને પણ અનામત મળી શકે. દરમિયાન, સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું કે રાજ્યોએ પછાતપણું અને સરકારી નોકરીઓમાં યોગ્ય સંખ્યામાં પ્રતિનિધિત્વ અને યોગ્ય પ્રદર્શન ડેટાના આધારે જ પેટા-શ્રેણીઓ બનાવવાની રહેશે. ઈચ્છાશક્તિ કે રાજકીય લાભના આધારે નિર્ણય લેવામાં આવશે નહીં.

આ પણ વાંચો :-

સિક્કિમમાં ભૂકંપના આંચકા, રિક્ટર સ્કેલ પર 4.4ની નોંધાઈ તીવ્રતા

0

ભારતમાં આજે વહેલી સવારે ભૂકંપનો આંચકો અનુભવાયો છે. સિક્કિમમાં આજે વહેલી સવારે ભૂકંપના આંચકા અનુભવાયા છે. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર સિક્કિમના સોરેંગમાં સવારે 6.57 વાગ્યે ભૂકંપ આવ્યો હતો. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 4.4 માપવામાં આ વી છે. હાલમાં આ ભૂકંપમાં કોઈના ઘાયલ થયાના સમાચાર નથી.

આજે ભૂકંપ: સિક્કિમના સોરેંગમાં ભૂકંપના આંચકા અનુભવાયા ટુડે ન્યુઝ

પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર તેઓએ ભૂકંપનો આંચકો સ્પષ્ટપણે અનુભવ્યો હતો. તેના ઘરની વસ્તુઓ ધ્રૂજવા લાગી. ભૂકંપના આંચકા અનુભવતા જ તેઓ ઘરની બહાર દોડવા લાગ્યા હતા. લોકો રસ્તા પર આવી ગયા. ભૂકંપના કારણે કેટલાક લોકો જાગી ગયા હતા. હાલમાં હજુ સુધી કોઈ જાનહાનિ અંગે કોઈ માહિતી બહાર આવી નથી.

જાપાનની હવામાન એજન્સીએ જણાવ્યું કે, ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 7.1 માપવામાં આવી હતી. એજન્સીએ જણાવ્યું હતું કે, તેનું કેન્દ્ર જાપાનના દક્ષિણ મુખ્ય ટાપુ ક્યુશુના પૂર્વ કિનારે લગભગ 30 કિલોમીટર (18.6 માઇલ) ની ઊંડાઈ પર હતું. ક્યૂશુ ટાપુના મિયાઝાકી પ્રાંતના નિચિનાન શહેર અને આસપાસના વિસ્તારોમાં ભૂકંપના સૌથી મજબૂત આંચકા અનુભવાયા હતા. આના બે દિવસ પહેલા નેપાળમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા.

કેટલું તીવ્ર, કેટલું જોખમી?

  • ભૂકંપ કેટલો ખતરનાક છે? તે રિક્ટર સ્કેલ પર માપવામાં આવે છે. ભૂકંપમાં, રિક્ટર સ્કેલનો દરેક સ્કેલ અગાઉના સ્કેલ કરતા ૧૦ ગણો વધુ ખતરનાક હોય છે.
  • ૦ થી ૧.૯ ની તીવ્રતાવાળા ધરતીકંપ માત્ર સિસ્મોગ્રાફ દ્વારા શોધી શકાય છે.
  • જ્યારે ૨ થી ૨.૯ ની તીવ્રતાનો ભૂકંપ આવે છે, ત્યારે થોડું કંપન થાય છે.
  • જ્યારે ૩ થી ૩.૯ની તીવ્રતાનો ભૂકંપ આવે છે ત્યારે એવું લાગે છે કે જાણે કોઈ ટ્રક ત્યાંથી પસાર થઈ ગઈ હોય.
  • ૪ થી ૪.૯ની તીવ્રતાના ભૂકંપમાં વિન્ડો તૂટી શકે છે. દિવાલો પર લટકતી ફ્રેમ્સ પડી શકે છે.
  • ૫ થી ૫.૯ની તીવ્રતાના ભૂકંપમાં ઘરનું ફર્નિચર હલી શકે છે.
  • ૬ થી ૬.૯ ની તીવ્રતાનો ધરતીકંપ ઇમારતોના પાયામાં તિરાડ પડી શકે છે, જેનાથી ઉપરના માળને નુકસાન થાય છે.
  • જ્યારે ૭ થી ૭.૯ની તીવ્રતાનો ભૂકંપ આવે છે ત્યારે ઇમારતો ધરાશાયી થાય છે.
  • ૮ થી ૮.૯ની તીવ્રતાના ભૂકંપમાં ઈમારતો તેમજ મોટા પુલ ધરાશાયી થઈ શકે છે.
  • ૯ કે તેથી વધુ તીવ્રતાનો ધરતીકંપ મોટાપાયે વિનાશનું કારણ બને છે. જો કોઈ ખેતરમાં ઊભું હોય, તો તે પૃથ્વીને ધ્રુજારી જોશે. જો સમુદ્ર નજીક છે, તો સુનામી આવી શકે છે.

આ પણ વાંચો :-

કોંગ્રેસની ન્યાયયાત્રાની આજે મોરબીથી શરૂઆત

0

કોંગ્રેસની ન્યાયયાત્રાની શુક્રવારે મોરબીથી શરૂઆત થશે. 9 ઓગસ્ટથી 23 ઓગસ્ટ સુધી ન્યાયયાત્રા ચાલશે. 11 ઓગસ્ટે ન્યાયયાત્રા રાજકોટ પહોંચશે. 23 ઓગસ્ટના રોજ ગાંધીનગરમાં ન્યાયયાત્રાનું આગમન થશે. શક્તિસિંહ ગોહિલે આ યાત્રાને કોંગ્રેસ નેતાઓ, કાર્યકર્તાઓનું તપ ગણાવી. કહ્યુ-15 દિવસની કોંગ્રેસની ન્યાયયાત્રા લોકોનો અવાજ બનશે. યાત્રા દરમિયાન કોંગ્રેસ લોકોની મુશ્કેલીઓ વિશે સાંભળશે.

Bharat Jodo Nyay Yatra traverses through tribal pockets in Gujarat - The Hindu

300 કિલોમીટરની ન્યાય યાત્રા મોરબીથી શરુ કરીને રાજકોટ, રાજકોટથી સુરેન્દ્રનગર, સુરેન્દ્રનગરથી અમદાવાદ અને છેલ્લે અમદાવાદથી ગાંધીનગર સુધીનો પદયાત્રાનો રૂટ રહેશે.આ યાત્રામાં લોકો પોતાના પ્રશ્નો અને રજૂઆત રજૂ કરી શકે એ માટે કોંગ્રેસ દ્વારા ભાજપનો પાપનો ઘડો નામનો એક ઘડો પોતાની સાથે રાખવાના છે. લોકો દ્વારા નાખવામાં આવેલા પ્રશ્નોને અંતે ઘડો ભરાઈ જતાં તેને ફોડીને કોંગ્રેસે ભાજપનો પાપાનો ઘડો ભરાઈ ગયો તેવો સંકેત આપશે.

કોંગ્રેસ દ્વારા આ યાત્રા પાર્ટ વન ગણાવવામાં આવી રહી છે અને આગામી દિવસોમાં અન્ય દુર્ઘટનાના પીડિત પરિવારોને સાથે રાખી બીજી યાત્રા તબક્કાવાર શરૂ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે આ યાત્રામાં કોંગ્રેસ પોતાની સાથે એક ઘડો રાખશે, જેમાં લોકો પોતાના પ્રશ્નો રજૂ કરી શકશે અને કોંગ્રેસ એને ભાજપનાં પાપનો ઘડો નામ આપી રહી છે. એમાં લોકો તેમના પ્રશ્નો નાખશે અને છેલ્લે આ ઘડો ફોડીને ભાજપનાં પાપનો ઘડો ભરાઈ ગયો હોવાનો સંદેશ આપવામાં આવશે.

આ પણ વાંચો :-