Home Blog Page 595

ઓખાની માછીમારોના બોટ પર પાકિસ્તાન નેવી દ્વારા ફાયરીંગ

0

પાકિસ્તાન મરીનની અવળચંડાઈ સામે આવી છે. મોડીરાતે ગુજરાતના દરિયા નજીક ઓખાની ફિશીંગ બોટ પર પાકિસ્તાન નેવી દ્વારા ફાયરીંગ કરાયુ. મધ દરીયે ફાયરીંગની ઘટનાથી બોટની જળ સમાધી થઇ. બનાવને ઓખા બંદરના માછીમારોમાં ભયનો માહોલ છે. કોસ્ટગાર્ડ દ્વારા તમામ માછીમારોને રેસ્ક્યૂ કરી ઓખા લઇ આવવામાં આવ્યા.

રવિવારે મોડી રાત્રે પાકિસ્તાન મરીન દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યું હતું, જેના કારણે માછીમારોની બોટ ડૂબી ગઈ હતી. જોકે, સદનસીબે માછીમારોનો બચાવ થયો હતો. સમગ્ર ઘટનામાં ભારતીય કોસ્ટગાર્ડ દ્વારા માછીમારોનો બચાવ કરવામાં આવ્યો હતો. આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.

મીડિયા રિપોર્ટ મુજબ, રવિવારે અરબી સમુદ્રમાં IMBL નજીક ફાયરિંગની ઘટના બની હતી. જેમાં ભારતીય માછીમારોની બોટ પર પાકિસ્તાન મરીન દ્વારા ફાયરિંગ કરાવામાં કરવામાં આવ્યું હતું. જોકે, પાકિસ્તાન તરફથી ફાયરિંગ થતું હોવાની જાણકારી મળતા જ ઇન્ડિયન કોસ્ટગાર્ડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને માછીમારોના જીવ બચાવ્યા હતા. આ ઘટનાના કારણે અન્ય માછીમારોમાં ભયનો માહોલ છે.

આ પણ વાંચો :-

દિલ્હીમાં રાજકીય ઉઠાપટક: પરિવહન મંત્રી કૈલાશ ગેહલોત ભાજપમાં જોડાયા

0

દિલ્હીની આપ સરકારમાં મંત્રી રહી ચૂકેલા કૈલાશ ગેહલોતે રવિવારે આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપ્યું હતું. જ્યારે સોમવારે તેઓ ભાજપ સાથે જોડાઈ ચુક્યા છે. કૈલાશ ગેહલોત દિલ્હીમાં આમ આદમી પાર્ટીમાં ગૃહ, પરિવહન, આઈટી અને મહિલા અને બાળ વિકાસ સહિત ઘણા મોટા વિભાગોનો હવાલો સંભાળતા હતા.

Delhi: Kailash Gahlot ने ज्वाइन की BJP, Manohar Lal Khattar ने किया स्वागत - YouTube

કૈલાશ ગેહલોત ભાજપમાં જોડાયા ત્યારે દિલ્હી પ્રદેશ અધ્યક્ષ વીરેન્દ્ર સચદેવાએ તેમનું સ્વાગત કર્યું હતું. સચદેવાએ કહ્યું કે કૈલાશ ગેહલોત યુવા અને ગ્રામીણ વિસ્તારોમાં તેમના ઉત્તમ કાર્ય માટે જાણીતા છે. ગામના જાણીતા ચહેરા તરીકે ગેહલોત ભાજપમાં જોડાયા છે. તેમજ ભાજપ સાથે હાથ મિલાવવાનો કૈલાશ ગેહલોતનો અનુભવ દિલ્હીના લોકો માટે ઉપયોગી થશે.’

કૈલાશ ગેહલોતે AAP પર મોટો આરોપ લગાવ્યો હતો અને કહ્યું હતું કે લોકોની પીડા અને અધિકારો માટે લડવાને બદલે AAP ફક્ત રાજકીય એજન્ડા માટે લડી રહ્યું છે. આનાથી લોકોને મૂળભૂત સેવાઓની જોગવાઈ પણ કરી શકાતી નથી. કેજરીવાલને લખેલા પત્રમાં તેમણે જણાવ્યું હતું કે, ‘ મેં મારી રાજકીય સફર દિલ્હીની જનતાની સેવા કરવાની પ્રતિબદ્ધતા સાથે શરૂ કરી હતી અને હું તે ચાલુ રાખવા માંગુ છું, તેથી મારી પાસે પક્ષમાંથી દૂર થવાનો કોઈ વિકલ્પ બચ્યો નથી અને હું આમ આદમી પાર્ટીના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપી રહ્યો છું.’

કૈલાશ ગેહલોત કેજરીવાલ અને આતિશી બંનેની કેબિનેટમાં ખાસ મંત્રીઓમાં સ્થાન ધરાવતા હતા. ગેહલોતે આમ આદમી પાર્ટી પર ગંભીર આરોપ લગાવ્યા છે. તેમને કેજરીવાલને પત્ર લખીને કહ્યું હતું કે ‘શીશમહેલ’ અને યમુનાની સફાઈ જેવા ઘણા શરમજનક મુદ્દા છે, જેના કારણે દરેક શંકા કરી રહ્યા છે કે શું આપણે હજુ પણ આમ આદમી જ છીએ. કૈલાશ ગેહલોતે પોતાના રાજીનામામાં લખ્યું છે કે દિલ્હી સરકાર પોતાનો મોટાભાગનો સમય કેન્દ્ર સાથે લડવામાં વિતાવશે જેથી રાજ્ય પ્રગતિ કરી શકશે નહિ.

આ પણ વાંચો :-

ડૉ. કુરિયનના વારસાને પ્રોત્સાહિત કરવા અમૂલની ક્લીન ફ્યુઅલ બાઇક રેલી સુરત પહોંચી

0

ભારતના શ્વેતક્રાંતિના પ્રણેતા ડૉ વર્ગીસ કુરિયનની જન્મજયંતિ છે, જેને નેશનલ મિલ્ક ડે તરીકે ઉજવાય છે. સરદાર વલ્લભભાઇ પટેલ દ્વારા પ્રેરિત ડેરી સહકારી ચળવળને કારણે 1946માં અમૂલની રચના થઇ, જે સમગ્ર દેશમાં ફેલાઇ, પરિણામે ભારત વિશ્વમાં દૂધના સૌથી મોટા ઉત્પાદક તરીકે ઉભરી આવ્યું.

અમૂલ, દૂધ ક્રાંતિમાં તેની અગ્રણી ભૂમિકા સાથે, હવે ગાયના છાણમાંથી બળતણ ઉત્પન્ન કરવા માટે તેના BioCNG પ્રોજેક્ટ સાથે પરિવર્તિત અર્થતંત્ર સાથે ચેમ્પિયન બનાવા જઇ રહ્યું છે. આ પહેલ ખેડૂતોને માત્ર વધારાની આવકનો સ્ત્રોત જ નથી પૂરો પાડતો, પરંતુ સ્વચ્છ ઇંધણ અને કાર્બનિક ખાતર પણ પ્રદાન કરે છે, જેનાથી ફોઝિલ ફ્યુલ પરની નિર્ભરતા ઘટી છે, અને સ્વચ્છ વાતાવરણમાં યોગદાન વધ્યું છે. છાણની પ્રક્રિયા માટે મલ્ટિપલ BioCNG પ્લાન્ટ સ્થાપવામાં આવ્યા છે, જેનો હેતુ કૃષિ અને ઉર્જા બંને ક્ષેત્રો પર હકારાત્મક અને ટીકાઉ અસર લાવવાનો છે.

સ્વચ્છ ઇંધણ વિશે જાગૃતિ ફેલાવવા માટે, અમૂલે નેશનલ મિલ્ક ડેની ઉજવણીના ભાગરૂપે સમગ્ર ભારતમાં ચાર મેગા ક્લીન ફ્યુઅલ રેલીઓની શ્રેણીનું આયોજન કર્યું છે. મારુતિ સુઝુકી અને બજાજ ઓટો દ્વારા સંચાલિત રેલીઓનો હેતુ ભારતની ડેરી સહકારી સંસ્થાઓના વારસાને સન્માનિત કરતી વખતે પરિવર્તિત અર્થતંત્ર અંગે જાગૃતિ લાવવાનો છે.

પુણેથી શરૂ થયેલ બાઇક રેલી, મહારાષ્ટ્ર, ગુજરાત, રાજસ્થાનના રાજ્યોમાં 2000 કિલોમીટરથી વધુની મુસાફરી કરીને દિલ્હી ખાતે સમાપ્ત થશે, જ્યાં ભારત સરકારના પશુપાલન અને ડેરી મંત્રાલય 26મી નવેમ્બરે નેશનલ મિલ્ક ડેની ઉજવણી કરશે. આ ઇવેન્ટ ઇન્ટરનેશનલ કોઓપરેટિવ એલાયન્સ (ICA) દ્વારા વર્ષ 2025ને ‘ઇન્ટરનેશનલ યર ઓફ કોઓપરેટિવ’ તરીકે સત્તાવાર રીતે જાહેર કરવા માટે આયોજિત ઇવેન્ટ સાથે પણ સુસંગત છે. કોન્ફરન્સની થીમ, “કોઓપરેટિવ બિલ્ડ પ્રોસ્પરીટી ફોર ઓલ” છે, જેમાં વૈશ્વિક નેતાઓ, શિક્ષણવિદો અને પ્રેક્ટિશનરો હાજરી આપશે. 26મી નવેમ્બરે નવી દિલ્હીના ભારત મંડપમમાં ICA ગ્લોબલ કોન્ફરન્સમાં અમૂલની રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા ફિલ્મ “મંથન”ના સ્પેશિયલ સ્ક્રીનિંગનું પણ આયોજન કરવામાં આવ્યું છે.

સુમુલ યુનિયનના જનરલ મેનેજર શ્રી ભૂપેશ પરીખ દ્વારા રેલીનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. શ્રીમાન પરીખે ભારતના ડેરીક્ષેત્રમાં ક્રાંતિ લાવવામાં ડો. વર્ગીસ કુરિયનના યોગદાનની વાત કરી અને તેમના દૂરંદેશી નેતૃત્વની પ્રસંશા કરી હતી. તેમણે સ્થાયીતા, સ્વચ્છ ઉર્જા અને સહકારીના વારસાને પ્રોત્સાહન આપવા અમૂલની પ્રતિબદ્ધતા સાથે ડેરી ક્ષેત્રમાં ડૉ. કુરિયનના યોગદાનનો સંદેશ ફેલાવવા માટે બાઇક પર પૂણેથી દિલ્હી સુધીનું લાંબુ અંતર કાપનારા રાઇડર્સના નિર્ધાર અને ઉત્સાહની પ્રશંસા કરી.

આ પણ વાંચો :-

અભિનેત્રી કશ્મીરા શાહનો વિદેશમાં ભયાનક અકસ્માત

અભિનેત્રી કાશ્મીરા શાહ વિશે સમાચાર આવી રહ્યા છે કે તે એક ભયાનક અકસ્માતનો ભોગ બની છે. આ સમાચાર મળતાં જ તેના પતિના હોશ ઉડી ગયા છે. અભિનેત્રીએ ઈન્સ્ટાગ્રામ પર અકસ્માતના હૃદયદ્રાવક ફોટા શેર કર્યા છે, જેને જોઈને પતિને તેની પત્નીની ચિંતા થવા લાગી છે. અભિનેત્રીએ ફોટો સાથે એક નોટ પણ લખી છે જેમાં તેણે તેને બચાવવા માટે ભગવાનનો આભાર માન્યો છે.

કાશ્મીરા શાહે પોસ્ટ કરીને લખ્યું કે, ‘મને બચાવી લેવા માટે ભગવાનનો આભાર. આ ખૂબ જ ભયાનક અકસ્માત હતો. કંઈક મોટું થવાનું હતું, જે નાનામાં નીકળી ગયું. આશા છે કે કોઈ દાગ નહીં રહેશે. દરેક દિવસ અને દરેક ક્ષણને એક જ વારમાં જીવી જાઓ. મારાથી પરત ફરવાની રાહ નથી જોવાઈ રહી. હું આજે મારા પરિવારને ખૂબ યાદ કરી રહી છું.’

કાશ્મીરાની આ પોસ્ટ પર ચાહકો અને સેલેબ્સ સતત કોમેન્ટ કરી રહ્યા છે. કૃષ્ણા અભિષેકે પણ કોમેન્ટ કરીને લખ્યું કે, ભગવાનનો આભાર કે તું સુરક્ષિત છે. ઈન્ડસ્ટ્રીના ઘણા લોકોએ તેની તબિયત વિશે તેને કોમેન્ટ કરીને પૂછપરછ કરી છે. કાશ્મીરા સાથે આ ઘટના કેવી રીતે બની તે વિશે વધુ માહિતી નથી મળી.

કાશ્મીરાએ તેના ઇન્સ્ટાગ્રામ પર લોહીના ડાઘવાળા કપડા સાથેનો ફોટો પોસ્ટ કરતાની સાથે જ તેની સ્થિતિ વિશે પૂછતા લોકોનો ધસારો ઉમટી પડ્યો હતો. એકે લખ્યું- આશા છે કે તમે સારા હશો. બીજાએ લખ્યું – હે ભગવાન, આ ખૂબ જ ડરામણું છે, ત્રીજાએ લખ્યું- શું થયું, તમે ઠીક છો? બીજાએ લખ્યું- હું ઈચ્છું છું કે તમે સંપૂર્ણ સાચા હોવ આવી જ બીજી ઘણી ટિપ્પણીઓ મળી છે જેમાં લોકો કાશ્મીરા વિશે ચિંતા દર્શાવી રહી છે.

આ પણ વાંચો :-

બાબા સિદ્દીકી હત્યા કેસમાં પેટલાદથી સલમાનની ધરપકડ, ગુજરાત સુધી પહોંચી તપાસ

0

મુંબઈ ક્રાઈમ બ્રાંચ એનસીપી નેતા બાબા સિદ્દીકીની હત્યાની તપાસ કરી રહી છે. આ કેસમાં રવિવારે વધુ એક ધરપકડ કરવામાં આવી હતી. આ સનસનાટીભર્યા બનાવમાં અત્યાર સુધીમાં કુલ 25 લોકોની ધરપકડ કરવામાં આવી છે. આજે મહારાષ્ટ્રના અકોલામાંથી ગુજરાતના એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. એક અધિકારીએ આ માહિતી આપી છે. ગુજરાતના બંને ઝડપાઈ ગયેલા આરોપી પેટલાદના છે.

Baba Siddique murder: Shooters were in touch with Lawrence Bishnoi's brother before attack

મુંબઈ ક્રાઈમ બ્રાંચ એનસીપી નેતા બાબા સિદ્દીકીની હત્યાની તપાસ કરી રહી છે. આ કેસમાં રવિવારે વધુ એક ધરપકડ કરવામાં આવી હતી. આ સનસનાટીભર્યા બનાવમાં અત્યાર સુધીમાં કુલ 25 લોકોની ધરપકડ કરવામાં આવી છે. આજે મહારાષ્ટ્રના અકોલામાંથી ગુજરાતના એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. એક અધિકારીએ આ માહિતી આપી છે.

અકોલાના બાલાપુરથી આજે જે વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે તેની ઓળખ ગુજરાતના આણંદ જિલ્લાના પેટલાદનો રહેવાસી સલમાન ઈકબાલ વ્હોરા તરીકે થઈ છે. ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓએ પોલીસની મદદથી આરોપીને ગુજરાતથી લગભગ 565 કિલોમીટર દૂરથી પકડી પાડ્યો હતો. સલમાન મુંબઈમાં પોતાની સાસરીમાં હતો ત્યારે મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે અટકાયત કરી છે.

નોંધનીય છે કે બાબા સિદ્દીકીની હત્યા બાદ તરત જ ઉત્તર પ્રદેશના ધર્મરાજ કશ્યપ અને હરિયાણાના ગુરમેલ સિંહની ઘટના સ્થળેથી જ ધરપકડ કરવામાં આવી હતી. તાજેતરમાં, પોલીસને આ કેસમાં વધુ એક સફળતા મળી જ્યારે કથિત મુખ્ય શૂટર શિવકુમાર ગૌતમની બહરાઇચમાંથી ધરપકડ કરવામાં આવી. પોલીસે જણાવ્યું હતું કે ગૌતમ 12 ઓક્ટોબરથી ફરાર હતો અને નેપાળ ભાગી જવાનો પ્રયાસ કરતી વખતે પકડાયો હતો.

આ પણ વાંચો :-

પાટણ મેડિકલ કોલેજમાં રેગિંગ મામલે કાર્યવાહી

0

પાટણ જિલ્લામાં આવેલા ધારપુર GMERS મેડિકલ કોલેજમાં એમબીબીએસના એક વિદ્યાર્થી સાથે તેના સિનિયરો રેગિંગ કર્યું હતું જેના કારણે તેનું મોત થયું હતું. મળતી વિગતો પ્રમાણે GMERS મેડિકલ કોલેજના 15 જેટલા સિનિયર્સ વિદ્યાર્થીઓ સામે પોલીસ ફરિયાદ નોંધી આગળની તપાસ પણ હાથ ધરી દીધી છે. બીજી તરફ ધારપુર મેડિકલ કૉલેજમાં ABVP તરફથી ભારે વિરોધ દર્શાવતા મોડીરાતે પોલીસ સાથે ઘર્ષણ પણ થયું હતું.

ધારપુર મેડિકલ કોલેજમાં રેગિંગ થયાનું સ્પષ્ટ થયા બાદ કોલેજના સત્તાધીશો બચાવ કરતા કહ્યું હતું કે, અમારા દ્વારા કોલેજના વિદ્યાર્થીઓને સમયાંતરે રેંગિંગ બાબતે જાગૃત કરવામાં આવે છે. જો કે, તેમ છતાં રેગિંગના કારણે એક વિદ્યાર્થીનો જીવ જતા સવાલો ઉઠ્યા છે.

ધારપુર મેડિકલ કોલેજના ડીન હાર્દિક શાહે જણાવ્યું હતું કે, તપાસ રિપોર્ટમાં સામે આવ્યા મુજબ સિનિયર સ્ટુડન્સ દ્વારા જુનિયરને બોલાવી ઈન્ટ્રોડકશન આપવા કહ્યું હતું. કોઈ મારામારી થઈ હોવાનું જાણવા મળ્યું નથી. શનિવારે રાત્રે હોસ્ટેલમાં રાત્રે બનાવ બન્યો હતો. હોસ્પિટલમાં સારવાર આપી તેને બચાવી શક્યા નહીં. અમે અડધા કલાકમાં પોલીસને જાણ કરી કાર્યવાહી કરવા જણાવ્યું હતું. જાણવા મળ્યું કે, સિનિયર સ્ટુડન્ટ્સ હતા તેની સાથે ઈન્ટ્રોડકશન ચાલી રહી હતી. રજૂઆતના આધારે રેગિંગનો બનાવ છે કે નહીં તેના માટે અમારી એન્ટિ રેંગિગ કમિટી છે તેની બેઠક કરી તેમાં 27 સ્ટુડન્ટના સ્ટેટમેન્ટ લીધા તેના આધારે 15 સ્ટુડન્ટ્સને સસ્પેન્ડ કર્યા છે.

ધારપુર મેડિકલ કોલેજના ડીન હાર્દિક શાહે જણાવ્યું હતું કે, તપાસ રિપોર્ટમાં સામે આવ્યા મુજબ સિનિયર સ્ટુડન્સ દ્વારા જુનિયરને બોલાવી ઈન્ટ્રોડકશન આપવા કહ્યું હતું. કોઈ મારામારી થઈ હોવાનું જાણવા મળ્યું નથી. શનિવારે રાત્રે હોસ્ટેલમાં રાત્રે બનાવ બન્યો હતો. હોસ્પિટલમાં સારવાર આપી તેને બચાવી શક્યા નહીં. અમે અડધા કલાકમાં પોલીસને જાણ કરી કાર્યવાહી કરવા જણાવ્યું હતું. જાણવા મળ્યું કે, સિનિયર સ્ટુડન્ટ્સ હતા તેની સાથે ઈન્ટ્રોડકશન ચાલી રહી હતી. રજૂઆતના આધારે રેગિંગનો બનાવ છે કે નહીં તેના માટે અમારી એન્ટિ રેંગિગ કમિટી છે તેની બેઠક કરી તેમાં 27 સ્ટુડન્ટના સ્ટેટમેન્ટ લીધા તેના આધારે 15 સ્ટુડન્ટ્સને સસ્પેન્ડ કર્યા છે.

આ પણ વાંચો :-

મહારાષ્ટ્રમાં “એક હૈ તો સેફ હૈ” સૂત્ર પર રાહુલનો ભાજપ પર કટાક્ષ

0

મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી માટે હવા માત્ર બે દિવસનો સમય રહ્યો છે. રાજ્યમાં 20 નવેમ્બરના રોજ મતદાન થશે અને 23 નવેમ્બરના રોજ ચૂંટણીના પરિણામો જાહેર કરવામાં આવશે. આજે મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીના પ્રચાર પડઘમ શાંત થઈ જશે. રાહુલ ગાંધીએ “એક હૈ તો સેફ હૈ” ના તેમના ચૂંટણી સૂત્રને લઈ ભાજપ પર કટાક્ષ કર્યો હતો. તેમણે ખાસ કરીને ધારાવી પ્રોજેક્ટને લઈને આક્ષેપો કર્યા છે.

રાહુલ ગાંધીએ જણાવ્યું કે મહારાષ્ટ્રની આ ચૂંટણી એ વિચારધારાની ચૂંટણી છે. તેમાં એક તરફ અમીર અબજોપતિઓ છે, જેમણે મુંબઈની જમીન પર કબ્જો કરવાની ઈચ્છા પેદા કરી છે, અને બીજી તરફ ગરીબો અને સામાન્ય લોકો છે, જેમને આ જમીન પર ધ્યાન આપવાની જરૂર છે. અબજોપતિઓ ઈચ્છે છે કે મુંબઈની જમીન તેમના હાથમાં જાય. એક અબજોપતિને 1 લાખ કરોડ રૂપિયા આપવામાં આવશે તેવો અંદાજ છે.

રાહુલ ગાંધીએ એ પણ સ્પષ્ટ કર્યું કે તેમની પાર્ટીનો શું ટાર્ગેટ હશે. તેમણે કહ્યું, “અમારી વિચારસરણી એ છે કે મહારાષ્ટ્ર, મહારાષ્ટ્રના ખેડૂતો, ગરીબો અને બેરોજગારોની પરિસ્થિતિ સુધારવાની જરૂર છે.” અમે દરેક મહિલાના બેંક ખાતામાં ₹3000 જમા કરાવીશું. મહિલાઓ અને ખેડૂતો માટે બસની મુસાફરી મફત રહેશે. 3 લાખ સુધીની લોન માફ કરવામાં આવશે. સોયાબીન માટે 7,000 રૂપિયા પ્રતિ ક્વિન્ટલની MSP આપવામાં આવશે. અત્યારે અમે તેલંગાણા, કર્ણાટકમાં જાતિ ગણતરી કરી રહ્યા છીએ. અમે તેને મહારાષ્ટ્રમાં પણ કરાવીશું.

આ પણ વાંચો :-

૧૮ નવેમ્બર, ૨૦૨૪/ આ રાશિ માટે સોમવારના દિવસે પરિવારમાં આનંદ, કાર્યક્ષેત્રે સફળતા મળતી જણાય વિદ્યાર્થી મિત્રો માટે શુભ, જાણો આજનું રાશિ ભવિષ્ય

મેષઃ

માનસિક ઉગ્રતા રહે. આવકનું પ્રમાણ જળવાય. પરિવારમાં સુખ, શાંતિનું પ્રમાણ વધચું જણાય. કાર્યક્ષેત્રે સફળતા નો અનુભવ થાય. નવા રોકાણો ફાયદા કરાક સાબિત થાય. આધાત્મિકતા વધતી જણાય. આરોગ્ય જળવાય.

વૃષભઃ

મા‌નસિક સ્વસ્થતા જળવાય. આવક માં વધારો થાય. નાના ભા‌ઇ બહેન સાથે પ્રેમ ભાવ વઘે. પરિવારમાં આનંદ. ભાગ્યનો સાથ મળતો જણાય. નોકરીમાં શાંતિ તથા ધંધામાં પ્રગતિ થતી જણાય. સ્વાસ્થય સારૂં રહેશે.

મિથુનઃ

આત્મવિશ્વાસ વધવાને કારણે તમામ ક્ષેત્રે સફળતા મળતી જણાય. સ્વભાવમાં ગુસ્સો અને આનંદનું મિશ્રણ જોવા મળે. નાણાંકીય વ્યવહારો ફાયદા કારક સાબિત થાય. ટેલીફોન, મોબાઇલ, કોમ્પ્યુટર ક્ષેત્રથી વિશેષ લાભ.

કર્કઃ

માનસિક આનંદ જળવાય. નાણાંની આવક ધટે. આકસ્મિક ખર્ચનો સામનો કરવો પડે. કુટુંબમાં સ્નેહનું વાતાવરણ રહે. શેરબજાર થી લાભ. રોકાણો દ્ગારા ફાયદો થતો જણાય. ભાગ્યનો સાથ મળે. આરોગ્ય સારૂં રહેશે.

સિંહઃ

સત્ય બોલવાને કરાણે અપ્રિય થવાય. સ્વભાવમાં ઉગ્રતા રહે. આર્થિક પાસું મજબૂત બને. પરિવારના સભ્યો વચ્ચે લાગણીનું પ્રમાણ વધે. મિત્રોનો સાથ સહકાર મળતો જણાય. માફકસરનો ખર્ચ રહે.

કન્યાઃ

વાણી ઉપરનો કાબુ વધે. સ્વાર્થવૃત્તિ વધતી જણાય. નાણાંકીય બાબતોમાં ગણત્રીપૂર્વક આયોજન કરી શકાય. માતાની તબિયત સાચવવી. ટ્રાવેલીંગ, વીમો, હોટલના કામકાજમાં સફળતા મળે. માથાનો દુઃખાવો અનુભવાય.

તુલાઃ

ભાગ્યનો સાથ મળતાં કાર્યક્ષેત્રે, સફળતા મળતી જણાય. પરિણામે આવક વધતાં આનંદનો અનુભવ થાય. ધાર્મિક યાત્રા-પ્રવાસનું આયોજન શકય બને. ઠંડાપીણા, આ‌ઇસકીમ, સ્ત્રી શણગારના ધંધામાં લાભ મળતો જણાય.

વૃશ્ચિકઃ

મોજ શોખમાં ખર્ચ વધવાની શકયતા છે. વ્યસનમાં ફસાવાય નહીં તેનું ધ્યાન રાખવું. આવક બાબતે જૈસે થે ની સ્થિતિ અનુભવાય. સંતાન સાથે મતભેદ ટા‍ળવા. સ્નાયુઓ તથા ક્ષાનતંતુના રોગોથી સાચવવું.

ધનઃ

દિવસ દરમ્યાન ઉશકેરટ વધે તથા માનસિક અસ્થિરતા અનુભવાય. આવક જળવાશે. મશીનરી, એસ્ટેટ, વીજ‍ળીના સામાન, સંદેશ વ્યવહારને લગતા ધંધામાં વધુ લાભ. ખભાનો દુઃખાવો તથા તાવનો ઉપદ્ગવ રહે.

મકરઃ

માનસિક સ્વસ્થતા તથા આત્મવિશ્વાસ ધટે. ખર્ચનું પ્રમાણ વધે. માતૃપક્ષ તરફથી લાભ. ભાગ્યનો સાથ મળતો જણાતો નથી. સફળતા માટે સંધર્ષ વધુ કરવો પડે. દામ્પત્ય જીવનમાં આનંદ જ‍ળવાશે. માથાનો દુઃખાવો રહે.

કુંભઃ

આર્થિક પાસુ મજબૂત બનતું જણાય. ભાઇ બહેન સાથે ગુસ્સાનું પ્રમાણ વધે. કાર્યક્ષેત્રે સફળતા મળતી જણાય. સ્ત્રીવર્ગ તરફથી લાભ. સંતાનોની પ્રગતિથી આનંદ. વિધાર્થીમિત્રો ને સફળતા. ખોટી સોબતથી સાવધાની જરૂરી.

મીનઃ

આત્મવિશ્વાસ વધતો જણાય. પોતે સાચા અને બીજા ખોટા એવી ભાવના પેદા થાય. પરિવારના સભ્યો સાથે લાગણીનું પ્રમાણ વધે. માતૃસુખ વધે. સ્ત્રીવર્ગ તરફથી લાભ. નોકરી ધંધામાં પ્રગતિ થતી જણાય. આરોગ્ય સારૂં રહેશે.

રામભદ્રાચાર્યએ કહ્યું, ‘સરકારોને જાતિના આધારે અનામત ખતમ કરીને આર્થિક આધાર પર આપવું જોઇએ’

0

જયપુરમાં કથા કહેવા આવેલા જગદગુરુ સ્વામી રામભદ્રાચાર્યએ કહ્યું કે શત પ્રતિશત નંબર લાવીને સવર્ણ બાળક જુતા સીવે અને ચાર ટકા લાવીને એસસીનો બાળક નોકરી મેળવે. તેને સમાપ્ત કરવું જ પડશે અને તે થશે. કોઇ SC,ST,OBC નહીં તમામ હિંદુ એક છે અને તમામ ભારતીય છે.

રામભદ્રાચાર્ય એટલે જ નહોતા અટક્યા તેમણે કહ્યું કે, શત પ્રતિશત નંબર લાવીને સવર્ણનો બાળક જુતા સીવશે અને એસસી અને એસટીનો બાળક ચાર ટકા લાવીને નોકરી મેળવશે. તેને સમાપ્ત કરવું જ પડશે અને તે થશે. કોઇ SC,ST,OBC નહીં તમામ હિંદુ એક છે, તમામ ભારતીયો એક છે. આર્થિક આધારે અનામત કરી દો. ત્યારે આ જાતિવાળુ ગૃહ યુદ્ધ આપોઆપ સમાપ્ત થઇ જશે.

સ્વામી રામભદ્રાચાર્યએ કહ્યું, ‘બ્રાહ્મણ મુખથી નીકળ્યા છે, ક્ષત્રિય હાથથી, વૈશ્ય જાંઘથી અને શુદ્ર ચરણથી. ચરણ પર માથું ઝૂકે છે તો તે અપવિત્ર કેવી રીતે થઈ ગયું. હિન્દુઓમાં કોઈ અછૂત નથી. દેશમાં 80 ટકા હિન્દુ કરવા પડશે પછી તમામ સમસ્યા ખતમ થઈ જશે.

રામભદ્રાચાર્યએ રાજસ્થાનના મુખ્યમંત્રી ભજનલાલ શર્માની સામે કહ્યું કે, જાણો છો જ્યારે મુખ્યમંત્રીની ચર્ચા ચાલી રહી હતી રાજસ્થાનના સીએમ કોણ બનશે તો મે તેમની પર વાત કરી અને કહ્યું કે, રાજસ્થાનના મુખ્યમંત્રી બ્રાહ્મણને બનાવો. તમામે કહ્યું કે, કઇ રીતે થશે? વસુંધરાજી કઇ રીતે માનશે? ત્યારે અમે કહ્યું કે, તેમના મોઢેથી જ કહેવડાવો અને આ પ્રકારે મારી સમજથી રાજસ્થાનને પહેલો બ્રાહ્મણ મુખ્યમંત્રી બનાવ્યા. આ પ્રસંગે જગતગુરૂ રામભદ્રાચાર્યએ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હાથ મજબુત કરવાની પણ અપીલ કરી હતી.

આ પણ વાંચો :-

ISRO અને Spacex વચ્ચે થઈ મોટી ડીલ, લોન્ચ કરશે ભારતનું સૌથી એડવાન્સ સેટેલાઇટ

0

ભારતીય અવકાશ એજન્સી ISROએ દિગ્ગજ ઉદ્યોગપતિ ઈલોન મસ્કની કંપની Space X સાથે હાથ મિલાવ્યો છે. અમેરિકાના નવા ચૂંટાયેલા પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના નજીકના મિત્ર મસ્કની કંપની Space X આગામી સપ્તાહની શરુઆતમાં ફાલ્કન 9 રૉકેટથી ભારતના સૌથી આધુનિક સંચાર ઉપગ્રહ GSAT-20 (GSAT N-2)ને અંતરિક્ષમાં લઈ જવાનું કામ કરશે.

ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન અને SpaceX વચ્ચે ઘણી ડીલ થઈ છે. GSAT-N2 અમેરિકાના કેપ કેનાવેરલથી લોન્ચ કરવામાં આવશે. આ 4700 કિલોગ્રામનો સેટેલાઈટ કોઈ ભારતીય રોકેટ દ્વારા લઈ જવા માટે ખૂબ જ ભારે છે. આ જ કારણ છે કે ઇસરોએ આના લોન્ચિંગ માટે એલન મસ્કની કંપની સ્પેસએક્સની મદદ લેવાનો નિર્ણય કર્યો. ભારતીય સ્પેસ એજન્સીનું સૌથી શક્તિશાળી રોકેટ ‘ધ બાહુબલી’ અથવા લોન્ચ વ્હીકલ માર્ક-3 છે, જે વધુમાં વધુ 4000 થી 4100 કિલોગ્રામ સુધીનું વજન અંતરિક્ષ ભ્રમણકક્ષામાં લઈ જઈ શકે છે.

ભારત અત્યાર સુધી તેના ભારે સેટેલાઈટને લોન્ચ કરવા માટે એરિયનસ્પેસ પર નિર્ભર હતું, પરંતુ હાલમાં તેની પાસે પણ કોઈ ઓપરેશનલ રોકેટ નથી અને ભારત પાસે સ્પેસએક્સ સાથે જવાનો એકમાત્ર ભરોસાપાત્ર વિકલ્પ હતો. ચીનના રોકેટ ભારત માટે અયોગ્ય છે અને યૂક્રેનમાં સંઘર્ષને કારણે રશિયા કોમર્શિયલ લોન્ચિંગ માટે તેના રોકેટ ઓફર કરવામાં અસમર્થ છે. આ જ કારણ છે કે ઇસરો પાસે સ્પેસએક્સનો જ વિકલ્પ હતો. ઇસરોના વૈજ્ઞાનિકોનું કહેવું છે કે સ્પેસએક્સથી પોતાનો સેટેલાઇટ મોકલવા માટે તેમને સારી ડીલ મળી છે. સ્પેસએક્સ તેના શક્તિશાળી રોકેટ ફાલ્કન 9 દ્વારા ભારતીય ઉપગ્રહને અવકાશમાં મોકલશે.

એલન મસ્કની સેટેલાઇટ આધારિત ઇન્ટરનેટ સેવાઓ સ્ટારલિંકને લાઇસન્સ આપવાની માંગ કરી રહ્યા છે. આના પરથી સ્પષ્ટ થાય છે કે ભારતમાં એલન મસ્કની રુચિ વધી રહી છે. મસ્ક હવે ટ્રમ્પ સરકારમાં પણ ખૂબ જ શક્તિશાળી બનીને ઉભરી આવ્યા છે અને ટ્રમ્પ સરકારમાં મહત્ત્વની જવાબદારીઓ નિભાવી રહ્યા છે. એ વાત જાણીતી છે કે ડોનાલ્ડ ટ્રમ્પ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચે ખૂબ જ સારા સંબંધો છે અને બંને એકબીજાને મિત્ર કહે છે. ઉદ્યોગપતિ એલન મસ્ક પણ બંનેના મિત્ર છે.

આ પણ વાંચો :-