Home Blog Page 545

તાઈવાનમાં ભૂકંપના આંચકા, રિક્ટર સ્કેલ પર 6.4ની તીવ્રતા

ભૂકંપના આંચકાથી ધરતી ફરી એકવાર ધ્રુજી ઉઠી છે. મોડી રાત્રે તાઇવાનના દક્ષિણ ભાગમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. અમેરિકન જિયોલૉજિકલ સર્વે (USGS) એ ભૂકંપની પુષ્ટિ કરતા કહ્યું કે તાઈવાનમાં આવેલા ભૂકંપથી 15 લોકો ઈજાગ્રસ્ત થયાના અહેવાલ છે. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 6.4 હતી.

ભૂકંપનું કેન્દ્ર તાઈવાનના યુજિંગ શહેરથી 12 કિલોમીટર ઉત્તરમાં જોવા મળ્યું હતું. તાઈવાન ફાયર વિભાગના જણાવ્યા અનુસાર ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ઘાયલોમાં એક બાળકનો પણ સમાવેશ થાય છે. ઘાયલ થયેલા છ લોકો એવા છે જેમને તૈનાન શહેરના નાનક્સી જિલ્લામાં ભૂકંપના કારણે નાશ પામેલા મકાનના કાટમાળમાંથી બચાવી લેવામાં આવ્યા હતા. ભૂકંપના કારણે સ્ટેટ હાઈવે પર આવેલા ઝુવેઈ બ્રિજને પણ નુકસાન થયું છે, પરંતુ કોઈ મૃત્યુના સમાચાર નથી.

કેટલું તીવ્ર, કેટલું જોખમી?

  • ભૂકંપ કેટલો ખતરનાક છે? તે રિક્ટર સ્કેલ પર માપવામાં આવે છે. ભૂકંપમાં, રિક્ટર સ્કેલનો દરેક સ્કેલ અગાઉના સ્કેલ કરતા ૧૦ ગણો વધુ ખતરનાક હોય છે.
  • ૦ થી ૧.૯ ની તીવ્રતાવાળા ધરતીકંપ માત્ર સિસ્મોગ્રાફ દ્વારા શોધી શકાય છે.
  • જ્યારે ૨ થી ૨.૯ ની તીવ્રતાનો ભૂકંપ આવે છે, ત્યારે થોડું કંપન થાય છે.
  • જ્યારે૩ થી ૩.૯ની તીવ્રતાનો ભૂકંપ આવે છે ત્યારે એવું લાગે છે કે જાણે કોઈ ટ્રક ત્યાંથી પસાર થઈ ગઈ હોય.
  • ૪ થી ૪.૯ની તીવ્રતાના ભૂકંપમાં વિન્ડો તૂટી શકે છે. દિવાલો પર લટકતી ફ્રેમ્સ પડી શકે છે.
  • ૫ થી ૫.૯ની તીવ્રતાના ભૂકંપમાં ઘરનું ફર્નિચર હલી શકે છે.
  • ૬ થી ૬.૯ ની તીવ્રતાનો ધરતીકંપ ઇમારતોના પાયામાં તિરાડ પડી શકે છે, જેનાથી ઉપરના માળને નુકસાન થાય છે.
  • જ્યારે ૭ થી ૭.૯ની તીવ્રતાનો ભૂકંપ આવે છે ત્યારે ઇમારતો ધરાશાયી થાય છે.
  • ૮ થી ૮.૯ની તીવ્રતાના ભૂકંપમાં ઈમારતો તેમજ મોટા પુલ ધરાશાયી થઈ શકે છે.
  • ૯ કે તેથી વધુ તીવ્રતાનો ધરતીકંપ મોટાપાયે વિનાશનું કારણ બને છે. જો કોઈ ખેતરમાં ઊભું હોય, તો તે પૃથ્વીને ધ્રુજારી જોશે. જો સમુદ્ર નજીક છે, તો સુનામી આવી શકે છે.

આ પણ વાંચો :-

ગુજરાતમાં જાહેર થઇ શકે છે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી, ચૂંટણીપંચે બોલાવી પ્રેસ કોન્ફરન્સ

0

રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ જાહેર થાય તેવા એંધાણ વર્તાય રહ્યા છે. આજે સાંજે 4.30 કલાકે રાજ્ય ચૂંટણીપંચે પ્રેસ કોન્ફરન્સ બોલાવી છે. જેમાં આ ચૂંટણીની તારીખો જાહેર થવાની શક્યતાઓ છે. ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની લોકો અને રાજકીય પક્ષોના નેતાઓ કાગડોળે રાહ જોઈ રહ્યા છે. છેલ્લા ઘણા સમયથી રાજ્યમાં અટકેલી પાલિકા અને પંચાયતો પર લાંબા સમયથી લંબાઇ રહેલી ચૂંટણીઓની તારીખ આજે જાહેર થવાની શક્યતા છે. સૂત્રો પાસેથી મળતી વિગત મુજબ 13 કે 14 ફેબ્રુઆરીના રોજ મતદાન અને 16 ફેબ્રુઆરીના દિવસે પરિણામો આવવાની શક્યતા છે.

રાજ્યની 80 નગરપાલિકા, ખેડા અને બનાસકાંઠા જિલ્લા પંચાયત, 17 તાલુકા પંચાયત અને 539 નવી ગ્રામ પંચાયતો સહિત કુલ 4765 પંચાયતોમાં છેલ્લા બે વર્ષથી બાકી રહેલી ચૂંટણી ઉપરાંત અન્ય સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં સભ્યોના રાજીનામા કે મૃત્યુને કારણે ખાલી પડેલી બેઠકો પર પણ ચૂંટણી યોજાય તે દિશામાં રાજ્ય ચૂંટણી પંચે તૈયારીઓ શરૂ કરી છે.

આ પણ વાંચો :-

યુપીમાં મોટું એન્કાઉન્ટર, એક લાખના ઈનામી અરશદ સહિત 4 બદમાશ ઠાર

0

ઉત્તર પ્રદેશના શામલી જિલ્લામાં મોડી રાતે એન્કાઉંટર થયું છે. યૂપી STFની મેરઠ ટીમે શામલીના ઝિંઝાના વિસ્તારમાં સોમવારે રાતે લગભગ 2.30 કલાકની આસપાસ મુસ્તફા કગ્ગા ગેંગના બદમાશોની ઘેરાબંદી કરી. આ દરમ્યાન આમને સામને ફાયરિંગમાં એક લાખની ઈનામી સહિત ચાર બદમાશો એન્કાઉન્ટરમાં ઠાર થઈ ગયા. જ્યારે STFના ઈંસ્પેક્ટર સુનીલ કુમારને કેટલીય ગોળીઓ વાગી. સુનીલ કુમાર હાલમાં સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ છે. બદમાશો પાસેથી મોટી માત્રામાં હથિયારો જપ્ત થયા છે.

STF મેરઠ ટીમે શામલીના ઝિંઝાના ક્ષેત્રમાં મુસ્તફા કગ્ગા ગેંગના સભ્ય અરશદ અને તેના ત્રણ સાથીઓ, મનજીત, સતીશ અને એક અન્યને શામલીના ઝીંઝાના વિસ્તારમાં ઘેરી લીધા હતા. બધા બદમાશો કારમાં સવાર હતા. આ દરમિયાન અરશદ અને તેના સાથીઓએ ફાયરિંગ શરૂ કરી દીધુ હતું. એસટીએફની ટીમે પણ જવાબી કાર્યવાહી કરતા ફાયરિંગ કર્યું હતું. ASP બ્રિજેશ કુમારે જણાવ્યું કે, ‘ગોળીબારમાં ચાર બદમાશોને ગોળી વાગી હતી, જ્યારે STF ઈન્સ્પેક્ટર સુનીલ કુમાર પણ ગંભીર રીતે ઘાયલ થયા હતા. તે બધાને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા, જ્યાં ડોક્ટરોએ ચારેય બદમાશોને મૃત જાહેર કર્યા છે.’

મરનારા બદમાશોની ઓળખાણ એક લાખના ઈનામી અરશદ અને તેના 3 સાથી મંજીત, સતીશ અને અન્ય અજાણ્યા શખ્સ તરીકે થઈ છે. અરશદ વિરુદ્ધ લૂટ, ધાડ તથા હત્યાના એક ડઝનથી પણ વધારે કેસ નોંધાયેલા છે. ઈંસ્પેક્ટર સુનીલને કરનાલના અમૃત ધારા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. જ્યાં ડોક્ટર્સે તેમને ગુરુગ્રામની મેદાંતા હોસ્પિટલમાં રેફર કરી દીધા છે.

આ પણ વાંચો :-

છત્તીસગઢમાં 16 નક્સલીઓ ઠાર, કુકર બોમ્બ પણ મળ્યા

0

છત્તીસગઢના ગારિયાબંદમાં નક્સલીઓ સાથે એન્કાઉન્ટરના સમાચાર છે. શરૂઆતની માહિતી મુજબ, સૈનિકો છેલ્લા 36 કલાકથી જંગલમાં નક્સલીઓ સાથે લડી રહ્યા છે. અત્યાર સુધીમાં કુલ 19 નક્સલીઓ માર્યા ગયાના અહેવાલ છે. આ ઉપરાંત, મોટી માત્રામાં હથિયારો પણ જપ્ત કરવામાં આવ્યા છે. જણાવવામાં આવી રહ્યું છે કે ગઈકાલે સવારથી કુલ્હાડીઘાટના ભાલુદીઘી પહાડીઓ પર સુરક્ષા દળો અને નક્સલવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર ચાલી રહ્યું છે.

આ એન્કાઉન્ટરમાં સુરક્ષા દળોની 10 ટીમો સામેલ હતી. એન્કાઉન્ટર પછી હાથ ધરવામાં આવેલા સર્ચ ઓપરેશન દરમિયાન, ગઈકાલે બે નક્સલીઓ (એક મહિલા, એક પુરુષ) ના મળતદેહ મળી આવ્યા હતા. આ દરમિયાન, એક ઘાયલ સૈનિકને એરલિફ્ટ કરીને રાયપુર લાવવામાં આવ્યો. છત્તીસગઢ અને ઓડિશાના સુરક્ષા દળોની કુલ 10 ટીમો નક્સલવાદીઓ સામે કાર્યવાહી કરી રહી છે. શોધખોળ દરમિયાન નક્સલીઓના વધુ મળતદેહ મળવાની શકયતા છે. માર્યા ગયેલા નક્સલીઓના મળતદેહોની ઓળખ હાલમાં કરવામાં આવી રહી છે.

નક્સલવાદીઓ વિશે માહિતી મળતાં સુરક્ષા દળો દ્વારા કાર્યવાહી, ઓડિશા અને છત્તીસગઢ સરહદ પર કુલ્હાડી ઘાટના જંગલમાં મોટી સંખ્યામાં નક્સલવાદીઓની હાજરીની જાણ કરવામાં આવી હતી. આ માહિતી મળ્યા બાદ, ઓડિશા અને છત્તીસગઢ પોલીસે સાથે મળીને નક્સલવાદીઓ સામે સંયુક્ત ઓપરેશન શરૂ કર્યું. કુલ્હાડી ઘાટ રિઝર્વ ફોરેસ્ટના ગાઢ જંગલોમાં સુરક્ષા દળોએ નક્સલીઓ સામે અત્યાર સુધીની સૌથી મોટી કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો :-

સુરતમાં હવસખોરે હદ વટાવી, નરાધમે ચાર વર્ષની બાળકીને બનાવી હવસનો શિકાર

પલસાણા તાલુકામાં એક આધેડે ચાર વર્ષની બાળકીને હવસનો શિકાર બનાવી હતી. આ ઘટનાને પગલે પોલીસ ફરિયાદ નોંધાવતાં પોલીસે CCTV દ્વારા ગણતરીના કલાકોમાં જ આરોપીની ધરપકડ કરી લીધી હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર સુરતના પલસાણા તાલુકા નજીક એક શ્રમજીવી પરિવારની 4 વર્ષની બાળકી રમી રહી હતી, ત્યારે નજીકમાં રહેતો 45 વર્ષનો આધેડ ઇસમ બાળકીને લાડ લડાવવા લાગ્યો હતો. ત્યારબાદ હવસખોર આરોપી બાળકીને અડધો કિલોમીટરના અંતરે આવેલા પોતાના રૂમ પર લઈ ગયો હતો. જ્યાં તેણે બાળકીને પોતાનો હવસનો શિકાર બનાવી હતી. ત્યારબાદ બાળકી લોહીલુહાણ હાલતમાં રડતી રડતી ઘરે પહોંચી હતી.

આ જોઈ શ્રમિક પરિવારના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. પરિવારજનો તાત્કાલિક બાળકીને લઈને કડોદરા પોલીસ સ્ટેશને પહોંચી ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ગુનાની ગંભીરતાને ધ્યાને લઈને તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી. કડોદરા પોલીસ અને એલસીબીએ સંયુક્ત તપાસ આદરી આસપાસ વિસ્તારના સીસીટીવી ફંફોળવાનું શરુ કર્યું હતું. આ દરમિયાન CCTV ફૂટેજમાં એક આધેડ વયનો ઇસમ બાળકીને લઈ જતો જોવા મળ્યો હતો. જેના આધારે પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપીને દબોચી લઈ કડક પૂછપરછ હાથ ધરી છે.

પોલીસે આરોપી વિરુદ્ધ પોક્સો એક્ટ અંતગર્ત ગુનો દાખલ કર્યો છે. આ ઘટનાના પગલે આખા વિસ્તારમાં સન્નાટો છવાઈ ગયો છે. સ્થાનિકો આરોપી વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહીની માગ કરી રહ્યા છે.

આ પણ વાંચો :-

મહાકુંભમાં કિન્નર અખાડાની નજીક લાગી આગ

0

મહાકુંભમાં સતત બીજા દિવસે આગ લાગી. સોમવારે મેળા વિસ્તારના સેક્ટર ૧૬માં કિન્નર અખાડાની સામેના એક તંબુમાં આગ લાગી હતી. એક તરફ કલ્પવાસીઓ આગ ઓલવવાનો પ્રયાસ કરવા લાગ્યા અને બીજી તરફ વોચ ટાવર પર તૈનાત સ્ટાફે ફાયર વિભાગને જાણ કરી. માહિતી મળતા જ ફાયર વિભાગ ઘટનાસ્થળે પહોંચી ગયું અને તત્પરતા દાખવીને આગ અન્ય તંબુઓમાં ફેલાતા પહેલા જ તેને કાબુમાં લઈ લીધી.

ગઈ કાલે રવિવારે સાંજે ગીતા પ્રેસ ગોરખપુરના કેમ્પમાં સિલિન્ડર બ્લાસ્ટ થયા બાદ આગ લાગી હતી. આમાં, અનેક ડઝન ઝૂંપડીઓ બળીને રાખ થઈ ગઈ. ફાયર બ્રિગેડે તત્પરતા દાખવી અને ચારે બાજુથી ઘેરી લઈને આગને ઓલવી નાખી. આ કારણે, વિનાશક આગ ગીતા પ્રેસ કેમ્પની બહારના અન્ય કેમ્પમાં ફેલાઈ શકી નહીં.

આજે સોમવારે સવારે 9 વાગ્યાની આસપાસ, સેક્ટર 16 માં કિન્નર અખાડાની સામેના તંબુમાં આગ લાગી હતી. આગ જોઈને નજીકના લોકોમાં ગભરાટ ફેલાઈ ગયો. જોકે, લોકોએ હિંમતથી કામ લીધું અને જાતે પાણીની ડોલ લઈને આગ ઓલવવાનો પ્રયાસ શરૂ કર્યો. દરમિયાન, વોચ ટાવર પર તૈનાત સ્ટાફે આગ જોતા જ ફાયર બ્રિગેડને જાણ કરી.

માહિતી મળતા જ ફાયર ફાઇટર અને ફાયર બુલેટ પર સવાર ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ. જોકે, ત્યાં સુધીમાં તંબુમાં રહેતા લોકો અને નજીકના લોકોએ ડોલમાંથી પાણી રેડીને આગને ઘણી હદ સુધી કાબુમાં લીધી હતી. ફાયર વિભાગના નોડલ ઓફિસર પ્રમોદ શર્માએ જણાવ્યું હતું કે આગ બુઝાવી દેવામાં આવી છે. કોઈ જાનહાનિ થઈ નથી. તેમણે કહ્યું કે મેળા વિસ્તારમાં તંબુઓ અને અખાડાઓમાં રહેતા ભક્તોને માર્ગદર્શિકાનું પાલન કરવા માટે સતત પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા છે. જેથી મહાકુંભને દિવ્ય અને ભવ્ય બનાવવાની સાથે સુરક્ષિત બનાવી શકાય.

મેળા વિસ્તારમાં ભક્તોના રહેવા માટે તંબુઓની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. ભક્તોએ આ માટે ચૂકવણી કરવી પડે છે. આગ તંબુમાંથી જ શરૂ થઈ હતી. તંબુમાં ભોજન અને રહેવાની સંપૂર્ણ વ્યવસ્થા ઉપલબ્ધ છે. આવી સ્થિતિમાં, એવું માનવામાં આવે છે કે તંબુમાં રાખેલા સિલિન્ડરમાં વિસ્ફોટ થયા પછી આ આગ લાગી હતી. તંબુઓ એક લાઈનમાં ગોઠવાયેલા છે અને બધા એકબીજાને અડીને છે. આવી સ્થિતિમાં, આગ થોડી જ વારમાં ઘણા તંબુઓને પોતાની લપેટમાં લઈ ગઈ.

આ પણ વાંચો :-

સુરતમાં વૃદ્ધને હનીટ્રેપમાં ફસાવી 1.15 લાખ પડાવ્યાં, મહિલા સહિત ત્રણ લોકોની ધરપકડ

સુરતમાં એક વૃધ્ધને હનીટ્રેપમાં ફસાવીને તેની પાસેથી સોનાની વીંટી સહિત 1.15 લાખ રૂપિયાનો મુદ્દામાલ પડાવી લેનાર મહિલા સહિત ત્રણ ઈસમોને વરાછા પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યા છે. આ ત્રણ આરોપીમાં મહિલા મનીષા, નિલેશ ગોસ્વામી અને ગૌતમ નામના ઈસમનો સમાવેશ થાય છે.

સુરતના વરાછા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં બનેલી હનીટ્રેપની ઘટનામાં એક વૃદ્ધ શિકાર બન્યા હતા. વરાછા વિસ્તારમાં 65 વર્ષના વૃદ્ધ 30 ડિસેમ્બરના રોજ પોતાની કાર લઈને જઈ રહ્યા હતા. ત્યારે મનીષાએ વૃદ્ધને સ્માઈલ આપી હતી અને ત્યારબાદ વૃદ્ધનો મોબાઇલ નંબર મેળવી લીધો હતો. બંને વચ્ચે મિત્રતા બંધાયા બાદ મહિલાએ પોતાના પ્રેમ જાળમાં આ વૃદ્ધને ફસાવ્યા હતા અને વરાછા વિસ્તારમાં વર્ષા સોસાયટીના મકાનમાં વૃદ્ધને બોલાવ્યા હતા.ત્યારબાદ મકાનના ત્રીજા માળે લઈ જઈ વૃદ્ધ સાથે શરીર સંબંધ બાંધવાનું નાટક કર્યું હતું.

આ સમગ્ર ઘટનામાં વૃદ્ધ દ્વારા પોતાના મિત્રને આ બાબતે વાત કરતા મિત્રએ વૃદ્ધને ફરિયાદ કરવા માટે સમજાવ્યા હતા અને વૃદ્ધ દ્વારા વરાછા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપવા આવતા પોલીસ દ્વારા આ ઘટનાને ગંભીરતાથી લઈ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. જ્યાં પોલીસે નિલેશ ગૌસ્વામી, ગૌતમ અને મનીષા નામની મહિલાની ધરપકડ કરી હતી. જ્યારે ઘટનામાં અન્ય શામેલ આરોપીઓને વોન્ટેડ જાહેર કરી ધરપકડ કરવા ચક્રોગતિમાન કર્યા છે.

આ પણ વાંચો :-

ઋષભ પંત બન્યો લખનૌ સુપરજાયન્ટ્સનો કેપ્ટન, ટીમના માલિકે કરી જાહેરાત

0

લખનૌ સુપર જાયન્ટ્સના કેપ્ટન તરીકે ભારતીય ટીમના સ્ટાર વિકેટકીપર બેટર ઋષભ પંતની પસંદગી કરવામાં આવે છે. ટીમના માલિક સંજીવ ગોયન્કાએ આઈપીએલ 2025 માટે નવા કેપ્ટનની જાહેરાત કરી હતી. અગાઉ કે.એલ રાહુલ લખનૌ સુપર જાયન્ટ્સની કેપ્ટનશીપ કરી રહ્યો હતો. ટીમે કેએલ રાહુલને રીટેન ન કરતાં નવા કેપ્ટનની જાહેરાત કરી છે.

લખનૌ સુપર જાયન્ટ્સ ટીમ 2022થી IPL રમી રહી છે. 2022, 2023 અને 2024ના વર્ષોમાં, લખનૌ સુપર જાયન્ટ્સનું નેતૃત્વ કેએલ રાહુલે કર્યું હતું. તેની કેપ્ટનશીપ હેઠળ, ટીમે 2022 અને 2023માં પ્લેઓફ માટે ક્વોલિફાય કર્યું હતું, પરંતુ તેની ટીમ 2024માં તેમ નહતી કરી શકી. મેગા ઓક્શન પહેલા લખનૌએ કેએલ રાહુલને રિટેન પણ નહતો કર્યો. કેએલ રાહુલ આગામી સિઝનમાં દિલ્હી કેપિટલ્સ ટીમ તરફથી રમતા જોવા મળશે. આ વખતે લખનૌની ટીમ નવી આશાઓ સાથે આવી રહી છે. આવી સ્થિતિમાં, ફેન્સને તેના નવા કેપ્ટન પાસેથી ઘણી અપેક્ષાઓ હશે.

પંતને કેપ્ટન તરીકે નિયુક્ત કરવાની પુષ્ટિ કરતા, લખનૌના માલિક સંજીવ ગોએન્કાએ કહ્યું કે, ‘બધી વ્યૂહરચના રિષભની ​​આસપાસ ફરતી હતી, આ બધું તેને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યું હતું.’ જ્યારે તેમને પૂછવામાં આવ્યું પંત જ શા માટે ત્યારે તેમણે કહ્યું કે, ‘મને લાગે છે કે, સમય સાબિત કરશે કે તે ફક્ત IPLનો સૌથી મોંઘો ખેલાડી જ નથી પણ IPLનો શ્રેષ્ઠ ખેલાડી પણ છે.’ LSGનો નવો કેપ્ટન બન્યા થયા પછી, પંતે કહ્યું, “અદ્ભુત, સરે મારા વિશે જે કંઈ કહ્યું તેનાથી હું સન્માનિત અનુભવું છું.”

આ પણ વાંચો :-

સુરતમાં લેબગ્રોન ડાયમંડમાં બનાવી અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની પ્રતિકૃતિ

અમેરિકાના રાષ્ટ્રપતિ તરીકેના શપથ ડોનાલ્ડ ટ્રમ્પ લેવાના છે. ત્યારે સુરતના રત્નકલાકારો દ્વારા તેમની એક અનોખી પ્રતિકૃતિ તૈયાર કરવામાં આવી છે. સુરતમાં લેબગ્રોન ડાયમંડમાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની પ્રતિકૃતિ બનાવાઈ છે. 60 દિવસની મહેનત સાથે સુરતના અનુભવી પાંચ રત્નકલાકારે આ ડાયમંડ તૈયાર કર્યો છે.

સુરત શહેર હીરા નગરી તરીકે વિશ્વમાં જાણીતું છે. ત્યારે સુરત શહેરમાં સુરતના ડાયમંડ ઉદ્યોગપતિ સ્મિત પટેલ દ્વારા લેબગ્રોન ડાયમંડમાં ડોનાલ્ડ ટ્રમ્પની આબેહૂબ પ્રતિકૃતિ બનાવવામાં આવી છે. 60 દિવસની મહેનત સાથે સુરતના અનુભવી પાંચ રત્નકલાકારે આ ડાયમંડ તૈયાર કર્યો છે. 4.30 કેરેટના લેબગ્રોન ડાયમંડમાં બનાવેલી છબી ડોનાલ્ડ ટ્રમ્પને ભેટમાં આપવા ઉદ્યોગપતિએ તૈયારી બતાવી છે.

સુરતના પાંચ અનુભવી રત્નકલાકારો દ્વારા આ હીરા પર કામ કરવામાં આવ્યું છે. રો મટીરિયલ બનાવવામાં 40 દિવસ લાગ્યા હતા, જ્યારે ગ્રોઇંગ અને પ્રોસેસિંગની તમામ પ્રક્રિયા 60 દિવસમાં પૂર્ણ કરવામાં આવી હતી.ડી કલરમાં આ ડાયમંડ છે, જે તેની શુદ્ધતા અને ચમક માટે જાણીતો છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ખાસ પ્રતિકૃતિવાળો લેબમાં ડાયમંડ તૈયાર કરવામાં આવ્યો છે.

નેચરલ ડાયમંડ સામાન્ય રીતે ખાણમાંથી આવે છે અને બાદમાં સુરતમાં કટિંગ-પોલિશિંગ થાય છે. તેનાથી વિપરીત લેબગ્રોન ડાઈમંડ લેબની અંદર તૈયાર કરવામાં આવે છે. એની વેલ્યૂ અને ગુણવત્તા રિયલ ડાયમંડની જેમ જ હોય છે. હાઈ પ્રેશરમાં અને લેબની અંદર તૈયાર કરવામાં આવે છે અને ત્યારબાદ રત્નકલાકારો તેનું કટિંગ અને પોલિશિંગ કરે છે.

આ પણ વાંચો :-

શાહની માનહાનિના કેસમાં સુપ્રીમ કોર્ટનો સ્ટે, રાહુલ ગાંધીને રાહત

0

સુપ્રીમ કોર્ટે સોમવારે રાહુલ ગાંધી સામે ચાલી રહેલા માનહાનિના કેસમાં ટ્રાયલ કોર્ટની કાર્યવાહી પર રોક લગાવી દીધી છે. જસ્ટિસ વિક્રમ નાથ અને જસ્ટિસ સંદીપ મહેતાની ખંડપીઠે ઝારખંડ સરકાર અને બીજેપી નેતાને નોટિસ પાઠવીને તેમનો જવાબ માંગ્યો છે.

2019ની લોકસભા ચૂંટણી પહેલા ઝારખંડના ચાઈબાસામાં એક ભાષણ દરમિયાન ગાંધીએ શાહને ખૂની કહ્યા હતા. આ પછી બીજેપી કાર્યકર નવીન ઝાએ 2019માં અમિત શાહ વિરુદ્ધ અપમાનજનક ટિપ્પણી કરવા બદલ રાહુલ ગાંધી વિરુદ્ધ માનહાનિનો કેસ દાખલ કર્યો હતો.

સુનાવણી દરમિયાન રાહુલના વકીલ અભિષેક મનુ સિંઘવીએ દલીલ કરી હતી કે ઘણા ન્યાયિક નિર્ણયોમાં કહેવામાં આવ્યું છે કે માત્ર પીડિત વ્યક્તિ જ ફોજદારી માનહાનિની ​​ફરિયાદ દાખલ કરી શકે છે. ત્રીજા પક્ષ વતી ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. માનહાનિના કેસમાં આમ કરવું સ્વીકાર્ય નથી.

2018માં પણ ચાઈબાસામાં યોજાયેલા કોંગ્રેસ અધિવેશનમાં રાહુલે કહ્યું હતું કે, ‘ભાજપમાં કોઈપણ ખૂની રાષ્ટ્રીય અધ્યક્ષ બની શકે છે. તે સમયે શાહ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ હતા. રાહુલના આ નિવેદન બાદ ભાજપ યુવા મોરચાના પ્રદેશ ઉપાધ્યક્ષ પ્રતાપ કટિયારે ચાઈબાસાની સીજેએમ કોર્ટમાં કેસ દાખલ કર્યો હતો.

ત્યારબાદ મેજિસ્ટ્રેટે 28 નવેમ્બર 2018ના રોજ એક નવો આદેશ પસાર કર્યો અને તારણ કાઢ્યું કે ભારતીય દંડ સંહિતા (IPC) ની કલમ 500 હેઠળ ગાંધી વિરુદ્ધ પ્રથમ દૃષ્ટિએ કેસ સ્થાપિત કરવા માટે પૂરતા પુરાવા છે. પરિણામે મેજિસ્ટ્રેટે રાહુલ ગાંધીને હાજર થવા માટે સમન્સ જારી કર્યું. ત્યારબાદ ગાંધીએ રાંચી જ્યુડિશિયલ કમિશનરના 15 સપ્ટેમ્બર 2018ના આદેશને પડકારતા હાઈકોર્ટનો દરવાજો ખખડાવ્યો હતો.

સિંગલ જજ જસ્ટિસ અંબુજ નાથે જાણવા મળ્યું કે ગાંધીજીએ કહ્યું હતું કે ભાજપના નેતાઓ જૂઠા છે જેઓ સત્તાના નશામાં છે અને ભાજપના કાર્યકરો હત્યાના આરોપી વ્યક્તિને પોતાના અધ્યક્ષ તરીકે સ્વીકારશે. હાઈકોર્ટે કહ્યું કે, ગાંધીના આ નિવેદનો ભારતીય દંડ સંહિતા (આઈપીસી)ની કલમ 499 હેઠળ પ્રથમદ્રષ્ટિએ અપમાનજનક છે. પ્રથમ દૃષ્ટિએ રાહુલ ગાંધીના નિવેદન પરથી એવું લાગે છે કે, ભાજપનું નેતૃત્વ સત્તાના નશામાં છે અને તેમાં છેતરપિંડી કરનારા લોકો સામેલ છે.

આ પણ વાંચો :-