Home Blog Page 531

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે ઔરંગઝેબની કબર પર ચલાવાશે બુલડોઝર?

0

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે મુગલ બાદશાહ ઔરંગઝેબની કબરને દૂર કરવાની ઇચ્છા વ્યક્ત કરી છે. તેમણે કહ્યું હતું કે બધાનું માનવું છે કે છત્રપતિ સંભાજીનગરમાં સ્થિત ઔરંગઝેબની મજારને દૂર કરવામા આવવી જોઈએ. જોકે આ કાનૂનના દાયરામાં કરવામાં આવવું જોઈએ, કેમ કે પાછલી કોંગ્રેસ સરકારે આ સ્થળને આર્કિયોલોજી સર્વે ઓફ ઇન્ડિયા (ASI)ના સંરક્ષણમાં આપી દીધું હતું.

મરાઠા રાજા છત્રપતિ શિવાજી મહારાજના વંશજ અને સતારાથી ભાજપના સાંસદ ઉદયનરાજે ભોસલેએ છત્રપતિ સંભાજીનગર જિલ્લામાં સ્થિત ઔરંગઝેબની મજારને દૂર કરવાની માગ કરી હતી.

તેઓ ઔરંગઝેબની કબર હટાવવા માગે છે પણ કોંગ્રેસને કારણે નથી કરી શકતા, ફડણવીસે કેમ કહ્યું આવું? મહારાષ્ટ્રમાં બજેટ સત્ર દરમિયાન ઔરંગઝેબની કબર પર રાજકારણ શરૂ થઈ ગયું છે. ઘણા લોકોએ માગ કરી છે કે મહારાષ્ટ્રમાં સ્થિત ઔરંગઝેબનું સમારકામ કરવામાં ન આવે. ગઈ કાલે મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે પણ આ અંગે સ્પષ્ટ નિવેદન આપ્યું હતું. હવે ભાજપ ધારાસભ્ય સુધીર મુનગંટીવારે પણ ઔરંગઝેબની કબર મુદ્દે મોટું નિવેદન આપ્યું છે.

બજેટ સત્ર પહેલા મિડિયા સાથે વાત કરતાં સુધીર મુનગંટીવારે કહ્યું હતું કે આ બજેટમાં સમાજના તમામ વર્ગોને કેન્દ્ર બિંદુ તરીકે રજૂ કરવામાં આવશે. અમે ચૂંટણી ઢંઢેરામાં જે પણ વચનો આપ્યાં છે તે પૂરાં કરીશું. અમે આ વિઝન સાથે કામ કરી રહ્યા છીએ. ઔરંગઝેબની કબર વિશે વાત કરતાં સુધીરે કહ્યું કે સરકારે એ કબરને રિપેર કરાવવા માટે પૈસા ન આપવા જોઈએ.

ટ્રમ્પના વિચારો પર કેનેડિયન નેતા માર્ક કાર્નેની તીખી પ્રતિક્રિયા

માર્ક કાર્ને, બેંક ઓફ કેનેડા અને બેંક ઓફ ઇંગ્લેન્ડના ભૂતપૂર્વ ગવર્નર, હવે કેનેડાના નવા વડાપ્રધાન બન્યા છે. તેઓએ લિબરલ પાર્ટીના નેતૃત્વની ચૂંટણીમાં 85.9% મત સાથે જીત મેળવી છે.પદ સંભાળતા જ, કાર્નેએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના કેનેડાને અમેરિકાનું 51મું રાજ્ય બનાવવા અંગેના નિવેદનોનો પ્રતિસાદ આપ્યો હતો. તેમણે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, “અમેરિકા આપણા સંસાધનોનું શોષણ કરવા માંગે છે. જો તેઓ સફળ થશે તો આપણે સમાપ્ત થઈશું. કેનેડા કોઈપણ રીતે અમેરિકાનો ભાગ બની શકે નહીં.”

કાર્નેએ ટ્રમ્પ દ્વારા લાદવામાં આવેલા ટેરિફ્સ અંગે પણ નિંદા વ્યક્ત કરી હતી અને જણાવ્યું હતું કે, “ડોના લ્ડ ટ્રમ્પે અમારા ઉત્પાદનો પર અયોગ્ય ટેરિફ લાદ્યા છે, જે કેનેડિયન પરિવારો, કામદારો અને વ્યવસાયો પર હુમલો છે. પરંતુ અમે તેને સફળ થવા દઈ શકીએ નહીં.” કાર્ને પ્રથમ એવા કેનેડિયન વડાપ્રધાન છે જેઓ અગાઉ કોઈ વિધાનસભા કે કેબિનેટનો અનુભવ રાખતા નથી. તેઓના આર્થિક અનુભવને કારણે, તેઓ દેશને આર્થિક પડકારોમાંથી બહાર કાઢવામાં સફળ થશે તેવી અપેક્ષા છે.માર્ક કાર્નેના વડાપ્રધાન તરીકેના નિમણૂક સાથે, કેનેડાની રાજકીય દિશામાં મહત્વપૂર્ણ પરિવર્તન જોવા મળી રહ્યું છે.

રાહુલ ગાંધીએ લોકસભામાં મતદાર યાદી પર ચર્ચાની માંગણી કરી, કરી દીધી આ મોટી માંગ

0

બજેટ સત્રના બીજા તબક્કાની શરૂઆત સાથે સંસદના નીચલા ગૃહમાં કાર્યવાહી ફરી શરૂ થઈ ગઈ છે. લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ રાજકીય પક્ષોને ગૃહમાં પ્રશ્નકાળનું સુચારુ સંચાલન સુનિશ્ચિત કરવા વિનંતી કરી છે. લોકસભા શરૂ થતાં જ વિપક્ષે ગૃહમાં મણિપુરનો મુદ્દો ઉઠાવ્યો. વિપક્ષ દ્વારા મણિપુર સળગી રહ્યું છે તેવા નારા લગાવવામાં આવ્યા હતા. જેને લઇ સંસદમાં હંગામો મચી ગયો હતો. રાહુલ ગાંધીએ લોકસભામાં મતદાર યાદીને લઈને સવાલ ઉઠાવ્યા હતા.

સંસદના બજેટ સત્રનો બીજો તબક્કો આજથી શરૂ થયો છે. આ સત્રની શરૂઆત હંગામા સાથે થઈ છે. આ વખતે વિપક્ષે યુએસ ટ્રેડ ટેરિફ, મતદાર યાદીમાં કથિત હેરાફેરી, વક્ફ બિલ, સીમાંકન અને રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (NEP) માં ત્રણ ભાષાના નિયમ જેવા મુદ્દાઓ પર કેન્દ્ર સરકારને ઘેરવાની યોજના બનાવી છે.

કોંગ્રેસ અને તૃણમૂલ કોંગ્રેસ સહિત વિપક્ષના સાંસદ સભ્યો ચેરની નજીક આવ્યા અને હોબાળો મચાવ્યો. ઉપ સભાપતિ હરિવંશે વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેને મત રજૂ કરવાની મંજૂરી આપી. ખડગેએ બોલવાનું શરૂ કર્યું હતું ત્યારે ઉપ સભાપતિએ કહ્યું કે તેઓ નકારી કાઢવામાં આવેલી નોટિસ સંબંધિત મુદ્દાઓ ઉઠાવી શકે નહીં. આ પછી, વિપક્ષી સાંસદોએ થોડા સમય માટે વિરોધ કર્યો અને પછી ગૃહમાંથી વોકઆઉટ કર્યું.

વિપક્ષ મતદાર યાદીમાં કથિત છેડછાડ, મણિપુરમાં હિંસાની તાજેતરની ઘટના અને ટ્રમ્પ વહીવટીતંત્ર સાથે ભારતનું વલણ જેવા મુદ્દાઓ ઉઠાવી રહ્યું છે. જ્યારે સરકારનું ધ્યાન ગ્રાન્ટની માંગણીઓ માટે સંસદની મંજૂરી મેળવવા તેમજ બજેટ પ્રક્રિયા પૂર્ણ કરવા, મણિપુર બજેટ માટે મંજૂરી મેળવવા અને વકફ સુધારા બિલ પસાર કરવા પર રહેશે.

ગોંડલમાં ગુમ થયેલા રાજકુમાર જાટની લાશ મળી, પરિવારને હત્યાની આશંકા

ગોંડલમાં રહસ્યમય રીતે લાપતા થયેલા યુવકનો મૃતદેહ કુવાડવા પાસેથી મળી આવ્યો છે. એક સપ્તાહ પૂર્વે યુવક ગુમ થયો હતો. જે અંગે પિતા દ્વારા રાજકોટ એસ.પી.ને ફરિયાદ કરવામાં આવી હતી.જેના પગલે તપાસ શરૂ થઇ હતી. ત્યારે રાજકોટના કુવાડવા પાસે તરઘડિયા નજીક વાહન અડફેટે આવીને મૃત્યુ પામનાર અજાણ્યા યુવકની ઓળખ ગોંડલના જ લાપત્તા યુવાન તરીકે થતાં ચકચાર મચી જવા પામી છે. આ મામલે મૃતકના પરિવારજનો દ્વારા હત્યા કરાયાનો આક્ષેપ કરવામાં આવતા આજે મૃતક યુવાનનું રી પીએમ કરવામાં આવશે.

વધુ વિગતો અનુસાર ગોંડલના ગાયત્રીનગરમાં રહેતા અને પાઉભાજીનો ધંધો કરતા રતનલાલ શંકરલાલ જાટે રાજકોટ જિલ્લા પોલીસવડાને લેખિત ફરિયાદ કરીને આક્ષેપ કર્યા છે કે, ગત તા.2 માર્ચે પોતાના પુત્ર રાજકુમાર સાથે ઘરે આવી રહ્યાં હતા ત્યારે પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના બંગલા સામેથી પસાર થતી વખતે તેમને અટકાવવામાં આવ્યા હતા અને 8-10 માણસોએ બેફામ માર માર્યો હતો. બાદમાં પિતા-પુત્ર બન્ને ઘરે જતાં રહ્યા હતા.

આશ્રમમાંથી નીકળ્યાના 500 મીટર દૂર રોડ અકસ્માતમાં મોત

રાજકુમાર જાટની લાશ મળવાને મામલે રાજકોટ ગ્રામ્ય પોલીસે સત્તાવાર નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે પોલીસ દ્વારા ગુમ થનાર રાજકુમાર જાટના સોશિયલ મીડિયા એકાઉન્ટ અને સીસીટીવી બાબતે તપાસ હાથ ધરવામાં આવી હતી. રાજકોટ રૂરલ પોલીસે સીસીટીવી જાહેર કર્યા છે. 2 માર્ચ 2025એ પિતા-પુત્ર રાત્રે માથાકૂટ કરતા દેખાયા હતા. 3 માર્ચે રાત્રિના 2 વાગ્યા આસપાસ પુત્ર ઘરેથી નીકળી ગયો હતો. 3 તારીખે સાંજે રાજકુમાર જાટ રામધામ આશ્રમ ખાતે પહોંચ્યો હતો અને 4 તારીખે રાત્રિના 2 વાગ્યા આસપાસ રાજકુમાર જાટ આશ્રમમાંથી બહાર નીકળી ગયો હતો.

આશ્રમમાંથી નીકળ્યાના 500 મીટર દૂર રોડ અકસ્માતમાં તેનું મોત થયું હતું. 4 માર્ચે રાત્રિના 3 વાગ્યા આસપાસ કુવાડવા રોડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં રોડ અકસ્માતમાં તેનું મોત થયું હતું. 9 માર્ચે રાજકુમાર જાટની પરિવારજનોએ મૃતદેહની ઓળખ કરી હતી અને પીએમ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ પરિવારજનોએ મૃતદેહ સ્વીકાર્યો હતો.

સાંસદ હનુમાન બેનિવાલે કહ્યું- જાટ સમાજ સહન નહીં કરે રાજકોટ-ગોંડલના યુવકના શંકાસ્પદ મોતના મામલે હવે રાજસ્થાનના સાંસદ હનુમાન બેનિવાલે પણ ટ્વીટ કરી સમગ્ર મામલે સીબીઆઇ તપાસની માગ કરી છે. તેમને કહ્યું છે કે આ ઘટનાને જાટ સમાજ સહન નહી કરે. આ ઘટના સંસદમાં ઉઠાવીશ. પૂર્વ બાહુબલી વિધાયક અને તેના સાગરીતો આ હત્યાકાંડમાં શામેલ છે.

મૃતક રાજકુમારના બનેવી અર્જુનભાઈએ જણાવ્યું હતું કે, મારો સાળો રાજકુમાર 3 માર્ચથી ગોંડલ ખાતે તેના ઘરેથી ગુમ થયો હતો. રાજકોટમાં તેમનો અકસ્માત થયો હોવાનો કોલ પોલીસ પાસેથી મળ્યો હતો. ગોંડલ ખાતે જયરાજસિંહના ફાર્મ હાઉસ પાસેથી પસાર થતા તેને ત્યાં ઊભેલા 5-7 લોકો સાથે નાની-મોટી મારામારી થઈ હતી. એવું કાંઈ ખાસ હતું નહીં. રાજકુમાર મિસિંગ હતો અને તેનો અકસ્માત થયો હોવાનું પોલીસે કહેતા અમે તેનું ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરવાની માગ કરી છે.

છત્તીસગઢના ભૂતપૂર્વ મુખ્યમંત્રી ભૂપેશ બઘેલના પર EDની મોટી કાર્યવાહી

0

છત્તીસગઢના ભૂતપૂર્વ CM અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા ભૂપેશ બઘેલના ઘરે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે દરોડા પાડ્યા છે. EDના અધિકારીઓએ ભિલાઈના પદ્રુમનગરસ્થિત બઘેલના ઘરે પહોંચ્યા હતા. બઘેલ સિવાય કમસે કમ 14 જગ્યાએ EDએ દરોડાની કાર્યવાહી કરી છે. એમાં કેટલાક ઉદ્યોગપતિઓ પણ સામેલ છે. જેમાં તેમના પુત્ર ચૈતન્ય બઘેલના સ્થળે પણ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે (EDએ) દરોડા પાડ્યા છે. આ કાર્યવાહી કથિત આર્થિક અનિયમિતતા અને મની લોન્ડરિંગ સંબંધિત મામલાઓને લઈને કરવામાં આવી રહી છે.

આજે સવારે લગભગ 7 વાગ્યે EDની ટીમ ભૂપેશ બઘેલના ભિલાઈ પદુમનગર ખાતેના નિવાસસ્થાને પહોંચી હતી. આ કાર્યવાહી છત્તીસગઢના વિવાદાસ્પદ દારૂ કૌભાંડ સાથે જોડાયેલી છે, જેમાં મની લોન્ડરિંગના ગંભીર આરોપો લાગ્યા છે. તપાસ દરમિયાન ચૈતન્ય બઘેલનું નામ સામે આવ્યું છે. આ દરોડા એ દારૂ કૌભાંડ કેસની ચાલી રહેલી તપાસનો એક ભાગ છે, જેમાં EDએ પહેલાંથી જ ઘણી મોટી કાર્યવાહીઓ કરી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, EDની ટીમે ચૈતન્ય બઘેલના પરિસરમાં પહોંચીને દસ્તાવેજોની તપાસ અને પુરાવાઓ એકત્ર કરવાનું શરૂ કર્યું છે. આ સાથે જ રાજ્યના અન્ય 14 સ્થળોએ પણ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે, જે આ કેસ સાથે સંકળાયેલા અન્ય શંકાસ્પદોને લક્ષ્યમાં રાખે છે. આ કાર્યવાહીએ રાજકીય અને સામાજિક વર્તુળોમાં હલચલ મચાવી દીધી છે.

ED એ આ કેસમાં અગાઉ મે 2024માં મોટી કાર્યવાહી કરી હતી, જેમાં ભૂતપૂર્વ IAS અધિકારી અનિલ તુટેજા, રાયપુરના મેયર એજાઝ ઢેબરના ભાઈ અનવર ઢેબર સહિત અનેક આરોપીઓની સંપત્તિઓ જપ્ત કરવામાં આવી હતી. આ કાર્યવાહીમાં કુલ 205.49 કરોડ રૂપિયાની મિલકતો પર કામચલાઉ જપ્તી લગાવાઈ હતી, જેમાં 18 જંગમ અને 161 સ્થાવર મિલકતોનો સમાવેશ થાય છે. આ મિલકતોમાંથી અનિલ તુટેજાની 14 મિલકતો હતી, જેની કિંમત 15.82 કરોડ રૂપિયા હતી, જ્યારે અનવર ઢેબરની 115 મિલકતોની કિંમત 116.16 કરોડ રૂપિયા આંકવામાં આવી હતી. આ ઉપરાંત, વિકાસ અગ્રવાલની 3 મિલકતો જપ્ત થઈ, જેની કિંમત 1.54 કરોડ રૂપિયા હતી. અરવિંદ સિંહની 33 મિલકતો પણ જપ્ત કરાઈ, જેનું મૂલ્ય 12.99 કરોડ રૂપિયા હતું. અરુણ પતિ ત્રિપાઠીની 1.35 કરોડ રૂપિયાની સંપત્તિ પણ EDના હાથે લગાવાઈ હતી. આ તમામ જપ્તીઓ દારૂ કૌભાંડમાં થયેલી નાણાકીય ગેરરીતિઓના પુરાવા તરીકે ગણાવવામાં આવી હતી.

છત્તીસગઢનું દારૂ કૌભાંડ એ ભૂપેશ બઘેલના મુખ્યમંત્રી કાર્યકાળ દરમિયાન ઉઠેલો એક મોટો વિવાદ છે. આ કેસમાં મોટા પાયે નાણાકીય ગેરવ્યવહારોના આરોપો લાગ્યા છે, જેની તપાસ ED દ્વારા ઝીણવટથી કરવામાં આવી રહી છે. ચૈતન્ય બઘેલનું નામ સામે આવવું એ આ કેસમાં નવો વળાંક લાવ્યો છે, જે ભૂપેશ બઘેલની સીધી સંડોવણીની શક્યતાને પણ ઉજાગર કરે છે. EDનું માનવું છે કે આ કૌભાંડમાંથી મળેલી રકમનો ઉપયોગ ગેરકાયદેસર રીતે કરવામાં આવ્યો હતો, અને તેની તપાસ હવે અંતિમ તબક્કામાં પહોંચી ગઈ છે.

‘રબ ને બણા દી જોડી’: ભારતની ચેમ્પિયન્સ ટ્રોફી જીત પછી વિરાટ કોહલીએ અનુષ્કા શર્માને દોડી ને ભેટી

ગઈકાલે આખો દેશ જશ્નમાં ડૂબી ગયો, કારણ કે ટીમ ઈન્ડિયાએ ન્યુઝીલેન્ડને 4 વિકેટે હરાવીને ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025 જીતી લીધી. આ અમારી ત્રીજી ચેમ્પિયન્સ ટ્રોફી વિજય હતો, જેની ઉજવણી વધુ વિશેષ અને યાદગાર બની. ફેન્સ માટે તે ક્ષણ અવિસ્મરણીય બની, જ્યારે વિરાટ કોહલી અને રોહિત શર્માએ મેદાન પર જ વિકેટ્સ સાથે ડાંડીયા રમવાનું શરૂ કર્યું, બંનેના ચહેરા પર ખુશી છલકાતી હતી. મેદાન પરની આ મસ્તીભરી ઉજવણી ઉપરાંત, વિરાટ અને તેમની પત્ની, અભિનેત્રી અનુષ્કા શર્મા વચ્ચેના કેટલીક મધુર પળોએ નેટિઝન્સને મંત્રમુગ્ધ કરી દીધા.

એક વાયરલ ક્લિપમાં, વિરાટ કોહલીનું હાથ અનુષ્કા શર્માના ખભા પર હતું અને બંને મેદાન પર ઊભા રહીને ગપસપમાં મશગૂલ હતા. વિજયની ખુશીમાં ભરાયેલા વિરાટે તે પછી થુમકા મારવાનું શરૂ કર્યું, જે જોઈને અનુષ્કા હસવા લાગી. આ પહેલા, કેમેરાએ એક સુંદર ક્ષણ કેદ કરી, જ્યાં ટીમ ઈન્ડિયાની જીત થયા પછી વિરાટ દોડીને સીધા અનુષ્કાના ગળે મળી ગયો. આ વીડિયોએ હવે સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી છે, અને લોકો વિરાટ-અનુષ્કાને ‘રબ ને બણા દી જોડી’ કહેતાં નથી થાકતા, જે અનુષ્કાની પહેલી બોલિવૂડ ફિલ્મનું શીર્ષક પણ હતું.

વિરાટ અને અનુષ્કાના આ પ્રેમાળ વીડિયો પર એક યુઝરે કોમેન્ટ કરી, “સાચે જ રબ ને બણા દી જોડી. કેટલું સુંદર કપલ છે!” જ્યારે બીજાએ લખ્યું, “વિરાટ જ્યારે અનુષ્કાની સાથે હોય ત્યારે વધારે ક્યુટ લાગે છે, આખું બધું ભુલીને સીધો તેના પાસે પહોંચી જાય છે. અનિવે, ચેમ્પિયન્સને અભિનંદન!” એક કોમેન્ટમાં લખ્યું, “મારે થોડા જ સેલેબ કપલ પર પરાસોશિયલ લાગણી છે, પણ જો આ બે સાથે કંઈક ખોટું થાય, તો હું પ્રેમ પર વિશ્વાસ કરવાનું બંધ કરી દઈશ,” જયારે અન્ય ફેને ઉલ્લેખ કર્યો, “વિરાટ, અનુષ્કાની સાથે હોય ત્યારે તેનો ‘ટફ દિલ્હીવાળો લંડા’ વાઇબસ જતો રહે છે..! આ એટલું સુંદર લાગે છે..”

ખરેખર, જ્યારે આપના પ્રિયજનો તમારી સાથે હોય ત્યારે વિજયનો આનંદ બમણો થઈ જાય. ટીમ ઈન્ડિયાને ઘણી-ઘણી શુભકામનાઓ, જેમણે ફરી એક વખત દેશને ગૌરવ અપાવ્યું!

લલિત મોદીને મોટો ઝટકો, વનુઆતુ સરકાર રદ્દ કરશે પાસપોર્ટ, જાણો સમગ્ર મામલો

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ના ભૂતપૂર્વ ચેરમેન અને નાણાકીય ગેરરીતિઓના ભાગેડુ આરોપી લલિત મોદીને મોટો આંચકો લાગ્યો છે. વનુઆતુના વડા પ્રધાને તેમનો પાસપોર્ટ રદ કરવાનો આદેશ આપ્યો છે. લલિત મોદીએ થોડા દિવસો પહેલાં લંડન સ્થિત ભારતીય દૂતાવાસમાં પોતાનો ભારતીય પાસપોર્ટ પણ સરેન્ડર કર્યો હતો. આ સ્થિતિમાં લલિત મોદી ‘ના ઘરના રહ્યા, ના ઘાટના’ જેવો ઘાટ સર્જાયો છે.

વિદેશ મંત્રાલયે કરી હતી કે લલિત મોદીએ પોતાનો પાસપોર્ટ સરેન્ડર કરવા માટે અરજી કરી છે. 2010માં ભારતથી ભાગી ગયા બાદ લલિત મોદી લંડનમાં રહેતો હતો. તેણે અનેક વખત ઇન્ટરવ્યુ આપ્યા છે અને પોતાને નિર્દોષ જાહેર કર્યા છે. પોતાનો ભારતીય પાસપોર્ટ સરેન્ડર કર્યા પછી એવું બહાર આવ્યું કે તેણે પેસિફિક મહાસાગરમાં આવેલા ટાપુ દેશ વનુઆતુનું નાગરિકત્વ લીધું છે. તેની પાસે ગોલ્ડન પાસપોર્ટ છે. વનુઆતુ શ્રીમંત લોકોને તેના દેશની નાગરિકતા ખરીદવાની મંજૂરી આપે છે. ત્યાંથી પાસપોર્ટ ફક્ત 1.3 કરોડ રૂપિયા ખર્ચીને મેળવી શકાય છે. જોકે અહેવાલોમાં જણાવવામાં આવ્યું છે કે વનુઆતુના PMએ તેના નાગરિકતા પંચને તેનો પાસપોર્ટ રદ કરવાનો આદેશ આપ્યો છે.

તેમણે વધુમાં કહ્યું, આની તપાસ હાલના નિયમો હેઠળ કરવામાં આવશે. અમને એમ પણ કહેવામાં આવ્યું છે કે, તેણે વાનુઆતુ નાગરિકતા મેળવી લીધી છે. અમે કાયદાની સંપૂર્ણ હદ સુધી તેમની સામે કેસ ચાલુ રાખીશું. ઉલ્લેખનીય છે કે, લલિત મોદી પર ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના ઉપાધ્યક્ષ રહીને છેતરપિંડી, મની લોન્ડરિંગ અને ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ 1999 (FEMA) ના ઉલ્લંઘનનો આરોપ છે.

વાનુઆતુ ડેઇલી પોસ્ટે સોશિયલ મીડિયા પર લખ્યું, આંતરરાષ્ટ્રીય મીડિયામાં તાજેતરના ખુલાસા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. બાકીની માહિતી હું આવતીકાલના અખબારમાં આપીશ. આ વખતે તેમણે વધારે માહિતી શેર કરી નથી. એવો દાવો કરવામાં આવ્યો હતો કે, વાનુઆતુને પાછળથી ખબર પડી કે , લલિત મોદી એક ભાગેડુ ભારતીય ઉદ્યોગપતિ છે, જેના કારણે આ નિર્ણય લેવામાં આવ્યો હતો.

છોટાઉદેપુરમાં હૃદયવિદારી ઘટના: તાંત્રિક દ્વારા પાંચ વર્ષની બાળકીની બલિ ચઢાવવામાં આવી

0

છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના પાણેજ ગામમાં એક હચમચાવી નાખે તેવી ઘટના સામે આવી છે, જેમાં તાંત્રિક વિધિના નામે પાંચ વર્ષની નિર્દોષ બાળકીની બલિ ચઢાવી દેવામાં આવી.

પ્રાપ્ત વિગતો મુજબ, ગામમાં રહેતા તાંત્રિક લાલુ હિંમતભાઈએ પોતાની ઘરની સામે રહેતી બાળકીનું અપહરણ કરી તેને પોતાના ઘરમાં લઈ ગયો. ત્યાં ગૂપ્ત તાંત્રિક વિધિ બાદ માસૂમ બાળકીના ગળા પર કુહાડીથી ઘા મારી તેની હત્યા કરી. આ ઘટના માત્ર એટલા સુધી સીમિત નહોતી, તાંત્રિકે બાળકીની દોઢ વર્ષીય નાના ભાઈનું પણ અપહરણ કરવાનો પ્રયાસ કર્યો હતો.

જ્યારે ગામલોકોએ આ હ્રદયવિદારી ઘટના જોઈ, ત્યારે તેઓ દોડી ગયા અને નાના બાળકને બચાવવાની કામગીરી કરી. તરત જ પોલીસે જાણ કરવામાં આવી, અને મામલતદાર સહિત પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો.

હાલમાં મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યો છે અને આરોપી તાંત્રિક લાલુ હિંમતભાઈની ધરપકડ કરી લેવામાં આવી છે. પોલીસ દ્વારા વધુ તપાસ શરૂ કરવામાં આવી છે, અને સમગ્ર મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.

IIFA એવોર્ડ્સ 2025: કાર્તિક આર્યને જીત્યો બેસ્ટ એક્ટરનો એવોર્ડ, જુઓ સંપૂર્ણ યાદી

0

રવિવારે રાત્રે IIFA એવોર્ડ્સ 2025 ના વિજેતાઓની સંપૂર્ણ યાદી જાહેર કરવામાં આવી. રવિવારે જયપુરમાં એક ભવ્ય સમારોહમાં IIFA એવોર્ડ્સની રજત જયંતિ આવૃત્તિનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બોલિવૂડના મોટા ભાગના સ્ટાર્સ સામેલ થયા હતાં. કરીના કપૂર, કરણ જોહર, કાર્તિક આર્યન જેવા ઘણા સ્ટાર્સ ધૂમ મચાવતા જોવા મળ્યા.

શનિવારે ડિજિટલ એવોર્ડ્સ પછી રવિવારે ફિલ્મ એવોર્ડ્સ આપવામાં આવ્યા, જેમાં ‘લાપતા લેડીઝ’ સૌથી મોટા વિજેતા તરીકે ઉભરી આવ્યું. કિરણ રાવની ફિલ્મે 10 એવોર્ડ જીત્યા. કાર્તિક આર્યન પણ મોટી જીત મેળવી જ્યારે ‘કિલ’ એ પણ અનેક ટ્રોફી જીતી. ગુજરાતી અભિનેત્રી જાનકી બોડીવાલાને પણ શૈતાન ફિલ્મ માટે એવોર્ડ એનાયત કરવામાં આવ્યો. નીચે વિજેતાઓની સંપૂર્ણ યાદી છે, જ્યાં તમે જોઈ શકો છો કે કોને કયો એવોર્ડ મળ્યો.

વિજેતાઓની સંપૂર્ણ યાદી અહીં જુઓ

  • બેસ્ટ એક્ટર – કાર્તિક આર્યન (ભૂલ ભુલૈયા 3 )
  • બેસ્ટ એક્ટ્રેસ – નીતાંશી ગોયલ (લાપતા લેડીઝ)
  • બેસ્ટ ફિલ્મ – લાપતા લેડીઝ
  • બેસ્ટ ડિરેક્ટર – કિરણ રાવ (લાપતા લેડીઝ)
  • બેસ્ટ એક્ટર (નેગેટિવ રોલ) – રાઘવ જુયાલ (કિલ)
  • બેસ્ટ સપોર્ટિંગ એક્ટ્રેસ – જાનકી બોડીવાલા (શૈતાન)
  • બેસ્ટ સપોર્ટિંગ એક્ટર – રવિ કિશન (લાપતા લેડીઝ)
  • લાઈફટાઈમ અચિવમેન્ટ એવોર્ડ – રાકેશ રોશન
  • બેસ્ટ ડિરેક્ટર ડેબ્યૂ – કુણાલ ખેમુ (મડગાંવ એક્સપ્રેસ)
  • બેસ્ટ ડેબ્યૂ (મેલ ) – લક્ષ્ય લાલવાણી (કિલ)
  • બેસ્ટ ડેબ્યૂ (સ્ત્રી) – પ્રતિભા રંતા (લાપતા લેડીઝ)
  • બેસ્ટ લિરિક્સ – પ્રશાંત પાંડે (સજની: લાપતા લેડીઝ)
  • બેસ્ટ મ્યુઝિક ડિરેક્ટર – રામ સંપથ (લાપતા લેડીઝ)
  • બેસ્ટ સિંગર (મેલ)- જુબિન નૌટિયાલ (દુઆ: આર્ટીકલ 370)
  • બેસ્ટ સિંગર (ફીમેલ)- શ્રેયા ઘોષાલ ( ભૂલ ભુલૈયા 3 )
  • બેસ્ટ સાઉન્ડ ડિઝાઇન – સુભાષ સાહુ, બોલો કુમાર ડોલોઈ, રાહુલ કાર્પે (કિલ)
  • બેસ્ટ સ્ક્રીનપ્લે – સ્નેહા દેસાઈ (લાપતા લેડીઝ)
  • બેસ્ટ ડાયલોગ – અર્જુન ધવન, આદિત્ય ધર, આદિત્ય સુહાસ જાંભલે, મોનલ ઠાકર (આર્ટીકલ 370)
  • બેસ્ટ સિનેમેટોગ્રાફી- રફય મહમૂદ (કિલ)
  • બેસ્ટ કોરિયોગ્રાફી – બોસ્કો (તૌબા તૌબા: બેડ ન્યૂઝ)
  • બેસ્ટ VFX- રેડ ચિલીઝ (ભૂલ ભુલૈયા 3)

IIFA 2025 8 માર્ચે જયપુરમાં શરૂ થયો હતો અને 9 માર્ચે સમાપ્ત થયો હતો. કરીના કપૂર ખાને એવોર્ડ સમારોહમાં પરફોર્મ કર્યું. તેમણે તેમના દાદા, ફિલ્મ નિર્માતા રાજ કપૂરને શ્રદ્ધાંજલિ આપી. તેમની સાથે શાહરૂખ ખાન, માધુરી દીક્ષિત, નોરા ફતેહી અને કાર્તિક આર્યન પણ સ્ટેજ પર જોવા મળ્યા હતા. શાહિદ કપૂર સાથે કરીના કપૂરનો ક્યૂટ પળ પણ વાયરલ થયો. બંનેને સાથે જોઈને ચાહકોને ‘જબ વી મેટ’ ના જૂના દિવસો યાદ આવી ગયા.

વસ્તી વધારવા માટે નવો પ્રોત્સાહન પ્લાન, ત્રીજા સંતાન માટે માતાઓને મળશે વિશેષ ભેટ

0

દેશભરમાં અત્યારે સુધી ‘અમે બે અમારા બે’ નો વિચાર ચાલતો આવ્યો છે. મોટા ભાગે લોકો માત્ર બે બાળકો પેદા કરતા હોય છે, જેમાં વર્ષો પહેલા સરકારે પણ આ વિચારને પ્રોત્સાહન આપ્યું હતું. પરંતુ હવે એક નવો રાહ ચિંધવામાં આવી રહ્યો હોવાના અહેવાલો થોડા સમયથી વહેતા થયા છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો, આંધ્ર પ્રદેશમાં તેલુગુ દેશમ પાર્ટીના વિજયનગરમના સાંસદ કાલીસેટ્ટી અપ્પલા નાયડુએ એક અજીબ પ્રકારનો વાયદો કર્યો છે, જે અત્યારે ચર્ચાનું કેન્દ્ર પણ બન્યો છે. સાંસદ કાલીસેટ્ટી અપ્પલા નાયડુએ કહ્યું છે કે, જે મહિલા ત્રીજું બાળક પેદા કરશે તેને 50,000 રૂપિયા અથવા ગાય ભેટ તરીકે આપવામાં આવશે.

મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુએ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે પ્રકાશમ જિલ્લાના માર્કપુર ખાતે આયોજિત એક કાર્યક્રમમાં જાહેરાત કરી હતી કે તમામ મહિલા કર્મચારીઓને ડિલિવરી સમયે પ્રસૂતિ રજા આપવામાં આવશે, પછી ભલે તેમના બાળકોની સંખ્યા ગમે તેટલી હોય. હકીકતમાં, મુખ્યમંત્રીએ એક મજબૂત સંદેશ આપ્યો છે કે બધી મહિલાઓએ શક્ય તેટલા વધુ બાળકો પેદા કરવા જોઈએ.

શુક્રવારે, એક કોન્સ્ટેબલ દ્વારા ગૃહમંત્રી સમક્ષ શંકા ઉઠાવવામાં આવી હતી કે શું મહિલા કર્મચારીઓને પ્રસૂતિની સંખ્યા ગમે તેટલી હોય, પ્રસૂતિ રજા આપવામાં આવશે? આવી સ્થિતિમાં, મુખ્યમંત્રીએ શનિવારે પોતાનો જવાબ સ્પષ્ટ કર્યો છે. અત્યાર સુધી, મહિલા કર્મચારીઓને ફક્ત બે પ્રસૂતિ માટે પૂરા પગાર સાથે છ મહિનાની પ્રસૂતિ રજા મળતી હતી, પરંતુ હવે મુખ્યમંત્રીએ જાહેરાત કરી છે કે મહિલા કર્મચારીઓને બાળકોની સંખ્યા ગમે તે હોય, બધી પ્રસૂતિ માટે રજા આપવામાં આવશે. આ પછી, વિજયનગરમના સાંસદ કાલિસેટ્ટી અપ્પલાનાયડુએ ત્રીજા બાળકને જન્મ આપતી મહિલાઓ માટે પ્રોત્સાહનોની જાહેરાત કરી છે.

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે વિજયનગરમના રાજીવ સ્પોર્ટ્સ કમ્પાઉન્ડમાં આયોજિત સભાને સંબોધતા, વિજયનગરમના સાંસદે જાહેરાત કરી કે જો કોઈ મહિલા ત્રીજા બાળકને જન્મ આપે છે, તો જો તે પુત્રી હોય તો તેને 50,000 રૂપિયા અને જો તે પુત્ર હોય તો ગાય આપવામાં આવશે. આ જાહેરાત હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.