Home Blog Page 523

ઉકાઈ ટીપીએસના યુનિટોમાં તકલીફ, ડિજીવીસીએલની વીજ માંગમાં ઘટાડો

0

ગેટકો અને એલએમયુ દ્વારા પ્રાપ્ત અહેવાલ મુજબ, ઉકાઈ થર્મલ પાવર સ્ટેશન (TPS)ના ચાર યુનિટ અચાનક બંધ થતા 500 મેગાવોટ વિજ ઉત્પાદન ઘટાડાયું છે. આ પરિસ્થિતિને નિયંત્રિત કરવા માટે ડીજીવીસીએલ દ્વારા વિવિધ સબ-સ્ટેશનો પર શૂન્ય પાવર લોડ ઘટાડવા માટે પગલાં લેવાયા છે.

સુરત શહેર જિલ્લા સહિત દક્ષિણ ગુજરાતમાં ભરબપોરે પાવર કટ થયો હતો. તાપી, ભરૂચ, રાજપીપળા, સુરત, નવસારીમાં પાવર કટ થયો હતો. અચાનક વીજ પુરવઠો કટ થતા જનજીવન થંભી ગયું હતું. લોકો ઘર-ઓફિસમાં પરસેવે રેબઝેબ થવા લાગ્યા હતા. બીજી તરફ પાવર સપ્લાય અટકી જતા રેલ વ્યવહાર પણ ઠપ્પ થઈ ગયો હતો. સુમલ ડેરીનો પ્લાન્ટ પણ બંધ થયો હતો. પ્લાન્ટ શરૂ કરવા જનરેટર ચાલુ કરવા પડ્યા હતા.

વિજળીના અચાનક ઘટાડાને કારણે સિસ્ટમ અંધારામાં ન જાય તે માટે SPS (સિસ્ટેમ પ્રોટેક્શન સ્કીમ) કાર્યરત કરવામાં આવી છે. જો કે, રાજ્યના વિજ વ્યવસ્થાપન માટે જવાબદાર SLDC (સ્ટેટ લોડ ડિસ્પેચ સેન્ટર) સિસ્ટમને પુનઃસ્થાપિત કરવા માટે સતત પ્રયાસ કરી રહ્યું છે.

આ મુદ્દાને ધ્યાનમાં રાખીને, અધિકારીઓ અને તંત્ર ઝડપથી કામ કરી રહ્યું છે જેથી વપરાશકર્તાઓને લાંબા સમય સુધી તકલીફ ન થાય. લોકોને ગભરાશ ન રાખવાની અને વિજ વ્યવસ્થાની નવીનતમ માહિતી મેળવતી રહેવાની અપીલ કરવામાં આવી છે.

UPI અને RuPay ટ્રાન્ઝેક્શન પર પણ ચાર્જ ચૂકવવો પડશે! પેમેન્ટ કરતા લોકોને પડશે ઝટકો

0

કેન્દ્ર સરકાર UPI પર MDR ચાર્જ ફરીથી લાગુ કરવાની તૈયારીમાં છે. એ ચાર્જ માત્ર UPI પર જ નહીં, બલકે રૂપે ડેબિટ કાર્ડ પર લગાવવામાં આવશે. જો આવું થશે તો ડિજિટલ પેમેન્ટ પ્રભાવિત થશે. આ ચાર્જને વર્ષ 2022માં સરકારે માફ કરી દીધો હતો, પરંતુ હવે ફિનટેક કંપનીઓનું કહેવું છે કે મોટા વેપારી એને વહન કરવાની ક્ષમતા રાખે છે. જેથી આવા વેપારીઓ પર મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ ચાર્જ લગાવવામાં આવે એવી શક્યતા છે.

વર્ષ 2016માં યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ શરૂ થયા બાદ દેશમાં ડિજીટલ પેમેન્ટ ક્ષેત્રે મોટી ક્રાંતિ આવી છે. મોટા કોર્પોરેશનથી માંડીને નાના દુકાનદારો પાસે પણ UPI મારફતે પેમેન્ટ સ્વીકારવાની સુવિધા ઉપલબ્ધ હોય છે, જેને કારણે ગ્રાહકોને પણ પેમેન્ટ કરવામાં સરળતા થઇ રહી છે. હાલ UPI ટ્રાન્ઝેક્શન પર કોઈ ચાર્જ વસૂલવામાં નથી આવતો. એવામાં સરકાર UPI અને RuPay ડેબિટ કાર્ડ દ્વારા થતા ટ્રાન્ઝેક્શન પર મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ (MDR) ફરીથી લાગુ કરવાનું વિચારી રહી છે.

હાલમાં UPI અને RuPay ડેબિટ કાર્ડ વડે થતા ટ્રાન્ઝેક્શન પર બેંક કોઈ ચાર્જ વસુલતી નથી, પરંતુ બેંકો મોટા ઉદ્યોગો પાસેથી હવે ફી વસૂલવા માગે છે. બેંકોએ આ અંગેનો પ્રસ્તાવ સરકારને મોકલ્યો છે. જોકે નાના વેપારીઓ માટે UPI પહેલાની જેમ મફત જ રહેશે. સરકાર આ પ્રસ્તાવ પર વિચાર કરી રહી છે.

બેંકિંગ ઉદ્યોગ દ્વારા સરકારને મોકલવામાં આવેલા પ્રસ્તાવ મુજબ વાર્ષિક 40 લાખ રૂપિયા કે તેથી વધુ વેચાણ ધરાવતા ઉદ્યોગો પાસેથી MDR વસૂલવામાં આવે. બેંકો અને પેમેન્ટ કંપનીઓ દલીલ કરી છે, જ્યારે મોટા વેપારીઓ પહેલાથી જ વિઝા, માસ્ટરકાર્ડ અને ક્રેડિટ કાર્ડ પર વેપારી ફી ચૂકવી રહ્યા છે, તો તે UPI અને RuPay કાર્ડ પર પણ ફી વસૂલવી જોઈએ.

આ મુજબ, સરકાર એક ટીયર સિસ્ટમ લાગુ કરવામાં આવી શકે છે, જે મુજબ મોટા વેપારીઓ પાસેથી વધુ ફી વસૂલવામાં આવશે, જ્યારે નાના વેપારીઓને છૂટ આપવામાં આવશે અથવા ઓછી ફી લાગવવામાં આવશે.હવે જો UPI પર MDR લાગશે તો ગ્રાહકો પાસેથી ટ્રાન્ઝેક્શન ફી વસૂલવામાં આવી શકે છે, જેને કારણે સામાન્ય ગ્રાહકના ખિસ્સાને અસર થઇ શકે છે.

પાસપોર્ટ અરજી માટે મહત્વપૂર્ણ સમાચાર, હવે આ દસ્તાવેજો ફરજિયાત

0

વિદેશ જવા પાસપોર્ટ સૌથી મહત્ત્વનો પુરાવો છે. ગુજરાત સહિત દેશભરમાંથી ગુનેગારો ભારત છોડીને ભાગી ન જાય તે માટે મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. જે વ્યક્તિ વિરુદ્ધ નાનો-મોટો કોઈ ગુનો નોંધાયો હશે તો તેને નવો પાસપોર્ટ માત્ર એક વર્ષ માટે જ મળશે. આવા વ્યક્તિએ વિદેશ ફરવા જવું હશે તો પણ કોર્ટની મંજૂરી લેવી પડશે. ક્રિમિનલ હિસ્ટ્રી ધરાવતા વ્યક્તિને જો પાસપોર્ટ રિન્યુ કરાવવો હશે તો તેમાં પણ આ નિયમ લાગુ પડશે.

પાસપોર્ટ કઢાવવા માટે પણ કોર્ટની મંજૂરી લેવાની રહેશે. પાસપોર્ટનું કામ કરતાં પોલીસ કર્મચારીઓના કહેવા મુજબ, અત્યાર સુધી દરેક વ્યક્તિને 10 વર્ષનો પાસપોર્ટ મળતો હતો પરંતુ હવેથી નાના ગુનો પણ નોંધાયેલો હશે તો માત્ર એક જ વર્ષનો પાસપોર્ટ મળશે. પોલીસ સ્ટેશનથી આવતા અભિપ્રાયમાં પોલીસે જે તે વ્યક્તિના ગુનાનું વર્ગીકરણ દર્શાવવું પડશે. ગુનાહિત ઈતિહાસ ધરાવતાં વ્યક્તિએ પોસપોર્ટ માટે કોર્ટની મંજૂરી લેવી પડશે. પાસપોર્ટ કઢાવવા માટે કોર્ટમાં રૂ. 50 હજારથી બે લાખ ડિપોઝીટ પેટે જમા કરાવવા પડશે. કોર્ટની મંજૂરી બાદ પાસપોર્ટ મળ્યા પછી એક અઠવાડિયામાં કોર્ટમાં જમા કરાવવો પડશે. જે બાદ ડિપોઝિટ પાછી મળશે.

જૂના અરજદારો માટે વિકલ્પ
1 ઑક્ટોબર, 2023 પહેલાં જન્મેલા લોકો નીચે આપેલા દસ્તાવેજોમાંથી કોઈ એક દસ્તાવેજનો જન્મના પુરાવા તરીકે ઉપયોગ કરી શકે છે.

  • સરકારી સેવા રૅકોર્ડની કોપી
  • પાન કાર્ડ
  • ડ્રાઇવિંગ લાયસન્સ
  • શાળા છોડ્યાનું પ્રમાણપત્ર
  • મેટ્રિક સર્ટિફિકેટ
  • પબ્લિક લાઇફ ઇન્સ્યોરન્સ બિઝનેસ પોલિસી બોન્ડ
  • આધાર કાર્ડ તથા ઈ-આધાર
  • EPIC -ઈલેક્શન ફોટો આઇડેન્ટિટી કાર્ડ
  • એડ્રેસ ડિજિટલી એમ્બેડ થશે

પાસપોર્ટ માટે એડ્રેસના પુરાવા તરીકે રેસિડેન્શિયલ એડ્રેસનું ડિજિટલ એમ્બેડિંગ થશે. સુરક્ષા અને ગોપનીયતામાં સુધારો કરવાના હેતુ સાથે પાસપોર્ટના અંતિમ પેજ પર હવે રેસિડેન્શિયલ એડ્રેસ પ્રિન્ટ કરવામાં આવશે નહીં. તેના બદલે આ ડેટા બારકોડમાં સ્ટોર કરવામાં આવશે. જેથી ઇમિગ્રેશન ઑફિસર જરૂર પડે તો બારકોડ સ્કેન કરી એડ્રેસ વિશે માહિતી મેળવી શકશે.

એડ્રેસના પુરાવા માટે આ દસ્તાવેજો જરૂરી

  • વીજ બિલ
  • ટેલિફોન બિલ (પોસ્ટ-પેઇડ મોબાઇલ તથા લેન્ડલાઇન)
  • પાણીનું બિલ
  • આધાર કાર્ડ
  • રેન્ટ એગ્રિમેન્ટ
  • ઇન્કમ ટેક્સ એસેસમેન્ટ ઓર્ડર
  • ઈલેક્શન કમિશન પિક્ચર આઇડી કાર્ડ
  • ગેસ કનેક્શનના પુરાવા
  • ઔપચારિક લેટરહેડ સાથે એમ્પ્લોયમેન્ટ સર્ટિફિકેટ
  • વાલીના પાસપોર્ટની નકલ ( જો અરજદાર સગીર હોય)
  • સ્પાઉસની પાસપોર્ટ નકલ

તાજેતરમાં પ્રકાશિત થયેલા 2025 હેનલી પાસપોર્ટ ઇન્ડેક્સ અનુસાર, ભારતનો પાસપોર્ટ 80મા ક્રમે છે, જે અલ્જેરિયા, ઇક્વેટોરિયલ ગિની અને તાજિકિસ્તાન સાથેનું સ્થાન છે. કુલ 227 દેશોમાંથી 193 દેશોમાં પ્રવેશ સાથે સિંગાપોરનો પાસપોર્ટ પ્રથમ ક્રમે છે. ત્યારબાદ જાપાન અને દક્ષિણ કોરિયાના પાસપોર્ટ 190 દેશોમાં પ્રવેશ સાથે બીજા સ્થાને છે. જ્યારે ત્રીજા સ્થાને સાત દેશોના પાસપોર્ટ છે, જેમાં ડેનમાર્ક, ફિનલેન્ડ, ફ્રાન્સ, જર્મની, આયર્લેન્ડ, ઇટાલી અને સ્પેનનો સમાવેશ થાય છે, જેમને 189 દેશોમાં પ્રવેશની મંજૂરી છે.

મુંબઈની લીલાવતી હોસ્પિટલ વિવાદમાં! રૂ.1500 કરોડનો હેરાફરીનો લાગ્યો આરોપ

0

પ્રખ્યાત લીલાવતી હોસ્પિટલને કોણ નથી જાણતું, અહીં સૈફ અલી ખાન સહિત અનેક સેલિબ્રિટીઓ પોતાની સારવાર કરાવે છે. આ હોસ્પિટલ શહેરના ઉચ્ચ પ્રોફાઇલ વ્યક્તિઓ માટે સૌથી પસંદગીઓમાંની એક છે. લીલાવતીનું સંચાલન કરતા ચેરિટેબલ ટ્રસ્ટે એક એવો આરોપ લગાવ્યો છે કે જેના લીધે આ હોસ્પિટલ હવે ચર્ચામાં આવી ગઈ છે. હકીકતમાં, ટ્રસ્ટે આરોપ લગાવ્યો કે તેના ભૂતપૂર્વ ટ્રસ્ટીઓ અને અન્ય સંબંધિત વ્યક્તિઓ દ્વારા 1,500 કરોડ રૂપિયાથી વધુના ભંડોળનો દુરુપયોગ કરવામાં આવ્યો.

લીલાવતી કીર્તિલાલ મહેતા મેડિકલ ટ્રસ્ટ દ્વારા આ સંદર્ભમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ અને બાંદ્રા પોલીસ સ્ટેશનમાં અલગ-અલગ ફરિયાદો દાખલ કરાવવામાં આવી છે. એવો દાવો કરવામાં આવ્યો છે કે ભૂતપૂર્વ ટ્રસ્ટીઓ અને સંબંધિત વ્યક્તિઓ દ્વારા હોસ્પિટલ પરિસરમાં કાળું જાદુ કરવામાં આવ્યું. હોસ્પિટલના નાણાકીય રેકોર્ડના ફોરેન્સિક ઓડિટ દરમિયાન પ્રકાશમાં આવેલી આ અનિયમિતતાઓએ ટ્રસ્ટની કાર્યપ્રણાલી અને બાંદ્રા વિસ્તારમાં સ્થિત અગ્રણી ખાનગી તબીબી સુવિધા દ્વારા પૂરી પાડવામાં આવતી આરોગ્યસંભાળ સેવાઓને અસર કરી છે.

LKMMT ના પરમેનેન્ટ રેસિડેન્ટ ટ્રસ્ટી પ્રશાંત મહેતાએ જણાવ્યું કે, “અમે ફરિયાદો નોંધાવી, જે બાંદ્રા મેજિસ્ટ્રેટ કોર્ટના આદેશને કારણે FIRમાં ફેરવાઈ ગઈ. ભૂતપૂર્વ ટ્રસ્ટીઓ અને અન્ય સંબંધિત વ્યક્તિઓ સામે ત્રણથી વધુ FIR નોંધવામાં આવી છે. આ વ્યક્તિઓ સામે ચોથી કાર્યવાહી હવે મેજિસ્ટ્રેટ સમક્ષ પેન્ડિંગ છે, જે કાળા જાદુ અને ગુપ્ત પ્રથાઓ માટે બાંદ્રા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી અમારી ફરિયાદ પર આધારિત છે. બાંદ્રા મેજિસ્ટ્રેટ કોર્ટે આ વ્યક્તિઓ સામે તપાસનો આદેશ આપ્યો છે. અમે લીલાવતી કીર્તિલાલ મહેતા મેડિકલ ટ્રસ્ટની અખંડિતતા જાળવી રાખવા અને એ સુનિશ્ચિત કરવા માટે પ્રતિબદ્ધ છીએ.”

લીલાવતી હોસ્પિટલની સ્થાપના 1997 માં લીલાવતી કીર્તિલાલ મહેતા મેડિકલ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી હતી. આ હોસ્પિટલ તમામ ક્ષેત્રોના લોકોને ઉચ્ચ ગુણવત્તાની આરોગ્યસંભાળ પૂરી પાડવા માટે બનાવવામાં આવી હતી. આ હોસ્પિટલનું નામ હીરા ઉદ્યોગના જાણીતા ઉદ્યોગપતિ કીર્તિલાલ મહેતાની માતા લીલાવતી મહેતાના નામ પરથી રાખવામાં આવ્યું હતું. કીર્તિલાલ મહેતા જેમ્બેલ ડાયમંડ્સના સ્થાપક હતા, જે વિશ્વભરમાં શાખાઓ ધરાવતું વૈશ્વિક હીરા સામ્રાજ્ય છે. વ્યવસાય પ્રત્યેના તેમના જુસ્સા અને પરોપકાર પ્રત્યેના સમર્પણને કારણે તેમણે લીલાવતી કીર્તિલાલ મહેતા મેડિકલ ટ્રસ્ટની રચના કરી, જે હોસ્પિટલના સંચાલનને ટેકો આપે છે. તેમનો પરિવાર તેમના વારસાને આગળ ધપાવી રહ્યો છે, આ હોસ્પિટલ ભારતની અગ્રણી આરોગ્ય સંભાળ સંસ્થાઓમાંની એક છે.

દેશમાં આર્થિક અરાજકતા, બેરોજગારી, બેકસુર લોકોના આપઘાત માટે જવાબદાર કોણ?

  • કોઇને પણ મરવું નથી પરંતુ પરિસ્થિતિ જ એવો આકાર લે છે કે આપઘાત કરવા સિવાય કોઇ વિકલ્પ દેખાતો નથી. રોજરોજ વ્ય‌િક્તગત અને સામૂહિક આપઘાતને અંજામ અપાતો રહે છે
  • એક તરફ આવકના દરવાજા બંધ થઇ રહ્યા છે. બીજી તરફ બેંકો અને નાણાં ધીરનારના ટોળા દરવાજે આવીને ઊભા હોય ત્યારે લોન અને દેવાના ચક્કરમાં ફસાયેલો મજબૂર માણસ ક્યાં જાય?
  • સરકાર ઉદ્યોગગૃહોના કરોડો માફ કરી શકતી હોય તો સામાન્ય નાગરિકને રાહત ન આપી શકાય? લોનધારકોને નાદારી નોંધાવવી નથી. બસ થોડો સમય આપવામાં આવે તો આવતીકાલ સુધરી જશે
  • નોટબંધીના દિવસે જ અર્થશાસ્ત્રીઓએ પ્રત્યાઘાતરૂપે ભયાનક મંદીના અણસાર આપ્યા હતા પરંતુ સત્તાનો નશો શરાબ કરતા વધુ ખતરનાક હોય છે
  • દેશના ૮૦ કરોડ લોકોને મફત અનાજ આપવાની યોજના આવકાર્ય પરંતુ આ સમસ્યાનો કાયમી ઉપાય નથી, લોકોને રોજગારીની જરૂર છે, મફત અનાજની નહીં
  • ત્રણ કરોડ લોકોને આવાસ આપ્યા હોવાનો દાવો કરવામાં આવે છે પરંતુ ૧૪૦ કરોડની વસ્તીમાં ત્રણ કરોડની વિસાત કેટલી? કદાચ સરકારને ખબર નહીં હોય કે અનેક પરિવારો એવા પણ છે કે જેની પાસે આવાસ ખરીદવાના પણ પૈસા નથી

સરકાર કે સરકારીબાબુ ભલે ઈન્કાર કરે, પરંતુ દેશમાં બેરોજગારી અને આર્થિક સંકડામણ ભરડો લઈ ચૂકી છે. રોજેરોજ વ્યક્તિગત અને સામૂિહક આત્મહત્યાની બની રહેલી ઉપરાછાપરી ઘટનાઓ એક વાત પુરવાર કરે છે કે, હવે માણસ પાસે જીવવા જેટલી પણ મૂડી બચી નથી. કેન્દ્ર સરકારના દાવા મુજબ દેશના 81 કરોડ લોકોને મફત અનાજ આપવામાં આવે છે, પરંતુ માત્ર અનાજ આપવાથી જીવન ટકાવવાનું શક્ય નથી. મફત અનાજ મળવાથી કદાચ થોડા િદવસ ટકી જવાશે, પરંતુ પેટનો ખાડો પૂરવા ઉપરાંત સમાજ, પરિવારમાં ઉદ્દભવી રહેલી સમસ્યાનો જ્યારે કોઈ જ ઉકેલ નહીં દેખાય ત્યારે વ્યક્તિ પાસે પોતાની િજંદગી ટૂંકાવવા સિવાય કોઈ ઉપાય બચતો નથી અને આવા સેંકડો લોકો મૂંઝવણ અનુભવી રહ્યા છે. રોજેરોજ આત્મહત્યાઓની હારમાળા પછી પણ સરકારી તંત્રોનું રુંવાડું પણ ફરકતું નથી. પરિણામે આર્થિક કટોકટીમાં ફસાયેલા સેંકડો લોકોના િદલ-દિમાગમાં આત્મહત્યા કરવાના િવચારો આવતા હશે!

કેન્દ્ર સરકારે એક મધરાત્રે ‘નોટબંધી’ની જાહેરાત  કરી એ જ સમયે અર્થશાસ્ત્રના િનષ્ણાતોએ નોટબંધીના પ્રત્યાઘાત રૂપે માર્કેટમાં ભયાનક મંદી આવવાના સંકેત આપ્યા હતા અે હવે ક્રમશઃ અર્થશાસ્ત્રીઓની ભવિષ્યવાણી સાચી ઠરી રહી છે. પરંતુ મદહોશ સરકાર માટે થોડા લોકોની આત્મહત્યા કોઈ મોટી ઘટના નથી અને હવે તો પોલીસના ચોપડે પણ આપઘાતના બનાવની કોઈ વિશેષ નોંધ લેવાતી નથી.
એક હકીકત છે કે, લોકો લોનના નાણાં ચૂકવી શકતા નથી, કારણ કે જ્યાં ખાવાના ફાંફા હોય ત્યાં લોન કેવી રીતે ભરવી? બેંકો અને ખાનગી નાણાં ધીરતી સંસ્થાઓનું અસહ્ય દબાણ અને બીજી તરફ માર્કેટમાં મંદી! સવારે કામની શોધમાં નીકળેલો માણસ સાંજે સાવ ખાલી હાથે પાછો આવે ત્યારે કેવી હાલત થતી હશે? થોડા િદવસ પહેલા સુરતની ધરતી ઉપર ઊભા રહીને ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, ‘‘ગરીબના ઘરનો ચુલો સળગે નહીં અને સંતાનો આંસુ પીઈને સૂઈ જાય એ િદવસો હવે ભારતને મંજૂર નથી.’’ વડાપ્રધાનના આ શબ્દો ચોક્કસ ગૌરવ અપાવે તેવા હતા, પરંતુ ધરતી ઉપરની વાસ્તવિકતા સાવ જુદી છે. ગરીબોની વાત છોડો અનેક મધ્યમવર્ગી પરિવારોએ કદાચ ભરપેટ ભોજન બનાવવાનું બંધ કરી દીધું હશે.

ગરીબ પરિવારો કરતા મધ્યમવર્ગીય પરિવારોની સંખ્યા આ દેશમાં ખૂબ મોટી છે. કરોડોની સંખ્યા ધરાવતા મધ્યમવર્ગીય પરિવારોને માત્ર અનાજની નહીં અન્ય અનેક પ્રકારની સમસ્યાઓ િદવસ-રાત રંજાડી રહી છે. ભારતીય પરંપરા મુજબ સરેરાશ પાંચ સભ્યોના પરિવારમાં એક વ્યક્તિ જ કમાનારો હોય છે અને આ વ્યક્તિની કમાણીનાં સાધનો બંધ થઈ જાય છે ત્યારે તેની અસર આખા પરિવાર ઉપર પડે છે. અનેક પરિવારો એવા હશે કે પરિવારના સભ્યો રાત્રે ઊંઘતા હશે ત્યારે ઘરનો મોભી આખી રાત પડખા ફેરવીને સવારની િચંતા કરતો હશે.
સરકારી સુખ સાહ્યબી અને વાહનોના કાફલામાં ફરતા, કહેવાતા સમાજસેવકોને ગરીબ, મધ્યમ વર્ગની પ્રજાની આર્થિક તકલીફનો ખ્યાલ કેવી રીતે આવી શકે? કારણ કે તેમના વાહનોમાં બળતું ઈંધણ લોકોના પરસેવાની કમાણીમાંથી બળતું હોય છે.

વ્યક્તિગત આપઘાતની સંખ્યા ગણવામાં આવે તો કદાચ કોરોનાની બીમારી કરતા વધુ લોકો મોતને ભેટ્યા હશે. ખાનગી વ્યાજખોરો સામે સરકારે લાકડી ઉગામી હતી, પરંતુ વ્યાજખોરોનો ત્રાસ આજે પણ યથાવત્ છે. વ્યાજના ચક્કરમાં આવી ગયેલો માણસ કેવી રીતે િદવસો ગુજારતો હશે? એની ચુંગાલમાં ફસાયેલી વ્યક્તિ જ વેદના વ્યક્ત કરી શકે. શેરીના ગુંડા કરતા પણ ખતરનાક પુરવાર થતા આવેલા વ્યાજખોરોને પણ કોઈ આપઘાત કરે તો તેની પરવા હોતી નથી. વ્યાજખોરોના ત્રાસથી લોકોએ આપઘાત કર્યા હોવાના દાખલા શોધવા જવાની જરૂર નથી. વળી સરકાર શા માટે આવા દાખલા શોધવાની મહેનત કરે?

અલબત્ત, દાનત હોય તો બધુ જ શક્ય બની શકે. વ્યાજખોરોની સમાંતર બેંકોની પઠાણી ઉઘરાણી પણ લોનધારકોને નાકે દમ લાવી દેનારી હોય છે. નોટીસ ઉપર નોટીસ અને છેલ્લે મિલકત ખાલી કરાવવાની ઘટના હૃદયદ્રાવક હોય છે. પક્ષીનો માળો તોડી નાંખવામાં આવે તોપણ િબચારા પક્ષીઓ િચચિયારી પાડી ઊઠે છે. જ્યારે બેંક નાણાં વસૂલવા માટે થઈને એક પરિવારને મિલકત ખાલી કરવાની ફરજ પાડે છે ત્યારે એ પરિવારની હાલત કેવી થતી હશે ? ઘરના દરવાજે પોલીસનો કાફલા સાથે ઊભેલો બેંક ઓફિસર જ્યારે બળજબરીથી પરિવારને ઘર ખાલી કરવાની દમદાટી આપતો હોય એ પળ, સમય પેલા પરિવારને કારમો લાગતો હશે.

વળી મોટા ભાગના મધ્યમવર્ગીય પરિવારો બેંક લોન લઈને જ ઘર વસાવતા હોય છે. પોતીકું ઘર વસાવીને પરિવારને સુખેથી રાખવાના સપનાં આંખમાં આંજીને ફરતા એ પરિવારના મોભીને ક્યાં ખ્યાલ હોય છે કે, તેણે જિંદગીના 20 થી 25 વર્ષ બેંકમાં ગીરવે મૂકી દીધા છે.
અલબત્ત, સરકાર ઈચ્છે તો અને દાનત હોય તો બેંકલોન િર-શિડ્યુઅલ કરીને લોનધારક પરિવારોને ચોક્કસ રાહત આપી શકે. પરંતુ સરકારી વૈભવમાં આળોટતા દેશના કહેવાતા કારભારીઓને ગરીબોની આર્થિક સમસ્યાનો ઉકેલ લાવવા માટે િવચારવાની ક્યાંથી અને શા માટે ફુરસદ હોય?
એક તરફ સરકાર ગરીબોને ‘પોતીકું ઘર’ની લોભામણી વાતો કરીને દેશમાં ત્રણ કરોડ લોકોને ‘આવાસ’ આપ્યા હોવાનો દાવો કરે છે. પરંતુ સરકારને કદાચ એ વાતની ખબર નહીં હોય કે, છ થી સાત લાખની કિંમતનું આવાસ લેવાની સેંકડો ગરીબોને ત્રેવડ નહી હોય! આવાસ ચોક્કસ આવકાર્ય છે, પરંતુ 140 કરોડના દેશમાં જ્યારે મોટા ભાગનો એટલે કે 80 ટકા વર્ગ ગરીબ અને મધ્યમવર્ગીય હોય ત્યારે બે-ચાર કરોડ મકાનો કેટલા લોકોને પોતીકી છત પૂરી પાડી શકશે.

હકીકતમાં લોકો માટે રોજગારી પેદા કરવાની જરૂર છે. જો લોકોને કામ મળતું હશે તો આ દેશની પ્રજા પથ્થર તોડીને પણ પાણી કાઢે એવી ખુમારી ધરાવે છે. બાકી 80 કરોડ લોકોને માત્ર અનાજ આપવાથી દેશમાંથી ગરીબી દૂર નહીં થાય. કદાચ ગરીબની ‘વ્યાખ્યા’ બદલીને લોકોને ગરીબીરેખાની બહાર લાવ્યાનો ચોક્કસ દાવો કરી શકાશે પરંતુ વાસ્તવિકતા બદલી શકાશે નહીં.
વીતેલા દાયકાઓમાં ભારતીય પરિવારોનું જીવનધોરણ ચોક્કસ બદલાયું છે. લોકો િશક્ષિત બનવા સાથે સ્વચ્છ, સુઘડ અને સગવડતાભર્યું જીવન જીવતા થયા છે અને એટલે જ માથે દેવું કરીને પણ શક્ય હોય ત્યાં સુધી જરૂરિયાતો પૂરી કરતા આવ્યા હતા, પરંતુ હવે માથે દેવું કરવાની વાત તો દૂર રહી કરેલા દેવાનું વ્યાજ કે હપ્તા ચૂકવવાના રૂપિયા નથી અને એટલે જ જ્યારે સહનશક્તિની સીમાઓ પૂરી થઈ જાય છે ત્યારે સ્વાભાિવક ‘આપઘાત’ એકમાત્ર વિકલ્પ બચે છે.

સરકાર અબજોપતિ ઉદ્યોગગૃહોના કરોડોના દેવા માફ કરી શકતી હોય તો ગરીબ, મધ્યમવર્ગી લોનધારકોના હપ્તા, વ્યાજની ચૂકવણીમાં માફી નહીં તો કમસેકમ સમયની રાહત કેમ આપી શકાય નહી? મોટાભાગના લોનધારકોના મનમાં કદાચ આવો જ વિચાર ઘુમરાતો હશે કે, “થોડો સમય મળી જાય તો આવતી કાલે સારા િદવસો આવવાથી ચોક્કસ બેંકનું લેણું ચૂકવી દઈશું.”
પરંતુ કમનસીબે સરકાર કે બેંકો આ િદશામાં િવચારતી નથી બીજી તરફ બેંકના દેવામાં કે ખાનગી દેવામાં ડૂબેલા માણસ પાસે બીજો કઈ િવકલ્પ દેખાતો નથી.

કોઈને પણ મરવું નથી. ગટરના કીડાને પકડો તો પણ તરફડિયા મારે છે. જ્યારે ઘર-પરિવાર વસાવીને બેઠેલો માણસ ‘આપઘાત’નો િવચાર કઈ રીતે કરી શકે? અને છતાં અન્ય કારણો કરતા આર્થિક સંકડામણ અને બેરોજગારીના કારણે આપઘાત કરનારાઓની સંખ્યામાં રોજેરોજ વધારો થઈ રહ્યો છે. પોલીસની કામગીરી સરકારના ઈશારે કરાતી હોવાથી કદાચ પોલીસનાં ચોપડે આપઘાતની ઘટનાઓ પાછળના કારણો, વ્યથા લખાતી નહીં હોય, પરંતુ ઘરનો ‘મોભી’ ગુમાવનાર પરિવાર જ આપઘાતની વેદના વર્ણવી શકે.

હજુ બે દિવસ પહેલા જ સુરતના અમરોલી વિસ્તારમાં માત્ર એક લાખ રૂિપયા અને લોનની િચંતામાં પતિ, પત્ની અને પુત્રએ સામૂિહક આપઘાત કરી લીધા હતા! કદાચ થોડા િદવસ સુધી એક પરિવારના સામૂૂિહક આપઘાતની ઘટનાની ચર્ચા થશે. પછી સમયની રેતમાં મજબૂર પરિવારના મોતની ઘટના ભુલાઈ જશે. મંદી-તેજી આવવી સ્વાભાિવક છે, પરંતુ મંદીના સમયે જ પ્રજાને સાચવી લેવાની સરકારની ફરજ છે અને આ ફરજ સરકાર ચોક્કસ ભૂલી રહી છે આપઘાતના બનાવોની નોંધ લઈને સરકારના મનમાં ‘અનુકંપા’ પેદા થશે તો ચોક્કસ સમસ્યાનો રસ્તો નીકળી શકશે.

ટ્રેન હાઈજેક બાદ BLAની ચીન-પાકિસ્તાનને ધમકી, 30 સૈનિકોના મોત, 27 વિદ્રોહીઓ ઠાર

મંગળવારે પાકિસ્તાનમાં બલૂચ લિબરેશન આર્મીએ જાફર એક્સપ્રેસ પર હુમલો કર્યો અને તેને કિડનેપ કરી. હવે, લગભગ 24 કલાક પછી, સેનાના ઓપરેશનમાં 27 બળવાખોરો માર્યા ગયા છે. ક્વેટાથી પેશાવર જતી આ ટ્રેનમાં લગભગ 500 લોકો હતા. આ મુસાફરોમાં પાકિસ્તાની સૈનિકો અને પોલીસકર્મીઓનો સમાવેશ થતો હતો. BLAએ આમાંથી 214 મુસાફરોને બંધક બનાવ્યા, જ્યારે 30 પાકિસ્તાની સૈનિકોને મારી નાખ્યા.

જાફર એક્સપ્રેસ સવારે 9 વાગ્યે ક્વેટાથી પેશાવર જવા રવાના થઈ. સિબી પહોંચવાનો સમય બપોરે 1.30 વાગ્યાનો હતો. આ પહેલાં, બપોરે લગભગ 1 વાગ્યે, બલુચિસ્તાનના બોલાન જિલ્લાના મશ્કાફ વિસ્તારમાં હુમલો થયો હતો. રાત્રે 10 વાગ્યે 8 કલાક પછી પણ, ટ્રેન સંપૂર્ણપણે BLA લડવૈયાઓના નિયંત્રણમાં હતી.

ન્યૂઝ એજન્સી AFP અનુસાર, સુરક્ષા દળોએ 155 બંધકોને મુક્ત કર્યા છે. આમાં 58 પુરુષો, 31 મહિલાઓ અને 15 બાળકોનો સમાવેશ થાય છે. બાકીના લોકોને મુક્ત કરવાની કામગીરી ચાલુ છે. બલૂચ લિબરેશન આર્મીએ બોલાનના મશ્કાફમાં ગુડાલર અને પીરુ કુનરી વચ્ચે આ હુમલો કર્યો હતો. આ એક પહાડી વિસ્તાર છે, જ્યાં 17 ટનલ છે, જેના કારણે ટ્રેન ધીમી ગતિએ ચલાવવી પડે છે. આનો ફાયદો ઉઠાવીને BLA એ ટ્રેન પર હુમલો કર્યો.

સૌ પ્રથમ, બલૂચ આર્મીએ મશ્કાફમાં ટનલ નંબર-8 માં રેલવે ટ્રેક ઉડાવી દીધો. આ કારણે જાફર એક્સપ્રેસ પાટા પરથી ઊતરી ગઈ. આ પછી BLA એ ગોળીબાર શરૂ કર્યો. ગોળીબારમાં ટ્રેન ડ્રાઈવર પણ ઘાયલ થયો હતો. આ ટ્રેનમાં સુરક્ષા દળો, પોલીસ અને ISI એજન્ટો મુસાફરી કરી રહ્યા હતા. બધા પંજાબ જઈ રહ્યા હતા. તેઓએ BLA હુમલાનો જવાબ આપ્યો, પરંતુ BLA એ ટ્રેન કબજે કરી લીધી. આ દરમિયાન 11 સુરક્ષા કર્મચારીઓ માર્યા ગયા.

આ માટે BLA એ મંગળવારે રાત્રે 10 વાગ્યે પાકિસ્તાન સરકારને 48 કલાકનું અલ્ટિમેટમ આપ્યું છે. BLA કહે છે કે આ નિર્ણય બદલાશે નહીં.
બલૂચિસ્તાન પાકિસ્તાનનો સૌથી અશાંત પ્રાંત છે. 1948થી અહીં બલૂચ અને પાકિસ્તાની સેના વચ્ચે અથડામણો થઈ રહી છે. બલૂચિસ્તાનના લોકો લાંબા સમયથી પાકિસ્તાનથી અલગ થવાની માંગ કરી રહ્યા છે. તાજેતરના સમયમાં, આ ક્ષેત્રમાં ચીનની દખલગીરી વધી છે. ચીન આ વિસ્તારમાં ઘણા પ્રોજેક્ટ્સ પર કામ કરી રહ્યું છે, જેના કારણે તેને સતત હુમલાઓનો સામનો કરવો પડી રહ્યો છે. BLA બલૂચિસ્તાનને પાકિસ્તાનથી અલગ કરવાની માંગ કરે છે. BLA ની સૌથી મહત્વપૂર્ણ માંગ એ છે કે બલુચિસ્તાનમાં પાકિસ્તાની સરકાર કે સુરક્ષા એજન્સીનો કોઈ પ્રતિનિધિ ન હોવો જોઈએ. આ ઉપરાંત, ચીન-પાકિસ્તાન આર્થિક કોરિડોર (CPEC) પણ બલુચિસ્તાનમાંથી પસાર થાય છે. BLA તેનો વિરોધ કરે છે.

એલોન મસ્કની સ્ટારલિંક અને એરટેલ વચ્ચે કરાર, સેટેલાઈટથી મળશે સુપર-ફાસ્ટ

0

ઇલોન મસ્કની સ્ટારલિંક સેટેલાઇટ ઇન્ટરનેટ સેવા થોડા જ સમયમાં ભારતમાં પ્રવેશ કરશે. જેની માટે કંપનીએ હવે ટેલિકોમ જાયન્ટ એરટેલ સાથે હાથ મિલાવ્યા છે. આ ભાગીદારી અંતર્ગત ભારતમાં સ્ટારલિંક સેટેલાઇટ ઇન્ટરનેટ શરૂ કરશે.

છેલ્લા ઘણા સમયથી ભારતના પ્રવેશ માટે પ્રયાસ કરી રહેલી સ્પેસએક્સને ભારત તરફથી કોઇ લાયસન્સ મળ્યું નથી. તેમજ ભારતના લાયસન્સ વિના સેવા આપવી શક્ય નથી. તેવા સમયે એરટેલે એક મીડિયા નિવેદનમાં જણાવ્યું છે કે કંપનીએ સ્પેસએક્સ સાથે કરાર કર્યો છે.

Jio અને SpaceX વચ્ચેની આ ભાગીદારી હેઠળ Jio તેના રિટેલ સ્ટોર્સ અને ઓનલાઈન પ્લેટફોર્મ દ્વારા સ્ટારલિંકની સેવાઓ પ્રદાન કરશે. આ સાથે ભારતમાં વધુને વધુ લોકોને સેટેલાઇટ બ્રોડબેન્ડ ઉપલબ્ધ કરાવવામાં આવશે. જિયો અને સ્ટારલિંક વચ્ચેના કરારનો ઉદ્દેશ્ય એવા વિસ્તારોમાં ઈન્ટરનેટ સેવાઓ પૂરી પાડવાનો છે જ્યાં અત્યાર સુધી બ્રોડબેન્ડની પહોંચ મર્યાદિત હતી, જેમ કે ગામડાઓ, શાળાઓ, આરોગ્યસંભાળ કેન્દ્રો અને રિમોટ બિઝનેસ હબ.

Jio માત્ર સ્ટારલિંક હાર્ડવેરનું વેચાણ નહીં કરે પરંતુ ઇન્સ્ટોલેશન અને એક્ટિવેશન સપોર્ટ પણ આપશે, જેથી ગ્રાહકો કોઈપણ મુશ્કેલી વિના કનેક્ટિવિટી મેળવી શકે. આ ભાગીદારીનું બીજું મહત્વનું પાસું એ છે કે સ્ટારલિંકની સેટેલાઇટ કનેક્ટિવિટી Jioની હાલની બ્રોડબેન્ડ સેવાઓ જેવી કે JioAirFiber અને JioFiberને વધુ મજબૂત બનાવશે. આનાથી એવા વિસ્તારોમાં હાઈ-સ્પીડ ઈન્ટરનેટ સેવા પૂરી પાડવામાં આવશે જ્યાં પરંપરાગત ફાઈબર નેટવર્ક નાખવું મુશ્કેલ છે.

૧૨ માર્ચ, ૨૦૨૫ / આ રાશિના જાતકોને આજે સમાજમાં માન-પ્રતિષ્ઠામાં વધારો થશે, આર્થિક સ્થિતિમાં સુધારો થશે સ્વાસ્થ્ય સંબંધિત સાવચેતી રાખો. જાણો આજનુ રાશિ ભવિષ્ય

મેષઃ

શારિરિક અને માનસિક અસ્વસ્થતા જણાય. આવકનું પ્રમાણ ધટે. નોકરી ધંધામાં લાભ મળતો જણાય. યશ-પ્રતિષ્ઠામાં વઘારો થાય. શરદી ખાંસી થાક લાગવાની સમસ્યા રહે. મશીનરી સફેદ વસ્તુના ધંધામાં લાભ.

વૃષભઃ

મોજશોખમાં વધારો થાય. સંતાન અંગેની સમસ્યા હળવી થતી જણાય. નવું જાણવાનો યોગ બને છે. વિધાર્થી મિત્રો માટે સારો દિવસ. કાર્યક્ષેત્રે સફળતા. ભાગ્યનો સાથ મળે છે. સ્ત્રી શણગાર, કોસ્મેટીકસના ધંધામાં લાભ.

મિથુનઃ

વાહન સુખમાં વૃધ્ધિ. સ્થવર જંગમ મિલકતના ખરીદ વેચાણ શકય બને. માતૃપક્ષ તરફથી લાભ મળતો જણાય. કાર્યમાં સફળતા. નોકરી ધંધામાં પરિસ્થિતિ સુધરતા આવક વધતી જણાય. આરોગ્ય સારૂં રહેશે.

કર્કઃ

પરિવારમાં સુખ શાંતિ વધતા જણાય. શુભ પ્રસંગનું આયોજન શકય બને. સ્વાસ્થ્ય ની કાળજી રાખવી. વિશ્વાસધાતના ભોગ ન બનાય અેનું ધ્યાન રાખવું. આરોગ્ય સાચવવાની સલાહ છે.

સિંહઃ

આર્થિક પાસુ મજબૂત બનતું જણાય છે. કાર્યક્ષેત્રે સફળતા મળે. નોકરી ધંધામાં પ્રગતિ નવી નોકરી ધંધો શરૂ કરી શકાય. દામ્પત્ય જીવનમાં આનંદ. પ્રમી પાત્રનું મિલન શકય બને. આરોગ્ય જળવાશે.

કન્યાઃ

માનસિક આનંદમાં વધારો થાય. ભાગ્યને કારણે આર્થિક ઉપાર્જન વધતું જણાય. સ્ત્રીવર્ગ તરફથી લાભ. માથાના દુઃખાવા, માઇગ્રેનની પરેશાની રહે. માતાની તબિયત સાચવવી. વાહન સાચવીને ચલાવવું.

તુલાઃ

કાર્યક્ષેત્રે સફળતા દૂર ભાગતી જણાય. આવક નું પ્રમાણ ધટે. ઉપરાંત ખર્ચમાં વધારો થતો જણાય. પરિવારમાં વાદ વિવાદ ટાળવો આરોગ્ય સારૂં રહેશે. ધંધામાં અગત્યના નિર્ણયો મુલતવી રાખવા.

વૃશ્ચિકઃ

મિત્રોનો સાથ મળતાં આનંદનો અનુભવ થાય. સમયસર લક્ષ્મીની વ્યવસ્થા થઇ શકે. અધૂરા સમયસર લક્ષ્મીની વ્યવસ્થા થઇ શકે. અધૂરા કાર્યો પૂરા થતા જણાય. સ્થાવર જંગમ મિલકત થી લાભ. ભાગ્ય સારૂૂ છે. ક્ષાનતંતુના રોગોથી સાચવવું.

ધનઃ

નોકરી ધંધામાં સફળતા. નવી નોકરી મળવાના યોગ છે. ધંધાકીય ક્ષેત્રે સફળતા યશ મળતો જણાય. આવક અંગે મધ્યમ દિવસ. ભાગ્ય સારૂં રહેશે. પત્નિ પક્ષ તરફથી લાભ મળતો જણાય. આરોગ્ય જળવાશે.

મકરઃ

ભાગ્યનો જોરે ઓછી મહેનત સફળતા મળતી જણાય. યાત્રાવ પ્રવાસનું આયોજન થઇ શકે. નવા કાર્યોની શરૂઆત થતી જણાય. જુની ઉધરાણી છુટી થતા નાણાંની છુટ વર્તાય. આરોગ્ય સારૂં રહેશે.

કુંભઃ

નકાતાત્મક વિચારો રહે. માનસિક પરિતાપ વધતો જણાય. નોકરી ધંધામાં અગત્યના નિર્ણયો ટાલવા. રોગ પ્રતકિિર શકિત ધટે. પરિવારમાં વિવાદ ટાળવો. માતૃસુખ વધે.

મીનઃ

આત્મવિશ્વાસમાં તથા ગુસ્સામાં ‍વધારો થાય. સ્થાવર જંગમ મિલકત થી લાભ મળતો જમાય. પરિવારમાં આનંદનું વાતાવરણ રહે. દામ્પત્ય જીવનમાં પ્રેમનો અનુભવ થાય.

મણિપુરમાં ભયાનક અકસ્માત: BSFના ત્રણ જવાનોનું મૃત્યુ, 13 ઘાયલ

0

મણિપુરના સેનાપતિ જિલ્લામાં ચાંગૌબંગ ગામ પાસે સુરક્ષાબળોનો એક ટ્રક ખીણમાં ખાબક્યો. આ દુર્ઘટનામાં ઓછામાં ઓછા ત્રણ BSF જવાનોનું મૃત્યુ થયું જ્યારે 13 અન્ય ઘાયલ થયા. સુરક્ષા અધિકારીએ જણાવ્યું કે સીમા સુરક્ષા દળના બે જવાનોએ ઘટનાસ્થળે જ જીવ ગુમાવ્યો, જ્યારે એક અન્ય જવાનને હોસ્પિટલ લઈ જતી વખતે મૃત્યુ થયું.

અધિકારીએ વધુમાં જણાવ્યું કે મૃતકોના મૃતદેહો સેનાપતિના જિલ્લા હોસ્પિટલમાં રાખવામાં આવ્યા છે.તેમણે જણાવ્યુ કે ઘાયલ BSF જવાનોમાંથી કેટલાકની સ્થિતિ ગંભીર છે. રાજ્યપાલ અજયકુમાર ભલ્લાએ આ દુર્ઘટનામાં થયેલા મોત પર શોક વ્યક્ત કર્યો છે.

રાજભવન દ્વારા X (ટ્વીટર) પર કરવામાં આવેલી પોસ્ટમાં લખાયું કે, “મણિપુરના રાજ્યપાલ અજયકુમાર ભલ્લાએ સેનાપતિ જિલ્લાના ચાંગૌબંગ ગામમાં થયેલી આ દુઃખદ ઘટના અંગે ગાઢ દુઃખ વ્યક્ત કર્યું છે, જેમાં ત્રણ BSF જવાનોએ પોતાનું જીવન ગુમાવ્યું. તેમણે શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી અને ઘાયલોના ત્વરિત સ્વસ્થ થવાની પ્રાર્થના કરી.”

સુરત મહાનગરપાલિકામાં દિવ્યાંગ ઉમેદવારો માટે વિશેષ ભરતી અભિયાન શરૂ

નોકરી શોધી રહેલા સુરતમાં રહેતા દિવ્યાંગ ઉમેદવારો માટે સારા સમાચાર આવી ગયા છે. સુરત મહાનગરપાલિકા દ્વારા વિવિધ પોસ્ટની ભરતીનું નોટિફિકેશન બહાર પાડ્યું છે. સુરત મ્યુનિસિપલ કોર્પોરેશને વિવિધ પોસ્ટ પર કુલ 128 જગ્યાઓ ઉપર ઉમેદવારો પસંદ કરવા માટે ઓનલાઈન અરજીઓ મંગાવી છે.

સુરત મહાનગરપાલિકા ભરતી અંતર્ગત વિવિધ પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ, વય મર્યાદા, અરજી કરવાની છેલ્લી તારીખ, પસંદગી પ્રક્રિયા સહિતની મહત્વની વિગતો જાણવા માટે ઉમેદવારોએ આ સમાચાર છેલ્લે સુધી વાંચવા.

સુરત મહાનગરપાલિકા ભરતીની મહત્વની માહિતી

સંસ્થાસુરત મહાનગરપાલિકા (SMC)
પોસ્ટવિવિધ
જગ્યા128
વય મર્યાદાવિવિધ
એપ્લિકેશન મોડઓનલાઈન
અરજી કરવાની છેલ્લી તારીખ20-3-2025
ક્યાં અરજી કરવીhttps://www.suratmunicipal.gov.in

સુરત મહાનગરપાલિકા ભરતી માટે પોસ્ટની વિગતો

પોસ્ટજગ્યા
શોપ એન્ડ એસ્ટાબ્લીસમેન્ટ ઈન્સ્પેક્ટર1
સુપરવાઈઝર (સિવિલ)8
મેઈન્ટેનન્સ આસીસ્ટન્ટ (ઈલેક્ટ્રીકલ)1
નર્સ (બી.પી.એન.એ.)14
લેબોરેટરી ટેક્નીશ્યન4
ટેક્નીકલ આસીસ્ટન્ટ17
નર્સ (એ.એન.એમ.)4
લાઈવ સ્ટોક ઈન્સ્પેક્ટર1
ઈલેક્ટ્રીકલ વાયરમેન8
હોર્ટીકલ્ચર આસીસ્ટન્ટ1
ફીટર4
ઝુકીપર1
માર્શલ લીડર (પુરુષ)2
માર્શલ62
કુલ128

પગાર ધોરણ

સુપરવાઈઝર (સિવિલ)₹18,500₹39,900-₹1,26,600
મેઈન્ટેનન્સ આસીસ્ટન્ટ (ઈલેક્ટ્રીકલ)₹18,500₹39,900-₹1,26,600
નર્સ (બી.પી.એન.એ.)₹17,500₹35,400-₹1,12,400
લેબોરેટરી ટેક્નીશ્યન₹17,500₹29,200-₹92,300
ટેક્નીકલ આસીસ્ટન્ટ₹16,500₹25,500-₹81,100
નર્સ (એ.એન.એમ.)₹16,500₹25,500-₹81,100
લાઈવ સ્ટોક ઈન્સ્પેક્ટર₹16,500₹25,500-₹81,100
ઈલેક્ટ્રીકલ વાયરમેન₹16,500₹19,900-₹63,200
હોર્ટીકલ્ચર આસીસ્ટન્ટ₹16,500₹19,900-₹63,200
ફીટર₹16,500₹19,900-₹63,200
ઝુકીપર₹16,500₹19,900-₹63,200
માર્શલ લીડર (પુરુષ)₹16,500₹19,900-₹63,200
માર્શલ₹15,500₹15,700-₹50,000

સુરત મહાનગરપાલિકા દ્વારા બહાર પાડવામાં આવેલી વિવિધ જગ્યાઓ માટે સંસ્થાએ ઉમેદવારો પાસે વિવિધ શૈક્ષણિક લયાકાત માંગી છે. ઉમેદવારોએ જેતે પોસ્ટ માટેની શૈક્ષણિક લાયકાત વિશે વધારે માહિતી જાણવા માટે આ લેખમાં આપેલું નોટિફિકેશન ધ્યાન પૂર્વક વાંચવું.